Wednesday, 10 February 2016

[amdavadis4ever] તમે મારા દે વના દીધેલ છો , તમે મારા માંગી લીધેલ છો, આવ્યા ત ્યારે અમર થઇ ને રો’ Dr. Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઇને રો’

નાનાં ગામોમાં ભારતીય પરંપરાઓમાં જીવતાં પતિ-પત્ની પણ સાવ ઉઘાડી ભાષામાં આવી બધી વાતચીત કરતાં નથી હોતાં. 'કુછ દિલને કહા, કુછ દિલને સૂના' જેવો મામલો હોય છે. જે વાત શબ્દોથી બયાન નથી થઈ શકતી તે સંકેતોમાં વ્યક્ત થઈ જતી હોય છે. બંનેએ નક્કી કર્યું કે હજુ થોડાક દિવસો ચડવા દઈએ. એ પછી ડોક્ટર પાસે 'ચેકઅપ' માટે જઈશું, પણ મહિનાની ઉપર માંડ દસેક દિવસ થયા હશે ત્યારે અચાનક એક દિવસ સાંજના સમયે રમાને પેટમાં અસહ્ય દુખાવો ઊપડ્યો. અસહ્ય એટલે એ હદનો કે રમા પથારીમાં તરફડિયાં મારે. અશોકે તરત જ વાહનની વ્યવસ્થા કરી. સ્થાનિક ડોક્ટરે રમાને એક ઇન્જેક્શન આપ્યું અને સલાહ આપી: 'પેશન્ટને તાબડતોબ ભાવનગર ભેગાં કરો.'

'ત્યારે હવે આનો ઉપાય શું છે?'
'પહેલાંના સમયમાં તો પેટ ચીરીને મોટું ઓપરેશન કરવામાં આવતું હતું. જે નળીમાં ગર્ભ હોય તે કાઢી નાખવામાં આવતી હતી, પણ હવે લેપ્રોસ્કોપીનો જમાનો આવી ગયો છે. ઓપરેશન તો કરવું પડશે, પણ આખું પેટ ખોલવું નહીં પડે. તમારી વાઇફને બેહોશ કરીને પેટમાં દૂરબીન દાખલ કરીને નળીને 'દોહીને' પેલો ગર્ભ બહાર કાઢી નાખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે નળી બચી શકશે. એટલે ભવિષ્યમાં ફરી વાર પ્રેગ્નન્સી રહેવાની તકો જળવાઈ રહેશે. લો, આ સંમતિપત્રમાં સહી કરી આપો. ત્યાં સુધીમાં હું એનેસ્થેટિસ્ટની વ્યવસ્થા કરું છું.' દસ જ મિનિટમાં એનેસ્થેટિસ્ટ આવી પહોંચ્યો. રમાનું ઓપરેશન પતી ગયું. ચોવીસ કલાકમાં તો એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. પૈસા સારા એવા ગયા, પણ એના કરતાંયે મોટું દુ:ખ ભાવિ સંતાન ગયું એ વાતનું થતુ હતું. એક કુમળું સપનું સાવ કાચું તૂટી ગયું. જે સપનું તૂટી ગયું એ તો ફરીથી જોડાતું નથી; પણ એક સપનું બીજા સ્વરૂપમાં જન્મી અવશ્ય શકે છે.  

સમય પસાર થતો ગયો. ત્રણ વર્ષ નીકળી ગયાં. અશોકભાઈ મને ક્યારેય રૂબરૂમાં મળ્યા નથી; પણ તેઓ મારી કોલમ 'ડો.ની ડાયરી'ના નિયમિત વાચક રહ્યા છે. સતત મારા લેખો વાંચ્યા પછી તેમણે ફોન પર કબૂલ કર્યું, 'સર, આવી હતાશાજનક પરિસ્થિતિ વચ્ચે પણ જો હું પરમ શક્તિ પર વિશ્વાસ રાખીને ટકી શક્યો હોઉં તો એનું એકમાત્ર કારણ તમારા હકારાત્મક વિચારો છે. જીવનમાં ગમે તેટલાં દુ:ખો આવે, પણ માનવીએ તેનો હસતા મુખે સ્વીકાર કરવો જોઈએ એ વાત હું તમારી પાસેથી શીખ્યો.' દુ:ખોની ધારાવાહિક શ્રેણી હજી ખતમ થઈ ન હતી. ઈ.સ. 2011માં રમાબહેનને ત્રીજી વાર ગર્ભ રહ્યો. કોઈ પણ સારવાર વગર રહી ગયો. આ વખતે એક્ટોપિકને બદલે નોર્મલ પ્રેગ્નન્સી જ હતી, પણ સાતમો મહિનો ચાલતો હતો ત્યારે પ્રિમેચ્યોર ડિલિવરી થઈ ગઈ. આઠસો ગ્રામ વજનની બાળકી જન્મી જે સંપૂર્ણ નિઓનેટલ સારવાર આપવા છતાં પણ જીવી ન શકી. હવે બધા સ્વજનોએ હિંમત અને ધીરજ ગુમાવી દીધી હતી. કોઈ બાળક દત્તક લેવાની સલાહ આપતું હતું, તો કોઈ આઇ.વી.એફ. ટ્રીટમેન્ટની સલાહ આપતું હતું, પણ અશોકભાઈ ઈશ્વર પરની શ્રદ્ધાના તરાપા પર બેસીને જિંદગીનો સાગર પાર કરવા મથી રહ્યા હતા.
 
છેવટે સમંદર હાર્યો અને તરાપો જીતી ગયો. 2014માં ચોથી વાર રમાબહેન પ્રેગ્નન્ટ બન્યાં. નો એક્ટોપિક પ્રેગ્નન્સી, નો પ્રિમેચ્યોર ડિલિવરી. હમણાં ગયા સપ્ટેમ્બરમાં જ રમાબહેને પૂરા મહિને પૂર્ણિમાના ચાંદ જેવી દીકરીને જન્મ આપ્યો. એ પણ નોર્મલ ડિલિવરી દ્વારા. દીકરી જીવી ગઈ છે એ વાતની શ્રદ્ધા બેસી ગયા પછી અશોકભાઈએ મારો ફોનનંબર લગાડ્યો: 'સાહેબ, હું ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાંથી બોલું છું. ખાસ તમારો આભાર માનવા જ ફોન...' ફોન મૂક્યા પછી હું વિચારતો રહ્યો. આપણા દ્વારા લખાયેલા શબ્દોની અસર ક્યાં ક્યાં પહોંચતી હશે એ વાતનો અંદાજ લેખકોને લખતી વેળાએ ક્યારેય હોય છે ખરો?! આ વાત નકારાત્મક લખાણને પણ એટલી જ લાગુ પડે છે. અશોકભાઈના ફોન પરથી મને લાગ્યું કે મારી જવાબદારી વધી ગઈ છે. મારી જાત પ્રત્યેની સભાનતા પણ વધી ગઈ અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment