Thursday, 25 February 2016

[amdavadis4ever] આભામંડળ બદલ ે જીવનની રાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૌરાષ્ટ્ર રાજ્યના રાજકોટમાંથી આયુર્વેદિક અને પંચકર્મમાં એમ.ડી.ની ડિગ્રી મેળવનાર ડૉ. હેતલ આચાર્યએ દેશ-વિદેશમાં સન્માન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. મહિલા અને બાળકલ્યાણ આયોગ દ્વારા પસંદ કરવામાં આવેલ ભારતની ૧૦૦ મહિલાઓમાંથી બે ગુજરાતી મહિલાઓ વિશે અગાઉ લાડકીમાં મુલાકાત આપી ચૂક્યા છીએ, જે ચાર ગુજરાતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટના ડૉ. હેતલ આચાર્યની પણ પસંદગી થઈ હતી. ૧૦૦ મહિલાઓની પસંદગી માટે એક ખાસ જ્યૂરી દ્વારા પસંદ કરવામાં આવેલા ૨૦૦ મહિલાઓના નામ માટે ફેસબુક ઉપર વૉટિંગ મગાવવામાં આવ્યું હતું. સૌથી વધુ વૉટ મેળવેલી દેશની ૧૦૦ એવી નારી જેમણે સમાજ માટે આગવું યોગદાન આપ્યું હોય તેમને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં ડૉ. હેતલ આચાર્યની પણ પસંદગી થઈ હતી. 

રાષ્ટ્રપતિના હાથે એવૉર્ડ લેવાના અનુભવ અંગે હેતલ બહેનનું કહેવું છે કે, 'આ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ બની ગયો છે. આયુર્વેદને મળેલ સન્માન તથા સ્ત્રીશક્તિને મળેલ પ્રોત્સાહનને કારણે હું ગર્વની લાગણી અનુભવું છું. રાષ્ટ્રપતિ દ્વારા ભેટમાં મળેલ ડિઝાઈનર સાડી અને સર્ટિફિકેટને હાથમાં લઈને સમૂહમાં ફોટો પડાવ્યો તે ક્ષણ યાદગાર સંભારણું બની રહેશે.' 

૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સ દ્વારા આયુર્વેદ અને પંચકર્મ વિશેની વિસ્તૃત માહિતી આપવા ડૉ. હેતલ આચાર્યને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ન્યૂયોર્કમાં આવેલ સ્પાઈસ ઈન્ડિયા ક્લબ દ્વારા ભારતીય વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમાં આયુર્વેદ અને પંચકર્મ વિશે યુનાઈડેટ નેશન્સમાં યોજાયેલ સેમિનારમાં દેશ-વિદેશના લોકોએ ભાગ લીધો હતો. તેમાં ડૉ. હેતલ આચાર્યએ વિવિધ પ્રશ્ર્નો દ્વારા આયુર્વેદ, પંચકર્મ, હ્યુમનઓરા અને નાડી નિદાન પ્રેક્ટિક્લી કરીને બતાવ્યું હતું. વિદેશનો અનુભવ જણાવતા ડૉ. હેતલ કહે છે કે, ' જાણીને આશ્ર્ચર્ય થશે કે ભારત કરતાં પણ વિદેશી નાગરિકોનું આયુર્વેદ, પંચકર્મ, હ્યુમનઓરા (આભામંડળ) જેવા વિષયમાં જ્ઞાન વધુ છે. તેઓ દરેક બાબતને ગહનતાથી સમજવાનો આગ્રહ રાખતા હતા. ખાસ કરીને આભામંડળને અને પંચકર્મ વિશે તેમની જીજ્ઞાસા વધુ હતી. મારું કલાકનું સેશન બે કલાક સુધી લંબાવાયું હતું. મારા વક્તવ્ય બાદ પ્રક્ષકોને નાડી નિદાનના પ્રેક્ટિક્લ અનુભવ દ્વારા સમજણ આપતા તેમણે આયુર્વેદને સ્વીકારવામાં કોઈ સમસ્યા નહોતી થઈ.' 

ડૉ. હેતલને હેલ્થ ઍન્ડ વેલનેસ કેટેગરીમાં સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કેટેગરીમાં ગુજરાતમાંથી તેઓ એકમાત્ર અને આયુર્વેદ માટે ભારતમાંથી એકમાત્ર મહિલા હતા. તેમની આયુર્વેદ અને પંચકર્મની સારવાર કયા પ્રકારની હોય છે, કેવા દર્દીઓ તેમની પાસે આવે છે? તેના જવાબમાં ડૉ. હેતલનું કહેવું છે કે, 'આજે લોકોમાં ખોટી લાઈફસ્ટાઈલને કારણે જ સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી છે. 

જે પ્રમાણે વસાવેલા વાહન, કાર કે સ્કૂટરની ચોક્ક્સ સમય બાદ મરામત કરાવવી જરૂરી છે. જેથી મુસાફરીમાં તકલીફ ન પડે'. શરીરનું પણ કંઈક આવું જ છે રોજેરોજ તેની કાળજી લેવામાં ન આવે તો તે ગમે ત્યારે બંધ પડી જઈ શકે છે. તે જ રીતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. કહેવત છે કે '૨ાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર'. તેનું પાલન જો દરેક વ્યક્તિ કરે તો સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. લાઈફસ્ટાઈલમાં મોટો બદલાવ આવી જવાને કારણે જ આજે વિવિધ રોગના ભરડામાં જનજીવન પીડાતું જોવા મળે છે. તેની મુખ્ય સારવાર એટલે રાત્રે વહેલું જમીને સમયસર સૂઈ જવું આવશ્યક છે. પ્રાત:કાળે સૂર્યોદય પહેલાં ઊઠીને યોગક્રિયા કરવામાં આવે તો માનસિક શાંતિની સાથે સ્વભાવ આનંદિત બની જાય છે. મોટાં શહેરોમાં તો સમયને અભાવે કે સ્વાદના શોખીનો સમયને અવગણીને ભરપૂર મસાલાવાળા ખોરાકની મોજ માણે છે પરિણામે નાની વયમાં અનેક રોગ શરીરમાં ઘર કરી જાય છે. 

આપણા પારંપારિક આયુર્વેદ, પંચકર્મ અને યોગમાં તંદુરસ્તીનાં અનેક રહસ્યો છુપાયેલાં છે. સાત ચક્રોનું શુદ્ધિકરણ નિયમિત થાય તો માનવી લાંબું અને સ્વસ્થ જીવન માણી શકે છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ તથા વડીલો લાંબું આયુષ્ય સ્વસ્થ રહીને પસાર કરતા તેનું મુખ્ય કારણ યોગ અને આહાર જ હતા. રાત્રિના સમયે વધુ પડતાં મસાલાવાળા ખોરાક કે રેસ્ટોરન્ટની ચટપટી વાનગીઓથી દૂર રહેવું જરૂરી છે. માનસિક શાંતિ આજે અગત્યની બાબત છે. સતત તાણયુક્ત જીવન અનેક સમસ્યાઓ ઊભી કરે છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. દરેક પ્રદૂષણની આપણે વાત કરીએ છીએ, પરંતુ વૈચારિક પ્રદૂષણની વાત કરતા નથી, જેને કારણે તાણ ઊભી થાય છે. હું એક સાદી ધ્યાનની પદ્ધતિ લોકોને સૂચવું છું. દરરોજ વહેલી સવારે ફક્ત ૩૦ મિનિટ સુધી ધ્યાન કરવા બેસો, તે સમયે આસપાસ પાંચથી દસ ફૂટના અંતર સુધીમાં કોઈ જ વ્યક્તિ ન હોવી જોઈએ. શરૂઆતમાં ફક્ત વિચારો પર ધ્યાન આપો. તેના વિશે વિચારો નહીં. ' હું ફક્ત શુદ્ધ આત્મા છું. ઈશ્ર્વરનું શુદ્ધ સ્વરૂપ છું. પવિત્ર છું '. બસ ધીમે ધીમે આ વિચારો તમારા આભામંડળની શુદ્ધિ કરે છે. શાંતિનો અનુભવ કરાવે છે. તમારી આસપાસ સુરક્ષા કવચનું નિમાર્ણ થાય છે જે તમને તાણ તથા અનેક રોગોથી બચાવે છે. સૂર્યોદય પહેલાં ઊઠીને ફક્ત પંદર મિનિટ પણ મેડિટેશન કરવામાં આવે તો બ્રહ્મમંડળમાં સમાયેલ સકારાત્મક તત્ત્વો માનવ શરીરમાં પ્રવેશે છે, જે મનની સાથે આત્માને પણ શુદ્ધ બનાવે છે. જો તમે તન-મનથી સ્વસ્થ હોવ તો દરેક ક્ષેત્રે સફળતા આપોઆપ મળતી જાય છે. આ રીતે આભામંડળને સ્વસ્થ અને સબળ બનાવવાથી તમારા જીવનમાં બદલાવ અનુભવાશે. આ પ્રયોગ થોડા દિવસ કરી જુઓ. તેનાથી ચક્રોની અને આભામંડળની શુદ્ધિ થાય છે. ' 

તેમની સફળતાનું શ્રેય તેઓ આયુર્વેદના ગુરુ સ્વ. નંદપ્રસાદ ઉપાધ્યાયને આપે છે. કુટુંબની વ્યક્તિઓનો સાથ-સહકાર પણ સફળતામાં સહયોગી બન્યો છે. ધ્યાન, નાડીવિદ્યા અને પંચકર્મ વિશેનું ઊંડું જ્ઞાન તેમની પાસેથી તેઓ શીખ્યા છે. ડૉ. હેતલ આપણી પ્રાચીન વિદ્યા આયુર્વેદને દેશવિદેશમાં જીવનોપયોગી બનાવવા સાથે તેની સાચી સમજણ લોકો સુધી પહોંચાડવા માગે છે. આયુર્વેદ રોગની સારવાર માટે જ નહીં પણ રોગના પ્રતિકાર માટે પણ ઉપયોગી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment