Friday, 12 February 2016

[amdavadis4ever] ઝિકા: નવ ો આતંકવાદી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિવિધ રોગો સામે મનુષ્ય જીવનનું રખોપું કરતા તબીબી વિજ્ઞાને બીમારીઓ ફેલાવતા જીવાણુ અને વિષાણુ (બૅક્ટેરિયા અને વાઇરસ) પર સરસાઇ મેળવવા કાયમ સાવધ રહેવું પડે છે. નિષ્ણાતોના મતે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મેડિકલ ક્ષેત્ર સંશોધનમાં હરણફાળ ભરી શક્યું છે જેને કારણે જીવાદોરી લંબાઇ છે. પહેલા પરિવારમાં સેવન્ટી પ્લસના વૃદ્ધોની સંખ્યાનું પ્રમાણ જોવા મળતું હતું એની સરખામણીમાં આજે ૮૦ વર્ષથી વધુ જીવતા વડીલોની ટકાવારીમાં ખાસ્સો વધારો જોવા મળે છે. ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે પ્રત્યેક ક્રિયા સામે એટલી જ તીવ્રતાથી પ્રતિક્રિયા થતી હોય છે અને એ અનુસાર મનુષ્ય જીવનની જીવાદોરી લંબાઇ છે એની સાથે આરોગ્ય માટે જોખમી સાબિત થાય એવા બૅક્ટેરિયા-વાઇરસનો ફેલાવો સુધ્ધાં થઇ રહ્યો છે. માનવીના આરોગ્ય જીવનમાં આતંક ફેલાવતા આ વિષાણુ-જીવાણુની યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ઝિકા નામના વાઇરસનો. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-ઠઇંઘ) દ્વારા આ વાઇરસ અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહ્યો હોવાની ચેતવણી ઉચ્ચારાયા બાદ આપણા દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નંદાએ ગયા શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને કેન્દ્રીય જાંચપડતાલ ટુકડી (સેન્ટ્રલ મૉનિટરિંગ સિસ્ટમ)ની રચના કરી દીધી છે. ઝિકાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે એક ટેક્નિકલ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ વાઇરસના ભય સામે કેવા પગલાં લેવાં એની જાણકારી વખતોવખત આ ગ્રુપ આપશે. 

માનવ જીવનના આરોગ્ય સામે ખતરો સાબિત થઇ રહેલી આતંકવાદીઓની ટીમમાં ઝિકા ઉપરાંત પણ કેટલાક સભ્યો છે. હજી બે મહિના પહેલા ચીનમાં થઇ રહેલા સંશોધનમાં એવી માહિતી સાંપડી હતી કે એક એવું જીન (જનિન- ૠઊગઊ) આકાર લઇ રહ્યું છે જે એક વિશિષ્ટ પ્રકારના ઍન્ટિબાયોટિકની અસર ઇ કોલી નામના બૅક્ટેરિયા પર નહીં થાય. પરિણામે દરદી જલદી સાજો નહીં થઇ શકે. ઇ કોલી બૅક્ટેરિયા પાણી કે અન્ન દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશે છે જેને કારણે ઝાડા, પેટમાં દુખાવો, ડીહાઇડ્રેશન જેવી તકલીફો થતી હોય છે. ગયા અઠવાડિયે એ જીન ૧૯ દેશમાં અસ્તિત્વમાં હોવાની જાણ થતા વૈજ્ઞાનિકો ચોંકી ગયા છે અને સાવધ પણ થઇ ગયા છે. પ્રતિષ્ઠિત ગણાતા લૅન્સેટ ઇન્ફેક્શિયસ ડિઝીસ જરનલમાં આ સંશોધન વિશેનો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોને એવો ભય સતાવી રહ્યો છે કે રોગની દવાને કોઠું ન આપતા આ જીવાણુ (ઉછઞૠ છઊજઈંજઝજગઈઊ ઇઞૠજ)નો ફેલાવો ધીરે ધીરે વધુ દેશોમાંય થઇ શકે છે. રોગના જીવાણુઓને તેમનો નાશ કરતી દવા કોઠે પડી જાય અને એને પગલે એ વર્ષો સુધી કારગત નીવડેલું ઔષધ એ રોગમાં કામ કરતું બંધ થઇ જાય એ અવસ્થાને ઉછઞૠ છઊજઈંજઝજગઈઊ કહેવામાં આવે છે. અહીં ૨૫ વર્ષ પહેલાંનો એક કિસ્સો યાદ કરવા જેવો છે. ૧૯૯૦ના માર્ચ મહિનામાં મુંબઇ શહેરમાં એક વિચિત્ર તાવે ભરડો લીધો હતો. એના લક્ષણો ટાઇફોઇડને મળતા આવતા હતા, પણ એ માટે વપરાતી દવા કામ નહોતી કરતી એટલે મેડિકલ ફિલ્ડના માંધાતાઓ મૂંઝાઇ ગયા હતા. આ બીમારીની શરૂઆત ડૉમ્બિવલીથી થઇ હોવાને કારણે એને ડૉમ્બિવલી ફીવર નામ આપવામાં આવ્યું હતું. જોકે પછી ધ્યાનમાં આવ્યું કે એ બીમારી ટાઇફોઇડની જ હતી. રોગના જીવાણુઓ પર વર્ષોથી વપરાતી ઔષધી કામ કરતી બંધ થઇ ગઇ હોવાથી દરદીઓ સાજા નહોતા થઇ રહ્યા. ટૂંકમાં નિદાન બરોબર થઇ રહ્યું હતું, પણ દવા કામ નહોતી કરી રહી. ૧૯૯૦ના ડૉમ્બિવલી ફીવર અને તાજેતરના ચીનના સુપરબગને કારણે નિર્માણ થઇ રહેલી અવસ્થા વચ્ચે સામ્ય એ છે કે બેઉ કેસમાં રોગ ફેલાવતા જીવાણુઓ પર વર્ષોથી વપરાતી દવા કારગત થતી બંધ થઇ ગઇ છે.

૨૦૧૪માં ઇબોલા નામના અન્ય એક આતંકવાદી વાઇરસે માનવજીવનના આરોગ્યને હચમચાવી દેવાના નિશ્ર્ચય સાથે માથું ઊંચક્યું હતું. વન્ય પ્રાણીઓથી ફેલાતો આ વાઇરસ પછી મનુષ્ય જીવનમાં સંસર્ગથી ફેલાય છે. ૧૯૭૬માં પહેલી વાર દેખા દેનારા આ વાઇરસે બે વર્ષ પહેલાં પશ્ર્ચિમ આફ્રિકામાં ફરી માથું ઊંચક્યું હતું. જોકે, તાબડતોબ સાવચેતીના પગલાં લેવાયા હોવાથી આ રોગ આપણે ત્યાં પગપેસારો નથી કરી શક્યો, સિવાય કે એકલદોકલ કેસ. અન્ય એક બીમારી જે ભારતમાં ઘરજમાઇ થવા મથી રહી છે એ છે ડેંગ્યુની બીમારી. જાણવા જેવી વાત એ છે કે જે મચ્છરની પ્રજાતિને કારણે ઝિકાનો વાઇરસ ફેલાય છે એ જ વાઇરસ ડેંગ્યુ ફેલાવે છે. આપણે ત્યાં મુંબઇ શહેર સહિત કેટલેક ઠેકાણે આ બીમારીના વાઇરસે આતંક ફેલાવ્યો છે અને કેટલાક મૃત્યુ સુધ્ધાં થયા છે. જોકે, મુંબઇ મહાનગરપાલિકાના પ્રયત્નોને કારણે આ રોગના ફેલાવા પર ઘણા અંશે નિયંત્રણ લાવી શકાયું છે. અલબત્ત ડેંગ્યુ, ઇબોલાના વિષાણુઓ તેમ જ ઝિકા વાઇરસ અને ઇકોલી બૅક્ટેરિયા સામે આરોગ્યની જાળવણી કરતા મુરબ્બીઓ સાબદા થઇને આ આતંકીઓના ઢીમ ઢાળી દેવા સજ્જ થઇ રહ્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ હરણફાળ ભરી હોવાથી અગાઉની સરખામણીમાં સંશોધનો ઝડપભેર થઇ રહ્યા છે અને રોગના ફેલાવા પર પહેલા કરતાં વધુ જલદી કાબૂ મેળવાઇ રહ્યો છે, પણ સાથે સાથે આ આરોગ્યના આતંકવાદીઓ સુધ્ધાં બમણા વેગે સક્રિય થઇ રહ્યા છે. અલબત્ત આ લડાઇ મનુષ્યજાતના અસ્તિત્વ સુધી ચાલુ રહેેશે. 

---------------------------

ડેંગ્યુને ડારો

વિજ્ઞાન જે હરણફાળ ભરી રહ્યું છે એનો એક અસરકારક લાભ મેડિકલ સાયન્સને પણ થાય છે. ગયા વર્ષે મુંબઇ સહિત દેશના કેટલાક ભાગોમાં અને વિશેષ કરીને દિલ્હીમાં મચ્છરને કારણે ફેલાતા ડેંગ્યુ અને ચિકનગુન્યાએ ત્રાહિમામ પોકારાવી દીધા હતા. આ રોગના વાઇરસનું વહન કરતા વિશિષ્ટ પ્રકારના મચ્છરોનો સમૂળગો નાશ કરવાથી રોગના ફેલાવા પર કાબૂ મેળવી શકાય છે. આરોગ્યની દેખભાળ કરનારાઓ સતત કોઇને કોઇ પ્રયત્નો કરતા હોય છે, પણ એ પ્રયત્નો મોટેભાગે ટૂંકા પડતા હોય છે. ૧૯૬૦ના દાયકાથી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ પ્રકારના પ્રયોગો થઇ રહ્યા છે જેને કમભાગ્યે સફળતા નથી મળી શકી. જોકે હવે એક એવો ઉપાય હાથ લાગ્યો છે જેને પગલે ડેંગ્યુ ફેલાવતા વિશિષ્ટ પ્રકારનાં મચ્છરો નામશેષ થવાની આશા જાગી છે. આ પદ્ધતિમાં જેનેટિક્સની મદદથી વંશવૃદ્ધિ કરવા અક્ષમ એવા નર મચ્છરોને તૈયાર કરવામાં આવે છે. જોકે, જીનને છૂટા પાડવાની ટેક્નોલૉજી વિકસવાને કારણે હવે આ વિશિષ્ટ પ્રકારનાં મચ્છરો તૈયાર કરી શકાય છે. આ વંધ્ય કે વાંઝિયા (જઝઊછઈંકઊ) નર મચ્છરો જ્યારે માદા મચ્છરો સાથે સંવનન કરે ત્યારે એ પ્રકારના નવા મચ્છરો જન્મી નથી શકતા અને આમ એની સંખ્યામાં ઘટાડો થાય છે. આ નવી ટેક્નોલૉજીની સફળ અજમાયશ મલેશિયા, બ્રાઝિલ અને ધ કૅરીબિયન ટાપુઓમાં થઇ છે. એક સારી વાત એ છે કે મુંબઇ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરવા કટિબદ્ધ છે. સુધરાઇના એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. પદ્મજા કેસકરે 'મુંબઇ સમાચાર'ને આ સંદર્ભમાં જણાવ્યું કે 'આ પદ્ધતિનો સવિસ્તર અભ્યાસ થાય એ જરૂરી છે. અત્યારે અમે જે કામ કરી રહ્યા છીએ એ પ્રિવેન્શનની દિશામાં (અટકાવવાની દિશામાં) થઇ રહ્યા છે, જ્યારે અહીં રોગને ડામવાની વાત છે. આ પદ્ધતિ જો અમલમાં મૂકી શકાશે તો ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આખા પ્રોજેક્ટનો અભ્યાસ કરીને અમે નિર્ણય પર આવીશું.' જો આ દિશામાં કોઇ નક્કર કામ થઇ શકશે તો એક કાંકરે બે પક્ષી મારી શકાશે, કારણ કે ડેંગ્યુ અને ઝિકા એક જ પ્રકારના મચ્છર (અઊઉઞજ) દ્વારા વહન થતા વાઇરસથી ફેલાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment