Wednesday, 25 November 2015

[amdavadis4ever] આતંક, ભ્રમ, હકીકત, ઉકેલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક સહેલો સવાલ. ૨૦૧૪માં વિશ્વમાં સૌથી વધુ હત્યા કયા આતંકી જૂથે કરી?આ સવાલનો 'દેખીતો' જવાબ છેઃ આઈએસ (પેરિસને ધમરોળનાર ઇસ્લામિક સ્ટેટ)વાળું આતંકી જૂથ, પણ આ સાચો જવાબ નથી. ગયા જ અઠવાડિયે જાહેર થયેલો એક અહેવાલ જણાવે છે કે ૨૦૧૪માં આઈએસ દ્વારા કુલ ૬૦૭૩ હત્યાઓ થઈ, જ્યારે બોકો હરામ જૂથે ૨૦૧૪માં ૬૬૬૪ લોકોની હત્યા કરીને જગતના સૌથી ખૂની આતંકી જૂથનો દરજ્જો ભોગવ્યો. આશા છે કે તમે બોકો હરામનું નામ સાંભળ્યું હશે. બોકો હરામ મતલબ, પશ્ચિમ હરામ છે (પાશ્ચાત્ય સભ્યતા ન જોઈએ, ખતમ કરો એને). આ આતંકી જૂથ નાઈજીરિયામાં પોતાનું વડું મથક ધરાવે છે. બોકો હરામ ૨૦૧૪નું નં. ૧ કિલર જૂથ હોવા છતાં આઈએસ જેટલું એનું વજન નથી પડતું, કારણ કે બોકો હરામ આફ્રિકામાં લોહીની નદીઓ વહાવે છે, જ્યારે આઈએસ પેરિસ પર હુમલો કરે છે, આઈએસ રશિયાનું વિમાન તોડે છે. આતંકી જૂથોમાં (ખાસ તો આતંકપીડિતોમાં) ઊંચ-નીચની આવી વર્ણવ્યવસ્થા ઠીક નથી. આતંકી એટલે આતંકી અને પીડિત એટલે પીડિત.
હવે આખી વાતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા માટે થોડી જુદી વાત કરીએ. ૨૦૧૧માં ૧.૮૬ લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યાં ગયાં. મતલબ કે કલાકે ૨૦ લોકો. હવે તમે જુઓ કે ૨૦૦૮ની સાલમાં ૧૦ લોકો મુંબઈમાં આવ્યા, એમણે ત્રણ દિવસમાં ૧૬૩ જણને મારી નાખ્યા, અને એક આડવાત કહું તો એ ત્રણ દિવસોમાં ભારતમાં માર્ગ અકસ્માતમાં ૧૫૦૦ લોકો માર્યાં ગયાં. પણ તમે જુઓ કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ બાદ ભારતસહિત વિશ્વના અનેક દેશોમાં અબજો ડોલર ખર્ચાયા, સુરક્ષા માટે. એ ખર્ચ છેવટે આપણા ખિસ્સામાંથી વસૂલવામાં આવે છે. અને સૌથી મોટી વાત છે આતંકી ઘટનાનો માનસિક પ્રભાવ. આપણાં સંતાનો મોલમાં જાય છે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા જુએ છે એની એના મન પર અસર થાય છે. ટૂંકમાં, આતંકી ઘટનાની કિંમત આપણે સૌ રોજેરોજ ચૂકવીએ છીએ... અને વક્રતા જુઓ કે સુરક્ષા માટેની ગોઠવણો એવી હોય છે જે એક વાર ગોઠવાઈ ગયા પછી હટતી નથી. એવી કોઈ કમિટી બેસતી નથી જે એમ કહે કે અચ્છા, હવે તો આતંકી હુમલાને ઘણાં વર્ષ થઈ ગયા તો આમાંના અમુક પગલાં જવા દઈએ. ના, એવું ક્યારેય નથી થતું... એટલે હવે પછી તમને કોઈ પૂછે કે તમે પોતે આતંકથી પ્રભાવિત છો? તો જવાબ બહુ સમજીવિચારીને આપજો. બજેટમાં જે અબજો ડોલર-રૂપિયા વિકાસ માટે ફાળવી શકાય એ બિનઉત્પાદક એવી સુરક્ષા વ્યવસ્થા માટે ફાળવવા પડે છે. જે પૈસા શિક્ષણ પાછળ તથા હોસ્પિટલો પાછળ ખર્ચવાના હોય તે સુરક્ષા પાછળ વાપરવા પડે છે. અસલમાં આ એક વેસ્ટફુલ એક્સપેન્ડીચર (પરાણે માથે પડેલો ખર્ચ) છે.
ઝીરો ટોલરન્સ ટુ ટેરરિઝમ એ એક મર્દાગનીભર્યું વિધાન છે. નેતાઓએ આવું બોલવું પડે, પણ અસલમાં આ બોદું વિધાન છે. કઈ રીતે? આપણે ડ્રગ્ઝ, લૂઈ વિટોં બેગ્ઝ, નકલી ઘડિયાળો, પાયરેટેડ ડીવીડી ખરીદીએ છીએ... આમાંનું ઘણું બહારથી આવે છે. એ કન્ટેનર્સ આપણે ત્યાં ફાર ઇસ્ટમાંથી આવે છે અને ત્યાંથી ભારતભરમાં માલ મોકલવામાં આવે છે. આ બધું કામ અંધારીઆલમ દ્વારા થાય છે. આ આખી ચેનલમાં જે બધા છે એ બધા જ સજાને લાયક છે. આ ચેનલને અટકાવી શકાતી નથી. બોલો, શું કામ? કારણ કે લોકો, આપણે બધા, આ બધો માલ ખરીદીએ છીએ. હવે આ જે લોકો છે જે દાણચોરી કરે છે, હવાલા દ્વારા પૈસા મોકલે છે, અધિકારીઓને લાંચ આપે છે એ જ લોકોની ચેનલ દ્વારા આરડીએક્સ, વિસ્ફોટકો, શસ્ત્રો પણ ભારતમાં પહોંચે છે. આવામાં, જે સમાજમાં આ બધું, દાણચોરી-હવાલા વગેરે ચાલતું હોય, જે સમાજ અન્ય ક્રાઈમ પ્રત્યે ટોલરન્ટ હોય એ સમાજમાં આતંક પ્રત્યે ઝીરો ટોલરન્સ કોઈ રીતે શક્ય નથી. જેમ પ્રદુષિત નદીની વચ્ચે શુદ્ધ જળને અલગ રાખવાનું કોઈ રીતે શક્ય નથી, એવું આ છે. સુરક્ષા દળ એવું કોઈ રીતે નકકી ન કરી શકે કે આ કેન્ટેનરમાં તો લૂઇ વિટોં બેગ્ઝ છે અને આરડીએક્સ નથી એટલે આ કન્ટેનર જવા દો. આવો કોઈ રસ્તો શક્ય નથી.
સામાન્ય રીતે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો નિષ્ણાતો સલાહ આપે અને પ્રજા મોટે ભાગે તેમને સાંભળીને આ સલાહોને અનુસરે, પણ જો બોમ્બ ધડાકો થાય તો ઇવન પેજ થ્રી સેલિબ્રિટી પણ આંતકનો મુકાબલો કઈ રીતે કરવો એના એક્સપર્ટ બની જાય, કારણ કે આતંક એક એવો શેતાન છે, જે મૂળ તો લોકોના મન સાથે ખેેલે છે, લોકોને ડરાવે છે. અને લોકો ડરીને તરત કૂદી પડે છે ઉકેલો સૂચવવા. લોકો જોરશોરથી માગણી કરશે કે આપણે સુરક્ષા ચુસ્ત બનાવવી જોઈએ, વધુ સુરક્ષા કર્મચારીઓ નીમવા જોઈએ, સીસીટીવી લગાડવા જોઈએ, વાહનો બુલેટપ્રૂફ કરવા જોઈએ વગેરે વગેરે. આજે દેશમાં ઉત્પાદન ક્ષેત્ર પછી સૌથી વધુ લોકોને રોજી આપતું બીજા નંબરનું ક્ષેત્ર છે સુરક્ષા ઉદ્યોગ (સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી). તો, વધુ સુરક્ષા દળ, સીસીટીવી, બુલેટ પ્રૂફ વાહનો વગેરેથી આતંકને રોકી શકાય છે એ અસલમાં એક ભ્રમ છે. વાતને સમજવા ખાતર આતંકને એક એવા રોગની ઉપમા આપી શકાય જેમાં સીધુંસાદું ઓપરેશન શક્ય નથી. પેશન્ટને ટેબલ પર સુવાડયો, પેટમાંથી ગાંઠ કાઢી લીધી અને પછી પેશન્ટને કહેવાનું કે ઓકે, હવે તું સાજો, હવે તું છુટ્ટો. ના, આ એક એવો રોગ છે જેમાં વર્ષોથી મૂળભૂત મુદ્દાઓને, રોગનાં કારણોને અવગણવામાં આવ્યા હોય. જે ઉકેલ અગાઉ જ કરી લેવા જેવો હતો એ ન કરવામાં આવે ત્યારે આતંકનો રોગ વકરે છે. આ એવો રોગ છે જેમાં સમજો કે ફિઝિયોથેરપી કામ કરે છે. ફિઝિયોથેરેપી એવી ચીજ છે જેમાં નિષ્ણાત, સારો થેરપિસ્ટ તમારી પાછળ પડે, તમને વહેલા ઉઠાડવા પણ આવે અને કેવા શૂઝ ને કેવા શોર્ટ્સ પહેરવાં અને કઈ રીતે દોડવું એની સલાહ પણ આપે, પણ છેવટે દોડવાનું દરદીએ છે, ફિઝિયોથેરપિસ્ટે નહીં. તો, ભલે ગમે તેટલી સુરક્ષા બટાલિયનો તમારા વતી દોડતી થાય, પણ તેનાથી માંદગી મટવાની નથી, કારણ કે આ ફિઝિયોથેરપી છે, સર્જરી નથી.
બીજી નવાઈઃ જે વધુ પીડિત છે એ 'વેઇટિંગ લિસ્ટ'માં છે. અમેરિકાને આઈએસનો અબુ-બકર આંખના કણાની જેમ ખૂંચેપણ પાકિસ્તાનમાં હાફીઝ સઈદ ખુલ્લેઆમ ફરે એની સામે અમેરિકા આંખ આડા કાન કરે છે કારણ કે હાફીઝ ભારતીયોને વધુ સતાવે છેઅમેરિકીઓને નહીં. ભારત દુઃખી થાય ત્યારે એટલો હાહાકાર નથી થતો જેટલો પેરિસ હુમલા નિમિત્તે થાય છે. ભારત છોડોપેરિસ-હુમલાના આગલા જ દિવસે લેબેનોન પર થયેલા આતંકી હુમલામાં ૪૪ મરાયા એની ભાગ્યે જ ચર્ચા થાય છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં નાઇજીરિયા તથા માલીમાં થયેલા આતંકી હુમલામાં સોથી વધુ લોકો મૃત્યુ પામ્યાપણ આ બધું પેરિસ-હુમલા જેટલું મહત્ત્વનું નથી ગણાતું. આતંક સામે અસરકારક લડત ચલાવવી હોય તો ફક્ત પેરિસને લીધે ખળભળવાથી નહીં ચાલેએકલા આઈએસ પર બોમ્બ વરસાવવાથી સમસ્યા નહીં ઉકલે, અને માત્ર આઈએસ જ નહીં, તમામ આતંકી જૂથો પર ફક્ત બોમ્બ ફેંકવાથી પણ સમસ્યા નહીં ઉકલે. હા, ઉગ્રવાદીઓનાં થાણાં પર ફેંકાયેલા બોમ્બ પેઈન કિલર તરીકે ચોક્કસ ઉપયોગી છે, એનાથી થોડી રાહતની લાગણી અવશ્ય અનુભવી શકાય, પેઈન કિલર્સની પોતાની એક ભૂમિકા છેપરંતુ તેનાથી રોગનો ઇલાજ નથી થતો. ઇલાજ માટે બે ચીજ જોઈએઃ સાચું નિદાન અને સાચી દવા. આતંકની બીમારીનું સાચું નિદાન એ છે કે આતંક ફક્ત ધરમનો મામલો નથી. આતંક એ ઓઇલનો, વગનો, પૈસાનો, શસ્ત્રસોદાનો, સામાજિક અન્યાયનો, આર્થિક વિષમતાનો, ર્ધાિમક કટ્ટરતાનો, ઝડપી શહેરીકરણનો, કરન્સી વોરનો, અતિ ઉપભોગની સંસ્કૃતિનો, યુદ્ધ કે પર્યાવરણને લીધે વિસ્થાપિત થઈ રહેલી પ્રજાઓનો પણ મામલો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment