Saturday, 6 February 2016

[amdavadis4ever] નિ:સ્વાર્થભાવે સ ેવા માટે ઉપયોગી એવું મહત્ત્વનું અંગ N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નિ:સ્વાર્થભાવે સેવા માટે ઉપયોગી એવું મહત્ત્વનું અંગ

ગત 31 જાન્યુઆરીએ મારા અત્યંત નજીકના મિત્ર પીયૂષ અગ્રવાલના માતાનું  હૃદયરોગના હુમલાને કારણે 80 વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું. ત્યારે હું ઓડિશાના અંતરિયાળ વિસ્તારમાં હતો. ત્યાં દુનિયા સાથે જોડાઇ રહેવાની ઘણી મોટી સમસ્યા છે, જેથી મને તે અંગેની જાણકારી 48 કલાક પછી મળી. ત્યાં સુધી ઉઠામણાં સહિતના બધા સંસ્કારો પૂરા થઇ ગયા હતાં. જે મિત્ર સાથે હું એક વારમાં ઓછામાં ઓછી એક કલાક વાત કરું જ છું તેને 48 કલાક પછી કોલ કરવું મને શરમાવી રહ્યું હતું. મારા દિમાગમાં બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો.

મારા માતા કર્ણાટક સંગીતના ગાયિકા હતા, જોકે સાંભળ‌વાની ક્ષમતામાં આશિક વિકૃતિના કારણે તેમણે ગાયકી છોડી દીધી હતી. એટલે તેમણે જ્યારે બાળપણ એકવાર મને પૂછ્યું કે, શરીરનું સૌથી મહત્વનું અંગ કયું હોય છે તો મેં ત્વરિત જવાબ આપતા કહેલું, 'કાન.' પરંતુ તેમણે કહ્યું હતું કે, 'ના'. ઘણાં વર્ષો વીતી ગયાં મારા પિતાને બાળપણમાં સ્મોલ પોક્સ થયું હતું અને તેઓ રાતે જોઇ શકતા નહોતા. એક દિવસ હું મા પાસે ગયો અને કહ્યું, 'આંખો શરીરનું સૌથી મહત્વનું અંગ છે.' તેમનો જવાબ હતો,'ના.' તેમણે એવા અસંખ્ય લોકોના દૃષ્ટાંત આપ્યાં, જેઓ આંખો ન હોવા છતાં સામાન્ય જીવન જીવી રહ્યાં હતા, પરંતુ સાચો જવાબ મને ત્યારે પણ ન મળ્યો. તે ઘટનાને પણ ઘણાં વર્ષો વીતી ગયાં.
નાનીન અચાનક એક દિવસ નિધન થઇ ગયું અને સમગ્ર પરિવાર એકઠો થયો. જેવા અમે નાનાજીને ત્યાં પહોંચ્યાં મારા મમ્મી ભાંગી પડ્યાં અને મારા મામાની આંખોમાં ભીનાશ દેખાઇ. ત્યારે મારા પિતાએ કંઇક અનોખું કર્યું. તેમણે મારા માનું માથું હ‌ળવેથી પોતાના ખભેથી હટાવ્યું અને મારા ખભા પર મુકી દીધું. તે સંસ્કાર ક્રિયાઓમાં પંડિતોની મદદ કરવા લાગ્યાં. માને આધાર આપીને મને મજબૂત પુરુષ હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો. જેવા, તે નાનીને બહાર લઇ ગયા, માએ તરત જ મને પૂછ્યું, 'બેટા, તુ જાણે છે, શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ કયું છે?' આ‌વા દુ:ખના સમયે આ સવાલ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે મને લાગતું હતું કે આ એક પુસ્તકિયો સવાલ છે અને તેના પર માત્ર ભ‌ણતી વેળાએ વાત થવી જોઇએ. તેમણે મારા ચહેરા પર સંદેહનો ભાવ જોયો. મને એવી રીતે જોયો, જેવી રીતે માત્ર એક મા જ પોતાના છોકરાને જોઇ શકે છે. તેમણે કહ્યું, 'આજે હું તને સાચો જવાબ આપું છું, કારણ કે આ તારા જીવનનો સૌથી મહત્વ પાઠ છે.

 
શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, તારા ખભા, એકદમ નિસ્વાર્થ, કારણ કે તેણે મને આજે સહારો આપ્યો છે, શક્ય છે કે તે કાલે તારી બહેનના માથાનો સહારો બનશે (મને જણાવ્યું કે તે જ્યારે જતાં રહે તો શું કરવું) અને પછી તારી પત્ની, બાળકોને સહારો આપશે, જ્યારે તે તકલીફમાં હશે. જીવનમાં દરેકને રડવા માટે કોઇકના ખભાની જરૂર હોય છે. ફંડા એ છે કે, દોસ્ત અને સંબંધીઓ ક્યારેય એ ભૂલી શકતા નથી કે તમે તેમને કેવો અહેસાસ કરાવ્યો હતો અને એટલે જ ખબર હોવી જોઇએ કે શરીરનું સૌથી મહત્વનું અંગ ખભો હોય છે. અને જરૂરિયાતના સમયે તે આપવાનો કોઇ અવસર જતો કરવો જોઇએ નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment