Thursday, 25 February 2016

[amdavadis4ever] ફૂડ ફન્ડા...બટેટા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બટેટા બધાંને ભાવતું શાક છે. બાફેલાં, બૅક્ડ અથવા તળેલાં દરેક રીતે બટેટા બધા માટે આરામદાયક શાક છે. કોઇપણ શાક સાથે તે ભળી જતાં હોવાથી લોકપ્રિય છે. બટેટા બારે મહિના સહેલાઇથી મળી રહે છે. મોટા ભાગના લોકો માનતાં હોય છે કે બટેટા ખાવાથી વજન વધી જાય છે, પરંતુ એનાથી વિરુદ્ધ બટેટા વજનને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. ૧ કપ કાચા બટેટામાં ૭૦ કૅલેરી, ૧ કપ બાફેલાં બટેટામાં ૮૦ કૅલેરી, ૧ કપ બૅક્ડ બટેટામાં ૮૫ કૅલેરી, ૧ કપ ચિપ્સમાં ૧૯૮ કૅલેરી તથા ૧ કપ ફ્રેંચ ફ્રાયમાં ૨૭૦ કૅલેરી હોય છે. તમને આખા દિવસ દરમિયાન જેટલી કૅલેરીની આવશ્યકતા હોય તે પ્રમાણે બટેટા ખાવાથી વજન નહીં વધે. દાખલા તરીકે વધારે વજન ધરાવતી વ્યક્તિને સમોસા ખાવાની મનાઇ ફરમાવામાં આવે છે, પરંતુ તેનું કારણ બટેટા નહીં, પણ તેલ અને મેંદો હોય છે. બટેટા લૉ કૅલેરી છે, તેથી તે તંદુરસ્તી માટે ફાયદાકારક છે. પીળા રંગના બટેટામાં રહેલું લુટીન નામનું તત્ત્વ મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી આંખની બીમારીમાં ઍન્ટી ઍાક્સિડન્ટનું કામ કરે છે. ઉપરાંત બટેટામાં રહેલું ફિનૉલ નામનું તત્ત્વ શરીરમાં ઍન્ટી ઍાક્સિડન્ટનું કામ કરે છે. આમ, બટેટા સંપૂર્ણ સ્વાસ્થ્યવર્ધક છે. ચાલો, આપણે વજનને નિયંત્રિત કરનારી બટેટાની કેટલીક વાનગીઓ બનાવીએ. 

---------------------------

ચિંગારી આલુ

સામગ્રી : ૨૫૦ ગ્રામ નાની સાઇઝના બાફેલા બટેટા, ૧ કપ બાફેલા ચણા, ૨ તળેલાં લાલ મરચાં,૧/૨ ચમચી લાલ મરચું, ૧ નાની ચમચી હળદર, ૧ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી ગરમ મસાલો, તેલ, મીઠું 

રીત : એક કડાઇમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં બાફેલાં બટેટા અને ચણા નાખો. બધાં મસાલા નાખી થોડીવાર ચડવા દો. ઉપરથી તળેલાં લાલ મરચાં ગોઠવી રોટલી સાથે ગરમાગરમ પીરસો. 

--------------------------

આલુ તુરશી

સામગ્રી : ૪-૫ બાફેલાં બટેટા, ૧ ચમચો ફુદિનાનો પાઉડર, ૧ ચમચી ઝીણાં સમારેલા અથવા વાટેલાં લીલા મરચાં, ૧ ચમચી ઝીણું સમારેલું અથવા વાટેલું લસણ, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ મોટી ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી આખું જીરું, મીઠું, દેશી ઘી.

રીત : બટેટાને સમારી લો. એક કડાઇમાં ઘી ગરમ કરી જીરું, મરચાં અને લસણનો વઘાર કરો. બટેટાના ટુકડા નાખી સાંતળો. તેમાં બધાં મસાલા ઉમેરી મધ્યમ આંચ પર થોડીવાર રહેવા દો. રોટલી સાથે સ્વાદિષ્ટ લાગે છે. 

--------------------------

આલુ સલાડ

સામગ્રી : ૩-૪ બાફેલાં બટેટા, ૧ કપ દહીં, કાળા મરી પાઉડર, વાટેલું જીરું, મીઠું, ૨ ચમચા ઝીણી સમારેલી કોથમીર

રીત : દહીંને ફીણી લો. તેમાં બટેટાના ટુકડા અને ઉપર જણાવેલો મસાલો નાખી હળવે હાથે મિક્સ કરી ફ્રિજમાં મુકો. ઠંડું કરી પીરસો. સલાડમાં નવીનતા લાવવા તેમાં ફણગાવેલાં મગ અથવા મકાઇના દાણા(કોર્ન) નાખી શકાય. ઉપરથી બજારમાં મળતાં પીળાં અને લાલ શિમલા મિર્ચના ટુકડાં કરી સજાવી પીરસવાથી દેખાવમાં સરસ લાગશે અને નવો સ્વાદ પણ માણવા મળશે. 

-----------------------------

કોથમીર આલુ

સામગ્રી : ૪-૫ બાફેલાં બટેટા, ૧ મોટો ચમચો લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ, ૧ ચમચો સમારેલી કોથમીર, ચપટી હિંગ, ૧ નાની ચમચી ગરમ મસાલો, તેલ, મીઠું

રીત : બટેટાને સમારી લો. એક કડાઇમાં તેલ મૂકી હિંગનો વઘાર કરો. બટેટા નાખી તેમાં કોથમીર-મરચાંની પેસ્ટ ઉમેરો. હળવા હાથે હલાવો. સમારેલી કોથમીર, ગરમ મસાલો અને મીઠું નાખી આંચ પરથી ઉતારી લો. પરોઠાં સાથે પીરસો. કોથમીર આલુને સ્ટફિંગ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય. 

-----------------------------

આલુ જોધપુરિયા

સામગ્રી : ૧/૨ કિલો નાની સાઇઝના બટેટા, ૧ ચમચી જીરું, ૧ ચમચી વાટેલી વરિયાળી,૧ મોટી ચમચી સફેદ તલ, ૨ નાની ચમચી લાલ મરચું, ૧ મોટી ચમચી આમચૂર પાઉડર, ૧ મોટી ચમચી સમારેલી કોથમીર, તેલ, મીઠું, હિંગ

રીત : બટેટામાં મીઠું અને પાણી નાખી કુકરમાં સહેજ કાચા જેવાં બાફી લો. ઠંડા કરી બટેટાની છાલ ઉતારી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને તલ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં બટેટા નાખી મધ્યમ આંચ પર થોડીવાર ચડવા દો. બધાં મસાલા નાખી મિક્સ કરો. થોડીવારે આંચ પરથી ઉતારી લો. પીરસતી વખતે કોથમીર ભભરાવો.

-----------------------------

ખોમચા આલુ

સામગ્રી : ૪ મોટી સાઇઝના બાફેલાં બટેટા, ૧ નાનો કાંદો, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૩ ચમચી લીંબુનો રસ, ૧ નાની ચમચી લાલ મરચું, ૧ ચમચી વાટેલું જીરું, ૧ ચમચી ચાટ મસાલો, તેલ, મીઠું, પીરસવા માટે એક કપ દહીં, તીખી અને ગળી ચટણી.

રીત: બાફેલાં બટેટાના ટુકડાં કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી બટેટાને તળી લો. એક બાઉલમાં ઉપરનાં બધા મસાલા નાખી 

હળવે હાથે મિક્સ કરો. તેમાં બટેટા નાખી હલાવી લો. પીરસતી વખતે એક પ્લેટમાં તૈયાર કરેલાં બટેટા પાથરો, તેના ઉપર દહીં , ચાટ મસાલો અને બન્ને પ્રકારની ચટણી નાખો. કોથમીર ભભરાવી સર્વ કરો. 

-------------------------------

આલુ મૂંગલેટ

સામગ્રી : ૪ બાફેલાં બટેટા, ૨ કપ મગની દાળનો લોટ, ૧ મોટો ચમચો દહીં, ૧ મોટી સાઇઝનો બારીક સમારેલો કાંદો, ૨-૩ ઝીણાં સમારેલા લાલા મરચાં, ૧/૨ ચમચી જીરું, ૧ ચમચી લાલ મરચું, ૧ નાની ચમચી હળદર, ૨ મોટાં ચમચા બારીક સમારેલી કોથમીર, તેલ, મીઠું

રીત : એક કડાઇમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. બાફેલાં બટેટાને હળવા હાથે છૂંદીને તેમાં નાખો. મીઠું નાખી થોડીવાર હલાવી આંચ પરથી ઉતારી લો. એક તપેલીમાં મગની દાળનો લોટ લઇ તેમાં દહીં સહિત બધા મસાલા નાખો. ત્યારબાદ તેને ફેંટી લો. નોન-સ્ટિક તવા પર આ ખીરું પાથરી ઢોસા ઉતારો. તેના પર બટેટાનું મિશ્રણ પાથરી રોલ કરો. કોથમીરની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment