Monday, 2 May 2016

[amdavadis4ever] આગનો પીછો કરતો ભડવીર - Gujarai

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આગનો પીછો કરતો ભડવીર
 
 
"આ આગ તમારી સાથે વાત કરે છે, એમ પૂર્વ ભારતના શહેર કોલકતામાં પોતાના એક રૂમના ફલેટમાં લંબાવીને વાત કરતા બિપિન ગણાત્રા કહે છે. આગળ વાત કરતા તેઓ કહે છે, "આગ લાલ અને ભૂરી હોય છે. ભૂરી આગ વધારે પ્રાણઘાતક છે અને આગની ગર્જના-ત્રાડ તમને બહુ સ્પષ્ટપણે કહી જ દે છે કે એની જ્વાળાઓ ખરેખર શું ખાઈને ભડકી રહી છે. આગ વિશે રસપૂર્વક રસપ્રદ વાત કરનારા આ બિપિન ગણાત્રા આમ તો દૂબળા-પાતળા બાંધાના ૫૯ વર્ષની વયના છે, પણ વ્યાવસાયિક ફાયર-ફાઈટર નથી. વળી તેમણે સ્કૂલ અડધેથી પડતી મૂકી હતી. ગુજરાન માટે આખી જિંદગી જાતજાતના કામ કર્યા છે. શણના વેપારથી માંડીને ઈલેક્ટ્રિશિયન તરીકે મીટરોના સમારકામ કરવા અને મીટરો ગોઠવવાના કામ સુધી અનેક કામ કર્યા છે.
તેમનું બીજું કામ છે, ૧.પ કરોડની વસતિ ધરાવતાં અને નગરનો ઘાટ ગુમાવી બેઠેલાં વિશાળ શહેરમાં આગનો પીછો પકડવાનું! ૪૦ વર્ષમાં ગણાત્રાએ આગની કેટલીય ઘટનામાં સ્વયંપ્રેરિત સ્વયંસેવક તરીકે મદદ કરી છે. તેમની આ મદદમાં આગ બુઝાવવામાં સહાય કરવાના, લોકોને ઉગારવાના અને કાટમાળની સાફસફાઈ કરવાના કામનો સમાવેશ થાય છે. ગણાત્રા એક અદ્ભુત વાત અહીં કહે છે કે, "તમે એમ કહી શકો કે મને જીવનમાં ફક્ત અને ફક્ત એક જ બાબતમાં રસ છે અને તે છે આગ! એમના નાનકડા ફ્લેટમાં નજર નાખતા તમને તરત જ ખબર પડી જશે કે સંયમી જીવન જીવતો આ અપરિણીત માણસ સાચું બોલે છે. એક ખૂણામાં ચૂં ચૂં અવાજ કરતાં, ડગમગતાં ફોરમાઈકાની સપાટીવાળાં ટેબલ અને વિચિત્ર આકારની ખુરશી છે. કાળી પડી ગયેલી ભૂરી દીવાલ પર એક નાનકડું ટીવી ગોઠવેલું છે. તાજી સિમેન્ટ મારેલી નીચા કદની એક દીવાલ ઓરડાને વિભાગે છે. અન્ય એક દીવાલ પર ધ્યાન પર લેવા જેવી તેમની અન્ય સામગ્રી છે જેમાં તેમના કામ માટે તેમને મળેલાં પ્રમાણપત્રો અને અન્ય ઈનામઅકરામોનો સમાવેશ થાય છે. આ સામગ્રી દીવાલના ગોખલામાં બનાવેલાં નાનકડા સ્ટીલના ગોળ આરસાવાળા કબાટમાં સુઘડતાથી ગોઠવી છે અને એક ભૂરાં બકેટમાં કેળાં, દવાઓ અને વિટામિનો તથા તેમની ગેસ્ટ્રિકની તકલીફ માટે ગોળીઓ મુકેલી છે ને સાથે ઊંંઘવાની ગોળીઓ પણ છે. ગણાત્રા ઝાઝું ઊંઘતા નથી. તેઓ આખો દિવસ અને રાત મિત્રો દ્વારા ભેટમાં આપેલા ટીવી પર સમાચારો દ્વારા શહેરમાં સતત આગનો પીછો કરતા રહે છે. જેવા આગ લાગ્યાના સમાચાર જાણવા મળે કે તરત ગણાત્રા ફાયરબ્રિગેડના મુખ્યાલયને ફોન કરે છે, ટેક્સી પકડે છે અને ત્વરાથી આગ લાગ્યાના સ્થળે પહોંચી જાય છે. એ પહેલા તેઓ એક ફાયર ઑફિસરે તેમને ભેટમાં આપેલો ૨૧ વર્ષ જૂનો ખાખી ગણવેશ અને પીળા રંગનો ટોપો ચડાવે છે, મિત્રોએ ખરીદી આપેલી સેફ્ટી ટોર્ચ પકડે છે, એક ભૂતપૂર્વ પ્રધાને તેમને આપેલા વજનદાર ધાતુનું સ્વયંસેવક તરીકે ઓળખપત્ર ધારણ કરે છે... ને... આગની સાથે મુકાબલો કરવા ધસી જાય છે.
કહેવાય છે કે કોલકતા એ આગનું શહેર છે. ૨૦૧૪માં ૨૦૦૦ જેટલા આગના બનાવો બન્યા હતા. તેમાં ૩૪૭ લોકો માર્યા ગયા હતા અને ૧૭૪૯ જણ ઈજા પામ્યા હતા. ગયા વર્ષે એટલે ૨૦૧૫માં આગની ૧૬૦૦ ઘટના બની હતી જેમાં ૧૪૩ જણ માર્યા ગયા હતા અને ૯૭૪ને ઈજા થઈ હતી. આથી જ આ શહેરના ૧૨૫૮ અગ્નિશમન કર્મચારીઓ ભારતમાં ગજા બહારનું, વધારે પડતું વધુ કામ કરનારા ફાયર ફાઈટર કહેવાય છે. બિપિન ગણાત્રા પણ ભાગ્યે જ કામ વિના રહે છે. તેમણે એક જ દિવસમાં આગની ત્રણ ઘટનામાં કામગીરી બજાવી છે. શહેરના ફાયર સર્વિસ ચીફ ગૌરપ્રસાદ ઘોષ કહે છે, "તેઓ બહુ તેજસ્વી અને બહાદુર પુરુષ છે. ફાયર-ફાઈટિંગનું વિધિસરનું કોઈ જ્ઞાન ન હોવા છતાં તેઓ બહુ સારું કામ કરે છે. તેઓ અમારા અગ્નિશમન કર્મચારીઓના માર્ગદર્શક જેવા છે. તેઓ અમારા ઉપકરણો વાપરે છે. તેઓ હવે એક વ્યાવસાયિકની જેમ જ કામ કરે છે.
ગણાત્રા ૧૯૭૬માં શહેરની એક સ્કૂલમાં મિકેનિક નોકરી કરતા હતા. તેમણે સાંભળ્યું કે ઑફિસોના વિસ્તારમાં આવેલી એક મોટી બૅંકમાં આગ લાગી હતી. તેઓ રિસેસમાં શાળામાંથી છટક્યા અને આગના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે આગના સ્થળ પરથી પાણીની પાઈપો નજીકના તળાવ સુધી પહોંચાડવામાં મદદ કરી તથા પાણીના પાઈપમાં ગળતર છે કે કેમ એની ચકાસણી કરી હતી. ગણાત્રા આ ઘટના વિશે કહે છે કે, "આગનું એ દૃશ્ય મને હજી ય આબેહૂબ યાદ છે. આગ લાગી હતી એ મકાનમાંથી બૅંક મેનેજર બહાર દોડી આવ્યા હતા. નાસતા ભાગતા તેઓએ ઊભા રહી ગયા, પોતે કશું ભૂલી ગયાનું તેમને યાદ આવ્યું હશે એટલે તેઓ ફરી મકાનની અંદરની તરફ દોડ્યા... અને ફરી કદીય બહાર ન આવ્યા. ત્યારથી આગનો પીછો પકડનારા આ પુરુષએ ક્યારેય પાછું વાળીને જોયું નથી.શહેરના પ્રખ્યાત હાવરા બ્રીજ પર ૧૯૯૦માં જ્યારે એક ગેસ ટેન્કર ઊંધું વળી જતાં તેમણે અગ્નિશમન દળના કર્માચારીઓને ટ્રાફિકનું નિયમન કરવામાં મદદ કરી હતી જેથી કોઈ ધૂમાડામાં ગૂંગળાઈ ન જાય. આવા તો એમના બીજા અનેક પ્રસંગો છે જેને વાંચી-સાંભળીને શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment