Saturday, 13 February 2016

[amdavadis4ever] ઇશરત જહાંના તરફદારો સા ચા કે ડી. જ ી. વણઝારાના

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આતંકવાદી ઇશરત જહાંને અને એના સાથીઓને ડી. જી. વણઝારા અને એમની જાંબાઝ ટીમે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા ત્યારે ઇંગ્લિશ પ્રિન્ટ મીડિયા અને ટીવીની ન્યૂઝ ચેનલોએ ઇશરત માટે કેટલી મોટી સહાનુભૂતિ ઊભી કરી હતી. તે હજુ જાણે ગઇ કાલની જ વાત છે. વણઝારાને વિલન તરીકે ચીતરનારી આ સેક્યુલર પ્રજાએ ઇશરતની 'શહાદત' માટે મુંબ્રામાં એની લાશને દાટવા માટેના તોતિંગ સરઘસના ફોટા છાપીને હૈયાફાટ રુદન કર્યું હતું. દસ વર્ષમાં ગંગામાં ઘણાં પાણી વહી ગયાં. સોનિયાજીનો અસ્ત થયો એની સાથે અર્ણબ ગોસ્વામી અને સુહૈલ શેઠ જેવા અનેક સેક્યુલરો હિન્દુત્વની મુરલી બજાવીને મોદી સરકારના વહાલા થવાની પડાપડી કરવા લાગ્યા. ફાંસીથી બચવા માટે દાઉદ ઇબ્રાહિમ ગીતાના શ્ર્લોકોનું ગાન કરવા માંડે તો એને હૃદય પરિવર્તન ન કહેવાય. આવતી કાલે મોદી વડા પ્રધાન ન હોય (એવું આવતાં વીસ વરસ સુધી બનવાનું નથી) અને રાહુલ ગાંધી વડા પ્રધાન હોય (એવું આવતાં બસો વર્ષ સુધી બનવાનું નથી, પણ માની લઇએ કે એવું બન્યું)તો અર્ણબ આણિ માજી સેક્યુલર કંપની ફરી એક વાર હિન્દુત્વને ગાળાગાળ કરતી થઇ જવાની. લખી રાખજો તમે. માટે જ એમની જુબાન પર ભરોસો રાખતાં પહેલાં અને એ ટોળકીના વખાણ કરતા પહેલાં સાવધાન, સાવધાન, સાવધાન.

મને નવાઇ લાગે છે કે આ સેક્યુલર

બાઇઓ અને ભાઇઓને જર્મનીના જર્મનત્વ સામે વાંધો નથી, બ્રિટનના બ્રિટિશત્વ સામે વાંધો નથી, પાકિસ્તાનના પાકિસ્તાનત્વ સામે વાંધો નથી પણ એકમાત્ર હિન્દુસ્તાનના હિન્દુત્વ સામે જ કેમ વાંધો છે. 

જર્મન પ્રજા, બ્રિટિશ પ્રજા કે યહૂદી પ્રજા કે ઇસ્લામમાં માનનારી પ્રજાની જેમ હિન્દુ પ્રજાની એક આગવી સંસ્કૃતિ છે. આ બધી જ પ્રજાઓ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને પોતાના ધર્મ માટે ગૌરવ પ્રગટ કરે છે ત્યારે આપણને એમના માટે માન થાય છે. કહીએ છીએ કે જુઓ, આ પ્રજાનું આત્મસન્માન જુઓ, આવી પ્રજા જરૂર દુનિયામાં નામ રોશન કરે. 

પણ હિન્દુ પ્રજા પોતાના હિન્દુત્વ માટે ગૌરવ પ્રગટ કરે છે ત્યારે એના આત્મસન્માનને કચડી નાખવા ચારેકોરથી હલ્લો બોલાવવામાં આવે છે. અને તે પણ ક્યાં? હિન્દુઓના પોતાના જ વતનમાં, પોતાના જ રાષ્ટ્ર હિન્દુસ્તાનમાં.'

ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે એ વાત કોઇએ આજકાલની કહેલી નથી. સ્વામી દયાનંદ સરસ્વતી, બંકિમચન્દ્ર અને મહર્ષિ અરવિંદ સહિતના અનેક મહાનુભાવોનાં લખાણોમાં એ વાત પ્રગટ થતી આવી છે. હિન્દુ પ્રજા કોઇ એક ધાર્મિક સમુદાય માત્ર નથી, એક સમગ્ર રાષ્ટ્ર છે. વીર સાવરકરના રાષ્ટ્રચિંતનના પાયામાં પણ આ જ વિચાર છે, પણ સેક્યુલર સંસ્થાઓમાં થી તગડાં ભાડાંભથ્થાંમાનધન મેળવનારા લુચ્ચાઓ સાવરકરને જ નહીં વિવેકાનંદને પણ ભાંડવાના. તો જ એમની મફતિયા આવકો ચાલુ રહે. 

હિન્દુત્વ વિશેના વિચારોને સૌથી શક્તિશાળી રીતે વ્યક્ત કર્યા.સ્વામી વિવેકાનંદે. આયુષ્યભર તેઓ કહેતા રહ્યા કે આપણે હિન્દુઓ એક રાષ્ટ્ર છીએ. શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું પ્રથમ પ્રવચન માત્ર પાંચ મિનિટનું હતું. એમણે અમેરિકનોને સૌથી પહેલાં આ શબ્દો કહ્યા હતા.'ભારતના તમામ ધર્મોના લાખો કરોડો હિન્દુ વતી હું તમારા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.' ત્યાર બાદ સ્વામી વિવેકાનંદે ત્રણ વાક્યો કહ્યાં : 'એક એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જેણે સમગ્ર વિશ્ર્વને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા છે.'(આ વાક્ય બોલાયું ત્યારે થ્રી ઇડિયટ્સમાંના પેલા અસહિષ્ણુતાવાળા ઇડિયટના બાપના બાપના બાપનો પણ જન્મ નહોતો થયો). બીજું વાક્ય સ્વામીજીએ કહ્યું : 'મને એવા રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે, જે તમામ રાષ્ટ્રોના પીડિતો તથા શરણાર્થીઓને આશ્રય આપતું રહ્યું છે.' અહીં સ્વામીજીએ યહૂદીઓનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રોમન આક્રમણખોરોએ યહૂદીઓના સાઇનાગોગ પર હુમલો કરીને એને ધ્વસ્ત કરી નાંખ્યું ત્યારે અમે એ બચી ગયેલા યહૂદીઓને આશ્રય આપીને એમનું પાલનપોષણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદની આ વાતના સમર્થનમાં સંજાણના બંદરે ઇરાનથી આવેલા પારસીઓથી માંડીને તિબેટથી આવીને હિમાચલ પ્રદેશના ધરમશાલા ગામમાં વસાવવામાં આવેલા દલાઇ લામા સહિતના બૌદ્ધો તથા ૧૯૭૧ના યુદ્ધ સમયે બાંગ્લાદેશથી હિજરત કરીને પશ્ર્ચિમ બંગાળમાં તથા ભારતભરમાં ફેલાઇ ચૂકેલા મુસ્લિમોના દાખલા આપી શકાય. પાંચ પૈસાની રેફ્યુજી રિલીફ ટપાલટિકિટો વર્ષો સુધી કરોડો ભારતીયોએ પોતાની ટપાલો પર લગાવી છે. હિન્દુસ્તાનીઓએ ભરેલા આવા કરવેરામાંથી સરકારે વિવિધ ધર્મના શરણાર્થીઓનું ભરણપોષણ કરેલું છે. છતાં ક્યારેય આપણે આ બાબત અંગે રકઝક કે કચકચ નથી કરી. ત્રીજી વાતમાં સ્વામીજીએ પારસીઓને યાદ કરીને કહ્યું, 'એવા ધર્મના અનુયાયી હોવાનું મને ગૌરવ છે, જેણે પારસી રાષ્ટ્રના બચ્યાકુચ્યા લોકોને શરણું આપીને આજ દિવસ સુધી એમને સમાવ્યા.'

સ્વામી વિવેકાનંદે 'હું એક એવા ધર્મનો અનુયાયી છું 'અને 'હું એક એવા રાષ્ટ્રનો નાગરિક છું.' એવું કહીને સ્પષ્ટ કરી દીધું હતું કે આપણા માટે ધર્મ અને રાષ્ટ્ર એક જ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણો પ્રવચનોમાં સેંકડો વાર હિન્દુ રાષ્ટ્રને જગાડવાની, એનું પુનરુત્થાન કરવાની ચર્ચાઓ આવતી હોય છે. સ્વામીજીએ આ શબ્દાવલિઓનો ભરપૂર અને છૂટથી ઉપયોગ કર્યો છે : હિન્દુઓનું રાષ્ટ્રીય ચિંતન, હિન્દુઓની રાષ્ટ્રીય પરંપરા, હિન્દુઓની રાષ્ટ્રીય કુશળતા, હિન્દુઓની રાષ્ટ્રીય ચેતના, હિન્દુઓનો રાષ્ટ્રીય ઇતિહાસ, હિન્દુઓનું રાષ્ટ્રીય લક્ષ્ય, હિન્દુઓની રાષ્ટ્રીય ગરિમા, હિન્દુઓનો રાષ્ટ્રીય આદર્શ, હિન્દુઓનો રાષ્ટ્રીય ધર્મ વગેરે. 

એક જગ્યાએ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે હજારો વર્ષોની ગુલામી તથા સદીઓના અત્યાચાર પછી પણ હિન્દુ રાષ્ટ્ર હજુ સુધી જીવિત છે, કારણ કે એણે પોતાના રાષ્ટ્રીય જીવનનાં મૂળ તત્ત્વોેનો અર્થાત ધર્મનો ત્યાગ કર્યો નથી. અહીં 'ધર્મ' એટલે સનાતન ધર્મ એવું સ્વામીજીને અભિપ્રેત છે. એક અન્ય જગ્યાએ એમણે કહ્યું છે કે સનાતન ધર્મ જ આપણું રાષ્ટ્રીય જીવન છે. 

સ્વામી વિવેકાનંદની આ વિચારસરણીની સામેના છેડે પંડિત જવાહરલાલ નહેરુના હિન્દુત્વ વિશેના વિચારો છે, જેને કારણે આ જ ભૂમિમાં હિન્દુત્વ શબ્દને એ હદે વગોવવામાં આવી ચૂક્યો છે કે અચ્છા અચ્છા લોકો આજની તારીખે પણ આ શબ્દથી દૂર ભાગે છે. 

ઘણા વખત પહેલાં પોરબંદરમાં હિન્દુત્વના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ સંસ્કારની સુવાસ ફેલાવનારી એક વિશાળ ઉમદા સંસ્થાએ પ્રવચન માટે નિમંત્રણ આપીને વિષયની માગણી કરી ત્યારે મેં તરત જ કહ્યું : 'હિન્દુત્વ સામેના પડકારો.'

મને કહેવામાં આવ્યું કે, 'સરસ, તમે આ વિેશે જ બોલો, પણ.....'

'પણ શું?

'પણ વિષના શિર્ષકમાં 'હિન્દુત્વને બદલે ભારતીય સંસ્કૃતિ' મૂકીએ તો?

' કેમ?'

'ખાસ કંઇ નહીં તમારે તો જે બોલવું હોય તે જ બોલવાનું પણ આમંત્રણપત્રિકામાં 'હિન્દુત્વને બદલે 'ભારતીય સંસ્કૃતિ સામેના પડકારો' એવું લખવાની છૂટ આપો.....'

જે દેશની હિન્દુત્વના સિદ્ધાંતો પર ચાલનારી સ્વતંત્ર સંસ્થા પણ સ્વામી વિવેકાનંદને છલનામાં બદલે પંડિત નહેરુની છલનામાં હોય એ કેવું!

જોકે, મોદીના આવ્યા પછી ક્રમશ: આખી બોલગેમ બદલાઇ રહી છે. અને આ યુ ટર્ન સામે, કહો કે બૅક ટુ ધ બેઝિક્સ સામે જ સેક્યુલરોને સૌથી મોટો વાંધો છે. અને એટલે જ તેઓ મંજીરા લઇને ઇશરત જહાંના નામના છાજિયા હજુય લીધા કરે છે. વણઝારાસાહેબે ચાન્સ મળે તો આવા લોકોનું એન્કાઉન્ટર કરતાં રહેવું જોઇએ, જે રીતે એમણે ગુરુવારે મુંબઇ મરાઠી પત્રકાર સંઘના હોલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કર્યું તે જ રીતે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment