Sunday 28 February 2016

[amdavadis4ever] ખુલ્લી વાત ખૂલીને - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મળી માતૃભાષા મને ગુજરાતી

ખુલ્લી વાત ખૂલીને : મનોજ શુક્લ

આજથી ચાર દિવસ પછી એટલે કે, તા.૨૧/૨/૧૬ ના રોજ "વિશ્વ માતૃભાષા દિવસ" છે. આ દિવસ સૌ માટે મહત્ત્વનો હોવો ઘટે. કારણ કે, માતૃભાષાથી ઊંચેરું કોઇ નથી. અહીં જે લોકો 'શિક્ષણના અંગ્રેજી માધ્યમને કારણે ગુજરાતી ભાષા મરી પરવારી છે'- તેવું કહે છે એ સૌને ડંકે કી ચૌટ પર કહેવું છે કે, તેમની ચિંતા ખોટી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી જન્મેલી માતાઓની કૂખે જન્મેલું પ્રત્યેક બાળક આજે પણ ગુજરાતી લોકબોલી,કહેવતો, રૂઢિપ્રયોગોથી સુપેરે વાકેફ છે. કારણ કે, ઘરમાં હજુ તળપદું ગુજરાતી સચવાઇને પડયું છે. નવી પેઢી પાસે એ વારસો આવી જ ગયો છે જે હજુ ય આગળ અપાતો જશે. તેથી બે-પાંચ મોટાં શહેરોમાં અંગ્રેજીએ પગપેસારો કર્યો હોય તો તેનાથી બેબાકળાં થઇ જવાની જરૂર નથી.
આપણી માતૃભાષામાં લાઘવ કાયમ અભિપ્રેત રહ્યું છે. સંસારમાં સ્ત્રીનું મહત્ત્વ સ્વીકારાયું જ છે. આ માટે કહેવત એવી કે, "વહુ વરને 'લાખ'નો ય કરે અને'રાખ'નો ય કરે"આ સંદેશો સમજે એની માટે અદ્ભુત છે. આપણા સામાજિક સંબંધોમાં નિકટતાનું મહત્ત્વ બહુ જ રહ્યું છે. આ માટે આપણી કહેવતમાં એવું કહેવાયું કે "પૈસા મૂકવાનાં તો અનેક ઠેકાણાં હોય, વાત મૂકવાનાં ઝાઝાં ઠેકાણાં ન હોય" -આ કહેવતમાં મળતો સંદેશો એ છે કે, જેની પાસે તમે દિલ ખોલીને વાત કરી શકો તેવા પાત્રો બહું વધારે ન હોય. અભિવ્યક્તિમાં વિવેક અનિવાર્ય છે. એ જળવાય તો જ બાકીનું બધું જળવાય. આ માટે આપણી પાસે એક બેનમૂન કહેવત છે- "આવડે એટલું બોલાય નહીં અને ભાવે એટલું ખવાય નહીં" આની અડોઅડ બેસે એવી અને બોલવાની મર્યાદા શીખવતી કહેવત એવી છે કે, "જાંઘનો ડાઘ બતાવીએ તો આપણે જ નાગા દેખાઇએ". પોતાના કુટુંબ, મિત્ર, સમાજની વાતો બહાર પાડવા માટે મથતા લોકો માટે આ કહેવત તમાચા જેવી છે. આપણી કહેવતોમાં સરખામણી અંગે પણ અદ્ભુત વન લાઇનર મળે, જુઓ - "એ બન્ને વચ્ચે 'સો'(૧૦૦) અને 'છો'(૬) નો ફેર છે." એક લીટીમાં હૃદય સોંસરવી ઊતરી જાય તેવી સરખામણી આપણી માતૃભાષાની કહેવતોમાં છે.
વ્યક્તિઓના અભિમાન વિશે પણ, વાગી જાય એવી રીતે કહેવતો બની છે. આ માટે એવું કહેવાયું કે ફલાણા બહેન તો બહુ અભિમાની છે જાણે કે "હું પહોળી અને શેરી સાંકડી" એવું એ માને છે. મારી બા મારા ભત્રીજાને એક અદ્ભુત ગાળ દેતી. ભત્રીજો કંઇક તોફાન કરીને ભાગે ત્યારે ખોટો ગુસ્સો કરીને એ બોલતી "ઊભો રહે મારા રોયા, તારી માને વરમા કરે જલદી" આ વાક્યમાં કેટલા બધા આશીર્વાદ ભેગા થઇ ગયા છે! પુત્ર પરણવા જાય ત્યારે તેની માતા માથામાં જે મોડ નાંખે, ત્યારે તે 'વરમા' બને છે. એટલે કે પૌત્ર મોટો થઇ જાય, કમાતો થઇ જાય અને તેને કન્યા પણ મળી જાય એવા ત્રેવડા આશીર્વાદ 'મોટી બા'ના મુખેથી નીકળતા. આ માત્ર ભાષા નથી, જીવન છે. એટલે જ્યારે કોઇની ભાષા સુંદર લાગે ત્યારે સમજવું કે તેના જીવનમાં સારપ અને સંતોષ પ્રવર્તે છે. કહેવતો તમને વ્યવહાર પણ શીખવે છે. એક કહેવત એમ કહે છે કે "રાજા પાસે રીંગણાં ન મંગાય" આ કહેવત જ્યારે તક હોય ત્યારે કેવી રીતે વર્તવું તેની શિખામણ આ કહેવતમાંથી મળે છે. આપણી માતૃભાષાની કહેવતો પાસે વ્યવહારુ ડહાપણ છે. એટલે મનુષ્ય તરીકે સારા થવા માટે, સારા રહેવા માટે શું કરવું અને શું ન કરવું- તેની વાત કરવામાં આવી છે. એમાં કોઇક જગ્યાએ કઠોર સત્ય પણ કહેવાઇ જાય છે. દા.ત. "મોર કળા કરે ત્યારે નાગો પણ દેખાતો હોય છે." આ કહેવતમાં કડવાશ નથી. પણ એવું સમજાવાયું છે કે, તમારી પાસે જે કંઇ હોય તેનું વારંવાર પ્રદર્શન કરવાનો મોહ ન રાખો. આટલું સમજાય તો બીજું કશુંય સમજવાની જરૂર ન પડે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment