Sunday, 3 April 2016

[amdavadis4ever] વિરાટનો ગુસ્સો અને લોકોની મસ્ તી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિરાટનો ગુસ્સો અને
લોકોની મસ્તી

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

 

આપણા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા વિશેલોકો દ્વારા થતી કમેન્ટ્સ સામે બળાપો ઠાલવ્યો અને કહ્યું કે શરમ કરો શરમ. બાય ધ વે, વિરાટના વલોપાત પછીલોકો બંધ થશે ખરા? નામુમકિન હૈ યે.. ગોસિપ તો થવાનીજ છે.


દેશના ગ્લેમર વર્લ્ડમાં આજકાલ ડિવોર્સ અને બ્રેકઅપનીસિઝન ચાલી રહી છે. વાત વિરાટ કોહલી અને અનુષ્કાનીહોય, રણબીર અને કેટરિનાની હોય, મલાઇકા અનેઅરબાઝની હોય કે પછી કોઇપણ સેલિબ્રિટીની હોય, લોકોમોજથી એના વિશે ચર્ચાઓ, કમેન્ટ્સ અને મેસેજિસ કરે છે.આપણે કંઇ લાગતું વળગતું ન હોય અને આપણી વાત કેઆપણા મંતવ્યથી કોઇને નયાભારનો ફેર પડતો ન હોયછતાં આપણે વાતોનાં વડાં કરીને કોણે શું કરવું જોઇએ, શુંન કરવું જોઇએ, ભૂલ કોની કહેવાયથી માંડી હવે પછી શુંથશે તેની આગાહીઓ પણ કરી દેતા હોઇએ છીએ.

આપણા દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ફિલ્મઅભિનેત્રી અનુષ્કા શર્માના સંબંધો અત્યારે ગોસિપનો હોટટોપિક છે. આ ચર્ચાનું એક કારણ 20-ટ્વેન્ટી વર્લ્ડ કપ છે.ભારત જેટલી મેચ જીત્યું એમાં કોહલીનું પ્રદાન સૌથીમહત્ત્વનું રહ્યું છે. મેચ પતે કે તરત જ કોહલી અને અનુષ્કાવિશેના ફની મેસેજિસ વોટ્સએપ અને સોશિયલ મીડિયાપર ફરવા લાગે છે. લોકો મેચ જેટલી જ મજા આવામેસેજથી મેળવે છે. વિહ્્વળ વિરાટે નારાજ થઇ એમ ક્હ્યુંકે, મારી બધી વાતોમાં અનુષ્કાને વચ્ચે ન લાવો. લોકોએવળી એ વાતની ચર્ચા કરી કે આવી વાત કરીને વિરાટ શુંસાબિત કરવા માંગે છે? ક્યાંક વિરાટ આવું કહીને અનુષ્કાનેતો કોઇ આડકતરો મેસેજ નથી આપતો ને કે તેને હજુઅનુષ્કા પ્રત્યે એવો ને એવો સોફ્ટ કોર્નર છે. વેલ, જે હોયતે. સામાન્ય સંજોગોમાં સેલિબ્રિટીઝ પોતાના વિશે ચાલતીગોસિપ્સને ઇગ્નોર કરતી હોય છે. લોકો તો વાતો કરે, એમાંબહુ નહીં પડવાનું. અમિતાભ અને રેખા બુઢ્ઢા થઇ ગયાં તોપણ તેના વિશે જાતજાતની વાતો થતી રહે છે. ગોસિપનેજો ગંભીરતાથી લે તો એ કામ જ ન કરી શકે.

ફિલ્મ જગતના જાણકાર લોકો તો એવું પણ કહે છે કે સ્ટાર્સગોસિપને એન્જોય કરતા હોય છે. ઘણા તો એવું પણમાનતા હોય છે કે અત્યારે આપણી ડિમાન્ડ છે એટલે લોકોઆપણા વિશે વાતો કરે છે. પોતાના વિશે કોઇ વાતો થતી નહોય તો પણ ઘણાને મજા આવતી નથી. ફિલ્મ રિલીઝથવાની હોય ત્યારે તો અમુક કલાકારો હાથે કરીને એવું કંઇકકરે છે જેનાથી તેના વિશે વાતો થાય. અલબત, બધુંઉપજાવી કાઢેલું હોતું નથી. ઘણું બધું સાચું પણ હોય છે.સામા પક્ષે લોકો પણ એમ કહેતા હોય છે કે સ્ટાર્સ મન ફાવેએમ કરે તો પછી અમે શા માટે વાતો ન કરીએ?

હૃતિક રોશને તેની પત્ની સુઝાન સાથે ડિવોર્સ લીધા. આછૂટાછેડાની ખૂબ વાતો થઇ. ડિવોર્સ વખતે કેટલી રકમઅપાઇ તેના વિશે પણ અનેક ગોસિપ થઇ. હજુ માંડ બધુંશાંત પડ્યું હતું ત્યાં કંગના અને હૃતિક વચ્ચેની ધમાલબહાર આવી. રણબીર અને કેટ વચ્ચે બ્રેકઅપ થયું.અરબાઝ અને મલાઇકા તથા ફરહાન અખ્તર અને અધુનાજુદાં પડી ગયાં. આવી તો બીજી ઘણી પેર છે જે વેરવિખેરછે. આ બધા વિશે ગોસિપ્સ તો થવાની જ છે. આમ જુઓ તોગોસિપ્સ કંઇ નવી વાત નથી. પ્રાચીન કાળથી ગોસિપ્સથતી આવી છે. આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણથતી રહેવાની છે. ગોસિપ્સને કોઇ અટકાવી શક્યું નથી અનેઅટકાવી શકશે પણ નહીં.

સવાલ એ થાય કે લોકોને એમાં શું મજા આવે છે?ગોસિપ્સના સાયકોલોજિકલ રિઝન્સ પણ ઇન્ટરેસ્ટિંગ છે.મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, ગોસિપ્સથીલોકોને પ્લેઝર મળે છે. આવી વાતોમાં લોકોનું કંઇ જતુંનથી. અમને ઘણી ખબર છે એ સાબિત કરવા પણ ઘણાલોકો ચોવટ કરતાં હોય છે. મિત્રો ભેગા થાય ત્યારે કંઇકવાત તો કરવી ને? મફતમાં મજા થતી હોય તો કોઇને શુંવાંધો હોય? ઘણા લોકો એવા પણ હોય છે જેને બીજા અનેપોતાનાથી સુપિરિયર લોકોનું ખરાબ થાય તેનાથી આનંદમળતો હોય છે. અમુક કલાકારો, ખેલાડીઓ અથવા બીજાકોઇ ક્ષેત્રની સેલિબ્રિટિઝ આપણને ગમતી હોય છે. માણસતેની સાથે કોઇ ને કોઇ રીતે તાદાત્મય કેળવે છે. એમનેમળવાનું તો શક્ય હોતું નથી એટલે લોકો તેના વિશે વાતોકરીને સંતોષ મેળવે છે. તમે માર્ક કરજો, ઘણા લોકો એમનેગમતા સ્ટાર્સ વિશે ઘસાતું સાંભળીને ગુસ્સે થઇ જતા હોયછે. આપણે ઘણી વખત એમ પણ કહેતા હોઇએ છીએ કે એક્યાં તારો સગો કે સગી થાય છે કે તને આટલું બધું લાગીઆવે છે.

અમુક લોકો તો પોતાને ગમતા હોય એવા સ્ટાર કંઇ ખોટુંકરે ત્યારે એવું પણ બોલતા હોય છે કે એણે આવું ન કરવુંજોઇએ. તને કોઇએ પૂછ્યું કે એણે શું કરવું જોઇએ એમકહીએ તો પણ એને માઠું લાગી જાય છે.

ગોસિપ્સ માત્ર સેલિબ્રિટિઝની જ થાય છે એવું નથી.ગોસિપ્સ તો દરેક લેવલે થતી હોય છે. અમુક લોકો તોગોસિપ કરવા માટે જ ભેગા થતાં હોય છે. અમુક યુવતીઓતો નિખાલસતાપૂર્વક કહે છે કે ઝીણી ઝીણી કરવાની મજાજ કંઇ ઓર છે. ઓફિસના અમુક ખૂણાઓ તો ગોસિપ્સનાઅડ્ડા જેવા હોય છે. સામાન્ય કર્મચારી પણ પોતાના બોસનેશું નથી આવડતું એના વિશે છાતી ઠોકીને સ્ટેટમેન્ટ કરતોહોય છે. સાહેબો વળી ઓફિસમાં શું ચાલી રહ્યું છે તે જાણવાગોસિપનો સહારો લેતા હોય છે. ઓફિસમાં અમુક લેડિઝઅને જેન્ટસના સંબંધો વિશે એને કલ્પના પણ ન હોય એવીવાતો ઓફિસમાં ચાલતી હોય છે. ઓફિસ ઉપરાંત ઘરનાપડોશીઓ વિશે વાતો કરવાની પણ લોકોને મજા પડતીહોય છે. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું કર્યું એવું ધ્યાનરાખવાવાળા વળી એવું માનતા હોય છે કે આપણને બધી જખબર હોય છે. એ વાતોની કદાચ ખબર ના હોય તો કંઇ ફેરન પડે, છતાં લોકો આવું કરતાં હોય છે.

ઓફિસમાં સાથે કામ કરતાં કે પડોશમાં રહેતા લોકોનેતો હજુયે આપણે ઓળખતા હોઇએ છીએ એટલે એનીવાતોમાં કદાચ રસ પડે પણ એવી સેલિબ્રિટિઝ જેનેજિંદગીમાં કોઇ દિવસ જોઇ નથી, એના વિશે લોકો શા માટેવાતો કરતા હશે? તેના વિશે મનોચિકિત્સકો એવું કહે છે કે,ભલે સેલિબ્રિટિઝને કોઇ દિવસ મળ્યા ન હોય પણ લોકો તોએમને પરિચિત જ માનતા હોય છે. રોજ તેને જોતા હોય છે,તેના વિશે જાણકારી રાખતા હોય છે એટલે લોકો પોતાનેતેના વિશે બોલવાનો અધિકાર છે એમ માની લે છે.

આઇડિયલ વાત તો એ છે કે કોઇના વિશે ખણખોદકરવી ન જોઇએ, એવું કરવાથી આપણાં જ સમય અનેશક્તિનો બગાડ થાય છે. જોકે એવું થતું નથી. બહુ ઓછાલોકો આવી વાતોથી દૂર રહેતા હોય છે. જેને પોતાનાકામમાં જ રસ હોય છે તેવા લોકો આવા બધામાં પડતાનથી. અલબત, મોટી નહીં તો નાની નાની ગોસિપ્સ તોબધા કરી જ લેતા હોય છે. ગોસિપ કરવી એ પાપ નથી કેકોઇ ગુનો પણ નથી. એટલી તકેદારી રહે તો સારું કેઆપણી ગોસિપના કારણે કોઇને વગર વાંકે હેરાન ન થવુંપડે. ગોસિપનું તો એવું છે ને કે વાત નીકળે પછી બહુ દૂરસુધી જાય છે અને છેવટે ક્યાંની ક્યાં પહોંચી જાય છે.ગોસિપ કોઇ રોકી શક્યું નથી અને રોકી શકશે પણ નહીં!

 

("દિવ્ય ભાસ્કર', "રસરંગ' પૂર્તિ, તા. 03 એપ્રિલ, 2016, રવિવાર, "દૂરબીન' કોલમ)


email: kkantu@gmail.com
--
Krishnkant Unadkat,
Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell: 09825061787.
e-mail:
kkantu@gmail.com
Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment