Tuesday, 9 February 2016

[amdavadis4ever] સરન્ડર: હ ત્યારાએ ન જીકથી રિવ ોલ્વર ચલાવ ીને ગોળી છાતીમાં મા રેલી Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સરન્ડર: હત્યારાએ નજીકથી રિવોલ્વર ચલાવીને ગોળી છાતીમાં મારેલી
તરરાષ્ટ્રીય મહિલા જાગૃતિ સંમેલનમાં ગયેલી સંધ્યા દિલ્હીથી દોલતપુર પરત આવી પહોંચી ત્યારે સવારના છ થયા હતા. રજત પાર્કમાં એના બ્લોક નંબર સાતની એણે ડોરબેલ બજાવી, પણ અંદરથી કોઈ પ્રતિભાવ ન આવ્યો. બારણાનું હેન્ડલ ઠપકાર્યું છતાં કોઈ સળવળાટ ન થયો. 'આ વિનોદકુમારેય બહુ ઊંઘણશી છે' બબડતી સંધ્યા બ્લોકના પાછલા બારણે આવી. બારણું ખખડાવવા જ ગઈ ત્યાં તો બારણું ખૂલી ગયું. આથી ગભરાતી શંકા-કુશંકા કરતી અંદર પ્રવેશી. એણે વિનોદ... વિનોદ બૂમ મારી, પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો, પણ જેવી એ બેડરૂમમાં આવી અને જોયું તો એની પર વીજળી પડી, એનાથી એક કારમી ચીસ નંખાઈ ગઈ. સેટી પલંગ પર વિનોદકુમારની લાશ લોહીથી લથબથ પડી હતી. સંધ્યાએ બહાર આવીને કલ્પાંત મચાવ્યો. ખૂન... ખૂન... આસપાસથી લોકો દોડી આવ્યા. નજીકના સિટી પોલીસ સ્ટેશને જાણ કરાઈ.

ચાલીસી વટાવી ગયેલ વિનોદકુમારને સુરતમાં પહેલાં એમ્બ્રોઇડરીનો મોટા પાયે બિઝનેસ હતો, પણ છેલ્લાં બે વર્ષથી એ સુરતથી વતન દોલતપુર આવી ગયો હતો. રજત પાર્કમાં એણે બ્લોક ખરીદ કર્યો હતો. પરિવારમાં પત્ની સંધ્યા જેની સાથે એણે હમણાં જ લગ્ન કર્યાં હતાં, કારણ કે સંધ્યા સાથેના મનમેળના કારણે નારાજ એની પહેલી પત્ની નયના આત્મહત્યા કરી મરી ગઈ હતી. એક પુત્રી રેનુ જે સાસરે હતી તેને તેના પપ્પા સાથે બનતું ન હતું. પોલીસ અધિકારી રાજદેવસાહેબ અને અન્ય સ્ટાફ ફોટોગ્રાફર, ફિંગર એક્સપર્ટ વગેરેએ આવી કાર્યવાહી શરૂ કરી. રાજદેવે વિનોદકુમારની લાશનું નિરીક્ષણ કર્યું. હત્યારાએ તદ્દન નજીકથી રિવોલ્વર ચલાવીને ગોળી બરાબર છાતીમાં મારેલી.

હત્યારા સાથે ઝપાઝપી થઈ હોવાનું માલૂમ પડતું હતું અને એ પરિચિત હોવા જોઈએ એવું રાજદેવે અનુમાન કર્યું, કારણ કે ટિપાઈ પર બે ખાલી મગ પડ્યા હતા. જેના તળિયે કોફી ચોંટેલી હતી. બન્ને મગ એક પોલિથીન બેગમાં લેવાયા. લાશના ફોટોગ્રાફ બાદ અન્ય કાર્યવાહી કરી લાશ પી.એમ. માટે રવાના કરાઈ. સંધ્યાનું નિવેદન લેવાયું. જેમાં એણે સવારથી માંડીને બનેલી ઘટના કહી સંભળાવી. તો સાહેબે એને પૂછ્યું 'મિ. વિનોદકુમારને કોઈ સાથે દુશ્મનાવટ જેવું હતું?' 'ના સાહેબ, અહીં આવ્યા બાદ કોઈ સાથે એની બેઠક જ ન હતી.' 'સારું' કહીને રાજદેવે વિનોદકુમારનો મોબાઇલ લઈ લીધો. પછી એમણે લેન્ડલાઇનમાં કોલર આઈડીમાં જોયું તો રાત્રે 9-30 વાગ્યે એક મોબાઇલથી કોલ આવેલ હતો. એ નંબર સાહેબે નોટ કર્યો.

હવે હત્યારાએ બહુ શિફતતાથી હત્યા કરી હતી, કોઈ નબળી કડી નજરમાં આવતી ન હતી. આથી હત્યારાની તપાસ ક્યાંથી શરૂ કરવી એ જ મુખ્ય સવાલ હતો. એક ખબરીના કહેવા મુજબ સંધ્યાને વિનોદકુમાર વચ્ચે સમ્રાટને લઈને ચકમક ઝરતી હતી. સમ્રાટ એટલે સુરેશ સમ્રાટ મોબાઇલ પોઇન્ટનો યુવાન માલિક તેની સાથે સંધ્યા વધારે છૂટ લેતી હતી. સુરેશને બોલાવી તેની પૂછપરછ થતાં એણે સંધ્યા સાથે દોસ્તીની વાત સ્વીકારી, પણ હત્યામાં એણે અજાણતા દર્શાવી. અંતે રાજદેવને પેલો લેન્ડલાઇનમાં આવેલ કોલનો નંબર યાદ આવ્યો. એમણે તુરંત જ એ નંબર પર કોલ કર્યો, પણ નજીકમાં જ રિંગ રણકી. સાહેબે જોયું તો એક ભાઈ ઓફિસમાં પ્રવેશી રહ્યા હતા. તેના મોબાઇલમાં રિંગ વાગી રહી હતી. સાહેબે એને પૂછ્યું, 'અરે! મેં લગાવેલ આ નંબર તમારો છે?' 'હા સર, હું કેતન મૃતક વિનોદકુમારનો પાર્ટનર, અમારો ધંધો મૂળ એમ્બ્રોઇડરી વર્કનો હતો, પણ હું યાત્રામાં ગયેલ ત્યારે કેદારનાથમાં થયેલ હોનારતમાં ફસાઈ ગયેલ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment