Wednesday, 10 February 2016

[amdavadis4ever] ડબાવાળાઓ પા ંખો ફેલાવશે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈમાં રહેનારા અને રોજબરોજ શહેરની સડકોથી લઈ રેલવે સ્ટેશન પર ડબ્બાવાળાને જોનારા માટે આ સામાન્ય વ્યવસાય છે, પરંતુ આજે પણ દેશ-દુનિયાના વિવિધ ભાગોમાં મુંબઈના ડબ્બાવાળા મેનેજમેન્ટ અને ટીમવર્કનું એક બેનમૂન ઉદાહરણ છે અને તેમની કામ કરવાની શૈલી અને સંપૂર્ણ પ્રક્રિયા ઘણાંને આશ્ર્ચર્ય પમાડે છે. પ્રિન્સ ચાર્લ્સ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલા ડબ્બાવાળાને તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનના દૂત બનાવ્યા છે. જોકે ડબ્બાવાળાની પોતાની વિવિધ સમસ્યાઓ છે, સૌથી વધુ પ્રશંસાનાં પુષ્પો વરસે છે, પરંતુ લક્ષ્મીજીની વર્ષા તેમના પર થતી નથી ત્યારે ડબ્બાવાળાઓ પોતાની આવક વધારવાની નવી નવી રીતો અજમાવી રહ્યા છે. આ સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ મામલે ડબ્બાવાળા એસોસિયેશનના પ્રવક્તા સુભાષ તળેકર સાથે 'મુંબઈ સમાચારે' એક્સક્લુઝિવ વાત કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર 'મુંબઈમાં અમે કુલ ૪,૫૦૦થી ૫૦૦૦ ડબ્બાવાળા છીએ. અમારા ટિફિન સર્વિસનો સમય વર્ષોથી નિર્ધારિત છે અને તે પ્રમાણે અમે કામ કરીએ છીએ. આ ઉપરાંત અમારી પાસે સમય છે. આ સમયમાં હાલમાં અમે ફ્લિપકાર્ટ જેવી ઑનલાઈન કંપનીઓનો માલ વેચીએ છીએ અથવા તો કોઈ નાનું-મોટું કામ કરીએ છીએ. હવે અમે દૂધ અને શાકભાજી પણ લોકોના ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું છે. અમારું ટિફિનસેવાનું કામ લગભગ સાડાઆઠ પછી ચાલુ થાય છે ત્યારે વહેલી સવારે લોકોને દૂધ પહોંચાડવાનું અમારી માટે શક્ય છે. અમે ડિસ્ટ્રિબ્યુટર કંપનીઓ પાસેથી દૂધ લઈને નજીકના લોકો સુધી પહોંચાડીએ છીએ. આ સેવા હાલમાં તો બાન્દ્રા અને દાદર સુધી જ છે. જરૂરી નથી કે અમે જે ટિફિનના ગ્રાહક હોય તેમને જ દૂધની સેવા આપીએ, જેમને જોઈતી હોય અને જે અમારો સંપર્ક સાધે તેમને અમે દૂધ આપીએ છીએ. આ સાથે શાકભાજી અંગે પણ તેઓ વિચારી રહ્યા છે. જોકે આ માટે હજુ કોઈ ખાસ પ્લાન અમે બનાવ્યો નથી. અમારી માટે આ એટલું સહેલું નથી કારણ કે અમારે સસ્તામાં શાકભાજી લઈ તેને વાજબી ભાવે વેચવાના છે.'

એ બહુ દુ:ખની વાત કહી શકાય કે આટલા લોકપ્રિય કહેવાતા અને મહેનત કરતા ડબ્બાવાળાઓને આર્થિક સમસ્યાઓ નડી રહી છે. તમને જાણ હશે કે ડબ્બાવાળાઓ સવારે સાડા આઠથી કામે લાગે છે. ઘણી ઈમારતો છે જેમાં લિફ્ટ નથી, તેઓ પગથિયાં ચડી ડબ્બા લે છે, પોતાના અલગ પ્રકારના કોડ પ્રમાણે તેમને સાચવે છે. નજીકના સ્ટેશન પર અલગ અલગ કરી અન્ય એક ડબ્બાવાળાને આપે છે. મુંબઈના અત્યંત ભીડવાળા પ્લેટફોર્મ અને ડબ્બામાં ચડે છે. માથે લોખંડની રેક મૂકી તેના પર ડબ્બા લઈ જઈ ચર્ચગેટ કે અન્ય સ્ટેશન સુધી પહોંચાડે છે. તેને ઓફિસ સુધી પહોંચાડે છે અને ફરી આ પ્રકારે ડબ્બા સાંજે સાડાછ વાગ્યા સુધીમાં તો ફરી ગૃહિણીઓના હાથમાં પહોંચી જાય છે. 

હવે તેમણે પણ વિકલ્પો શોધવા પડે છે. અન્ય એક વિકલ્પ અંગે પણ ડબ્બાવાળાએ વિચારી રાખ્યું છે. ડબ્બાવાળાના પરિવારને પણ ધંધામાં જોડવા માટે તેઓ વિચારી રહ્યા છે. મુંબઈમાં એવા હજારો નોકરિયાતો કે ધંધાદારીઓ રહે છે જેમને નિયમિત કે ઘણી વાર ઘરનું જમવાનું ન મળતા હોટેલ કે લોજનું જમવાનું જમવું પડે છે. ડબ્બાવાળાઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના પરિવારની મહિલાઓ રસોઈ બનાવે અને તે ટિફિન તેઓ બહારનું ખાતા લોકોને પહોંચાડે. જોકે આ સેવા હજુ ચાલુ થઈ શકી નથી. આ મામલે તળેકરે જણાવ્યું હતું કે આ વિશે અમે વિચાર્યું છે, પરંતુ વિચારવું અને અમલમાં મુકવામાં બહુ અંતર હોય છે. અમેે ઘણી મર્યાદાઓ સાથે કામ કરીએ છીએ ત્યારે દરેક શક્ય લાગતી વસ્તુ પણ કરી શકાતી નથી.

તાજેતરમાં જ ડબ્બાવાળાઓએ સો બાઈક ઑર્ડર કરી છે. સાઈકલમાં ટિફિન લઈને જતા ડબ્બાવાળાો હવે ગણતરીના સમયમાં બાઈક લઈને ડબ્બા લઈ જતા જોવા મળશે. થોડા સમય પહેલા ડબ્બાવાળાઓને રેલવેમાં રિઝર્વેશન મેળવવા માટે સરકાર સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. હજુ પણ તેઓ તેમની સાઈકલ રાખવા માટે રેલવેનું પાર્કિંગ માગી રહ્યા છે, પરંતુ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ડબ્બાવાળાનો સૌથી મોટો પ્રશ્ર્ન ટ્રાફિકનો છે ત્યારે બાઈક આવવાથી તેમની સાઈકલ ઘસડવાની કસરત બંધ થઈ જશે, પણ ફરી બાઈકના પાર્કિંગ અને પેટ્રોલના ખર્ચનો પ્રશ્ર્ન ઊભો જ રહેશે. જોકે ડબ્બાવાળાઓ ગમે તેટલા પ્રશ્ર્નો વચ્ચે પણ પોતાનું કામ કરતા જ રહે છે અને પોતાના આનંદમાં વ્યસ્ત રહે છે. 

માત્ર કમાવવાનું કામ ન કરતા ધાર્મિક વૃત્તિના ડબ્બાવાળાઓ સામાજિક કાર્યો પણ કરે છે. તેમની કાર્યશૈલીને લીધે જ અને તેમની લોકપ્રિયતાને લીધે સ્વચ્છતાના દૂત તરીકે મોદીએ તેમની નિમણુંક કરી છે. ડબ્બાવાળાઓ વારે-તહેવારે સ્વચ્છતા અભિયાન ચલાવે છે. પોતાના ગ્રાહકોને પણ સ્વચ્છતા મામલે જાગૃત કરી રહ્યા છે. આ સાથે ડબ્બાવાળાઓએ એક ઔર અભિયાન હાથ ધર્યું છે. મોટી પાર્ટી કે લગ્ન સમારંભોમાં વધેલા ભોજનને ભૂખ્યાજનો સુધી એટલે કે ગરીબ વસતિમાં પહોંચાડવાનું કામ તેઓ કરી રહ્યા છે. આ સેવાને તેમણે રોટી બૅંક એવું નામ આપ્યું છે. 

અગાઉ ડબ્બાવાળાઓએ એક વેબસાઈટ પણ શરૂ કરી હતી, પરંતુ વેબસાઈટ કરતા તેમનું નેટવર્ક વધારે ફાયદાકારક તેમને લાગે છે. નવા ગ્રાહક મળવા તેમના માટે મુશ્કેલ નથી, પરંતુ મહિને માંડ ૧૫,૦૦૦ આસપાસ કમાઈ શકતા ડબ્બાવાળાઓ માટે આજના સમયમાં ગુજરાન કરવું અઘરું પડી ગયું છે. તેઓ ઈચ્છે છે કે તેમની આવનારી પેઢી ઉચ્ચ શિક્ષણ લે અને નવા વ્યવસાયમાં જોડાય ત્યારે મુુંબઈગરાઓએ અને સરકારે પણ વિચારવાનું રહે છે કે જો તેમની નવી પેઢી આ વ્યવસાયથી વિમુખ થતી જશે તો આપણને ડબ્બા કોણ પહોંચાડશે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment