Sunday, 7 February 2016

[amdavadis4ever] આયુર ્વેદિ ક વા નગીઓ Vaidya Prerak Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આયુર્વેદિક વાનગીઓ

'વૈદ્યમિત્ર, આ વર્ષે ફૂડ ફેસ્ટિવલમાં મારે બધાને કશુંક સ્પેશિયલ ચખાડવું છે. હેલ્ધી હોય, બધાને ભાવે તેવું હોય અને આયુર્વેદ પ્રમાણે બનાવેલું હોય તેવી મારી હોંશ છે અને એના માટે હું થોડી આઇટમ તમારા માટે બનાવીને લાવી છું. તમે ચાખીને, ઓપિનિયન આપો. સૌ પહેલાં તમે મારા બ્રાહ્મીના ખાખરા ચાખો. આજકાલ લોકો બ્રેઇન ટોનિક તરીકે બ્રાહ્મી વાપરે છે. એટલે મેં મેથીના ખાખરાની જેમ જ તાજી બ્રાહ્મીનાં લીલાં પાન ચૂંટીને બ્રાહ્મીના ખાખરા બનાવ્યા છે.'

'વાહ અમીબહેન, બહુ સરસ આઇડિયા છે. પહેલી વાર બ્રાહ્મીના ખાખરા સાંભળ્યા. આપણે ત્યાં નાનાં પાન અને મોટાં પાનવાળી એમ બે જાતની બ્રાહ્મી થતી હોય છે. એમાં નાનાં પાનવાળી ખડબ્રાહ્મી તરીકે ઓળખાય છે. જોકે, બંને બ્રાહ્મીના ગુણ સરખા છે. તમે ખાખરા બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અને એમાં મસાલા માટે થોડું જીરું અને મરચું ઉમેર્યું છે. એમાં તમે મરચાંને બદલે થોડી લીંડીપીપરનું ચૂર્ણ ઉમેરી જુઓ. લીંડીપીપર સ્વાદમાં થોડી તીખી છે, એને આયુર્વેદમાં યોગવાહી કહી છે. એટલે બ્રાહ્મીના ગુણને મગજ સુધી લઈ જવામાં તે મદદ કરશે. સ્વાદમાં પણ સરસ લાગે છે.

'વૈદ્યમિત્ર, લોકો વજન ઉતારવા ઘઉંના લોટમાં રાગીનો લોટ મિક્સ કરીને રોટલી બનાવીને ખાય છે. એટલે મેં ઘઉંના લોટમાં રાગીને મિક્સ કરી, તેમાંથી કૂકીઝ-બિસ્કિટ બનાવ્યાં છે અને ગળપણ માટે મધ વાપર્યું છે. રાગી લુખ્ખી રહે છે એટલે મેં ગાયનું ચોખ્ખું ઘી ઉમેર્યું.'

'અત્યાર સુધી માત્ર આદિવાસી પંથકમાં ખવાતી રાગી હવે શ્રીમંતોના રસોડે પહોંચી છે તે આવકારદાયક છે, પરંતુ રાગી વિષે કેટલીક વાતો જાણવી જરૂરી છે. રાગીમાં કેલ્શિયમ વધારે માત્રામાં મળે છે અને કેલરી ઓછી હોવાના કારણે ડાયટિશિયન લોકોની ફેવરિટ છે, પરંતુ રાગી પચાવવામાં દુર્જર એટલે કે બહુ ભારે છે. મહેનતકશ રાગીને પચાવી જાણે છે. અન્યથા એકલી રાગી ખાધે રાખવાથી પાચનના પ્રોબ્લેમ્સ થઈ શકે. તમે આમ પણ ઘઉંના લોટ સાથે મિક્સ કરેલી છે એટલે આવો વાંધો નહીં આવે, છતાં પણ તમારે કશુંક ઉમેરવું હોય તો તેમાં સહેજ સૂંઠ કે આદું ઉમેરી શકો. સૂંઠ કે આદું આપણા જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. એનાથી કૂકીઝ પચવામાં આસાન થશે. સાથે કૂકીઝની ઉપર એલચીનો ભૂકો પાથરશો. એનાથી ટેસ્ટ સારો થશે.'

'આ છેલ્લી વાનગી તો તમારી રેસિપી પ્રમાણે જ બનાવી છે. શતાવરી, અશ્વગંધા, ખજૂર અને અંજીરના લાડુ. ખજૂર અને સૂકા અંજીરને એકદમ ઝીણા ટુકડામાં સમારી લઈ થોડા ગાયના ઘીમાં સાંતળીને એકદમ મેલ્ટ થવા દીધા. પછી તેમાં શતાવરી અને અશ્વગંધા ચૂર્ણ સરખે ભાગે અને થોડા પ્રમાણમાં ગંઠોડા ઉમેરીને, જરૂર પૂરતું ઘી અને ગોળ ઉમેર્યાં. હાથથી બરાબર મસળીને, નાના નાના લાડુ બનાવ્યા છે.''હું મારા દર્દીઓને સૌથી સારા ટોનિક તરીકે આખો શિયાળો આવા લાડુ ઘરે બનાવવાની સલાહ આપતો રહું છું. આજકાલ સોમાંથી એંસી ટકા દર્દીઓમાં એનીમિયા, લો એનર્જી, ક્રોધ, ચીડિયાપણું, સેન્સિટિવ નેચર, વાળ ખરવા, નખ તૂટવા, કે સ્કિનની ફરિયાદો જોવા મળે છે. ઉપરાંત કાયમી વિકનેસ રહેવી, સ્ટ્રેસ, સારી ઊંઘ ના મળવી જેવા પ્રશ્નો તો હોય જ છે.

એ બધામાં આ રેસિપી કામની છે. ખજૂરમાંથી આયર્ન અને અંજીરમાંથી કેલ્શિયમ મળી રહે છે. ઉપરાંત બંને ભેગાં મળીને વાળ-નખ અને હાડકાં મજબૂત કરે છે. સ્કિન પણ સુધારે છે. શતાવરી પિત્તશામક છે જ ઉપરાંત માસિકના લગભગ તમામ પ્રશ્નોમાં શતાવરી એકલી સારું પરિણામ આપે છે. પુરુષોમાં પણ એસિડિટી, માઇગ્રેન જેવા પિત્તના રોગોમાં ફાયદો કરે છે. અશ્વગંધા સ્ટ્રેસ ઘટાડનાર તથા વધતી ઉંમરને લીધે શરીરમાં થતા ઘસારાને પહોંચી વળવા માટે કામની છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment