Sunday, 7 February 2016

[amdavadis4ever] કોઈના જવાથી સર્જાતાં શૂ ન્યાવકાશો કા યમી નથી હોતાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહાકવિ કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને જે નાચ્યો હોવાનું કહેવાય છે તે જર્મન કવિ ગટે લખે છે કે, 'કુદરતની એક બહુ મોટી કૃપા એ છે કે જિંદગીમાં ખાલી પડતી જગ્યાઓ હંમેશાં પુરાઈ જતી હોય છે.'

અવકાશો સર્જાતા રહે છે જીવનમાં. કોઈના જવાથી, કશુંક ન મળવાથી કે અણધારી ઘટનાઓ બનવાથી સર્જાતા શૂન્યાવકાશો કાયમી નથી હોતા. એ કાયમી નથી હોતાં એ જ મોટું આશ્ર્વાસન છે. પણ આવું સાંત્વન શૂન્યાવકાશની ઘડી સર્જાઈ રહી હોય ત્યારે કોઈના તરફથી મળતું હોય તો તે પોકળ ભાસે, કારણ કે નિરાશાની એ ઘડીએ લાગે કે ફરી ક્યારેય આ ખાઈમાંથી બહાર નહીં આવી શકાય. મન થાકેલું હોય, ભવિષ્યમાં કાળાં વાદળાં સિવાય બીજું કશું જોઈ શકાતું ન હોય અને હૃદયમાં વીતેલા સમયે આપેલા જખ્મો રૂઝાયા ન હોય ત્યારે આ ભારેખમ દિવસો અનંત લાગે. બસ, હવે વધારે દર્દ સહન નહીં થઈ શકે એવું મન કહેતું રહે, છતાં એક પછી એક ગાંસડીઓ એના પર ખડકાતી જાય. મન મજબૂત છે. ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવું મનની બાબતમાં નથી હોતું. આવી જાઓ, જેણે જેટલું પજવવું હોય એટલું પજવી લો-મન મનમાં ને મનમાં બોલતું હોય છે. દિવસો વીતતા જાય છે અને અઠવાડિયાઓ, મહિનાઓ પણ. કમાલ છે, હજુ આપણે મૂરઝાયા નથી. અત્યારે ખીલી શકતા નથી એ વાત અલગ છે પણ કરમાઈ નથી ગયા એ ભગવાનની કેટલી મોટી કૃપા. ઝૂકી જવું પડ્યું અને વળી જવું પણ પડ્યું, પરંતુ બટકી નથી ગયા કે તરડાઈ નથી ગયા એ કેટલી મોટી વાત. આવા દિવસો વિતાવ્યા પછી પણ અંદરની જાતને અકબંધ જોઈએ છીએ ત્યારે આ આશ્ર્વાસન કામ લાગે છે:

આ દિવસો પણ જશે...

હૃદયને જખમી કરનારી ઘટના વખતે સર્જાતા દર્દ કરતાં એ દર્દનો લાંબા સમય સુધી સંભળાયા કરતો ઘેરો રણકાર વધુ પીડાદાયી હોય છે. આવી લિન્ગરિંગ ફીલિંગમાંથી રાતોરાત બહાર આવવું અશક્ય છે. કદાચ બિનજરૂરી છે. બિનજરૂરી એટલા માટે કે એ રણકારનો છેવટનો સૂર શમી ન જાય કે એની અસર જડમૂળમાંથી નાશ ન પામે તો શક્ય છે કે ફરી એક વાર એ બીજમાંથી વેદનાની કૂંપળ ફૂટે. એના કરતાં ભલે થોડી વાર લાગે પણ દર્દની સહેજ પણ કસર બાકી ન રહે તે સારું.

જે જાય છે કે જે શું થઈ જાય છે તે નકામું હતું એવું માનવું જરૂરી નથી. જ્યાં સુધી ભગવાન તમને લઈ જવા માગે છે ત્યાં સુધી પહોંચવા અતીતની આ તમામ કસોટીઓમાંથી પસાર થવું અનિવાર્ય હતું. કશુંક પણ શું થઈ જવાથી સમગ્ર ભવિષ્ય પર કાયમની ચોકડી મુકાઈ જતી નથી. વર્ષોથી જેની દહેશત હોય એ છૂટા પડવાની ઘટના છેવટે બની જાય તે વખતે બધું જ એકાએક થઈ રહ્યું હોય એવી લાગણી જન્મે છે. પણ ફરી વિચારતાં લાગે કે કશુંય એકાએક થતું નથી. કાળનું સર્જન ધીમી પણ નિશ્ર્ચિત ગતિએ સતત થતું રહે છે. આપણું ધ્યાન એ તરફ હોય કે ન હોય. એકાએક બનતી લાગતી ઘટનાઓનું પિંડ વર્ષોથી ઘડાતું આવતું હોય છે. 

વિષાદમાં ડૂબી જવાતું હોય, દિશાહીન થઈ ગયા હોવાનું લાગતું હોય ત્યારે સૌથી પહેલો પ્રયત્ન દિશા શોધવાનો ન કરવાનો હોય, ડૂબવામાંથી જાતને ઉગારી લેવાનો હોય. એક વખત માથું પાણીની બહાર રાખી શકીએ તો દિશા કઈ તરફની છે તે ગૌણ બની જાય. ડૂબવામાંથી ઊગરવું કે ચોક્કસ દિશા શોધવાનો પ્રયત્ન કરવો-આ બે જ વિકલ્પ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રથમ વિકલ્પને પ્રાધાન્ય હોય, બીજા વિકલ્પના અસ્તિત્વનો સમગ્ર આધાર પ્રથમ વિકલ્પમાંના પ્રયત્નોની સફળતા પર છે. 

જોખમ હવે પછી આવનારા બેઉ વિકલ્પોમાં છે, પણ આગળ વધવાની શક્યતા બીજા વિકલ્પમાં છે. દસ ફૂટ પહોળાઈનો ખાડો આવે ત્યારે પાછા ફરી જવાનો વિકલ્પ તમારી પાસે છે જ. એવું કરવાથી ફરી જ્યાં હતાં ત્યાં જ આવીને બેસી રહેવું પડશે. બીજો વિકલ્પ એને પાર કરવાનો છે. એને ઓળંગવા જતાં તમારો કૂદકો ઓછો પડે ને તમે વચ્ચે જ પટકાઈ જાઓ એવું બને. બની શકે. પણ એ ખાડો પાર કરી શકો તો આગળ એક વિશાળ ખૂબસૂરત માર્ગ તમારા માટે તૈયાર છે. એની તમને ખબર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment