Sunday, 7 February 2016

[amdavadis4ever] ક્યારે લે ણદેણ જાગે છે એ કોઈ નથી જાણતું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કમલકાંત અને નલિનકાંત બેઉ પાડોશીઓ. એક જ માળ પર બેઉના ફ્લેટ. કમલકાંત વ્યવસાયે વકીલ અને નલિનકાંત એક બૅેંકમાં ઓફિસર. બેઉ શિક્ષિત અને સજ્જન, બેઉની કમાણી સારી, બેઉ પોતપોતાની રીતે શાંતિથી રહે. જો કે બેઉને એક દુ:ખ સમાન હતું. બેઉ નિ:સંતાન હતા.

કેટલાંક વરસો પહેલાં કમલકાંતની પત્ની વિમળા અને નલિનકાંતની પત્ની ચંદ્રિકાને કોઈ વાતે મતભેદ પડી ગયેલો. એ મતભેદ ઊંડાણમાં એવું ઘર કરી ગયેલો કે બેઉ વચ્ચે લગભગ અબોલા જેવી સ્થિતિ સર્જાયેલી. સમય વીતતો ગયો એમ બેઉ વચ્ચેના અબોલા દૃઢ થતા ગયા. ઝઘડા ના થાય પણ પોતાપણાની ભાવના જરાય ન હતી રહી.

ચંદ્રિકાને વાંચનનો શોખ તે લાયબ્રેરીમાં જાય, ત્યાં બેસીને મેગેઝિન્સ વાંચે, ઘેર પુસ્તકો લાવે. આમ એ તો ખુશ રહે. સાંજ પડે પતિપત્ની ફરવા જાય. અલકમલકની વાતો કરે. એમના જીવનમાં રસ અને ઉત્સાહ ઊભરાતાં લાગે.

જ્યારે કમલકાંતની પત્ની વિમળા ઘરમાં એકલી પડી જતી. કમલકાંત એના વ્યવસાયમાં ખૂંપેલો રહેતો, એને નિ:સંતાનપણું ખાસ ખટકતું નહિ. એ બુદ્ધિથી જીવનારો હતો, પરંતુ વિમળાને સૂનું ઘર ખાવા ધાતું. સંતાન વગરના ઘરે એને ઉદ્વેગ અને ઉચાટથી ભરી દીધી હતી. પરિસ્થિતિ સાથે એ સમાધાન કરી શકી ન હતી.

કલમકાંત એને કહેતો, 'તું કોઈ પ્રવૃત્તિમાં મન પરોવ.'

'શું પ્રવૃત્તિ કરું? કોના માટે કરું? ઘરમાં બાળક હોય તો એમના નામે હજાર પ્રવૃત્તિ થાય.'

'બાજુવાળા ચંદ્રિકાબેન તારી જેમ કકળ્યા નથી કરતાં.'

'મૂકો એનું નામ. એ તો ચોપડીઓનો કીડો છે. બહુ મોટી પંડિત છે.' તિરસ્કારથી વિમળા બોલી.

કમલકાંત પત્નીનું દુ:ખ સમજી શકતો હતો, પત્નીની માંદલી મનોદશા માટે એને સહાનુુભૂતિ હતી. એ બોલ્યો, 'આપણે એક બાળક દત્તક લઈએ તો?'

'ના, ના. મને પારકા છોકરાં પર હેત ન આવે.

'વિમળા, તને અત્યારે એવું લાગે છે પણ એ બાળક આપણી સાથે રહેવા માંડે પછી એની પર આપોઆપ હેત આવે. એના ઉછેરમાં અને વિકાસમાં રસ પડે અને જીવન ભર્યું ભર્યું લાગે.'

'એ બધી ભ્રમણા છે, કદી પારકા પોતાનાના થાય અને આપણા હૈયામાંથી સ્વાભાવિક હેત ફૂટે નહિ.' વિમળા નીરસ સૂરે બોલી.

'વિમળા, સેંકડો દંપતી બાળક દત્તક લે છે અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. તું નિરાશ થઈને છેલ્લે પાટલે ના બેસ.' કમલકાંતે પત્નીને સમજાવતાં કહ્યું.

'તમને મારું દુ:ખ નહિ સમજાય. તમે તો તમારા અસીલો અને કોર્ટમાં મસ્ત રહો. તમારામાં ક્યાં કોઈ ભાવ કે ભાવના છે? મારી જેમ ઘરમાં રહેવું પડે તો ખબર પડે. મારે ક્યાંય જવાનું નહિ, કોઈની સાથે વાતો નહિ કરવાની.'

'તારે જ્યાં જવું હોય ત્યાં હું લઈ જાઉં, તું કહે ક્યાં જવું છે?'

કમલકાંત શાંતિથી પૂછતો પણ વિમળા ચીડાઈ જતી. ખૂબ ગુસ્સો કરતી, અને પછી રડતી. રડવાનું બંધ થાય પછી ય એ સાવ ઉદાસ થઈને બેસી રહેતી. ધીરે ધીરે એ પતિથી ય દૂર થતી ગઈ. એ સાવ એકલી, અટૂલી થઈ ગઈ. એકલતાનો બોજ એ સહી શકી નહીં. મગજનું સમતોલપણું એ ગુમાવી બેઠી. ઘરમાં હોય તો ય રસોઈ કરવાનુંં ના સૂઝે. પોતે જમી છે કે ભૂખી એનું ય ભાન ન રહે. પરિચિતોને ય ના ઓળખે. એ પોતાની જાતથી ય જાણે દૂર થતી ગઈ.

આવી જ મનોસ્થિતિમાં એક દિવસ એક ઘર ખુલ્લું મૂકીને બહાર નીકળી ગઈ. થોડું ચાલી અને રસ્તે જતી રિક્ષા ઊભી રાખી અને બેસી ગઈ.

રિક્ષાવાળાને કહે, 'ફરવા લઈ ચાલ.'

'પણ કયા સ્થળે?' રિક્ષાવાળાએ મુંઝાઈને પૂછયું.

'ગમે ત્યાં. તને ગમે ત્યાં લઈ જા.' રિક્ષાવાળો ચોંક્યો. એ સમજી ગયો કે બહેનનું મગજ ઠેકાણે નથી. ક્યાં ઉતારવા આ બહેનને? વળી સોનાના દાગીના પહેયાર્ર્ં છે, ખભે પર્સ છે, પર્સમાં પૈસા હશે, આ તો જબરી મુસીબત. ત્યાં એણે એક ઉપાશ્રય જોયો. ઉપાશ્રયના દરવાજે કેટલાક સજ્જનોને ઊભેલા જોયા. એણે તો રિક્ષા ઊભી રાખી, એ સજ્જનોને વાત કરી અને વિમળાબહેનને ત્યાં ઉતાર્યાં. એ પરગજુ સજ્જનોએ પૂછપરછ કરીને વિમળાબહેનને એમના ઘરે પહોંચાડ્યા.

બીજી એક વાર પણ આવું જ થયું. હવે કમલકાંત ગભરાયા. વિમળાબહેનને ઘરમાં એકલા રખાય નહિ અને એવું કોઈ નિકટનું સગું નથી કે વિમળાબહેનને સાચવે અને ઘરનું 

ધ્યાન રાખે. કોઈ પગારદાર બાઈને રાખે તો ય એ અજાણી બાઈ પર કેટલો ભરોસો રખાય?

કમલકાંતે વ્યવસાય છોડીને સતત ઘેર રહેવાનું નક્કી કર્યું. ત્યારે નલિનકાંત અને ચંદ્રિકા એમની વહારે ધાયા.

ચંદ્રિકાએ કમલકાંતને કહ્યું, 'તમે ચિંતા ના કરો. આજથી વિમળાબહેન અમારા ઘેર રહેશે. આપણું રસોડું એક કરવાનું.'

'પણ કેટલો વખત? કદાચ એની હાલતમાં સુધારો ના પણ થાય.'

'તમે ચિંતા છોડો, આજથી વિમળાબહેનને હું સાચવીશ.'

'તમારી લાગણી હું સમજું છું પણ તમારા માથે આટલો બધો બોજ નંખાય નહિ?'

'કમલકાંતભાઈ, પહેલો સગો પાડોશી એવું આપણે સાંભળતા આવ્યાં છીએ, એ જુઠું છે?'

'એ તો જૂના જમાનાની વાત હતી, આ જમાનામાં સગાં ભાઈબહેન પાસેથી ય અપેક્ષા નથી રખાતી અરે પોતાનાં સંતાનો ય મા-બાપને સાચવતાં નથી ત્યાં તમે તો પાડોશી છો, કોઈ જૂની રાખરખાપત નથી... 'કમલકાંત ઋણભાવથી કહે જતા હતા.

ત્યાં નલિનકાંત બોલ્યા, 'અરે, કોઈ જૂની લેણદેણ હશે, જે આપણે જાણતાં નથી. પણ ભગવાન જાણે છે તેથી તો એણે આપણને પાડોશી બનાવ્યા હશે. માટે તમે જરાય ભાર ના રાખો. અને શાંતિથી રહો. મોજથી જીવો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment