Friday, 12 February 2016

[amdavadis4ever] તમારું મૂલ્ય કેટલું છે એ ત મારા મોઢે બોલ વાની જરૂર છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માર્કેટિંગના આ જમાનામાં જ્યારે પથ્થરો પણ પોતાને ડાયમન્ડમાં ખપાવીને હાઈ્પ ઊભો કરતા હોય ત્યારે શું હીરાએ પણ હવે પોતાનો મોલ પોતાના જ મોઢે બોલવાની નોબત આવી ગઈ છે? દુવિધા છે.

અત્યારે કેવું બની રહ્યું છે કે દસ પિક્ચરોનું પ્રમોશન થતું હોય તો આ દસમાંની નવ ફિલ્મો તો પ્રમોશનને શું, પ્રોડક્શનને જ લાયક ન હોય. જે ડિઝર્વિંગ એક ફિલ્મ હોય તે જો પોતાને પ્રમોટ નહીં કરે તો પાછળ રહી જશે એવી ઈન્સિક્યુરિટી હોય એટલે એણે પણ આ બૅન્ડવેગનમાં જોડાઈ જવું પડે.

અહીં એક સ્પષ્ટતા કરી લઈએ કે ફિલ્મ કે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં આવી રહી છે કે આવી ગઈ છે એની માહિતી લોકો સુધી પહોંચાડવી એક વાત છે. અને એ ફિલ્મ કે પ્રોડક્ટને ધક્કા મારીને, પુશ કરીને, એવું માર્કેટિંગ કરવું કે એની આસપાસ હાઈ્પ ઊભો કરવો એ બીજી વાત છે. લોકો સુધી માહિતી પહોંચાડ્યા પછી જો એ પ્રોડક્ટ ડિઝર્વિંગ હશે તો આપોઆપ એના વિશે વર્ડ ઑફ માઉથ ફેલાવવાનો જ છે.

એક દાખલો આપીને કહું. સલમાનની 'પ્રેમ રતન ધન પાયો' કે શાહરુખની 'દિલવાલે'નું પ્રમોશન કેટલા મોટા પાયે થયું હતું, કેટલો મોટો હાઈ્પ આ બે ફડતૂસ ફિલ્મો માટે સર્જવામાં આવ્યો હતો તેની સૌને ખબર છે. આની સામે નાના પાટેકરવાળી મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ'ની રિલીઝ વિશે માત્ર માહિતી જ રિલીઝ કરવામાં આવી હતી, એનાં ટ્રેલર્સ વગેરે દ્વારા. 'નટસમ્રાટ' માટે એવું કોઈ તોતિંગ માર્કેટિંગ બજેટ કે એવી કોઈ લાંબી ચૌડી માર્કેટિંગ સ્ટ્રેટેજિ નહોતાં. પણ પ્રેક્ષકોને ઉત્કંઠા હતી. કુસુમાગ્રજનું સુપ્રસિદ્ધ નાટક ફિલ્મી પડદે આવે, નાના જેવા ગજાદાર અભિનેતા એમાં હોય, મહેશ માંજરેકરનું ડિરેક્શન હોય - આ બધાના સરવાળે ઉત્કંઠા હતી. અને આ ઉત્કંઠા સંતોષવા માટે 'નટસમ્રાટ' વિશેની થોડીક થોડીક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી. ફિલ્મ રિલીઝ થયા પછી એની વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી એવી થઈ, એવી થઈ કે કોઈ પણ માર્કેટિંગ નિષ્ણાતે હાઈ્પ ઊભો કરવા માટેની સ્ટ્રેટેજિ પણ એની સામે ભૂ પીએ.

આજના માર્કેટિંગના જમાનામાં પણ મને તો કબીરનો આ દોહોે સો ટકા રિલેવન્ટ છે એવું લાગી રહ્યું છે: બડે બડાઈ ન કરે, બડે ન બોલે બોલ; હીરા મુખ સે ન કહે લાખ ટકા મેરા મોલ.

મને આવું ઘણા વખતથી લાગી રહ્યું છે પણ છતાં આસપાસનું વાતાવરણ જોતાં ક્યારેક મારી આ માન્યતા વિશે શંકા જાગી જતી, દુવિધા થતી જે ગયા અઠવાડિયે પંડિત જસરાજે સોલ્વ કરી આપી.

પંડિત જસરાજ ૮૬ વર્ષના છે. છેક ૧૯૪૫થી કંઠ્ય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તપશ્ર્ચર્યા કરી રહ્યા છે. એ જે સ્ટેજ પર પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચીને બીજું કોઈ હોય તો ક્યારનું છકી ગયું હોય. પણ પંડિતજી કહે છે: 'એ ક્યારેય ખબર પડવી ન જોઈએ કે તમે શું છો. મારી આ વાત બધાએ ધ્યાનથી સમજવી જોઈએ, જો આગળ આવવું હોય અને ઊંચાઈ જોવી હોય તો... આ મારો જાત અનુભવ છે અને એ જ અનુભવ મેં બીજી અનેક વિભૂતિઓમાં જોયો છે. એ ક્યારેય ખબર ન પડવી જોઈએ કે કલાના ક્ષેત્રમાં તમે શું છો અને કઈ ઊંચાઈ પર છો.'

જસરાજજી કહે છે કે, 'કલાનું જ્ઞાન મેળવવું હોય તો એની કોઈ ઉંમર નથી અને એની કોઈ મર્યાદા નથી. આજે પણ મને કોઈ વધુ સારું શીખવી જાય એવું બની શકે અને એવું પણ બને કે આજે પણ મને કંઈ ન આવડતું હોય. ન આવડે એ વાતને શીખવાનો પ્રયત્ન નમ્રતાપૂર્વક કરવો જોઈએ અને વધુ સારું શીખવા મળે તો એ સ્વીકારવાની તૈયારી પણ વાજબી રીતે રાખવી જોઈએ.'

પંડિત જસરાજે આ બે વાત તો સો ટચના સોના જેવી કહી દીધી કે: ૧. તમે શું છો, કઈ ઊંચાઈએ કામ કરી રહ્યા છો, ક્યાં પહોંચ્યા છો, ક્યાં પહોંચી શકો એમ છો એની ખબર કોઈને ન પડવી જોઈએ. અને ૨. સતત નવું નવું શીખવું જોઈએ, પોતાના અજ્ઞાન પ્રત્યે સભાન રહેવું જોઈએ. પણ આવું ક્યારે શક્ય બને? એનો ઈલાજ પણ એમની પાસે છે:

'મેં એક નિયમ રાખ્યો છે કે કોઈનાં વખાણ સાંભળવાં નહીં. (અર્થાત્ કોઈએ કરેલાં મારાં વખાણ સાંભળવા નહીં). આ નિયમથી ઘમંડ નથી આવતો. આ નિયમ મનમાં મોટાઈ સર્જાતાં રોકે છે.'

પંડિત જસરાજની આ વાત બધાને ગળે નહીં ઉતરે. પણ ધીમે ધીમે જેમ સમજાતી જશે એમ એનું મહત્ત્વ જિંદગીમાં કેટલું મોટું છે એનો ખ્યાલ આવતો જશે. પ્રશંસા કે વખાણ કોને ન ગમે. કલાકાર તો તાળીઓનો તરસ્યો હોવાનો. પણ આ તાળીઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની. એની ગૂંજ જો તમને તમારા અભ્યાસ દરમિયાન, રિયાઝ દરમિયાન, રિસર્ચ દરમિયાન સંભળાતી રહેશે તો તમે તાળીઓ ઉઘરાવવા માટેનું જ સર્જન કરતા રહેશો અને ક્યારેય એ ઊંચાઈએ નહીં પહોંચો જે ઊંચાઈએ કળાના સાચા સાધકો પહોંચ્યા છે.

એક નાનકડો દાખલો આપીને વાત પૂરી કરું. રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોનાં રેકૉર્ડિંગ્સ જેમણે સતત સાંભળ્યાં છે. એમને ખ્યાલ હશે કે એમના પ્રવચનો દરમિયાન શ્રોતાઓ ક્યારેય વારંવાર તાળીઓ પાડતા નથી. ઈવન ઘણી વખત તો પ્રવચન પૂરું થયા પછી પણ નહીં. હા, કોઈ રમૂજ આવી તો હસી લે. પણ બાકી શાંતચિત્તે મન ભરીને એમની વાતોને પોણો કલાક, એક કલાક સુધી સાંભળ્યા કરે અને હૃદયમાં ઉતારી લે.

ક્યારેક લાગે કે તાળીઓ તવાયફ્ના કોઠા પર ઉછાળવામાં આવતી નોટો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment