Sunday 28 February 2016

[amdavadis4ever] 100 વર્ષની જિંદગી : દૂ રબીન - કૃષ્ ણકાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૂનાગઢના કવિ સ્વમનોજ ખંડેરિયાની એક રચના છેપૂછ એને જે શતાયુ છેકેટલું ક્યારે ક્યાં જિવાયું છેસો વર્ષની જિંદગીની વાત ગયા રવિવારે એકસાથે બનેલી બે ઘટનાથી યાદ આવી ગઇવડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢની મુલાકાતે ગયા ત્યારે એક કાર્યક્રમ દરમિયાન 104 વર્ષનાં માજી કુંવરબાઇને રીતસરના પગે લાગ્યાઆ બહેને પોતાની બકરીઓ વેચી ગામમાં શૌચાલય બનાવ્યાં હતાંઆ ઘટના બની એ જ દિવસે અમેરિકામાં વ્હાઇટ હાઉસ દ્વારા એક વિડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવીઅમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને મિશેલ 106 વર્ષની મહિલા વર્જિનિયા મેકલોરિન સાથે ડાન્સ કરતા હતાઅમેરિકામાં બ્લેક હિસ્ટ્રી મંથનું સેલિબ્રેશન ચાલે છેએ નિમિત્તે વર્જિનિયાને વ્હાઇટ હાઉસમાં આવવા નિમંત્રણ અપાયું હતુંબરાક ઓબામા અને મિશેલ તેની સામે આવ્યાં અને વર્જિનિયા તેને જોઇ નાચવા લાગીઓબામા અને મિશેલ પણ તેની સાથે નાચવા લાગ્યાંવર્જિનિયાએ કહ્યંુ કે હું બહુ ખુશ છુંમેં તો ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે હું ક્યારેય વ્હાઇટ હાઉસમાં આવીશ!
આયુષ્યનાં અનેક રહસ્યો હજુ અકબંધ છેકોઇ માણસ કેમ લાંબું જીવે છેકોઇ કેમ નાની વયે ચાલ્યા જાય છેઘણા હાથની રેખાઓમાં આયુષ્ય શોધે છેતો ઘણા કુંડળી ઉપર બિલોરી કાચ માંડે છેસાવ સાજો નરવો માણસ અણધારી અેક્ઝિટ લઇ લે છે અને ઘણા મોતને હાથતાળી આપતા ફરે છેવડોદરાના કવિ ખલીલ ધનતેજવીની એક રચના છેકંઇક વખત એવું બન્યંુ કે અંતિમ શ્વાસ પરમોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયોબેંગ્લોરમાં રહેતા મહાસ્થા મુરાસી નામના એક માણસની વાત થોડા સમય અગાઉ બહુ ગાજી હતીએ સમયે તેની ઉંમર હતી પૂરાં 179 વર્ષતેની આટલી ઉંમરના પુરાવાઓ પણ છેગિનિસ બુકમાં તેનું નામ છેલાંબા આયુષ્યનું તેને કારણ પુછાયું તો તેણે કહ્યું કે મોત મને ભૂલી ગયું લાગે છે!
સો વર્ષ કરતાં વધુ ઉંમર હોય તેવાં અનેક ઉદાહારણો આપણે ત્યાં આજે પણ મોજૂદ છેસવાસો-દોઢસો વર્ષ જીવ્યા હોવાના અનેક કિસ્સા આખી દુનિયામાં નોંધાયા છેઆવતીકાલે જેમનો જન્મદિવસ છે એ સ્વમોરારજી દેસાઇ 99 વર્ષ જીવ્યા હતાગયા વર્ષે જેમણે વિદાય લીધી એ પત્રકાર અને લેખક ખુશવંતસિંઘ પણ 99 વર્ષ જીવ્યા હતાફિલ્મ અભિનેત્રી ઝોહરા સહેગલ 10મી જુલાઇ, 2014ના રોજ અવસાન પામ્યાં ત્યારે તેમની ઉંમર 102 વર્ષની હતીઆ બધા માત્ર લાંબું જીવ્યા ન હતાં પણ જિંદગીને પૂરેપૂરી અને છેક છેલ્લી ઘડી સુધી માણી હતીસો વટાવી ચૂકેલી એક વ્યક્તિને તેનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આપણે ત્યાં માત્ર ફિઝિકલ હેલ્થને જ મહત્ત્વ આપવામાં આવે છેલાંબું જીવવા માટે ફિઝિકલ હેલ્થની તો જરૂર છે જ પણ તેનાથીયે વધુ મેન્ટલ હેલ્થની જરૂર છેમાણસ મનથી બુઢ્ઢો થઇ જાય છેરિટાયર્ડ થાય એટલે બધું પતી ગયું હોય એવું માની લે છેછોકરાંવ કામ-ધંધે ચડી ગયાં હોય અને દીકરા-દીકરી પરણી ગયાં હોય એટલે પરવારી ગયા એવું સમજી લે છે.
દરેક વ્યક્તિ 'યુનિક' છેદરેક વ્યક્તિ 'અલૌકિક' છેએક વ્યક્તિ સો વર્ષ જીવે તો એનું લોજિક તમે બીજી વ્યક્તિ પર ન લાગું કરી શકોએક વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના શરીરને ઓળખી પોતાને જરૂર હોય એવો અને એટલો ખોરાક અને આરામ લેવો જોઇએજેટલા લોકો એટલા જિંદગીના ફંડા આપણને મળતા હોય છેએક ફિલોસોફરે સરસ વાત કરી છે કેતમારે લાંબું જીવવું છેતો કેટલું જીવશો એની ચિંતા છોડી દો અને તમારી જિંદગીની દરેક ક્ષણ પૂરેપૂરી જીવોજિંદગીને એન્જોય કરોઆયુષ્યની ચિંતામાં પડશો તો અટવાઇ જશોકારણ કે એવાં કોઇ ચોક્કસ કારણો હોતાં નથીકારણો હોય તો એ વ્યક્તિગત હોય છેએટલે જ એવું કહેવાય છે ને કે જિંદગી માપવાની નહીંપામવાની ચીજ છે!
 

email: kkantu@gmail.com

--

 


Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment