Saturday, 6 February 2016

[amdavadis4ever] હિંદુ પ્ર જાઓનો ઊંધો તમાચો આવી રહ્યો છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




ઈતિહાસકાર જે જુએ છે એ સામાન્ય વાચક કે પત્રકાર જોઈ શકતો નથી, કારણ કે એ દ્રષ્ટા નથી. ઈતિહાસકાર પાસે ભૂતકાળના અભ્યાસ અને એ અભ્યાસના પ્રકાશમાં સાંપ્રતનું મૂલ્યાંકન છે જેમાંથી એને ભવિષ્ય કે અનાગતના આસાર નજર આવી શકે છે. ઈતિહાસને આંસુ નથી, દયા નથી, તર્ક નથી. ભાવુકતા એ ભાવનાત્મક ઐક્ય કે ભાઈ-ભાઈવાદની સાથે ઈતિહાસને સંબંધ નથી. ઈતિહાસ એની અમીટ અને અતૂટ ગતિથી લાપરવાહ વહેતો રહે છે. વિન્સટન ચર્ચિલે બીજા વિશ્ર્વયુદ્ધ પછી 'ઇંગ્લિશ સ્પીકિંગ પીપલ્સ.' (અંગ્રેજીભાષી પ્રજાઓ) જેવો પ્રયોગ કર્યો હતો. આજે 'હિંદુ પીપલ્સ' અથવા હિંદુ પ્રજાઓ જેવો પ્રયોગ કરી શકાય એ તબક્કે ઈતિહાસ માત્ર શક્યતા વિજ્ઞાનનો પ્રાંત નથી, ઈતિહાસ કલ્પનાતીતની સીમાઓની પાર જઈ શકે છે. ઈતિહાસના પ્રકાશમાં જ એક પ્રશ્ર્ન ઉદ્ભવે છે: હિંદુઓનો ઊંધો તમાચો આવી રહ્યો છે?

૧૯૩૫માં એક ભૂમિખંડ પર એકચક્રી અંગ્રેજ શાસન હતું અને એ ભૂમિખંડ જ્યાં એક જ અંગ્રજ રાજાના સિક્કા અને ટિકિટો ચાલતાં હતાં. એમાં આ દેશો હતા: ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, બ્રહ્મદેશ, નેપાલ, તિબ્બત, માલદીવ, એડન, આંદામાન-નિકોબાર, સિક્કિમ, ભૂતાન, ધીરે ધીરે આ ભૂમિખંડ તૂટતો ગયો. અલગ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આજે આમાંના ઘણા સ્વતંત્ર દેશો છે, અને એક લાક્ષણિકતા એ છે કે મૂળ દેશ ફાડીને એમાંથી જ નવો દેશ પ્રકટ્યો છે! જે પ્રક્રિયા શરૂ થઈ અને વિભાજન કે ભાગલા સાથે આપણે સમજ્યા હતા કે શેષ થઈ ગઈ એ પ્રક્રિયા હવે જ બરાબર ભડકી રહી છે! હિંદુસ્તાનમાંથી શ્રીલંકા અને બ્રહ્મદેશ છૂટા કરવામાં આવ્યા. નેપાલ, તિબ્બત, એડનને અલગ રાજનીતિક અસ્તિત્વ અપાયું. મૂળ હિંદુસ્તાનમાંથી બે રાષ્ટ્રો બન્યાં: હિંદુસ્તાન અથવા ભારત અને પાકિસ્તાન! ૧૯૪૭માં ફરેલું ચક્ર ફરીથી ૧૯૭૧માં જોરથી ફરી ગયું. પાકિસ્તાનના પેટમાંથી બાંગલાદેશનું સર્જન થયું. એ રાષ્ટ્રને તોડીને નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની ઐતિહાસિક પ્રક્રિયા એ આ ઉપખંડની વીસમી સદીની તવારીખની વિશિષ્ટતા છે! 

ભારતમાં ભાષાવાર રાજ્યો બનતાં ગયાં અને નકશો બદલાઈ ગયો. પણ વધુ ધ્યાનાકર્ષક વાતે એ નથી. ભાગલા એ બહુજાતીય સમસ્યાનું સરળ અને વ્યવહારિક નિરાકરણ છે એ સિદ્ધાંતની સ્વીકૃતિને ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં તપાસવી પડશે. પાકિસ્તાનમાં સ્વતંત્ર 'જીયો સિંધ'નું આંદોલન મિટાવી શકાયું નથી. ઈરાનના બલોચ પ્રદેશો અને પાકિસ્તાનનું બલુચિસ્તાન એક કરીને એક બલોચ રાષ્ટ્ર બનાવવાની વાત ઈરાનના શાહના સમયમાં જોર પકડી રહી હતી. શ્રીલંકાના હિંદુ તમિળો ઉત્તરમાં સ્વતંત્ર, સ્વાયત્ત 'તમિળ એલમ' રાજ્ય સિવાય કંઈ સ્વીકારે એ આશા હવે મૃતપ્રાય થઈ રહી છે. હિંદુસ્તાનમાં શીખોનું 'ખાલિસ્તાન' મળે કે ન મળે પણ એ પછીની એક ઘટના વધારે સૂચક છે-પત્રકાર તવલીનસિંઘે હમણાં એક રિપોર્ટમાં લખ્યું એમ હિંદુ પંજાબીઓ હવે એક જુદું અડધું હિંદુ પંજાબ માગી શકે છે! શ્રીલંકાના હિંદુ તમિળ વસ્તીના માત્ર ૧૧ ટકા છે! જો હિંદુ તમિળનું જુદું રાજ્ય હોઈ શકે તો હિંદુ પંજાબીનું જુદું રાજ્ય કે જુદો પ્રાંત શા માટે નહીં એવો પણ તર્ક થઈ શકે છે...

આ સિવાય બીજી ઘટનાએ હમણાં ધ્યાન ખેંચ્યું છે. હિંદુ બંગાળીઓની નિખિલ બંગ નાગરિક સંઘે બાંગલાદેશમાં એક સ્વતંત્ર હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માટે જમીનની માગણી કરી છે. આ રાષ્ટ્ર 'બંગભૂમિ' નામથી ઓળખાશે. કેટલીય સંસ્થાઓ બાંગલાદેશમાંથી એક સ્વતંત્ર હિંદુ રાષ્ટ્ર માગી રહી છે. પણ સંઘના સેક્રેટરી ડૉ. કાલિદાસ વૈદ્ય વધારે તાર્કિક છે. ડૉ. વૈદ્ય કહે છે: છેલ્લાં ૩૭ વર્ષોમાં ૧ કરોડ ૮૦ લાખ હિંદુઓ ભૂતપૂર્વ પૂર્વ બંગાળ છોડીને ભારતમાં આવ્યા છે. આ ઉપરાંત ૧ કરોડ પ૦ લાખ હિંદુ બંગાળીઓ બાંગલાદેશમાં દ્વિતીય કક્ષાના નાગરિકો જેવું જીવન જીવી રહ્યા છે. બરાબર હિસાબ કરવામાં આવે તો બાંગલાદેશની કુલ નવ કરોડની વસ્તીના ૩૦ ટકા હિંદુઓ છે એટલે બાંગલાદેશની ૫૬૦૦૦ ચોરસ માઈલની ધરતીમાંથી લગભગ ર૦૦૦૦ ચોરસ માઈલ ધરતી પર હિંદુ બંગાળીઓનો કબજો હોવો જોઈએ. આમાંથી અ-મુસ્લિમ પ્રજાઓની (હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી) 'બંગભૂમિ' બનશે, જે બાંગલાદેશ અને પશ્ર્ચિમ બંગાળની વચ્ચે આવેલી હશે. 

૧૯૮૨માં બાંગલાદેશમાં પાર્થ સામંતની સરદારી નીચે વિદ્રોહ શરૂ પણ થયો હતો. બંગભૂમિમાં છ વિસ્તારો રહેશે-ખુલના, જેસોર, ફરિદપુર, બારીસાલ, કુશ્ટ્યિા, પતુઆખાલી! અને માર્ચ રપ, ૧૯૮૨ને દિવસે બાંગલાદેશની અંદરના બધાં જ હિંદુ સંગઠનો એક થયાં અને 'બાંગલાદેશ હિંદુ લીગ'નો જન્મ થયો. એના અધ્યક્ષ એક નિવૃત્ત લશ્કરી અધિકારી મેજર અનુકૂલચંદ્ર દેવ છે. હિંદુ લીગ સર્વત્ર સપ્રમાણ હિંદુ પ્રતિનિધિત્વ માગે છે અને હમણાં એમણે જનરલ એર્શાદને એક મેમોરેન્ડમ આપ્યું હતું: જબરદસ્તી જે હિંદુ મંદિરોનો કબજો કરવામાં આવ્યો છે એ મુક્ત કરો!

અત્યાર સુધીના હિંદુસ્તાનમાં ઉપખંડનો ઈતિહાસ ચિત્રવિચિત્ર સ્વરૂપો અખ્તિયાર કરતો રહ્યો છે. પણ હિંદુ પ્રજાઓમાં આક્રમક અને હિંસક વલણ આવે એ આજના ઈતિહાસની નવી ઘટના છે. હિંદુ તમિળ, હિંદુ પંજાબી, હિંદુ બંગાળીના સંઘર્ષો એ ભારતના ઈતિહાસના નવાં રૂપો છે. શક્ય અને અશક્ય શબ્દો ઈતિહાસના નવાં રૂપો છે. શક્ય અને અશક્ય શબ્દો ઈતિહાસમાં નથી. ઈતિહાસમાં સંભવિત અસંભવિત બને છે અને અસંભવિત સંભવિત બને છે. સન ર૦૦૦ને હવે ફક્ત ૧૬ જ વર્ષ બાકી છે. હિંદુ પ્રજાઓનો નવો ઈતિહાસ સર્જાઈ રહ્યો છે? સોળ વર્ષ પછી હિંદુસ્તાનના ઉપખંડની ભૂગોળ આવી જ હશે? બંગભૂમિ હશે, તમિળ એલમ હશે, હિંદુ પંજાબ હશે, ખાલિસ્તાન હશે, સિંધુ દેશ હશે?

અત્યારે તો ફક્ત એક જ નવી હવા દેખાઈ રહી છે. હિંદુ બૅકલૅશ અથવા હિંદુ ઊંધો તમાચો આટલો સ્પષ્ટ છેલ્લાં ૩૭ વર્ષોમાં ક્યારેય દેખાયો ન હતો!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment