Friday, 12 February 2016

[amdavadis4ever] નવ રત્નોન ે એક સૂત્ર ે બાંધી ન શકો તો...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બિરજુ મહારાજે થોડા દિવસ પહેલાં જ ૭૮ વર્ષ પૂરાં કર્યાં. ૧૯૩૮ની ૪થી ફેબ્રુઆરી એમનો જન્મ દિવસ. આ ઉંમરે પહોંચવામાં નસીબદાર પુરવાર થયેલાઓમાંના દસ ટકાઓએ તો બેઉ ઘૂંટણની ઢાંકણીઓ બદલાવી લેવી પડી હોય. બીજા વીસ ટકાઓએ આર્થરાઈટિસ કે અન્ય તકલીફોને લીધે લાકડી વાપરવી પડતી હોય. બીજા વીસ ટકાઓને ડાયાબીટીસને કારણે ચાલવામાં તકલીફ થતી હોય. બાકી જે પચાસ ટકા રહ્યા તેઓ સ્વસ્થતાપૂર્વક ચાલી શકે છે એવા સંતોષમાં જીવે છે. આમાંથી એવા કેટલા જેઓ આ ઉંમરે પણ નૃત્ય કરી શકે, સ્ટેજ પર પરફૉર્મ કરી શકે. આવા ગણ્યાગાંઠ્યા નસીબદારોમાં પંડિત બિરજુ મહારાજનો સમાવેશ થાય એની ખાતરી ૮ ફેબ્રુઆરીના સોમવારે ષણ્મુખાનંદ હૉલના કાર્યક્રમમાં થઈ.

પ્રોગ્રામની ક્લાઈમેક્સના તબક્કે પંડિત બિરજુ મહારાજે ઉસ્તાદ ઝાકિર હુસૈનનાં તબલાંની સંગતે કથક નૃત્ય કર્યું. પ્રસંગ હતો જગજિત સિંહની ૭૫મી જન્મજયંતીનો. ચિત્રા સિંહના નેજા હેઠળ નવા ગઝલ ગાયકોને તેમ જ સંગીતની દુનિયામાં કોન્ટ્રિબ્યુશન કરનારા સૌ કોઈને પ્રમોટ કરવા માટે જગજિતના અવસાન પછી જગજીત સિંહ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ વર્ષથી નક્કી થયું કે દર વર્ષે ૮ ફેબ્રુઆરીએ આવતી એમની જન્મતિથિ નિમિત્તે જગજિત સિંહ મ્યુઝિક ફેસ્ટિવલ યોજવો. આ પહેલા કાર્યક્રમમાં પંડિત બિરજુ મહારાજ અને ઉસ્તાદ ઝાકિર હુસૈન ઉપરાંત પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ વાંસળીવાદન દ્વારા જગજિતજીને અંજલિ આપી. સુરેશ વાડકર, સોનુ નિગમ અને હરિહરને પોતાના કંઠ દ્વારા જગજીતજીનું સ્મરણ કર્યું. વાયોલિનવાદક દીપક પંડિત તથા પરકશનિસ્ટ રણજિત બારોટે પણ સંગત કરી.

જગજિત સિંહ વિશે બહુ લખાયું છે, આ કૉલમની બેઉ સિઝન દરમ્યાન એક કરતાં વધારે વાર એમના વિશે લખવાનો મોકો ઝડપી લીધો છે. દુનિયાભરમાં પથરાયેલા એમના લાખો ચાહકોમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે. પણ જગજિત સિંહ ફાઉન્ડેશનના બૅનર હેઠળ જે કોઈએ આ આયોજન કર્યું તે એમના નામને - એમની યાદને શોભે તેવું નહોતું.

વિચાર કરો કે અકબરના દરબારમાં શોભે એવા નવ રત્નો સમાન સંગીતના આ તમામ મહારથીઓ જ્યારે એક જ મંચ પર ભેગા થાય ત્યારે એ સાંજ કેટલી યાદગાર બની જવી જોઈએ. આમાંના દરેકે દરેક સંગીતકાર/ગાયક એકલે હાથે ષણ્મુખાનંદમાં ત્રણ - પોણા ત્રણ હજારનું ઑડિયન્સ (ટુ બી પ્રિસાઈસ ૨,૭૬૩ બેઠકો) ખેંચી લાવે એવી એમની કૅપેસિટી. આટલા મોટા ઑડિટોરિયમના ભાડાના અને એને ભરવા માટે કરવી પડતી જાહેરખબરોના તોતિંગ ખર્ચાને પહોંચી વળવા નૅચરલી ટિકિટની કિંમત પણ એવી જ હોવાની. મોટા મોટા સ્પોન્સર્સ હોવા છતાં આ જે કળાકારોનાં નામ લખ્યાં તે બધાનું પ્રોફેશનલ રેમ્યુનરેશન કંઈ એ સ્પોન્સરશિપમાંથી ન નીકળે. જગજિત સિંહ સાથેના દાયકાઓના સંબંધને લીધે, એમની કળા પ્રત્યેના અમાપ આદરને કારણ આ સૌ આવતા હોય છે. આયોજકો નસીબદાર કહેવાય કે આવી ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે એમની પાસે આટઆટલાં મોટાં નામ ભેગાં થયાં.

બિરજુ મહારાજને નૃત્ય કરતાં જોઈને જેમ પ્રેરણા મળે એમ આ તમામ કલાકારોના પરફોર્મન્સથી પ્રેરણા મળે. વર્ષોની આરાધના, તપશ્ર્ચર્યા પછી આ સૌ અત્યારે જે ઊંચાઈએ છે તે જગ્યાએ પહોંચ્યા છે.

આમ છતાં કાર્યક્રમમાં કોઈ ભલી વાર ન હોય ત્યારે એ માટે આયોજકોને જવાબદાર ગણવા પડે. થોડોક વાંક ષણ્મુખાનંદ હૉલના સંચાલકોનો પણ ખરો.

જગજિત સિંહની યાદમાં ઉજવાઈ રહેલા કાર્યક્રમમાં એમને કેન્દ્રમાં રાખવાના હોય. એને બદલે કાર્યક્રમની શરૂઆત દીપક પંડિત અને રણજિત બારોટના ધડામધુડમ ફયુઝન મ્યુઝિકથી થઈ. શું આશય હશે આનો? ભગવાન જાણે. સૂટબૂટ ટાઈમાં સજ્જ થયેલા અંગ્રેજી ભાષી કૉમ્પેયર કાર્યક્રમના સંચાલકને બદલે મૅનેજમેન્ટના ક્ધસલ્ટન્ટ જેવા વધારે લાગતા હતા. કોઈ ઊંડાણ વિનાના રેલવે પ્લેટફોર્મ પર થતા અનાઉન્સમેન્ટ જેવી જાહેરાતો કરવા માટે, આવા સંગીત કાર્યક્રમના આયોજકોને બીજું કોઈ જાણકાર ન મળ્યું? હરિહરનનું નામ ગાયક તરીકે ખૂબ મોટું. કોઈને એમની ગાયકી ગમે, કોઈને ના ગમે. જગજિતને અંજલિ આપવા માટે હરિહરને પોતાની જ ગઝલો ગાઈ! છેવટે પૂરું કરતી વખતે જગજિતે ગાયેલી ગાલિબની 'આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક' ગાઈ. હરિહરન પોતાની ગાયકીમાં પોતે શાસ્ત્રીય સંગીતના કેટલા મોટા ગીતકાર છે તે પ્રગટ કરવા જાત જાતની હરકતો અને લયકારી કરતા રહે છે. આવું કરવાથી કોઈ મહેંદી હસન કે ગુલામ અલી બની જતું હોત તો પૂછવું જ શું હતું. શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા તરીકેની પોતાની ખૂબીઓ લોકો સુધી પહોંચાડવાની એટલી જ તાલાવેલી હોય તો ગઝલ ગાવાને બદલે (કે ફૉર ધૅટ મેટર ગુજરાતી સુગમ સંગીત ગાવાને બદલે) ગાયકોએ ભીમસેન જોષી કે કિશોરી આમોનકરની જેમ લોકપ્રિયતાના અભરખા છોડીને માત્ર ક્લાસિકલ સિંગિંગ ગાવાનું શરૂ કરવું જોઈએ. આવા કાર્યક્રમોમાં આવતી પબ્લિક પણ અર્ધઅભણ હોવાની એટલે કોઈ વખત તબલાં પર કે વાયોલિન પર કે સારંગી પર કોઈ ઝડપભેર વગાડે તો સમજ્યા કર્યા વિના તાળીઓના ગડગડાટથી વધાવી લે. એવું જ ગાયક માટે. શ્ર્વાસ રોકીને ગાવાની હરિફાઈ કરતો ગાયક કોઈ સૂર લાંબો ખેંચે, ખેંચ્યા જ કરે એટલે અભણ શ્રોતાઓ ઈમ્પ્રેસ થઈ જાય.

ગાયકો પણ શ્રોતાઓનું સ્તર સમજી જાય એટલે એમનું મનોરંજન કરવા માટે જાણે આ ગઝલ સંધ્યા નહીં પણ ભજન સંધ્યા હોય એવી રીતે શ્રોતાઓને તાલબદ્ધ તાળીઓ વગાડીને સાથ આપવાની વિનંતી કરતા રહે. ક્યારેક વળી રૉક કૉન્સર્ટ હોય એમ શ્રોતાઓ પાસે ગઝલના રદીફ-કાફિયા ગવડાવે કે રિપીટ કરાવે. દા.ત. સરકતી જાયે હૈ રુખ સે નકાબ... આટલું સોનું નિગમ ગાય અને પછી આપણી પાસે ગવડાવે: આહિસ્તા, આહિસ્તા... અને બધા બેવકૂફની જેમ હોંેશે હોંશે ગાય પણ ખરા.

કાર્યક્રમની બે આયટમો વચ્ચે કોઈ કોઑર્ડિનેશન નહીં, આ પાણીદાર મોતી સમા નવા સંગીત/નૃત્ય સમ્રાટોને કોઈ એક ક્ધસેપ્ટમાં બાંધી લેવા માટેની દોર હોવી જોઈએ એવો કોઈ વિચાર નહીં. ટોપીમાં ચિલ્લર ખખડાવતા હોય એવી રીતે એક પછી એક અસંબદ્ધ આયટમો આવતી જાય.

આવડા મોટા ષણ્મુખાનંદ હૉલને રિનોવેટ કર્યા પછી પણ ન તો અહીં પાર્કિંગની કોઈ સુવિધા છે, ન ઑડિયન્સના પ્રવેશ માટેની કોઈ સગવડો છે. મોટા પ્રવેશદ્વારને બંધ કરીને નાનકડી ડોકાબારી જેવી જગ્યામાંથી એક - એક વ્યક્તિને પ્રવેશ મળે. શું કામ? સિક્યોરિટી. આને લીધે આ હૉલમાં કોઈ કાર્યક્રમ સમયસર શરૂ ન થઈ શકે. કહો તો પડદો ઉઘડે ત્યારે પચીસ ટકા સીટો જ ભરાયેલી હોય.

સૌથી મોટી આઘાતજનક વાત મારા માટે આ કાર્યક્રમમાં એ હતી કે, એ જ દિવસે સવારે નિદા ફાઝલીનું અવસાન થયું હતું છતાં નિદાસા'બને અંજલિ આપવા માટે બે મિનિટનું મૌન તો જવા દો, શાબ્દિક અંજલિ પણ નહીં. જગજિત સિંહની જન્મતિથિએ જ જગજિતજીની ગાયકીની લોકપ્રિયતા જેમની ગઝલોને કારણે વધી અને જેમની ગઝલો જગજિતજીની ગાયકીને કારણે વિશાળ શ્રોતાવર્ગ સુધી પહોંચી શકી એવા એકમેક માટે અનિવાર્ય જેવા પુરવાર થઈ ચૂકેલા નિદાસા'બને આયોજકોએ શું કામ યાદ નહીં કર્યા હોય? વન્સ અગેઈન, ભગવાન જાણે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment