Saturday, 27 February 2016

[amdavadis4ever] યુદ્ધ કેસરી - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતીય લશ્કરના ઇતિહાસમાં અજોડ સિદ્ધિ, અનન્ય પરાક્રમ અને બેજોડ દેશદાઝના જીવતાં જાગતાં પ્રતીક સમાન મેજર જનરલ (નિવૃત્ત) ઇયાન કાર્ડોઝોએ બેનામ સૈનિકો માટેની વ્યથા ઉપર્યુક્ત શબ્દોમાં વ્યક્ત કરી છે. 

મુંબઇમાં જન્મેલા અને સેંટ ઝેવિયર્સ સ્કુલ અને કોલેજમાં ભણેલા ઇયાન કોર્ડોઝો ૧૯૫૪ના જુલાઇમાં દેહરાદુનની ક્લેમેન્ટ ટાઉન સ્થિત લશ્કરની જોઇન્ટ સર્વિસિઝ વિંગમાં જોડાયા હતા. 'પુત્રના લક્ષણ પારણામાંથી'કહેવતને સાર્થક કરતા આરંભિક દિવસોમાં જ તેમની ઉત્કૃષ્ટતા,વીરતા અને ગંભીરતાના પુરાવા મળવા માંડ્યા હતા. આગળ જતાં ૧૯૫૫ના જાન્યુઆરીમાં આ જોઇન્ટ સિર્વિસિઝ વિંગ પુણેના ખડકવાસલામાં ખસેડાઇ અને તેને નવું નામ મળ્યું નેશનલ ડિફેન્સ એકેડેમી અહીં બેસ્ટ ઓલ રાઉન્ડ કેડેટ તરીકેનો પહેલો ગોલ્ડ મેડલ ઇયાન કાર્ડોઝોએ મેળવ્યો હતો. તદ્ઉપરાંત ઓર્ડર ઓફ મેરિટમાં સિલ્વર મેડલ ૧૯૬૦માં નેફા (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી)માં બહાદુરી બદલ તેમણે પોતાની ગોરખા રાઇફલ્સ માટે સેના મેડલ મેળવ્યો હતો. ધીરે-ધીરે સમય વીતતો ગયો પણ ઉંમર સાથે ઇયાન કાર્ડોઝોના ઇરાદા વધુ બળવત્તર થતા ગયા. 

૧૯૭૧માં ભારત-પાકિસ્તાન સામસામા આવી ગયા ભારતનો એટલો ભવ્ય વિજય થયો કે ૯૩ હજાર પાકિસ્તાની સૈનિક યુદ્ધ-કેદી તરીકે પકડાયા અને સ્વતંત્ર રાષ્ટ્ર બંગ્લાદેશનો જન્મ થયો. આ યુદ્ધની વિગતોમાં ઊતરીએ તો જાણવા મળે કે ઇયાન કોર્ડોઝોએ કેવી હિમ્મત બતાવી હતી. એમના પરાક્રમને સમજવા માટે એ સમયના પૂર્વ પાકિસ્તાનના સિલહટ (હવે રાજગુરુ નગર)ની સ્થિતિ જાણવી-સમજવી જરૂરી છે. 

ઇશાન ખૂણે આવેલું સિલહટ લશ્કરી અને ભૌગૌલિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું હતું. સિલહટનું પતન પાકિસ્તાન માટે મોટી પીછેહઠ ગણાઇ હોત. એના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાત આવવાની ગુંજાઇશ પણ ખરી, કારણ કે પાકિસ્તાને ખૂબ મોટો વિસ્તાર ગુમાવવાની નોબત આવી જાય. 

આ બધી ગણતરીથી સુપેરે પરિચિત પાકિસ્તાને સિલહટને બચાવવા કે જાળવવા માટે કોઇ કસર છોડી નહોતી. આથી સિલહટમાં પાકિસ્તાને લશ્કરની જમાવટ કરવા સાથે શસ્ત્રસરંજામનો ખડકલો કરી દીધો હતો. પાયદળની ૨૦૦ પલટણ, વધારાની સ્કાઉટ્સની ટુકડીઓ, ૧૦૫ એમએમની તોપખાના ટુકડી વગેરે. 

આ બધી જમાવટને પ્રતાપે મોટાભાગની વસતિનું સ્થળાંતર કરી દેવાયું હતું અને બાકીના પલાયન થઇ ગયાં હતાં. પાકિસ્તાનના વ્યૂહ, શસ્ત્ર-સરંજામના ખડકલા અને ખાલીખમ વિસ્તારને જોતાં સિલહટ જાણે લશ્કરી કિલ્લામાં ફેરવાઇ ગયું હતું. 

પહેલા અઠવાડિયે ૧૯૭૧ની ડિસેમ્બરના પાકિસ્તાનની હાલત બદથીબદતર થઇ રહી હતી. ભારતના જોરને લીધે પૂર્વ પાકિસ્તાનનું મહત્ત્વનું મથક ઢાકા જોખમમાં હતું. પાકિસ્તાની લશ્કર ઢાકાને બચાવવા માટે લડતાં-લડતાં જીવ બચાવવા માટે પીછેહઠ પણ કરી રહ્યું હતું. 

આ સમયે કલકત્તામાં લશ્કરના ઇસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટરે એક સંદેશો આંતર્યો. આ સંદેશનું અર્થઘટન એવું થયું હતું કે ઢાકાને બચાવવા માટે પાકિસ્તાન સિલહટથી ૨૦૨ ઇન્ફન્ટ્રી બ્રિગેડને ખસેડી રહ્યું હતું. આ સંજોગોનો લાભ લેવા માટે ભારતે હેલીબોર્ન ઇન્ફન્ટ્રી બટાલિયનની મદદ લઇને સિલહટ પર કબજો જમાવવાનું વિચાર્યું હતું, પરંતુ હકીકતમાં તો પાકિસ્તાન ૩૧૩ ઇન્ફન્ટ્રી બ્રિગેડને મૌલાવી બજારથી સિલહટ ખસેડવાની મુરાદમાં હતું. વિચિત્ર યોગાનુયોગ એ હતો કે ભારતીય બટાલિયન હવાઇ માર્ગે સિલહટમાં પહોંચવાની હતી એ જ દિવસે પાકિસ્તાનની ૩૧૩ ઇન્ફન્ટ્રી બ્રિગેડની સવારી આવવાની હતી. આ ગળાકાપ દુશ્મની વચ્ચે સિલહટમાં ભારતની પાંચમી ગોરખા રાઇફલ્સના સેક્ધડ-ઇન-કમાન્ડ શહીદ થઇ ગયા. એમના વિકલ્પ તરીકે નવા ઓફિસરને મોકલવાની જરૂર ઊભી થઇ. આ શોધખોળમાં ટોચના (લશ્કરી અધિકારીઓની નજર ઠરી મેજર ઇયાન કાર્ડોઝો પર એ સમયે કોર્ડોઝો સ્ટાફ કોલેજમાં તાલીમ લઇ રહ્યા હતા. તાકીદની જરૂર ઊભી થઇ હતી. તેઓ પતની અને ત્રણેય દીકરાને ઘરે મુકી આવ્યા, પછી ત્રીજી ડિસેમ્બરે ટ્રેનમાં દિલ્હી પાછા ફર્યા હતા. યુદ્ધ શરૂ થઇ ચુક્યું હતું. સત્તાવાર જાહેરાત વગર લશ્કરી વિમાનની ઉડાઊડથી સમજદારોને અણસાર આવી ચુક્યો હતો. દિલ્હીમાં અંધારપટનું આગમન થઇ ચુક્યું હતું એટલે મામલો વધુ સ્પષ્ટ થઇ ચુક્યો હતો. યુદ્ધ શરૂ થઇ ચુક્યું છે. ઇયાન કોર્ડોઝો બીજા દિવસની સવારે આસામ માટેનું વિમાન પકડવા પાલમ એરપોર્ટ પહોંચ્યા તો ખબર પડી કે એ ફ્લાઇટ કેન્સલ થઇ ચુકી હતી. સ્વાભાવિકપણે આ વિમાનને દુશ્મનો નિશાન બનાવી શકે, પરંતુ ઝાઝું વિચાર્યા વગર કાર્ડોઝોએ તરત જ ટેક્સી પકડી અને રેલવે સ્ટેશન ધસી ગયા. એ સમયે ટ્રેન પ્લેટફોર્મ છોડી રહી હતી. માંડમાંડ ચડીને તેમણે સાંકળ ખેંચીને ટ્રેન રોકાવી દીધી અને સામાન ગોઠવી દીધો. 

એ પછીની રાતે તેઓ ધરમનગર પહોંચ્યા. અહીં એક જાણીતો આર્મી કોન્ટ્રાક્ટર મળી ગયો. તેણે માહિતી આપી કે લશ્કરની હૉસ્પિટલ ટ્રેનમાં આપણા યુનિટના ઘાયલ અધિકારીઓ આવી રહ્યા છે, એમને મળી લો તો સારું. કોર્ડોઝો રોકાઇ ગયા. ચાર ઘાયલ જવાનોને મળ્યા બાદ તેઓ જીપમાં બેસી ગયા દિવસ-રાત જીપ હાંકીને તેઓ બટાલિયન પહોંચી ગયા. સિલહટ પહોંચી ગયા બાદ મેજર ઇયાન કાર્ડોઝોએ જે જોયું, અનુભવ્યું અને કર્યું એ માની ન શકાય એવું હતું. આ વોર હીરો ઇતિહાસમાં નામ લખાવવાના હતા. પણ ભારે કિંમત ચુકવ્યા બાદ. જો કે વતન-પ્રેમ માટે કંઇ પણ ફના કરવા તત્પર નરબંકાને ક્યાં કોઇ કિંમત કે જીવની સુધ્ધા ફિકર હોય છે.
 
લશ્કરી ઇતિહાસમાં બેનમૂન પરાક્રમ, સિદ્ધિ અને દેશપ્રેમ માટે અદકેરું સ્થાન ધરાવતાં મુંબઇનાં મેજર જનરલ (નિવૃત્ત) ઇયાન કાર્ડોઝ તાકીદનું તેડું આવતા ૧૯૭૧ના યુદ્ધમાં ફરજ બજાવવા માટે કેવી રીતે પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)ના સિલહટ (હાલના રાજ્યગુરુ નગ્ય )પહોંચ્યા એ આપણે જાણ્યું ગયા અઠવાડિયે.

વિશ્ર્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું લશ્કર ધરાવતા જાપાનની ભારતની, ગુરખા રેજિમેન્ટની ચોથી બટાલિયનમાં ફરજ બજાવતા ઇયાન કાર્ડોઝો પોતાના ૧૯૭૧ના યુદ્ધનું વર્ણન કંઇક આ પ્રમાણે કરે છે 'અમે ૧૮ ઑફિસર સાથે શરૂઆત કરી હતી. ૧૩ દિવસના યુદ્ધમાં ચાર શહીદ, ને સાત ઘાયલ. એકેય તોપગોળો છોડ્યા વગર એક પાકિસ્તાની પલટનને શરણાગતિ સ્વીકારાવી હતી. ત્યાર બાદ નવું લક્ષ્ય સાધવાનું હતું. અહીં ચોથી ગુરખા બટાલિયને કદાચ વિશ્ર્વનો સૌથી છેલ્લો ખુકરી હુમલો કર્યો હતો.' 

સિલહટ હવાઇ પટ્ટી પર કબજો જમાવવા માટે પહેલુું હેલી-બોર્ન ઓપરેશન હાથ ધરાયું હતું. એ અંગે કાર્ડોઝો કહે છે :'અમારા બટાલિયનમાં જવાનોની સંખ્યા (એક હજારથી ઘટીને ૪૮૪ થઇ ગઇ હતી. સિલહટમાં રક્ષણ માટે ૨૦૦ થી ૩૦૦ જેટલું પાકિસ્તાની સૈન્ય તૈનાત હોવાનું અમને જાણ કરાઇ હતી, પરંતુ હકીકતમાં તો ત્યાં એક નહિ, બે પલટણ નીકળી. અમે નજીવા ખોરાક અને નામ પૂરતા પીવાના પાણી સાથે નવ-નવ દિવસ લડ્યા. ક્યારેક તો કાચા ભાત ખાવાની ફરજ પડતી હતી. સાતમીથી ૧૫મી ડિસેમ્બર સુધી ઘમસાણ યુદ્ધ ચાલ્યું. પછી પાકિસ્તાનીઓ સફેદ ધ્વજ લહેરાવતા શરણાગતિ માટે અમારી સમક્ષ આવીને ઊભા રહ્યાં.'

યુદ્ધમાંથી એકાએક શરણાગતિ કઇ રીતે થઇ ગઇ? આની પાછળ એક ભૂલ જવાબદાર છે, બીબીસીની ભૂલ, એકદમ રમૂજી ભૂલ. ૧૧મી ડિસેમ્બરે બીબીસીએ અહેવાલ આપ્યો કે સિલહટમાં ભારતની ગુરખા બ્રિગેડ ઊતરી છે. આ પ્રસારણ સાંભળનારા ઇયાન કાર્ડોઝો કહે છે 'અને આ ગપ્પાને સાચું પાડવા માટે અમે વિખેરાઇ ગયા જેથી એવું લાગે કે જ્યાં જુઓ ત્યાં ગુરખા છે. હકીકતમાં તો અમારી સંખ્યા નાની હતી અને અમે વધુ જોખમમાં હતા. સદ્ભાગ્યે આ તરકીબ કરી ગઇ. ૧૫મી ડિસેમ્બરે પાકિસ્તાની સામેથી શરણાગતિ માટે આવ્યા અને વિનંતી કરી કે તમારા બ્રિગેડ કમાન્ડરને બોલાવો. એમને કહેવાયું કે આવતી કાલે આવો, અમારા કમાન્ડર કહે છે કે તમારી શરણાગતિ સ્વીકારવાનો અમને આદેશ નથી. બીજા દિવસે તેઓ આવ્યા અને અમારા કમાન્ડર પણ હેલિકૉપ્ટરમાં આવી ગયા. એ સમયે પાકિસ્તાનીઓને ભાન થયું કે ભારતીય જવાનોની સંખ્યા ઘણી ઓછી હતી. હવે અકલાય સીનારિયો સર્જાયો. જંગમાં એક પક્ષે ઓછા જવાનો, ને સામા પક્ષે મોટી સંખ્યા, પરંતુ વધુ સંખ્યાવાળા પક્ષે ઓછી ઓછી સંખ્યાવાળા દુશ્મન સમક્ષ શરણાગતિ સ્વીકારી! બેઉ પક્ષ આશ્ર્ચર્યચકિત હતા, પણ સદ્ભાગ્યે ભારત માટે સુખદાશ્ર્ચર્ય હતું. 

આ તબક્કે ઇયાન કાર્ડોઝોએ પહેલીવાર મોટા પ્રમાણમાં યુદ્ધ કેદીઓ જોયા કે જેમને હાથમાં શસ્ત્રો રાખવાની છૂટ અપાઇ હતી! કારણ એટલું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે સશસ્ત્ર લડત ચલાવનારી મુક્તિ વાહિની એમને મારી નાખી શકે એમ હતી. સાતેક હજાર શસ્ત્રધારી યુદ્ધ-કેદીઓની ટૂકડી બોર્ડર સિક્યોરિટી ફોર્સના કમાન્ડરને સાવધ રાખવા માટે પૂરતી હતી. સામે આટલા બધા સશસ્ત્ર યુદ્ધ-કેદીઓને જોઇને બી.એસ.એફ.ના એક કમાન્ડર આમેય કાંઇક વ્યથિત થઇ ગયેલા લાગતા હતા. તેમણે વિનંતી કરી કે પ્લીઝ(કોઇકને અહીં મોકલો, પરંતુ જ્યાં પહોંચવાનું હતું એ સ્થળ એકાદ કિલોમીટર દૂર દેખાતું હતું. અને આ વચ્ચેના માર્ગ પર એક સમયે ઠેરઠેર સુરંગ બિછાવાયેલી હતી. આ જાણીને આગળ પગલું ઉપાડવામાં ઘણાં ખચકાટ અનુભવતા હતા, ત્યારે સુરંગથી અજાણ ઇયાન કાર્ડોઝોએ હિમ્મત દાખવી હતી. 

ઇયાન કાર્ડોઝો પગ ઉપાડીને ચાલવા માંડ્યા અને થોડું આગળ વધ્યા કે તરત જ એક સુરંગ ફાટી એક ધડાકા સાથે એમનો એક પગ લગભગ નકામો થઇ ગયો. 

એક બાંગ્લાદેશીએ આ જોયું અને તે દોડતો જઇને ઇયાન કાર્ડોઝોને ઉપાડીને લાવ્યો. બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચાડ્યા.એક ભારતીય લશ્કરી અધિકારીની આવી હાલત થઇ એ જાણીને બધાના મન ડંખતા હતા, પરંતુ આ સૌથી લાગણી અને પીડાને ભુલાવીને ઇયાન કાર્ડોઝોએ મોરફાઇન અને પેથીડાઇન જેવી દવાઓ માગી કે જેનાથી આ પગની સારવાર શક્ય બને, પરંતુ યુદ્ધ દરમિયાન દવાઓના જથ્થાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

આ સંજોગોમાં પોતાની સાથેના માણસને કાર્ડોઝોએ શું પૂછ્યું હશે? તેમણે પૂછ્યું: તું આ (મારો પગ) કાપી શકીશ?

જવાબ મળ્યો :'પણ સર, એ માટેના કોઇ સાધન નથી.'

આસપાસ જોઇને તેમણે પોતાના બેટમેન (અંગત નોકર)ને પૂછ્યું :'મારી ખુકરી કયાં છે?' 

બેટમેને ખુકરી આપતાં કહ્યું : 'આ રહી સર.'

કાર્ડોઝોએ જવાબ આપ્યો : 'એનાથી મારો પગ કાપી નાખ.'

બેટમેન : સર, હું એ ન કરી શકું.'

ઇયાન કોર્ડોઝોએ ખુકરી હાથમાં લઇને પોતાનો ઘાયલ પગ કાપી નાખ્યો અને બેટમેનને ઓર્ડર આપ્યો :'જા હવે આને દાટી આવ.'

સરદાર પટેલે બગલમાં થયેલી બામલાઇ નામની ગાંઠ એનેસ્થેસિયા વગર પોતાના હાથે કાઢી નાખી હતી એની યાદ અપાવતો આ કિસ્સો છે. પણ આ પછી ઇયાન કાર્ડોઝોની કારકિર્દી અને લશ્કરી જીવનનું પૂરું થઇ ગયું? 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment