Thursday, 25 February 2016

[amdavadis4ever] ‘સ્વ’ની શોધમાં....

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'સર, પ્લીઝ આ મારું રાજીનામું સ્વીકારી લો.'છવ્વીસ વર્ષની રૂપલે વિનમ્ર ભાવે તેની કંપનીના સી.ઇ.ઓ.શ્રી રાજેશ પટેલને કહ્યું. 

રાજીનામા પત્રને ધ્યાનપૂર્વક વાંચતા રાજેશજી ઊંડા વિચારમાં પડી ગયા-પછી થોડીવારે કહ્યું: 'રૂપલ.... આવી સરસ જોબ તમે શા માટે છોડી રહ્યાં છો? શું હું જાણી શકું તમે શા માટે રીઝાઇન કરો છો?

"સર.... ઇટ્સ માય પર્સનલ પ્રોબલેમ... લગ્ન પછી હું મારું ઘર,ઓફિસ વર્ક, સોશિયલ રિલેશન બધું મેનેજ કરી શકતી નથી.રૂપલે ગંભીરતાપૂર્વક કહ્યું. 

"રૂપલ આપણો કોર્પોરેટ વર્લ્ડનો પ્રથમ સિદ્ધાંત છે ટાઇમ મેનેજમેન્ટ તે પછી હાઇપ્રોફાઇલ -સ્કીલ મેનેજમેન્ટ અને સોશિયલ કોરસપોન્ડન્સ... મેં જોયું છે તમે તમારા કામમાં એફિશિયન્ટ છો. પંક્ચ્યુઅલ છો, તમારું પરફોર્મન્સ પણ બેસ્ટ છે રાજેશજીએ કહ્યું. 'થેંક્યુ સર... બટ નાવ આઇ કાન્ટ બી ધ બેસ્ટ' રૂપલે આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું. 

"રૂપલ.... તમને ઓફિસમાં કોઇ પ્રોબલેમ-કોઇની સાથે તકલીફ? કે પછી પર્સનલ કોઇ પ્રોબલેમ? ના... ના... ગેરસમજ ન કરતા હું તમારી અંગત વાતો જાણવા નથી માગતો... જસ્ટ તમારી મૂંઝવણ દૂર કરવા.... કોઇ ઉપાય સૂચવવા માટે પૂછું છું. આવી હાઇ પ્રોફાઇલ અને હાઇ પેકેજ જોબ છોડતાં પહેલાં વિચાર કરવો જોઇએ.

રાજેશજીએ સૌજ્ન્યતાપૂર્વક કહ્યું. 

"સર... યુ આર રાઇટ. એમ.સી.એ.ની ડિગ્રી લીધા પછી મેં આપણી કંપનીમાં જોબ લીધી, ત્યારે જ મનમાં નિશ્ર્ચય કર્યો હતો કે હું એટલી બધી મહેનત કરીશ કે આપની કેબિનની બાજુમાં એક કેબિન મારી પણ હોય... આ કંપનીએ મને આકાંક્ષાઓનું નવું આકાશ આપ્યું છે. પણ... ત્યારે મને ખબર ન હતી કે લગ્ન પછી સ્ત્રીઓની પાંખ આવી રીતે કપાઇ જાય છે...રૂપલે હતાશાપૂર્વક કહ્યું. 

"એટલે? વોટ ડુ યુ મીન? તમારા પતિ કે તમારા ઇન લૉસ.... તમને જોબ છોડવાની ફરજ પાડે છે? જુઓ રૂપલ કોઇના દબાણમાં આવીને ખોટો નિર્ણય લેતા નહીં.... આ પત્ર પાછો લઇ જાઓ.... રીથિંક યોર ડિસિશન... યુ કેન ટચ ધ સ્કાય...રાજેશજીએ ઇન્ફોેટેક કંપનીના પ્રોડ્કશન ઇનચાર્જ રૂપલ મહેતાને કહ્યું. 

રૂપલે રાજીનામાનો પત્ર પાછો પોતાના પર્સમાં મૂકતાં કહ્યું : "ઓ. કે સર,તમે કહો તો આઇ વિલ ગીવ સેકંડ થોટ ટુ માય ડિસિશન.

"રૂપલ, તમે કહો તો કંપની તરફથી તમને પીકઅપ કરવા-ડ્રોપ કરવા કારની વ્યવસ્થા કરી આપું પણ તમારે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. હું માનું છું કે પ્રત્યેક સ્ત્રીએ સ્વમાનપૂર્વક જીવવા-આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઇએ. આજની યુવતીઓ શિક્ષિત છે - વળી પોતાના નિર્ણય જાતે લઇ શકે છે. રૂપલ તમે શાંતચિત્તે નિર્ણય લેજો. રાજેશજીએ કહ્યું. 

સાંજે ઘર તરફ જતાં બસમાં બેઠા બેઠા રૂપલ વિચારી રહી : રાજેશ સર કહે છે તે વાત સાચી છે. પ્રત્યેક સ્ત્રીએ આર્થિક રીતે પગભર થવું જોઇએ. જો નોકરી છોડી દઉં તો માત્ર હાઉસ વાઇફ બનીને રહું. મારી મમ્મીએ પ્રાથમિક શાળામાં નોકરી કરી જ હતીને? પપ્પાએ લગ્ન પહેલાં સમજાવ્યું હતું કે નોકરી કરીએ તો આપણી જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરી શકીએ-નહીં તો લાઇફ ડિપેન્ડંડ થઇ જાય... બધી વાતે પતિ પર આધારા રાખવો પડે પણ આ ટ્રેડિશનલ વિચારો ધરાવતા મનોજના માતા-પિતાને કેવી રીતે સમજાવાય? ધે વોન્ટ ટ્રેડિશનલ બહુ... ધેટ આય કાન્ટ બી....બટ.... વોટ ઇસ ધ સોલ્યુશન? હું મારી ઓફિસના ડ્યૂટી અવર્સ બદલી ન શકું? હુું આ લોકોની વિચારસરણી બદલી ન શકું... સેન્ટરમાં છે મનોજ... પણ. એ તો મગનું નામ મરી ના પાડે... હંમેશાં એમ જ કહે .... યુ મેનેજ ઇટ... આમાં હું શું મેનેજ કરું?

ત્યાં જ કંડકટ્ર આવ્યો.... રૂપલે બસનો પાસ બતાવ્યો. ફરી પાછી આંખ મીંચી. એટલામાં ઘરેથી મમ્મીજી(સાસુ)નો ફોન હતો. સામેથી જ તાડુક્યાં: "રૂપલ .... કેટલે પહોંચી? હજુ કેટલી વાર લાગશે? તું જાણે છે ને આજે ફોઇજી...ફુવાજી અને પપ્પાના બે મિત્રો જમવા આવવાના છે- હવે-મારાથી આ ધસડાતું નથી- વહુ આવી તો ય....

"મમ્મીજી હું બસમાં છું. ટ્રાફિક જામ છે. કાંદિવલી આવતાં અડધો કલાક થશે જ. "રૂપલે અધવચ્ચે જ કહ્યું.

"ભલે... ભલે...જો આવતી વખતે કાકડી, ટામેટા...વટાણા અને પાલકની ભાજી લઇ આવજે અને ગોકુળ ડેરીમાંથી એક કિલો કેસર શ્રીખંડ-આટલું બોલીને મમ્મીજીએ ફોન કટ કરી દીધો. 

રૂપલનું મન ફરી ચકડોળે ચઢ્યું. લો, હવે બજારમાં આ બધું ખરીદો, પછી લોથ-પોથ થઇને ઘરે જાઓ અને બધાને એટેન્ડ કરો.. ત્યાં જ મનોજનો ફોન આવ્યો.

"રૂપલ... આજે મને આવતા મોડું થશે. કાલે સવારે નવ વાગે મારે અગત્યની મીટિંગ છે.. મારા કોટને, બલ્યુ શર્ટને જરા પ્રેસ કરાવી રાખજે અને પેલી ડાર્ક બ્લ્યૂ ટાઇ પણ... ઓ. કે... બાય... લવ યુ ડાર્લિંગ ... ટેક કેર.

રૂપલે કહ્યું : "ઓ. કે... સી ... યુ ફોન કટ થતાં રૂપલનું મન બોલી ઊઠ્યું : મનોેજ .... ખાલી શબ્દોમાં 'આઇ લય યુ'કહેવાથી કંઇ ફેર પડતો નથી. મારા પ્રોબ્લેમમાં તું મદદરૂપ થા.. હું ઘર-ઓફિસ અને સોશિયલ રિલેશન.. બધું મેનેજ કરી શકતી નથી. પછી તેને અચાનક યાદ આવ્યું... મનોજે તો લગ્ન પહેલાં જ કહયું હતું : "રૂપલ તારે નોકરી ચાલુ રાખવી કે નહીં એ નિર્ણય તારે લેવાનો છે... પણ ... યુ હેવ ટુ ટેક કેર ઓફ અવર ફેમિલી ... આમ તો મારો ધંધો સારો ચાલે છે. તારે કમાવવાની જરૂર નથી... બટ ચોઇસ ઇસ યોર્સ....

ત્યારે મનોજની વાત સાંભળીને લાગ્યું હતું કે એ કેટલો ઓપન માઇન્ડ છે... હું તો મારી જોબ ચાલુ જ રાખીશ.. આય વોન્ટ ટુ બી સક્સેસફૂલ કરીયર વુમન... લગ્ન પછી પણ. ત્રણેક મહિના તો બધા મને હાથમાં ને હાથમાં રાખતા હતા. મનોજ ઘણો પ્રેમાળ અને સમજદાર છે. તે વાત સાચી - પણ તોય ક્યારેક લાગી આવે છે- રૂપલની યાદ આવી ગઇ તે સાંજ-

એક સાંજે રૂપલ ઓફિસથી ઘરે આવી ત્યારે મમ્મીજી સોફા પર બેસીને કોઇ સાથે ફોન પર વાત કરતાં હતાં- તે બોલ્યાં : શું થાય હવે.. આજકાલની વહુઓને ફૂલફટાક થઇને ફરવું ગમે છે... ઘરની જવાબદારી માથે લેવી જ નથી.. રોજ ઓફિસમાં બિઝી અને રવિવારે રખડવામાં... 

તે આપણે ના કરીએ તો ક્યાં જઇએ? આપણે સંબંધતો સાચવવા જ પડે ને! સારૂ....સારૂ.... જે શ્રીકૃષ્ણ

(રૂપલ વિચારવા લાગી. આ વહુપુરાણ મમ્મીજીએ કોને સંભળાવ્યું?)ત્યાં તો ફોન મૂકતાં જ મમ્મીજીએ પપ્પાજીને કહ્યું : "અમારા મહિલા મંડળ તરફથી ચારધામ યાત્રાનો પ્રવાસ છે... તે એમાં હું જવાની છું. - ૩૨ હજાર રૂપિયા ભરવાના છે. બે-ત્રણ દિવસમાં આપો તો નામ લખાવી દઉં.

ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તેમ પપ્પા ભડકી ગયા."હું ક્યાંંથી લાવું ૩૨ હજાર? મારા જેવા રિટાયર્ડ માણસ પાસે ક્યાંથી હોય આવી મોટી રકમ? કહે તારા દીકરાને અથવા આ કમાતી વહુને!પપ્પાજીએ રૂપલ સામું જોતા આ વચન કહ્યા એટલે રૂપલને હૈયે ભોંકાયા.... પણ શિસ્તતા ખાતર તે ચૂપ રહી.

મનોજે ચેક આપ્યો અને મમ્મીજી ચારધામ યાત્રાએ ઉપડી ગયાં. મનોજના કહેવાથી પપ્પાજીનું ધ્યાન રાખવા રૂપલને એક અઠવાડિયાની રજા મૂકવી પડી. એના પ્રોજેક્ટવર્ક પર તેની અવળી અસર થઇ. રૂપલે પોતાની મમ્મીને વાત કરી. તો મમ્મીએ સલાહ આપી બેટા-થોડુંઘણું સહન કરવું પડે. આપણે બોલીએ તો ઘરમાં ઝઘડો થાય.... અને રૂપલ સમસમીને બેસી રહી.

આજે પણ એ જ સ્થિતિ છે. લગ્નને પંદર મહિના થઇ ગયા. ઘરનું બધું કામ આટોપીને ઓફિસ જવા માટે રૂપલને સવારે સાડાપાંચ વાગે ઊઠી જવું પડે છે. મમ્મીને ઘરે બધું ટેબલ પર તૈયાર મળતું હતું જ્યારે અહીં બધાને તૈયાર કરીને આપવું પડે છે. 

રૂપલ પોતે ચા...નાસ્તો કરે છે કે નહીં. એણે લંચબોક્સ લીધો કે નહીં? એની કાળજી કોઇને નથી... એક જ નિયમ ઓફિસે જવું હોય તો ઘરકામ પરવારીને જાઓ.

વધુ પડતા શ્રમની અસર રૂપલના સ્વાસ્થ્ય પર પડી. ગયે અઠવાડિયે જ રૂપલ ફેમિલી ડૉક્ટરને મળવા ગઇ હતી. 

"રૂપલ... તમારી પોતાની જાત પર તમે આટલા બધા બેદરકાર કેમ રહો છો? દિવસના અઢાર કલાક કામ કરો છો અને એવો પોષ્ટિક ડાયેટ લેતાં નથી. રૂપલ... તું ખૂબ લકેલસ્ટર અને પેલ દેખાય છે. દવા લખી આપું છું. પ્રોપર ડાયટ લો. રૂપલે પોતાની મૂંઝવણ જણાવતાં કહ્યું. ડૉક્ટર, લગ્ન પહેલાં મારા માટે બધું સરળ હતું. હું ઓફિસના કામનો આનંદ લેતી હતી... મિત્રો સાથે એન્જોય કરતી હતી. પણ-લગ્ન પછી તો જાણે બધું બદલાઇ ગયું!

"જો રૂપલ ઇફ યુ કાન્ટ ટેક બ્રેક પર સમટાઇમ... લગ્ન પછીનો થોડો ટ્રાન્ઝીક સમય હોય એટલે એડજસ્ટ થતાં વાર લાગે. ... પણ માનસિક ટેન્શન... હતાશા દૂર રહેજે.. દવા નિયમિત લે અને ટેક કેર ઓફ યોર હેલ્થ. ડૉ.મીના દેસાઇએ કહ્યું. 

રાત્રે મનોજને વાત કરી.. મનોજે કહ્યું. ઇફ યુ કાન્ટ મેનેજ જસ્ટ લીવ યોર જોબ - શા માટે ટેન્શન લેવાનું? હવે મમ્મીથી પણ કંઇ કામ થતું નથી તેથી અકળાય છે- યુ હેવ ટુ ટેક કેર ઓફ મમ્મી પપ્પા...

મનોજના પ્રેમ ખાતર-તેની ઇચ્છાને આધીન થઇને રૂપલે જોબ છોડવાનો વિચાર કર્યો... અને મનમાં થયું કે મનોજને કહ્યું હાઉસહોલ્ડ વર્ક માટે ફુલટાઇમ બાઇ રાખીએ તો કેવું? પણ... એ બોલી ન શકી

આજે રાજીનામા નો પત્ર રાજેશજીને આપ્યો ત્યારે એમની સાથે કરેલી વાતચીતથી રૂપલને નવી દૃષ્ટિ મળી- હું શિક્ષિત છું- ઇકોનોમિક દ્રષ્ટિએ સ્વતંત્ર રહેવા મારે જોબ ચાલુ રાખવી જોઇએ. એમાં જ મારું હિત છે. 

ત્યાં તો કંડક્ટરે ઘંટડી મારતા કહ્યું. લાસ સ્ટોપ.. મેડમ ... કાંદિવલી સ્ટેશન આ ગયા.... રૂપલ હાંફળી ફાંફળી ઊતરી.. ઝડપથી સૂચના પ્રમાણે બધું લીધું અને ઘરે પહોંચી ગઇ. 

ફઇબા આવી ગયાં હતાં... રૂપલ ફઇબાને પગે લાગી. ત્યાં જ મમ્મીજીનો ટહુકો સંભળાયો : 'મારી રૂપલ વહુ ગુણિયલ છે.. બધું સંભાળે છે ઘર... ઓફિસ અને અમને ઘૈડાંને પણ...

મમ્મીજીના પ્રેમાળ શબ્દોથી બળ મેળવીને રૂપલે નક્કી કર્યું - આય કેન મેનેજ એવરીથિંગ - હું રાજીનામું નહીં આપું. મમ્મીજી ખૂબ પ્રેમાળ અને સપોર્ટિંગ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment