Friday, 27 May 2016

[amdavadis4ever] આ ગુજ્જુ છે વિશ્ વના એકમાત્ર હિન્ દુ શેખ, ઓમાનના સ ુલતાનને કરતા મદદ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



- વિશ્વના મોટા બંદરો સુધી માલની ઝડપી હેરફેર માટે કનકભાઇના પરદાદા રામદાસ ઠાકરશી 1870માં કચ્છના માંડવીથી ઓમાનના સુર ખાતે સ્થાયી થયા હતા.
- તેઓ ભારતથી અનાજ, ચા અને મરીમસાલા-તેજાના લાવીને ઓમાનમાં વેચતા અને ઓમાનથી ખજૂર, ડ્રાય લાઇમ તથા લોબાન ભારતમાં વેચવા માટે લઇ જતા.
- ઓમાનની રાજધાની મસ્કત તે જમાનામાં પણ ધીકતું બંદર હતું. કનકભાઇના પિતા ગોકળદાસ અને દાદા ખીમજી રામદાસે સાથે મળીને ખીમજી રામદાસ ગ્રૂપ ઑફ કંપનીઝ સ્થાપી હતી, જે આજે ઓમાનના સૌથી મોટા બિઝનેસ ગ્રૂપ્સમાં સ્થાન ધરાવે છે.
- આ એ દિવસોની વાત છે કે જ્યારે અખાતી દેશોમાં તેલના વેપારની સમૃદ્ધિ હજુ આવી નહોતી. કનકભાઇના દાદા ખીમજી રામદાસ હાલના સુલતાનના ફાધર સુલતાન સઇદને નાણાકીય મદદ કરતા હતા.

400થી વધુ ટોપ ગ્લોબલ બ્રાન્ડ્સ સાથે પાર્ટનરશિપ
 

- ઓમાનમાં કનકભાઇનો પરિવાર ખૂબ નામ-દામ કમાયો છે. ઓમાને તેમને ઘણું આપ્યું છે તો સામે તેઓ પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમની કર્મભૂમિને પાછું આપવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે.
- ઓમાનના હાલના સુલતાન કાબૂસ બિન સઇદ અલ સઇદે 1970માં શાસનધૂરા સંભાળી ત્યારે તેમણે કનકભાઇના પરિવારને ઓમાનની સિટિઝનશિપ આપી હતી.
- કનકભાઇએ તે અરસામાં જ મુંબઇમાં મેટ્રિક્યુલેશન પૂરું કર્યા બાદ તેમના ફાધર ગોકળદાસ પાસેથી ખીમજી રામદાસ ગ્રૂપ ઑફ કંપનીઝનું સુકાન પોતાના હાથમાં લીધું હતું.
- કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, લાઇફસ્ટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોજેક્ટ્સ અને લોજિસ્ટિક્સની 400થી પણ વધુ ટોપ ગ્લોબલ બ્રાન્ડ્સ સાથે ખીમજી રામદાસ ગ્રૂપની પાર્ટનરશિપ છે.

શ્રીનાથજી બાવામાં ધરાવે છે અપાર શ્રદ્ધા
 
- 1936માં મસ્કતમાં જન્મેલા શેખ કનકશી ખીમજી રૂઢિચુસ્ત વૈષ્ણવ હોઇ શુદ્ધ શાકાહારી છે.
- શ્રીનાથજી બાવામાં અપાર આસ્થા ધરાવતા કનકભાઇના ઓફિસ કિચનમાં રોટલા-છાશ સહિતનું સાદું ગુજરાતી ભોજન જ બને છે.
- તેઓ ભારત અને યુએઇમાં પણ બિઝનેસ ઓપરેશન્સ ધરાવે છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કોર્પોરેટ મેમ્બર પણ છે.
- ઓમાનમાં ઘણા હિન્દુઓ વસ્યા છે તે માટે કનકભાઇનું પાવરફુલ બિઝનેસ ફેમિલી પણ ઘણાખરા અંશે જવાબદાર છે.

ઓમાન સરકારમાં કનકભાઇનો પડ્યો બોલ ઝીલાય છે
 
- ઓમાનના વિવિધ સરકારી મંત્રાલયોમાં કનકભાઇનો પડ્યો બોલ ઝીલાય છે. તેમની ધંધાકીય કોઠાસૂઝથી ઓમાનના સુલતાન પણ પ્રભાવિત છે.
- સુલતાને ઓમાનમાં ટુરિઝમ બિઝનેસ વિકસાવવા પોતાની Lo'Lo' યૉટ કનકભાઇને ભેટ આપી છે.
- 1960માં કનકભાઇના લગ્ન વખતે તત્કાલીન સુલતાને તેમને ચાંદીનો જગ ભેટ આપ્યો હતો.
- ઓમાનના તે વખતના ક્વીન બીબી મહેઝુને પણ પોતાના બે ફોટોગ્રાફ કનકભાઇને ભેટ આપ્યા હતા, જે સન્માન બહુ ઓછા લોકોને મળતું હોય છે.

ક્રિકેટના શોખીન કનકભાઇ ઓમાન ક્રિકેટ બોર્ડના ચેરમેન
 
- કનકભાઇ ક્રિકેટના શોખીન છે અને ઓમાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તથા ઓમાન ક્રિકેટ ક્લબના ફાઉન્ડર-ચેરમેન છે.
- આ ક્રિકેટ ક્લબ તરફથી ઓમાન અને ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓ પણ રમે છે.
- ઓમાનમાં ક્રિકેટના વિકાસ માટે કનકભાઇએ આપેલા યોગદાન બદલ 2011માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) તેમને લાઇફટાઇમ સર્વિસ ઍવોર્ડથી નવાજ્યા હતા.
- વર્ષ 2000માં ઓમાનને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને ICCની માન્યતા અપાવવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમના દીકરા પંકજભાઇ પણ ઓમાન ક્રિકેટ બોર્ડના સિનિયર મેમ્બર છે.
 
ઓમાનમાં શરૂ કરાવી છે 19 ઇન્ડિયન સ્કૂલ્સ
 
- કનકભાઇ મનુષ્યના જીવનઘડતરમાં શિક્ષણને ખૂબ મહત્વનું માને છે. 1975માં મસ્કતમાં ઇંગ્લીશ મીડિયમની પ્રથમ ઇન્ડિયન સ્કૂલની સ્થાપનામાં કનકભાઇની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.
- કનકભાઇની સહાયથી ઓમાનમાં અત્યાર સુધીમાં કુલ 19 ઇન્ડિયન સ્કૂલ્સનું નિર્માણ થયું છે, જેમાં 35,000થી પણ વધુ NRI સ્ટુડન્ટ્સ ભણે છે.
- તેઓ વતન કચ્છમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે. કચ્છના માંડવીમાં ગોકળદાસ એન્ડ મથરાદાસ ખીમજી ફેમિલી ટ્રસ્ટ દ્વારા એક ગર્લ્સ સ્કૂલ અને હોસ્ટેલ સહિત 3 સ્કૂલ ચાલે છે.
- 1977માં કનકભાઇએ ઇન્ડિયન કલ્ચરલ એસોસિયેશનની સ્થાપના કરી હતી, જે હવે ઇન્ડિયન સોશિયલ ક્લબ તરીકે વિસ્તરી છે.

પ્રવાસી ભારતીય સમ્માન ઍવોર્ડ પણ મેળવ્યો છે
 

- વર્ષ 2003માં ભારત સરકારે કનકભાઇને પ્રવાસી ભારતીય સમ્માન ઍવોર્ડથી નવાજ્યા હતા. તેઓ આ ઍવોર્ડ મેળવનારા આરબ જગતના ફર્સ્ટ પર્સન હતા.
- ખીમજી રામદાસ ગ્રૂપ ઑપ કંપનીઝના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં કનકભાઇ ઉપરાંત તેમના બે દીકરા- પંકજભાઇ અને નૈલેશભાઇ, પંકજભાઇના દીકરી માલવીકા તેમ જ કનકભાઇના પિતરાઇ ભાઇઓ- અનિલભાઇ મથરાદાસ ખીમજી અને અજયભાઇ મથરાદાસ ખીમજી તથા અજયભાઇના બે દીકરા- રિતિકભાઇ અને મિહિરભાઇનો પણ સમાવેશ થાય છે.
- કનકભાઇએ ફેમિલી બિઝનેસ સંભાળ્યો તે સમયે ઓમાનમાં મોટરાઇઝ્ડ નેવિગેશનલ શિપ્સ હજુ નહોતા આવ્યા. 1970ના દાયકા અગાઉ ઓમાનમાં વીજળી પણ નહોતી.
- પાણીની પાઇપલાઇનના નેટવર્કનો પણ અભાવ હતો. ન્હાવા અને કપડાં ધોવા માટે કૂવા પર જવું પડતું. સાંજે સૂરજ આથમે એટલે મસ્કતના દરવાજા બંધ થઇ જતા.

વિદેશમાં ગુજરાતીઓનો પહેલો મુકામ હતો મસ્કત
 
- ઓમાનની રાજધાની મસ્કત વિદેશમાં ગુજરાતી વેપારીઓનો પહેલો મુકામ હતો.
- વિદેશોમાં સ્થાયી થયેલા ગુજરાતીઓમાં કચ્છની ભાટિયા કમ્યૂનિટી સૌપ્રથમ હતી.
- ભાટિયા કમ્યૂનિટીના ઘણા વેપારીઓ 500 વર્ષ પૂર્વે (1507માં) મસ્કતમાં સેટલ થયા હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment