Thursday, 25 February 2016

[amdavadis4ever] પ્રેમ રતન ધન ખોયો...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંજય લીલા ભણસાલીએ દેવદાસ પિકચર બનાવ્યું-એ ત્રીજું દેવદાસ હતું. એ પહેલાં બે દેવદાસ (ફિલ્મ) બની ચૂકી હતી. એના રિવ્યુમાં એક ફિલ્મ ક્રિટિકે લખેલું કે હજી ચોથા દેવદાસની જગ્યા બાકી હોય એવું લાગે છે. ફિલ્મમાં હજુ કંઈ ખૂટતું હશે! ત્યારે એમ થાય કે દેવદાસની એ કેવી ઉદાસી અને એવો તે કેવો પ્રેમભંગ હશે કે ત્રણ-ત્રણ ફિલ્મો બન્યા પછીય એનો વિરહ હજુય સુકાયો નથી અને અડીખમ છે. કયા સ્તરનો આ પ્રેમભંગ હશે?

વેલેન્ટાઇન ડેનો તહેવાર હમણાં જ રંગેચંગે સંપન્ન થયો. લાલ રંગ અને હાર્ટ શેઇપનાં ફુગ્ગાઓમાંથી હવા પૂરેપૂરી નીકળી ગઈ હશે. પ્રેમની કસમ ને ભવોભવ સાથે જીવવા મરવાના કોલ સાથે અપાયેલી સસ્તામોંઘા ભાવની ચોકલેટ-કેડબરીઓનાં ખાલી રેપર રસ્તા પરની કચરાપેટીમાં કચરો થઈને પડ્યાં હશે ને નાનીમોટી ભેટો ઘરના ને મનના ખૂણે ક્યાંય ધરબાઈ ગઈ હશે. વેલેન્ટાઇન તહેવારનો ઊભરો સોડા વોટર જેવો હોય છે. જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી બેસીય જાય. વેલેન્ટાઇન ડે પૂરો થયો ને બીજા દિવસથી રૂટિન જિંદગીની વોહી રફતાર ચાલુ. નસીબ સંજોગે ચોકઠાં ગોઠવાયાં હોય તો પણ એમાં શરતો ઉમેરાવા લાગે છે ને શરૂ થાય છે પ્રેમભંગ થવાની ધીમી શરૂઆત. વેલેન્ટાઇન ડે વખતે જેમ જુદા જુદા સાત દિવસ ઊજવાય એમ પ્રેમભંગ-બ્રેકઅપ માટેય જુદા જુદા સાત દિવસ નામે - સ્લેપ-ડે, કીક-ડે, પરફ્યુમ-ડે, કલર્ટિંગ-ડે, ક્ધફેસન-ડે, મિસિંગ-ડે, અને છેલ્લે બ્રેકિંગ-ડે ઊજવાય છે. પ્રેમમાં હોય ત્યારે જેમ પ્રેમીજનો પ્રેમ વ્યક્ત કરવાની જાત જાતની રીતો અપનાવે છે એમ પ્રેમમાં ભાંગી પડે ત્યારેય જુદી જુદી રીતો અજમાવાતી હોવાના સમાચાર આવતાં જ રહે છે. અમારા એક મિત્રના વેલેન્ટાઇન-ડેના વાસંતી તહેવારો સમયે જ પ્રેમ થઈ ગયો. બહેનબાનાં ચહેરા પર પણ પ્રેમની અસરો કાયમી મુસ્કુરાહટ સ્વરૂપે દેખાય. આંખો જરા જરામાં ઢળી જાય ને હોઠ હસી ઊઠે. ટૂંકમાં બધું કાવ્યાત્મક, ગુલાબી ગુલાબી, ફોન પર વાત કરતાંય આપણને એમ લાગે કે બહેન મલકું મલકું જ હશે. એ... આથી વાત શરૂ થાય ને આપણે કહેવું પડે કે બસ કરો માતાજી ત્યારે માંડ માંડ વાત પૂરી થાય. કેટલાં રોઝ મળ્યાં ને કેટલાં હાર્ટ મળ્યાં એનો હિસાબ રાખવામાં બહેન જરા વધારે પડતાં જ લાગણીશીલ થઈ ગયાં અને સામેપક્ષે ભાઈ કોઈ બીજા સાથે વેલેન્ટાઇન-ડે ઉજવવામાં વ્યસ્ત થઈ ગયા. આ બહેનને ખબર પડી તો એમણે આ દુર્ઘટનાનો વિરોધ નોંધાવવા ભાઈને ખૂબ ગમતાં લાંબા સુંવાળા વાળને કપાવીને સાવ બોયકટ કરાવી નાખ્યા ને પોતાનો બોયકટ વાળવાળો સ્માઇલિંગ સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ પર ઇયિફસીા ઇંફાાુ ૠજ્ઞ જ્ઞિં વયહહ નાં મેસેજ સાથે વાઇરલ કરી દીધો. તો બીજા એક કિસ્સામાં પ્રેમિકા છેતરપિંડીથી એટલી તો વીફરી કે એણે એના બોયફ્રેન્ડને મૂક્યો પડતો અને રખડી આવી એકલી આખા ભારતમાં... આગ્રામાં તાજમહેલની ચોટી પકડીને ફોટોય પડાવ્યો હસતાં મુખે. બંને ક્ધયાઓ પ્રેમભંગની ઘટનાને જીરવી ગઈને જીવીય ગઈ. બાકી પ્રેમભંગ થવાય તો એકબીજાને ખુવાર કરી નાખનારાય પડ્યા છે જગતમાં.

ચાઇનામાં એક બોયફ્રેન્ડને એની ગર્લફ્રેન્ડ સાથે ગંભીર પ્રકારનો ઝઘડો થઈ ગયો ને પરિણામે બ્રેકઅપ. હવે આ બ્રેકઅપથી ગુસ્સે ભરાયેલો યુવાન સાઇકલ લઈને નીકળી પડ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાઇનાથી સાઇકલ ચલાવતો ચલાવતો પહોંચી ગયો સાઉથ આફ્રિકા. ૬ મહિના પછી ભાઈ બેક ટુ પેવેલિયન થયા. વ્યવસાયે તલવારબાજીનું કોચિંગ આપતા આ મહાશય હવે બ્રેકઅપ થાય તો કેવી રીતે પોતાની જાતને સંભાળવી એનાય કોચિંગ ચાલુ કરશે એવા સમાચાર છે ખરાં.

પશ્ર્ચિમ બંગાળમાં એક હાથી જંગલમાંથી રસ્તો ભૂલીને સિલિગુડી શહેરમાં આવી ચડેલો. આ હાથીએ શહેર આખું માથે લીધેલું ને જે અડફેટે આવે એને ઘમરોળી નાખેલું. હવે આ હાથીએ આમ શા માટે કર્યું, એ શાથી આવા ઝનૂને ભરાયેલો-ક્યાંક મુખ્ય કારણ પ્રેમમાં નિષ્ફળતા તો ન હતું ને આવા બધા પ્રશ્ર્નો જો કોઈ ચેનલવાળા એનો ઇન્ટરવ્યૂ લે તો ખબર પડે. રિપોર્ટર તરીકે કીડીબાઈને નિયુક્ત કરવા પડે, કારણ કે પ્રાણીજગતની ભાષા સમજવા માટે પ્રાણી જ જોઈએ. માણસ તો માણસની ભાષાય ક્યાં સમજે છે!!

ભારતમાં રાજકારણ અને ફિલ્મો એ બે એવાં ક્ષેત્રો છે કે ક્યારે કોનું ક્યાં જોડાણ છે ને ક્યારે કોનું ક્યાં ભંગાણ છે એ કહેવું અઘરું થઈ પડે છે. ચૂંટણી વખતે ભલભલી વિરોધી પાર્ટીઓ જોડાણ કરે અને જેવો સ્વાર્થ પૂરો થાય એટલે ભંગાણ-બ્રેકઅપ. વળી પાછાં કંઈક સમીકરણ બદલાઈ જાય તો ફરી એકમેકના વેલેન્ટાઇન બની જતા પળવાર પણ વાર ન લગાડે એટલા સહિષ્ણુ તો ખરાં!

ફિલ્મલાઇનમાં હમણાં બ્રેકઅપનો વાયરો ફૂંકાયો છે જેમાં આઘાત અને આશ્ર્ચર્ય થાય એવી પ્રણય બેલડી છૂટી પડી હોવાના સમાચારો રોજ ગાજે છે. કેટલાંક તો વળી ફિલ્મોમાં સાથે જોડીમાં હોય એટલે ફિલ્મ પૂરતા પ્રોફેશનલ જોડી તરીકે રહે પછી હરિઓમ. રિયાલિટી શોમાં ભાગ લેતાં લેતાં જ પ્રેમમાં પડે અને શો પૂરો થાય ત્યાં સુધીમાં તો પ્રેમની કલ્પના વાસ્તવિકતા એનું સ્વરૂપ દેખશે એટલે પ્રેમીપંખીડાં કદી એકબીજાને ઓળખતાં હતાં એવાંય સંબંધો ન રહે. પાવર-કપલ નામનો ટીવી રિયાલિટી શો હોસ્ટ કરતાં અરબાઝખાન અને મલાઇકાખાનનો દાખલો લઈએ તો આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર કપલ તરીકે જ પ્રખ્યાત હતાં. શો ચાલુ થયો ત્યારે એના આયોજકોને કે મલાઇકા-અરબાઝનેય ખબર નહીં હોય કે આ પાવર કપલમાંથી પાવર નીકળી જશે અને સેપરેટેડ કપલ થઈ જાય એવા સંજોગો આવી ઊભા રહેશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બની ત્યારે કેટલાંયનાં હાયકારા લાગ્યા હશે એ અત્યારે બંનેને બરાબરના નડ્યા છે અને એ બે વચ્ચેય બ્રેકઅપ થઈ ગયું છે. ફળસ્વરૂપે વિરાટ કોહલીએ તો બ્રેકઅપ થાય ત્યારે શું કરવું એની સાત ટિપ્સ પણ એના ફોલોઅર્સ સાથે વહેંચી છે. અને એ રીતે પોતેય પોતાને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો છે. સામે અનુષ્કા શર્માએ શું ગતકડું કર્યું એ હજી જાણવા મળ્યું નથી.

વર્ષો પહેલાં એક હિંદી ફિલ્મ આવેલી ખામોશી. વહિદા રહેમાન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, નાઝીર હુસેન અભિનિત આ ફિલ્મમાં વહિદા રહેમાન નર્સ અને નાઝીર હુસેન ડોક્ટર છે. પ્રેમભંગ થયેલી વ્યક્તિઓની સારવાર માટે નર્સ વહિદા રહેમાન પ્રેમભંગ દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે જ પ્રેમભંગની દર્દી બની ને હોસ્પિટલમાં દાખલ થાય છે એ પ્રકારની કથાનકવાળી આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આજના સુપર ઇલેક્ટ્રિક યુગમાં આવી ફિલ્મ આવીને ક્યારે જતી રહે તેય ખબર ન પડે. પ્રજામાં પ્રેમ અંગે સહિષ્ણુતા વધી હોય એ સારી બાબત છે. આજે એક પ્રેમમાં નિષ્ફળતા મળે તો એ ઘટનાને ત્યાં જ મૂકીને આગળ ચાલવા માંડે તેને પ્રેક્ટિકલ કહેવાય છે. જ્યારે સેલિબ્રિટીઓનું બ્રેકઅપ થાય ત્યારે લોકો પોતાની વેદના પીડા ભૂલી જાય છે. કેટલીક વાર માત્ર અને માત્ર પબ્લિસિટી સ્ટંટ ખાતર કરેલો પ્રેમ ટૂંકાગાળામાં ગાળિયો બની જાય છે અને સાવ નાખી દેવા જેવી બાબતમાંય બ્રેકઅપ થઈ જાય છે. ઉતાવળે કરેલી ભૂલો નિરાંત મળતાં સમજાય ત્યારે બ્રેકઅપની શક્યતાઓ વધી જાય છે. સમાજમાં રહેતો, સમાજથી ડરીને ચાલનારો વર્ગ આપણે ત્યાં હજી મોટો છે જે બ્રેકઅપમાં શરમ-સંકોચ અનુભવે છે પણ ધીમે ધીમે એવું દેખાઈ રહ્યું છે. ભંગાણની ઘટના પ્રત્યે લોકો સહિષ્ણુ અને ઘટનાનાં કારણો પ્રત્યે અસહિષ્ણુ થતાં જાય છે. પરદેશોમાં નસકોરાં બોલવાં, રસોઈ બરાબર ન આવડવી, પરફ્યુમની સુગંધ ન ગમવી, સાથીદારના મિત્રો સગાં પ્રત્યે અણગમો હોવો જેવા નજીવા કારણોસર બ્રેકઅપ થઈ જવાનાં અસંખ્ય દાખલાઓ મળી આવે છે.

પ્રેમમાં પડેલો માણસ અકારણ મલકાયા કરે, વધારે પડતી ટીપટાપ કરે, સાથીદારની પસંદ-નાપસંદનો બરાબર ખ્યાલ રાખે, જ્યારે પ્રેમમાં ભાંગી ગયેલો માણસ લઘરો હોય, સમય-સ્થળ-કાળનું ખાસ ભાન ન હોય, બધે જ નિરાશ રહે એ રીતે પ્રેમમાં પડેલો માણસ અને પ્રેમમાં ખરેખર પડી ગયેલા માણસના મનનો કારોબાર બીજાના હાથમાં જ હોય છે.

-------------------------


ખોંખારો

પ્રેમભંગ થવાનું મુખ્ય કારણ પ્રેમ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment