Tuesday, 9 February 2016

[amdavadis4ever] પહેલાં દેશ, પછી સાથી અ ને છેલ્લે પ ોતાની સલામતી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૯૭૧ની નવમી ડિસેમ્બર. સમય રાતે ૮-૪૫ કલાક. દિવના દરિયા કિનારાથી ૭૨ કિલોમીટર દૂર શિકારી ખુદ શિકાર બની ગયો હતો. પાકિસ્તાની સબમરીનને શોધીને નાશ કરવા માટે દરિયામાં સિંહની જેમ ફરતી આઈ.એન.એન. ખુકરી ખુદ જ ટોરપીડોનો શિકાર બની ગઈ હતી. પહેલાં ટોરપીડોથી બચી જવાયું, બીજા બે ટોરપીડોએ પૂરેપૂરો ખંગ વાળી નાખ્યો. ત્રણ મિનિટમાં, માત્ર ત્રણ મિનિટમાં તોંતીગ યુદ્ધ-જહાજની ડૂબવાની શરૂઆત થઈ ચૂકી હતી. 

નૌકાદળમાં રપ વર્ષથી બેદાગ કારકિર્દી ધરાવતા કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા માટે કટોકટીની પળ આવી હતી. મધદરિયે અને ઘોરઅંધારે દુશ્મનની સબમરીન પી.એન.એસ. હંગોર સવાયી સાબિત થઈ હતી અને ત્રણ ટોરપીડો છોડીને એ દરિયાના પેટાળમાં ક્યાંક ભાગી છૂટી હતી. હવે સવાલ હંગોર વિશે વિચાર કરવાનો નહોતો, શક્ય એટલા ભારતીયના જીવ બચાવવાના હતા. 

વધુ ને વધુ માનવ-જીવ બચાવવાનું સૌથી પહેલું પગલું હતું. 'ખુકરી'ને ત્યજી દેવાનું. જહાજને પડેલા ફટકા અને નુકસાનને લીધે એનું ડૂબવું નિશ્ર્ચિત હતું અને એ ઝડપભેર ડૂબવા માંડ્યું હતું. કેપ્ટન મુલ્લાએ તાત્કાલિક પોતાના સેક્ધડ-ઈન-કમાન્ડને આદેશ આપ્યો કે લાઈફ બોટ્સ, તરાપા અને રિંગ (બોયું) દરિયામાં ઉતારવા માંડો. 

સમય કટોકટીનો હતો અને આદેશ કેપ્ટનનો હતો એટલે તાત્કાલિક અમલ થયો. આટલું કામ થઈ ગયા બાદ કેપ્ટન મુલ્લાએ અંગત દેખરેખ રાખીને શક્ય એટલા સાથીઓને ધડાધડ રવાના કરવા માંડ્યા. 

કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ ઈચ્છ્યું હોત તો સૌથી પહેલા અને એકદમ આસાનીથી મોતના પંજામાંથી સલામતપણે છટકી શક્યા હોત. એમના જેવા અનુભવી અને જાંબાઝ ઓફિસરની જિંદગી દેશને વધુ કામ લાગી હોત પણ પોતાના ખમીર, દેશપ્રેમ અને ફરજને લૂણો લાગવા દેવા એ માણસ રાજી નહોતો. ઘણાં સહકારી અને સાથીદારો કેપ્ટનના મનની વાત સમજી ગયા હતા એટલે તેઓ જહાજ છોડીને જવામાં અચકાતા હતા. પણ આવા ર૪ જણાંમાંથી છને તો તેમણે પરાણે મોકલી દીધા. પોતાનું લાઈફ જેકેટ પણ તેમણે એક ખલાસીને આપી દીધું હતું. 

કેપ્ટન મુલ્લા જાણતા, માનતા અને દિલથી સ્વીકારતા હતા કે પહેલા પોતાના એક-એક સાથીનો જીવ બચાવવો જોઈએ અને એ પોતાની જવાબદારી છે. આથી મક્કમપણે તેમણે જહાજ પરના કુલ ૨૩૫ ખલાસીમાંથી ૬૧ને તો બચાવી લીધા. 

આ ઘટનાના સાક્ષીઓની જુબાની મુજબ તો પોતે સલામત હોવાનાં ભ્રમમાં રાચતા કેટલાંક ખલાસી તો લાઈફ જેકેટ અને લાઈફ બોટની મદદ લેવાનો નનૈયા ભણતા હતા એમને કેપ્ટન મુલ્લાએ રીતસર ધક્કા માર્યા હતા. આ બધું કરતી વખતે કેપ્ટન ખુદ ઈજાગ્રસ્ત હતા, માથા પરથી લોહી વહી રહ્યું હતું, પણ મગજ પર ફરજ સવાર હોવાથી આ ઈજાની પીડા અનુભવવાનો સમય નહોતો.

શક્ય એટલાને બચાવી લીધા નિરાંતે બેસવાને બદલે કેપ્ટન મુલ્લા ફરી જહાજના ઉપરના ભાગમાં આવ્યા. તેઓ ચકાસી રહ્યાં હતા કે હવે કઈ રીતનું બચાવ કાર્ય થઈ શકે એમ છે. કેપ્ટન મુલ્લા એક કડવી હકીકત જાણતા હતા કે મોટાભાગના ખલાસીઓ બચી શકવાના નથી. આનું પારાવાર દુ:ખ હતું તેમને. પરંતુ આ સાથે તેમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યને લીધે એક વાત દૃઢપણે માનતા હતા કે મારા સાથીઓ દરિયાના ખારા અને કાળા ડિબાંગ પાણીની કબર ભણી આગળ વધતા હોય ત્યારે સ્વ-બચાવનો વિચાર સુધ્ધાં પાપ ગણાય પાપ. આ ગુણોએ જ તેમને સામાન્ય અને પામર માનવીથી અલગ પાડ્યા અને મૂઠી ઊંચેરા સાબિત કર્યા. કેપ્ટન મુલ્લાના સિદ્ધાંત અને પ્રાથમિકતા તો જુઓ સૌથી પહેલા દેશ, પછી સાથીઓ અને છેલ્લે પોતાની સલામતી. શક્ય એટલાને બચાવી લીધી બાદ મહેન્દ્રનાથ મુલ્લા પોતાની કેપ્ટનની ખુરશી તરફ ગયા. જળસમાધિ લઈ રહેલાં જહાજમાં પોતાના ખુરશી પર બેઠેલા નાથસાહેબે માનવી અને કેપ્ટન તરીકેની ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી. તેમણે નૌકાદળની ઉચ્ચ પરંપરા નિભાવી જાણી હતી. સાથોસાથ દુશ્મનના જીતના અટ્ટહાસ્યને પણ ફિક્કું પાડી દીધું હતું. એમની ભવ્ય શહાદતે શત્રુની જીતને સાવ ઝાંખી પાડી દીધી હતી. તેમના જીવનની જેમ મોત પણ અનુકરણીય બની ગયું. આ કટોકટી ભારતીય નૌકાદળના ઉચ્ચત્તમ આદર્શ, નિસ્વાર્થપણા અને નિડરતાને ઉચ્ચત્તમ સ્તરે લઈ ગયા. 

મહેન્દ્રનાથ મુલ્લાની શહાદત બાદ ભારતીય નૌકાદળનો કોઈ કેપ્ટન ડૂબતા જહાજ અને સાથીઓ સાથે જીવતેજીવ અને હસતે મુખે જળ સમાધિ લીધાની ઘટના બની નથી. ફરજ બજાવ્યાના પરમ સંતોષ સાથે તેઓ પાણીમાં ગરકાવ થતાં હશે, ત્યારે પત્ની સુધા અને દીકરી અમૃતા સહિતના સંતાનોની ફિકર કરવાને બદલે દેશનો જ વિચાર નહીં કરતા હોય? તેમણે સાથી જવાનોને જીવવાની જ નહીં, મરવાની રીત-રસમ પણ શીખવી. 

કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા માટે મરણોત્તર મહાવીરચક્ર જાહેર થયું હતું, પણ લશ્કરી તજજ્ઞોના મતાનુસાર આ પરમવીર ચક્રને લાયક ઉત્કૃષ્ટ મામલો હતો. 

ભારતે પાકિસ્તાન સામેનું ૧૯૭૧નું યુદ્ધ તો જીતી લીધું એટલે આઈએનએસ ખુકરીની જળસમાધિનું કે કેપ્ટન મુલ્લાની શહાદતની અવગણના ન થઈ શકે. 

આઈ.એન.એસ ખુકરીના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ પોતાની ટીનએજર દીકરીને વિચારતા કરી મૂકે એવી વાત કહી હતી કે શહાદત કંઈ વિકલ્પ નથી. 

થેન્ક્યુ વેરી મચ કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, વી આર પ્રાઉડ ઓફ યુ સેલ્યુટ સર.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment