Thursday, 25 February 2016

[amdavadis4ever] નારી ધરમ ના આટાપાટ ા પાર કરત ી કિશોરીઓ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કહેવત છે પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુના બારણામાંથી પુત્રીની અહીં વાત જ નથી એ જન્મે ત્યારથી સીધી કે આડકતરી રીતે એને પત્ની બનાવવાની તાલીમ શરૂ થાય એથી જ તો આજે પણ બેચાર ટકાને છોડો તો હજી છોકરીઓના પોષણ, આરોગ્ય, અભ્યાસ, મનોરંજન, રમતગમત વગેરેમાં ઓછું રોકાણ થાય છે. લગ્ન થાય કે એ નિરીક્ષણ હેઠળની વ્યક્તિ. એ શું કરે છે, કેવી રીતે બોલે છે, ઘરકામ બરાબર કરે છે કે નહીં એ બધું જ નિરીક્ષણ હેઠળ. કદાચ એવું હશે કે મોટો થઇને પોતાના પરિવારનું ધ્યાન રાખશે કે નહીં અને એની પત્ની પરિવારની ચાલી આવતી પરંપરાઓમાં બંધ બેસતી થઇ એ જ ધરેડમાં ગુંથાઇ જશે કે એની પોતાની કોઇ ઇચ્છાઓ હશે એ ચિંતાઓને કારણે આવી કહેવત રચાઇ હશે. આપણે પણ જોયા સમજ્યા વગર અને એ કહેવત પાછળના હેતુ જોયા વગર એવી કોઇપણ કહેવત દોહરાવ્યા કરતા હોઇએ છીએ. દા.ત.'ઘર કી મુર્ગી દાલ બરાબર પોતાના ઘરની વ્યક્તિ સારી બાબતોનું અવમૂલ્યાંકન થાય ત્યારે લોકો બોલતા હોય છે કે બહારની, કોઇકની કે કોઇની આપેલી કે ખરીદીને ખાધેલી મરઘી સ્વાદિષ્ટ લાગે પણ પોતાના ઘેર પાળેલી કે ઊછરેલી કે રાંધેલી મરધી તો સાવ દાળ ખાતા હોય એટલી સામાન્ય લાગે, મરઘી શું ઇંડાને પણ અડવા તૈયાર ન હોય અને 'દાળ બગડી તેનો દિવસ બગડ્યો જેવું એમનું ભોજન હોય તે પણ ઘરની મુર્ગી (સાવ) દાળ જેવી એમ કહે તો કેવા શોભે?આજના જમાનામાં બણેલી ગણેલી વહુ પોતાનાં અરમાનો લઇને આવી હોય ત્યારથી પોતાના સ્વાર્થની દૃષ્ટિએ એનાં લક્ષણો જોવાની લેબોરેટરી એ ક્યા ઘરને શોભે?

બીજી બાજુએ પુત્રનાં લક્ષણ નિરખનારાં માબાપ દીકરીની ઘણી ટેલન્ટની અવગણના કરે છે. હજી હમણાં જ એક અદ્ભુત ગાનાર ગૃહિણી વિશે સાંભળ્યું એમને તો ઘર સાસરિયાંનો સારો સપોર્ટ છે અને એ પોતાની પ્રવૃતી પોતાની રીતે આગળ વધારે છે, પિયરમાં પણ એ લાડકી દીકરી જ હતી અને સારો ઉછેર મળેલો. એક વાર એક કુંટુબીજને કહ્યું કે દીકરીની તરક્કી જોઇને એના પિતાએ કહેલું કે અરેરે, આ છોકરી નાની હતી ત્યારથી જ ઘરમાં પણ ગાતી'તી ને એને જબરો શોખ હતો પણ મેં ક્યારેય એવી નોંધ ન લીધી કે એ કેટલી બધી ટેલેન્ટેડ છે. 

હમણાં મારી એક યુવાન સાથી નાનકડી પુસ્તિકા તૈયાર કરે છે. એને એવું લાગે છે કે ક્ધયાઓ અને નવયુવાન સ્ત્રીઓનાં પ્રેરણાદાયક મોડેલો હોવા જોઇએ, દર વખતે અતિ મહાન વ્યક્તિઓનાં ઉદાહરણો આપવા ઠીક નથી. એટલે ઊંચે તો ક્યાંથી પહોંચવું એમ લાગે તો છોકરીઓ ત્યાં જવા પ્રયત્ન જ ન કરે. એણે એવી કહાણીઓ પસંદ કરી જેમાં કોઇ છોકરીએ જીવન માટે એક સપનું જોયું હોય અને એને સાકાર કરવા ટીનેજર તરીકે જ કામ શરૂ કર્યું હોય. કાંઇ નહીં તો બાળકલાકાર તરીકે એણે કમાણી કરીને કુટુંબને મદદ કરી હોય, કે પછી ભેગાં મળીને કોઇ સત્કાર્ય શરૂ કર્યું હોય. આ નાનકડી કથાઓમાં એક તો એવી કથા છે કે એક છોકરીએ પંદર વર્ષ ની ઉંમરે તો છોકરીઓને વિરીલ શીખવા માટેની સંખ્યા પણ ઉભી કરી દીધેલી. એક કથા રઝિયા પટેલની છે. હવે ડૉ. રઝિયા પટેલ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનમાં અત્યારે એસોસિએટ પ્રોફેસર છે અને તાલીમ, સંશોધન વગેરે કામ કરે છે, એ પોતે મરાઠીભાષી છે અને એમનું મૂળ લેખન બધું મરાઠીમાં છે. રઝિયાના પિતા ભણેલા અને કાંઇક સુધારક વૃત્તિના જો કે આસપાસના સામાજિક અને પારિવારિક વાતાવરણનું શું? ડગલે ને પગલે આવતાં બંધનો અને નિેષેધોથી રઝિયા ત્રાસે આમ કે ? જાણીતું છે કે દુનિયાની સૌથી મોટી આપણી લોકશાહીમાં પરિવાર કે નાતજાતની કક્ષાએ જબ્બર વડીલશાહી ચાલે છે. લોકશાહીને શોભે તેવું લિબરલ વાતાવરણ, વ્યક્તિ માટે મોકળાશ વગેરે મળતી નથી. પોતાના કામને પોતાની ઇચ્છાને અનુમોદન ન મળે તે જ વ્યક્તિ તરીકે માણસને ગુંગળાવે છે તો ખુલ્લો વિરોધ તો કેટલું બધું અકળાવે? રઝિયાને ઘરે મરાઠીનું જાણીતું સમાજવાદી માસિક "સાધના આવતું. આ 'સાધના' પ્રકાશનમાં સામાજિક સંદર્ભે સુધારક લખાણો આવે, સમાનતાના હકોની ચર્ચા થાય. તેર-ચૌદ વર્ષની વયે રઝિયાએ એના તંત્રીને પત્રો લખી જવાબ માંગ્યા કે તમે શું કહો છો? આ બધું કેવી રીતે ચાલી શકે અને કઇ રીતે એને મીટાવાય. હજી તો રઝિયા પોતે વિદ્યાર્થીકાળમાં હતી ત્યાં તો એના પત્રો મરાઠી કિશોરભારતી પાઠ્યપુસ્તકમાં એક પાઠ તરીકે લેવાઇ ગયેલા!!

એકવાર મહારાષ્ટ્રના એક નાનકડા શહેરમાં એક મૌલવી કે ઇમામે ફતવો કાઢેલો કે મુસ્લિમ સ્ત્રીઓએ ફિલ્મ જોવા જવાનું નહીં. સિનેમા ને ટી.વીમાં શયતાનનો વાસ છે અને સ્ત્રીઓએ તો ખાસ એમનાથી દૂર રહેવું જોઇએ એવી એમની વાહિયાત માન્યતા હશે. નવલકથા વાંચીએ તો મગજ ફરી જાય એટલે એ ન વાંચવી એવી પણ આપણે ત્યાં એક જમાનામાં માન્યતા હતી. અહીં તો ફતવો કાઢનારે પુરુષોને બાકાત રાખેલા જાણે કે એમનામાં કોઇ શયતાની તત્ત્વ ઘૂસી જ ન શકે અને યુવાનો જાણે કે બહેકી જાય જ નહીં. રઝિયા ત્યારે સત્તર વર્ષની. મુસ્લિમ સ્ત્રીઓ બપોરના શોમાં ફિલ્મ જોવા જાય તો એમની જ કોમના યુવાનો પથ્થરો મારે હવે શુું કરવું? આ બહેનો પાસે મનોરંજનનાં અન્ય કોઇ સાધનો તો હતાં નહીં. રઝિયાને આ બધું જોઇ સાંભળીને ભારે ચીડ ચડી. એણે ચાલીસ પચાસ સ્ત્રીઓને ભેગી કરી, કોઇ બુરખાવાળી તો કોઇ બુરખા વગરની, કોઇ સાથે બાળક લાવી, કોઇ એકલી આવી પણ આ સ્ત્રીઓની શૂરવીરતા પણ ઓછી ન કહેવાય, રઝિયાએ કદાચ પોલીસને જણાવ્યું પણ હશે, પેલા પોરિયાઓ ઊભેલા ખરા પણ ધમાલ ઓછી થઇ. રઝિયા ધરાર પેલી બહેનોને સિેનેમાગૃહે લઇ ગઇ. મરાઠી કે અંગ્રેજી અખબારોએ આ ઘટનાને આવકારી. પેલો ફતવો પણ પાછો ખેંચાઇ ગયો. આ જ અરસામાં રઝિયા જય પ્રકાશ નારાયણની પ્રેરણાથી અસ્તિત્વમાં આવેલી છાત્ર યુવા સંઘર્ષવાહિનીમાં સામેલ થઇ. ભારતનાં ઘણાં રાજ્યોમાં કામ કર્યું. ૧૯૮૦માં નારી આંદોલન મોટે પાયે આરંભાયું ત્યારે આ 'વાહિની' તેનો એક ભાગ હતી. તે સમયે રઝિયાને મળવાનું બનેલું. કેળવણીકાર જે.પી. નાઇક અને ચિત્રા નાઇક સંસ્થાપિત શિક્ષણ સંસ્થામાં પુણેમાં આજે તે સક્રિય છે. પીએચ.ડી. પૂરું કરેલું છે અને તળના પ્રશ્ર્નો સાથે સંકળાઇને એ અભ્યાસો પ્રગટ કરે છે. 

પોતે સક્રિય કઇ રીતે બને તે માટે આવી વ્યક્તિઓના સમયમાં સામાજિક અને રાજનૈતિક વાતાવરણ પોષક છે કે ઘાતક તે પણ મહત્ત્વનું હોય છે. અવળા પ્રવાહે તરવું આકરું છે પણ થોડીઘણી પણ તક મળે તેમ હોય ત્યારે પણ પ્રયત્ન ન કરવા તે તો છીએ ત્યાં જ બેસી રહેવાનું બાયલાપણું અને આળસ છે. હિટલરશાહી છાઇ હોય ત્યાં ખપી જવું ઠીક નથી. એવા કાળમાં છોકરીઓ ઉપર આવી ન શકે ને આવે તો એ અવળા રસ્તાના જોરાતાઓ હેઠળ કામ કરતી થઇ જાય. 

અમૃતા ડે એટલે પેલી યુવાન સાથી જે આવી પ્રેરણાદાયક કથાઓ ઝૂંપડપટ્ટીવાસી ક્ધયાઓ માટે તૈયાર આવી કરતી હતી. તેને મદદ કરવામાં આવી એક કથા હાથ લાગી. એ પણ આપણા જ દેશની છે. રઝિયા વિશે તમને ગૂગલ પરથી માહિતી મળશે. આ સિવાય ઘણાં મેગેઝિનો એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી પ્રકાશનો થાય છે. છાપાં અને સામયિકોની કેટલીક મર્યાદાઓ હોય, એમણે સરકારી નીતિ, માલિકોની મરજી અને સમાજનાં મુખ્ય પ્રવાહોને સંભાળી લેવા પડે. જાહેર ખબરો ન મળે તો પેપર ક્યાંથી ચાલે? આ એક ખર્ચાળ માધ્યમ છે. જાહેરખબરો અમુક વિષયો ઉપર અને અમુક રીતેનાં લખાણો પસંદ કરે. ખાવાની વાનગીઓ વાળું પાનું કૂકર કે મસાલાવાળા જેવાની જા.ખ માટે સારાં વગેરે ઇ માધ્યમમાં છૂટ વધુ મળે. મુખ્ય અખબારો અવગુણે એ વિષયો અને મુદ્દાઓ અહીં કેન્દ્રમાં હોય. આવાં અનેક પ્રકાશનો ઇન્ટરનેટ પર જોવાં મળે,રસ હોય તો થોડો સમય ત્યાં આપવા જેવો છે. એક પ્રકાશન છે (ૂય ક્ષયૂત) વિમેન્સ ઇલેક્ટ્રોનિક સમાચાર કે એવું કાંઇક હશે. સ્ત્રીઓ નહીં પણ છોકરીઓ વિશે શું સામગ્રી મળે છે તે જોવા હું આ પર ગઇ. દિલ્હીમાંથી પણ વિમેન્સ ન્યૂઝ સર્વિસ નામની સમાચાર સંસ્થા છે જે મહિલાઓ અને વિકાસને લગતાં સમાચાર ભેગાં કરી તેમનું વિતરણ કરે છે, સ્વપ્ના મજુમદાર નામની દિલ્હી સ્થિત સ્વતંત્રપણે કામ કરતી પત્રકાર વિ ન્યૂઝ કે બીજાં માટે કિશોરી કથાઓ અથવા તો મહિલા કથાઓ શોધી શોધીને છાપે છે. એક કથા 'પુત્રીનાં લક્ષણ તક મળે ત્યારે દેખાય'ની શ્રેણીમાં આવે. 

જંગલો કપાય અને પીડિત આદિવાસીઓ શહેરની ફૂટપાથો પર વસે અને બાંબુની પતરીઓમાંથી ટોપલા અને નાના ટેબલ વગેરે બનાવી રોટલો રળવા મથામણ કરે એ કોણે નથી જોયું? કર્ણાટકમાં કોરાગા નામની આવી જનજાતિ છે જેમને ત્યાં સમાજે અસ્પૃશ્ય તરીકે માને. આમ તો આદિવાસીઓને જ્ઞાતિ ન હોય પણ કદાચ વધુ વસવાટમાં આવું બન્યું હશે. કોરાગા અંજલ પ્રણાલી હતી. આમાં સવર્ણોનો એઠવાડ કોરાગાઓએ ખાવાનો અને તેમનાં ઊતરેલાં કપડાં પણ ફરજિયાત રીતે પહેરવાનાં આમ કરવાથી પેલાઓનાં પાપ અને દુર્ભાગ્ય કોરાગાઓ ઉપર ઊતરી જાય અને પોતે મુક્ત થઇ જાય એવી સવર્ણોની માન્યતા, આવામાં કોરાગા શિક્ષણ કેટલુંક પામે? દસમીમાં આવે તે અગાઉ સવિતાનાં મા-બાપ મરી ગયાં અને નાનાા ભાઇને સંભાળવા સવિતાએ શાળા છોડી સદ્નસીબે આગળ જતાં એક એવી બિનસરકારી સંસ્થા જોડે એનો સંપર્ક થયો જેણે એને પોતાની જ જાતનાં બાળકો શાળામાં રહે તે માટે એને કામ આપ્યું ને જોડાજોડ મેટ્રિકની પરીક્ષા આપવા પ્રેરણા આપી. સરકારી મદદ પણ અપાવી. સવિતા તો સડસડાટ સરસ પાસ થઇ ગઇ. ઉડિપીમાં કોરાગા ફાઉન્ડેશન જોડે રહીને પેલી અંજલ પ્રથા પણ બંધ કરાવી. કોલેજ તો પૂરી કરી પણ મેંગલોર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રાધ્યાપક પણ બની ગઇ છે. કોરાગાઓને માર્ગદર્શન આપે છે અને હવે પીએચ.ડી નો અભ્યાસ કરે છે જેમાં કોરાગા કોમમાં મહિલાઓ વિશે પણ અભ્યાસ કરશે. કર્ણાટક સરકારે સવિતા ઉપર આઠ મિનિટની ફિલ્મ બનાવી છે જે શાળાઓમાં બધાં વર્ગોમાં બતાવાશે. 

પહેલેથી પોતાનું નેતૃત્વ દાખવનાર અને સમાજ ઉપર પ્રભાવ પાડનારી ક્ધયાઓની વાત નોંધતા હજી હમણાં જ આવેલી ફિલ્મ નિરજા યાદ આવે છે. બાવીસ ત્રેવીસની વયમાં એણે ભડવીર જેવું કામ કર્યું, નિષ્ફળ લગ્નજીવનને પાર કરી ગઇ અને મોડેલિંગ તેમ જ એરહોસ્ટેસના કામ કરી આત્મનિર્ભર બની એની વિમાન કંપનીએ આપેલાં વિશેષ વળતરની રકમ એના પરિવારે નિરજા ભાણોત બહાદુરી એવૉર્ડ જાહેર કરેલો છે જે એવી મહિલાઓને અપાય છે જેમણે અંગત અને જાહેર જીવનમાં સ્ત્રીક્ષેત્રે કાંઇ વિશેષ પ્રદાન આપ્યું હોય, સૌ પ્રથમ નિરજા ભાણોત એવૉર્ડ મુંબઇના એડ્વોકેટ ફલેવિયા એગ્નિસને મળેલો કેમ કે એમણે જાતઅનુભવને પાર કરી સમાજમાં ઘરેલુ હિંસા વિરુદ્ધ જેહાદ ઉઠાવેલી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment