Friday, 27 May 2016

[amdavadis4ever] ‘બૉમ્બ સાથ ે જીવવાનું અને બૉમ્બ થી મરવાનું’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એનું મૂળ નામ મારિયા દ લા આયનમેકુલ્દા ક્ધસેપ્શન માર્ટિન હતું. એ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની એકદમ નજીકની પડોશી હતી, એમ તો એ ૧૯૮૧થી અમેરિકાના પ્રમુખોની પડોશી રહી ચૂકી હતી. મૂળ સ્પેનમાં ૧૫ જાન્યુઆરી, ૧૯૩૬ના દિવસે જન્મેલી યુનાઈટેડ સ્ટેટ્સની શાંતિલક્ષી ચળવળ-આંદોલન ચલાવનારી ક્ધસેપ્શન હૈયે હામ ધરાવનારી હિંમતબાજ કાર્યકર હતી. એનું જીવન અન્ય શાંતિરક્ષા કાર્યકરો જેવું સરળતાથી વીત્યું નહોતું. સતત સંઘર્ષરત રહેનારી અને 'કૉની' કે 'કોન્ચિતા'ને નામે ઓળખાતી હતી ખરી પણ મૂળ નામને બદલે એ ક્ધસેપ્શન 'કૉની' પાઈસ્યોતોના નામે વિશ્ર્વમાં જાણીતી બની હતી. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૬ના દિવસે તેનું નિધન થયું. અનેકોને પ્રેરણા આપે એવું ૮૦ વર્ષનું લાંબું જીવન એ જીવી ગઈ એવું તો એના ટીકાકારો પણ સ્વીકારે છે. એનું નામ નહીં જાણનારાઓ સુધ્ધાં એની ઊંચાઈ, એની શાખ વિશે જાણતા હતા. 'વિશ્ર્વભરમાં માનવ-હત્યાઓ થતી રોકવા અને યુદ્ધોને થંભાવવા આપણે લોકોને જગાડવા પડશે', એમ એણે ત્રણ વર્ષ પહેલા આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું. તેનું આ વાક્ય હવે યુદ્ધવિરોધી નેતાઓનું અવતરણ-વાક્ય બની ગયું છે.

એને જાણવા માટે વૉશિંગ્ટન ડીસી જવાની જરૂર નથી. એ શાંતિની તરફેણમાં સતત દેખાવ કરતી હતી. પાઈસ્યોતો અણુશસ્ત્રોના પ્રસારના વિરોધમાં હતી. તે ૧૯૮૧થી વ્હાઈટ હાઉસની સામે લફાયતે સેન્ટ્રલ પાર્કમાં તંબુ બાંધીને ૨૪ કલાક શાંતિની હિમાયત કરતી વિરોધ પ્રદર્શન કરતી રહી હતી. તે ટાઢ, તડકો, વરસાદ, સ્નોનો સામનો કરીને ૩૫ વર્ષ તંબુમાં રહી. વિશ્ર્વનો નાશ થતો રોકવાના વિચાર સાથે પ્રદર્શિત કરાતા તેના વિરોધને અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબો ચાલનારો પોલિટિકલ પ્રોટેસ્ટ કહેવામાં આવ્યો છે. મોસમ સારી હોય ત્યારે તે પોતાના વાળીને પેટીમાં મૂકી દેવાય એવા તંબુની બહાર ઊભી રહીને પર્યટકોને ચોપાનિયાં આપતી જોવાતી, નહીં તો ખુરશીમાં બેસીને વિરોધનાં પાટિયાં દર્શાવતી રહેતી. તેના શાંત વિરોધે અનેક અમેરિકન રાજકારણીઓના બ્લડપ્રેશર ઉપર-તળે કરાવ્યા હતા. અણુબૉમ્બની દાહકતા અને નાહકતા જણાવતા પાટિયાં જોઈને પર્યટકો એની સાથે વાત કરવા પ્રેરાતા હતા.

એ માથા પર સતત, ૨૪ કલાક હેડસ્કાર્ફ પહેરતી અને નજીકથી જોતા એની નીચે તેણે અવકાશયાત્રીઓ જેવી હેલ્મેટ પહેરેલી જોવા મળતી હતી. એ કહેતી કે એ ટોપી સલામતી માટે છે, કારણ કે વર્ષો દરમિયાન એના પર અનેકોએ હુમલા કરેલા, અમેરિકાની સિક્રેટ સર્વિસના માણસોએ પણ તેની સાથે ઘણીવાર ધક્કામુક્કી કરી હતી. એ પોતાના તંબુમાં ના હોય ત્યારે તે પીસ હાઉસ પર રહેતી. એ સમયે તેના ઉપકરણોને સાચવવા અન્ય પીસ ઍક્ટિવિસ્ટ્સ તંબુમાં રહેતા, પણ એવું બહુ ઓછો સમય બનતું. જો કોઈ એના તંબુમાં ન રહે તો યુ.એસ. પાર્ક પોલીસ આવીને તંબુ હટાવી દે એવો પણ કોન્ચિતાને ભય સતત રહેતો. સપ્ટેમ્બર ૨૦૧૩માં આવું બન્યું હતું. બીજે દિવસે ક્ધસેપ્શન પાઈસ્યોતો પાર્કમાં પોતાના કાયમી સ્થાન પર પોલીસ તેનો ટેન્ટ પાછો લાવી આપે એની રાહ જોતી ઊભી રહી હતી એ વખતે મીડિયાએ તેની સાથે વાતચીત કરી હતી. પોલીસે પણ તેનો તંબુ પાછો આપ્યો હતો. એ વખતે એણે ઉપર જણાવેલું ચિરંજીવ કથન કહ્યું હતું. એ આખું કથન એવું હતું કે, "અગાઉ કરતાં હવેનો સમય વધુ મહત્ત્વનો છે કે આપણે વિશ્ર્વભરમાં હત્યા થતી રોકવા અને યુદ્ધો અટકાવવા માટે લોકોનો માંહ્યલો જગાડવો પડશે. આ બધું મૂંઝવી નાખે એવું છે, પણ એ ખતરનાક કામ થઈ રહ્યું છે. હું એ કામ માટે ભયાનક ગરમી, સખત ઠંડી કે હિમવર્ષામાં પણ કમર કસીને તૈયાર ઊભી છું. વાત પણ એટલી જ ખરી છે, કારણ કે રોનાલ્ડ રેગન, જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ. બુશ અને બરાક ઓબામા જેવા પ્રમુખોના શાસનકાળમાં પણ ક્ધસેપ્શન પાઈસ્યોતો ત્યાં જ હતી, એ અડીખમ ટેન્ટમાં, ટટ્ટાર ગરદને ઊભી હતી. જોકે, આમાંના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખોએ બહાર નીકળીને વાત કરી હોય એવો કોઈ પુરાવો નથી એટલે કે કોઈએ એની ફિકર સુધ્ધાં નહીં કરી હોય. વ્હાઈટ હાઉસની પાર્ક સામેની બારીઓ ખોલીને જોતાં જ કૉનીનો સફેદ-પીળો તંબુ સહેલાઈથી નજરે પડતો હતો. સોમવારે ક્ધસેપ્શન પાઈસ્યોતોનું નિધન થયું અને બુધવારે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જૉશ અર્નેસ્ટે કહ્યું હતું કે, "પાઈસ્યોતોનું નિધન થયું છે એની પ્રમુખ ઓબામાને જાણ છે કે નહીં એની મને ખબર નથી, પણ તેમણે પાઈસ્યોતના શાંતિ માટેની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા. તેના મૃત્યુનું સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી, પણ થોડા દિવસો અગાઉ તે પડી ગઈ હતી.

ખરેખર તો કૉનીની આ પીસ વિજિલનો આરંભ અન્ય એક શાંતિ-કાર્યકર વિલિયમ થોમસ દ્વારા કરવામાં આવ્યો હતો. એની શરૂઆતના કેટલાક મહિનાઓ બાદ કૉની થોમસ સાથે જોડાઈ હતી અને એ બેઉ જણાં ૨૫ વર્ષ સુધી ત્યાં તંબુ ખોડીને વસ્યાં હતાં. વિલિયમ થોમસનું ૨૦૦૯માં અવસાન થતા કૉની અન્ય ઍક્ટિવિસ્ટ્સની મદદથી ત્યાં વસી રહી હતી. આ રીતે રહેવું દર વખતે મોહક કે મનગમતું નહોતું. કેટલાકોએ એને 'હીરો'ની જેમ જોઈ હતી તો કેટલાકો તેને ગાંડી-મૂર્ખી ગણતા હતા, એમ 'વૉશિંગ્ટન પોસ્ટ' નામના અખબારે એક વાર જણાવ્યું હતું. તેના માનસિક આરોગ્ય માટે પણ વિવેચનો-ચર્ચાઓ કરાતી હતી. આમ તો એ સ્પેનિશ ઈમિગ્રન્ટ હતી. તેણે હાથથી લખેલાં પોસ્ટરોમાં 'રીડ માય લિપ્સ, નો ન્યૂ વૉર્સ' અને 'લિવ બાય બૉમ્બ, ડાય બાય બૉમ્બ' સૂત્રો બહુ જાણીતા બન્યા હતાં. 'કોન્ચિતા' પ્રખ્યાત ફિલ્મ સર્જક માઈકલ મૂરની દસ્તાવેજી ફિલ્મ 'ફૅરન્હાઈટ ૯/૧૧'માં ચમક્યા બાદ એનાં કામને, વિરોધને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી અને વિશ્ર્વની અનેક સેલિબ્રિટીઓનું ધ્યાન ખેંચાયું હતું. ફિલ્મ ત્યારના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશની 'ત્રાસવાદ સામે યુદ્ધ'ની નીતિની આકરી ટીકાકાર હતી.

વૉશિંગ્ટનમાં ક્ધસેપ્શન નાના કદની, હેલ્મેટ અને હેડસ્કાર્ફ ધારણ કરનારી, કુતૂહલ ધરાવતી અને ક્યારેક વિવાદાસ્પદ મહિલા હતી, એમ કહેવાતું હતું. તે ઘણીવાર સરકારના જુલમ સંબંધી વિગતવાર વર્ણનો કરતી, કારણ કે સરકારનો આવો જુલમ તેની શારીરિક તકલીફો માટે જવાબદાર હોવાનું તે માનતી હતી. તેની માનસિકતાની કેટલાકો ટીકા કરતા ખરા, પણ તેની સમર્પિતતા અને તેના જુસ્સાને સલામ પણ ભરતા હતા. ૧૯૬૦ પહેલાની તેની જિંદગી ખાસ્સી સંઘર્ષપૂર્ણ રહી હતી. આ વર્ષમાં જ તે ન્યૂ યોર્ક સિટી ખાતે સ્થળાંતર કરી આવી હતી. આરંભે તેણે સ્પેનિશ અમ્બેસીમાં ઈકોનોમિક અને કમર્શિયલ ઑફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કર્યું હતું. તે એક ઈટાલિયન પુરુષના સંપર્કમાં આવી હતી અને ૧૯૬૯માં તેની સાથે લગ્ન કર્યાં હતાં. બેઉ જણે મળીને એક શિશુવયની બાળકી દત્તક લીધી હતી. તે પહેલીવાર વ્હાઈટ હાઉસ ખાતે ૧૯૭૯માં આવી હતી. તેને પતિએ ગેરકાયદે બાળકી દત્તક લીધી હોવાની શંકા હતી. જોકે, પેલાએ પાઈસ્યોતોને અને બાળકીને નોખાં પાડ્યાં હતા અને બાળકીને લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ મામલામાં અધિકારીઓ, તબીબો અને સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ક્ધસેપ્શનનું માનવું હતું. એને આમાંથી કોઈએ બાળકીને પરત મેળવી આપવામાં મદદ નહોતી કરી. આખરે તેણે બાળકીને ભૂલી જવી પડી હતી. આ દરમિયાન એને વિલિયમ થોમસ મળ્યો હતો. એ પેન્સિલવાનિયા એવેન્યુમાં પીસ વિજિલ પર હતો. એની સાથે જોડાયા બાદ તે બેઉ સેન્ટ્રલ પાર્કનાં કાયમી નિવાસીની જેમ રહેતાં હતાં. ૧૯૮૪માં થોમસે એલેન બેન્જામિન સાથે લગ્ન કર્યાં અને ત્રણેય શાંતિની હિમાયત કરવા લાગ્યાં હતાં, જોકે કૉનીને એલેનના ઈરાદા પર શંકાઓ હતી તો પણ ત્રણે જણ અણુશસ્ત્રોના નિ:શસ્ત્રીકરણની ઝુંબેશ ચલાવતાં હતાં, જે પ્રપોઝિશન-વન તરીકે જાણીતી હતી. ૧૯૯૩માં આ ઝુંબેશે ધારી સફળતા મેળવી ત્યારે તેમને મોટી સિદ્ધિ મેળવ્યા જેવું ગૌરવ થયું હતું.

આજે ક્ધસેપ્શન 'કૉની' પાઈસ્યોતોના અવસાન બાદ તેમની શાંતિ ઝુંબેશ નબળી પડે એવું જણાતું નથી. ઉલટાનું અન્ય કેટલાકો જોડાયા હોઈને એ ચાલતી રહેશે. કૉનીના તંબુનું ધ્યાન રાખનારા ક્રેગે કહ્યું હતું કે, "પાઈસ્યોતો અન્ય ચાર જણ સાથે વારાફરતી વિજિલ રાખતી હતી એટલે એ ત્રણ જણ છે અને બીજા ૧૭ જણે સહી કરી નામ નોંધાવ્યા હોઈને હવે પાળી-શિફ્ટ અનુસાર શાંતિ પ્રદર્શન કરાશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment