Friday, 12 February 2016

[amdavadis4ever] ચીજવસ્તુઓન ા સપ્લાયમા ં રહેલી ખા મીઓ પણ એક ન વા બિઝનેસન ો આઇડિયા બન ી શકે છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચીજવસ્તુઓના સપ્લાયમાં રહેલી ખામીઓ પણ એક નવા બિઝનેસનો આઇડિયા બની શકે છે
પુણેના કરણ સિંહ માત્ર 23 વર્ષના છે. જિમ્નેશિયમ જવાના ઉત્સાહી. તે હંમેશા પોતાના શરીરની બનાવટ, બાયસેપ્સ અને ખડતલતાની ચિંતા કર્યા કરે છે. રોજિંદા ભોજનમાં તે માંસના ખાસ પ્રમાણ અંગે ખૂબ જ સતર્ક રહે છે. ઘરના લોકોએ તેમને કહ્યું કે, જો પ્રોટીન વગરનો ડોઝ જોઇતો હોય તો ઘરના કામમાં મદદ કરે. કોઇ વિકલ્પ ન હોવાને કારણે તે સ્થાનીક માંસ વિક્રેતા પાસે જવા લાગ્યા. હવે આ રોજનું કંટાળાજનક કામ થઇ ગયું હતું. તેમને આ કામની દરેક વાતમાં ખામી દેખાવા લાગી. રાહ જોવાનો સમય, ગ્રાહકો સાથેના દુકાનદારના વ્યવહારની રીત, મીટનું પ્રોસેસિંગ વગેરે. આ બધું તેમની આંખોમાં ખૂંચવા લાગ્યું. આ બધી ન ગમતી બાબતોથી તે ચિડાવાને બદલે, તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યાં, જે તેમનામાં અને અન્ય ગ્રાહકોમાં ખીજ પેદા કરી દેતી હતી.

તેઓ બધી બાબતો પોતાના દિમાગમાં અને જરૂર પડે કાગળમાં પણ નોટ કરી લેતાં. સાત માસ પહેલાં તેમણે બહેન વિજેતા અને દોસ્ત શિવા સરન સાથે મળીને મીટ સપ્લાઇ માટે ઇઝીમીટડોટઇન નામે ઓનલાઇન સ્ટોર ખોલ્યો. ગ્રાહકોને જે બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો, તે તમામનું નિવારણ કરી તેઓ સીધા કિચનમાં સપ્લાઇ કરવા લાગ્યાં. ડિલિવરી સિસ્ટમ એટલી અચૂક હતી કે, પહેલાં જ મહિને તેમણે 800 ગ્રાહકોને પોતાની પ્રોડક્ટ વેચી અને તે પણ માત્ર પુણે શહેરમાં.કોઇ ફેમિલી બુચર(ફેમિલી ડોક્ટરની જેમ)તો હોતું નથી, જેના પર લોકો સાફ અને તાજા માંસ માટે વિશ્વાસ કરે, જેથી ઇઝીમીટડોટઇન પુણેમાં તો બહુ સારો વિકલ્પ સાબિત થયો. સારા કપડાં પહેરેલા ડિલિવરી બોય દ્વારા તાજી પ્રોડક્ટ પહોંચાડીને કંપનીએ પોતીની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

દેશના શહેરી વિસ્તારોમાં કરવામાં અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, ત્યાં 45,000 થી 50,000 કરોડ રૂપિયાનું માર્કેટ છે, જેમાં છ મુખ્ય શહેરોની ભાગીદારી જ 20,000 કરોડની છે. તેમાં 10 ટકા રાષ્ટ્રીય વૃદ્ધિનો અંદાજ છે. આ જ કારણ છે કે દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં છેલ્લાં એક વર્ષમાં ઓનલાઇન બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યાં છે અને બીજી શ્રેણીમાં વિભિન્ન શહેરો ગોદરેજ અને વેંકી જેવી બ્રાન્ડેડ કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. પુણેની જ વૃષાલી બાબરની 'મીટરુટ'ને પણ એક વર્ષ થઇ ગયું છે અને તેઓ મહીનામાં 1200 ઓર્ડર લે છે અને દરેક ઓર્ડર સરેરાશ 600 રૂપિયાનો હોય છે. દિલ્હી સ્થિત 'જેપફ્રેશ' સૌથી વ્યસ્ત ઓનલાઇન સ્ટોર છે અને અહીં 700 રૂપિયાની એવરજ બિલિંગ સાથે રોજના 200 ઓર્ડર મળે છે.

બેગલુરુનો એક વર્ષ જૂનો 'બ્રાઉન એપ્રન' સ્થાનીક માંસ વિક્રેતાઓને બરાબરીની ટક્કર આપી રહ્યો છે. આ બધા ઓનલાઇન ખિલાડીઓ આ ધંધાનો મૂળમંત્ર જાણી ચૂક્યાં છે - સ્વચ્છતા અને સ્વાસ્થ્યને વધુ પ્રાધાન્ય આપવું, પ્રોસેસિંગ યુનિટથી માંડી ઘરના દરવાજા સુધી બાઇક દ્વારા ડિલિવરી સુધી નિયંત્રિત તાપમાનની હેન્ડલિંગ સિસ્ટમ. સત્ય તો એ છે કે, કંપનીઓ શરૂ કરનારા આ યુવાનોએ બેકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે કે માંસના સ્ત્રોતને પણ જોડ્યાં છે, કારણ કે મીટ અને સી-ફૂડમાં લગભગ સો ટકા નફો રહેલો છે. ફાર્મના લોકો સાથે મળીને તેમણે બ્રાન્ડ પ્રોડક્ટનું નવું સેગમેન્ટ ચાલુ કર્યું છે, જેમ કે 'નોન કેજ' અને 'એન્ટિબાયોટિક ફ્રી પોલ્ટ્રી.'
 

ચીજવસ્તુઓના સપ્લાયમાં રહેલી ખામીઓ પણ એક નવા બિઝનેસનો આઇડિયા બની શકે છે

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment