Tuesday, 9 February 2016

[amdavadis4ever] જેરુસલેમમાં રા જા સોલોમનના મં દિરમાં બાર બળદ ની પ્રતિમા હતી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




પૌરાણિક કથાની રીતે જોઈએ તો શિલાદ નામના એક મુનિ હતા. તેઓ બ્રહ્મચારી હતા. પરંતુ તેમના પિતૃઓએ વંશ સમાપ્ત થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી. આથી શિલાદે તપ શરૂ કર્યું. ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે તેઓ તેમના સંતાન રૂપે જન્મ લેશે. કેટલાક સમય પછી જમીન ખેડતી વખતે શિલાદને બાળક મળ્યું. તેનું નામ નંદી રાખ્યું. પરંતુ મિત્ર અને વરુણ શિલાદ પાસે આવ્યા અને તેમણે નંદી અલ્પાયુ હોવાનું ભાખ્યું. આ વાતની ખબર નંદીને પડી એટલે તે વનમાં ગયો અને મહાદેવની આરાધના કરવા લાગ્યો. તેના આકરા તપથી પ્રસન્ન થઈ ભગવાન શંભુએ તેને અજરઅમર રહેવાનું વરદાન આપ્યું. ભગવાન શંકરે પાર્વતીની સંમતિથી ગણેશ અને પોતાના ગણોની હાજરીમાં નંદીનો અભિષેક કરાવ્યો. આ રીતે નંદી નંદીશ્ર્વર બની ગયા. મરુતોની દીકરી સુયશા સાથે તેમનાં લગ્ન થયા. ભગવાન શંકરનું વરદાન છે કે જ્યાં શિવનું નિવાસ હશે ત્યાં નંદીનું નિવાસ હશે. 

નંદીનો અર્થ પ્રસન્નતા પણ છે. 

ટ્ટમળ્રૂળર્વૈ ર્ણૈાધ્ડટળજ્ઞ ્રૂશ્ર્નપળધ્ણડણિળધ્પ લૂફજ્ઞશ્મફ 

ટશ્ર્નપળટ્ર ટ્ટમર્ળૈ ડજ્ઞમપળણર્ધ્ડૈ ણપળરુપ ઘઉંડશ્મિફપ ॥

- રુયમક્ષૂફળઞ યટ્યર્ત્લૈરુવટળ ૬/૪૫

એટલે કે નંદીના દિવ્ય સ્વરૂપને જોઈ શિલાદ મુનિએ કહ્યું કે તમે પ્રગટ થઈ મને આનંદિત કર્યો છે. આથી હું આનંદમય જગદીશ્ર્વરને પ્રણામ કરું છું. 

આધ્યાત્મિક રીતે જોઈએ તો, નંદી પુરુષાર્થ અથવા પરિશ્રમનું પ્રતીક છે. જેમ બળદ કામ કરતા થાકતો નથી તેમ આપણે સતત પુરુષાર્થ કરવાનો છે. ઘણાની દલીલ હોય છે કે હિન્દુ ધર્મ પ્રારબ્ધ અથવા ભાગ્યવાદી બનીને રહી ગયો. પરંતુ તેવું નથી. નંદી હોય કે ભગવદ્ ગીતા, દરેકમાં કર્મ અથવા પુરુષાર્થનું મહત્ત્વ સમજાવાયું છે. ભાગ્યનો સહારો તો માત્ર માનસિક સાંત્વના માટે જ લેવાનો છે. નંદી એ શિવનું વાહન છે. જે રીતે નંદી એ શિવનું વાહન છે તેમ આપણું શરીર (નંદી) એ આપણા આત્મા (શિવ)નું વાહન છે. જેવી રીતે મંદિરમાં બેસેલા નંદીની દૃષ્ટિ સતત શિવ સમક્ષ હોય છે તેમ આપણા શરીરની દૃષ્ટિ પણ સતત શિવ તરફ જ હોવી જોઈએ. ભગવાન શિવે તેને ધ્વજમાં પણ સ્થાન આપ્યું છે. એટલે શિવને વૃષભધ્વજાય કહેવાય છે. શિવ પંચાક્ષર સ્તોત્રમાં આ પંક્તિઓ આવે છે:

રુયમળ્રૂ ઉંળેફિ મડણળફ્ઘર્મૈૈડ લુ્રૂળૃ્રૂ ડષળદ્વમફણળયઇંળ્રૂ 

હિ ણબિર્ઇંૈછળ્રૂ મૈરધદ્યઘળ્રૂ ટશ્ર્નપે રુય ઇંળફળ્રૂ ણર્પીં રુયમળ્રૂ ॥

અર્થાત્, હે ધર્મ ધ્વજધારી (અહીં વૃષભને ધર્મ કહેવાયો છે), નીલકંઠ, શિ અક્ષર દ્વારા ઓળખાતા મહાપ્રભુ, તમે જ દક્ષના દંભ યજ્ઞનો નાશ કર્યો હતો. માતા ગૌરીના કમળ સમાન મુખને સૂર્ય સમાન તેજ પ્રદાન કરનારા શિવ આપને નમસ્કાર છે. પ્રભુ શંકરે સૌથી ઊંચા સ્થાન પર નંદીને આસન આપ્યું છે અને આ રીતે તેની ધાર્મિક આધ્યાત્મિક મહત્તા સ્થાપિત કરી છે. 

નંદી એટલે આખલો. બળદ નહીં. બળદ અને આખલા વચ્ચે શારીરિક તફાવત એ કે બળદને ખસી કરાયેલી હોય છે. એટલે મંદિરમાં જે નંદી હોવો જોઈએ તે આદર્શ રીતે વૃષણ સાથે હોવો જોઈએ અને મંદિરમાં જતી વખતે આ વૃષણને સ્પર્શ કરીને જવાનું છે. પરંતુ હવે સંકોચવશ આ વૃષણ નંદીની પ્રતિમામાં હોતાં નથી. આ ઉપરાંત નંદીના બે શૃંગને સ્પર્શ કરવાનો છે. નંદીના શૃંગ એ વિવેક અને વૈરાગ્યનું પ્રતીક છે. એ બંને શૃંગ પર જમણા હાથની તર્જની અને અંગૂઠા રાખીને તેની વચ્ચેથી શિવલિંગના દર્શન કરવાના છે. આની પાછળ તર્ક એવો છે જેમ પંખા દ્વારા હવા સર્વત્ર ફેલાય છે જ્યારે નળી દ્વારા હવાનો વેગ વધુ હોય છે તેમ આ રીતે તર્જની અને અંગૂઠાથી શિવલિંગના દર્શન કરવાથી શિવલિંગમાંથી આધ્યાત્મિક ઊર્જાનું પ્રક્ષેપણ વધુ થાય છે. આ ઉપરાંત નંદીની આગળ રહીને શિવલિંગના દર્શન ન કરવા જોઈએ પરંતુ નંદીની એક બાજુ રહીને દર્શન કરવા જોઈએ. તેની પાછળ તર્ક અપાય છે કે શિવલિંગમાંથી જે તરંગો નીકળે છે તેનાથી જો તમે તેની સીધી રેખામાં ઊભા હો તો દેહ પર વિપરીત અસર પડે છે. દેહમાં ઉષ્ણતા અનુભવાય છે. જ્યારે નંદીની એકબાજુ ઊભા રહીને દર્શન કરવાથી શિવની શક્તિનું સૌમ્ય શક્તિમાં રૂપાંતર થાય છે. આથી દેહ તેને સરળતાથી ગ્રહણ કરી શકે છે. 

નંદીના કાનમાં મનોકામના કહેવાનો પણ એક ચીલો છે. આની પાછળ ધાર્મિક કથા એવી છે કે એક વાર જલંધર નામનો રાક્ષસ ભગવાન શિવનાં પત્ની દેવી પાર્વતીનું અપહરણ કરી ગયો. ભગવાન શિવ તો તપમાં લીન! તેમની સમાધિનો કોણ ભંગ કરી શકે? અને જે કરવા જાય તેના કામદેવ જેવા હાલ થવા પૂરી સંભાવના. દેવો તો ગભરાઈ ગયા, આ કામ કરવા કોઈ તૈયાર ન થાય. છેવટે ભગવાન ગણેશ તૈયાર થયા. ગણેશજીએ પિતાજીને સમાધિમાંથી જગાડવા પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયા. છેવટે તેમને વિચાર સૂજ્યો. શિવજી સામે બેઠેલા નંદીના કાનમાં તેમણે વાત કહી. નંદીએ શિવજીને જગાડ્યા. આથી લોકો પોતાની મનોકામનાને ભગવાન શિવ સુધી પહોંચાડવા નંદીના કાનમાં એ મનોકામના કહે છે. 

દરેક શિવ મંદિરમાં શિવલિંગની બરાબર સામે નંદીની પ્રતિમા હોય જ છે. આંધ્રપ્રદેશના લેપાક્ષી ગામ, જ્યાં રામાયણ કાળમાં શ્રી રામ જટાયુને મળ્યા હોવાનો ઉલ્લેખ છે, ત્યાં મંદિરથી ૨૦૦ મીટર દૂર નંદી ૪.૫ મીટર ઊંચો અને ૮.૨૩ મીટર લાંબો છે. નંદીની આ પ્રતિમા ભારતમાં નંદીની સૌથી મોટી પ્રતિમા પૈકીની એક મનાય છે. આવી જ વિશાળ નંદીની પ્રતિમા તમિલનાડુના બૃહદેશ્ર્વર મંદિરમાં પણ છે. તે ૪ મીટર ઊંચો અને ૪.૯ મીટર લાંબી છે. કર્ણાટકના ચામુંડી હિલ્સમાં નંદીની પ્રતિમા ૪.૯ મીટર ઊંચી અને ૭.૬ મીટર લાંબી છે. 

પરંતુ એક મંદિરમાં નંદીની પ્રતિમા નથી! નાશિકના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરી તટ પાસે કપાલેશ્ર્વર મંદિર દેશનું કદાચ એક માત્ર મંદિર છે જ્યાં શિવલિંગ સામે નંદીની પ્રતિમા નથી! તેની પાછળ કથા એવી છે કે જ્યારે ભગવાન શિવ અને બ્રહ્મા વચ્ચે વિવાદ થયો ત્યારે શિવે બ્રહ્મના પાંચ મુખમાંથી એક મુખ કાપી નાખ્યું અને તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. તેનું 

પ્રાયશ્ર્ચિત કરવા તેઓ ફરતા હતા. તેઓ એક વાર સોમેશ્ર્વરમાં બેઠા હતા ત્યારે તેમની સામે એક ગાય અને એક વાછરડો બ્રાહ્મણના ઘર સામે ઊભા હતા. 

બ્રાહ્મણ વાછરડાના નાકમાં દોરડું નાખવા માગતો હતો. વાછરડો તેને મારી નાખવા માગતો હતો. ગાય કહે, તને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. વાછરડો કહે, મને તેનો ઉપાય ખબર છે. આમ, વાછરડાએ બ્રાહ્મણને શિંગડાથી મારી નાખ્યો. તે પછી વાછરડો કાળો પડી ગયો. તે ચાલવા લાગ્યો. તેની પાછળ પાછળ શિવજી પણ ચાલવા લાગ્યા. અંતે તે ગોદાવરી નદીના રામકુંડમાં આવ્યો. ત્યાં નહાવાથી તેનો કાળો રંગ ચાલ્યો ગયો. શિવજીએ પણ ત્યાં સ્નાન કર્યું અને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવી. ગોદાવરી નદી પાસે એક ટેકરી હતી ત્યાં તેઓ ગયા. આ વાછરડો એટલે કે નંદી પણ ત્યાં આવ્યો. શિવજીએ નંદીને ગુરુ માન્યો. અને તેને પોતાની સામે બેસવા ના પાડી. આ ટેકરી પર આજે જે મંદિર બન્યું છે તેમાં નંદીની પ્રતિમા નથી.

સામાજિક અને આર્થિક રીતે પણ બળદની ઉપયોગિતા છે. જ્યારથી ખેતી થવા લાગી ત્યારથી ગાય અને બળદનું મહત્ત્વ ભારત દેશે સમજ્યું. બળદ માત્ર ખેતીમાં હળ ચલાવવા જ નહીં, પરંતુ એક સમયે પરિવહનનું સાધન હતો. 

બળદ ગાડામાં બેસીને બધા એક ગામથી બીજા ગામ જતા. તેલ કાઢવાનું કામ પણ બળદ કરતા. ઘઉં પીસવાની ઘંટીમાં પણ બળદ કામ કરતા. શેરડીનો રસ કાઢવામાં પણ બળદને જોતરતા. ભારતીય રેલવેએ ૧૬૦ વર્ષ પૂરા થતા ભારતીય રેલવે વિકાસ ગાથા'માં કરેલા ઉલ્લેખ પ્રમાણે, એક સમયે બળદ રેલગાડીને પણ ખેંચતા. આ રેલગાડી મુસાફરોવાળી નહીં પણ જેને માલગાડી કહે છે તે હતી. એન્જિનના અભાવમાં તેને ખેંચતા. વડોદરામાં ગાયકવાડ શાસનમાં આમ થયું હતું. 

કોઈ પણ ઋતુ હોય, ઉનાળો, ચોમાસુ કે શિયાળો- બળદ એની મસ્તીમાં કામ કરે રાખે. વીજળી ચાલી જાય તો એવા સમયે બળદ આજની તારીખે પણ લાગે. બળદના કારણે કોઈ પ્રદૂષણ નહોતું થતું. ડીઝલની જરૂર નહોતી. ડીઝલની જરૂર નહોતી એટલે વિદેશી મુદ્રા પણ બચતી. પહેલાંના સમયમાં અને હજુ પણ ઘણી જગ્યાએ બળદ મરી જાય તો તેની પાછળ એ જ રીતે રોવાય છે જાણે કોઈ સગું મરી ગયું હોય. 

વેદોમાં બળદને ગાય કરતાં પણ વધુ મૂલ્યવાન મનાયાનો કેટલીક જગ્યાએ ઉલ્લેખ છે અને બળદ પાસે કામ કરાવવાના પણ ચોક્કસ નિયમ છે. હળમાં જોતરવા માટે બે નહીં આઠ બળદ હોવા જોઈએ. તો જ તેમની પાસે આઠ કલાક કામ લઈ શકાય. આનો અર્થ એ કે દર બે કલાકે બળદની જોડી બદલવી જોઈએ. બે બળદ સતત બે કલાકથી વધુ કામ ન કરવા જોઈએ. 

ગાય અને બળદની ઉપયોગિતા જોઈને તેમની પૂજા થવા લાગી. બળદને ધર્મનો અવતાર મનાયો છે. સનાતન અથવા હિન્દુ ધર્મમાંથી આ પૂજા વિદેશોમાં પણ ગઈ છે. આથી હિન્દુ ધર્મમાં ગાય અને બળદની હત્યાનું ભયંકર પાપ લાગે છે. તેનું માંસ ખાવું પણ પાપ ગણાય છે. ઈજિપ્તમાં એપિસ અથવા હેપિસ કરીને જે દેવ હતા તે નંદી જ હતા. યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ત્રણેય માટે જે પવિત્ર સ્થળ મનાય છે તે જેરૂસલેમમાં રાજા સોલોમનના મંદિરમાં, એ લોકો મુજબ પવિત્ર પથ્થર (કલ્લાલ) પણ આપણા માટે શિવલિંગ હતો અને મંદિરના બહાર એક કુંડ હતો જેને બ્રેઝન સી કહેવાય છે ત્યાં બાર બળદ મુકાયા હતા. 

પરંતુ શોભા ડે જેવા આપણા તથાકથિત અનેક હિન્દુ બુદ્ધિજીવીઓને આપણી પરંપરા, માન્યતાઓ પસંદ પડતી નથી. તેઓ ગોમાંસ ખાવાની જોરદાર તરફેણ કરે છે, પરંતુ તમિલનાડુની જલિકટ્ટુ પરંપરા તેમને ક્રૂર લાગે છે. જલિકટ્ટુ શું છે? બળદોની લડત. ગોમાંસમાં તો બળદને ક્રૂર રીતે મારી નખાય છે. આ માંસ બે પ્રકારનું હોય છે એક તો ઝટકા અને હલાલ. ઝટકામાં એક જ ઝાટકે પ્રાણીને કાપી નખાય છે જ્યારે હલાલમાં ક્રૂર રીતે તડપાવી તડપાવીને ક્રમશ: મારવામાં આવે છે. આ શું ક્રૂરતા નથી?

સર્વોચ્ચ ન્યાયાલયે જલિકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો છે. તો હમણાં અગ્નિદાહની પદ્ધતિ પણ પર્યાવરણને અનુકૂળ અપનાવવાની વાત કરી છે. આ ઉપરાંત શનિ શિંગણાપુરનો વિવાદ પણ થયો. આ બધી બાબતોને જોતાં ક્યાંક સરકાર અને ન્યાયાલય હિન્દુ ધર્મમાં વધુ પડતી દખલ કરતી હોય તેવી લાગણી જનસામાન્યમાં પ્રવર્તતી રહી છે. જલિકટ્ટુની તરફેણ કરનારાઓ કહે છે કે આ પરંપરા લણણી એટલે કે ખેતીમાં પાક પાકે ત્યારે પોંગલના તહેવાર સાથે મનાવાય છે. આ તમિલનાડુ સંસ્કૃતિનો એક ભાગ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દિવાળી, હોળી, શિવરાત્રિ, શ્રાવણ માસ, નવરાત્રિ વગેરે પર્વો પર સરકાર દ્વારા અથવા કોર્ટ દ્વાર મનફાવે તેવા પ્રતિબંધો મુકાય છે. સેક્યુલર હિન્દુઓ દ્વારા બનાવાયેલા સંદેશાઓ વહેતા થાય છે. પરંતુ કોઈ બકરી ઈદ કે ૩૧મી ડિસેમ્બર નિમિત્તે જે લોહીની નદી વહે કે પ્રદૂષણ થાય અને કામાચાર તેમજ દારૂ-ડ્રગ્સની વિકૃતિઓ ફેલાય છે તેના પર પ્રતિબંધ મૂકવા કે કોર્ટ દ્વારા ચુકાદો અપાવવા તૈયાર નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment