Friday, 5 February 2016

[amdavadis4ever] સૌથી નાની ઉંમ રના સીઈઓ : રિ તેશ અગ્રવાલ P rakash Biyani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૌથી નાની ઉંમરના સીઈઓ : રિતેશ અગ્રવાલ


સ્ટ્રેટેજી સક્સેસ - પ્રકાશ બિયાણી

 

કેટલાક લોકોના ડીએનએમાં કંઈક નવું કરવાની જિદ્દ હોય છે. આવા લોકો સાધારણ શિક્ષણ મેળવ્યું હોવા છતાં પૈસા અને પ્રતિષ્ઠા બંને કમાઈ લે છે. દેશના સૌથી મોટા હોટલ નેટવર્ક ઓયો રૂમ્સના સંસ્થાપક રિતેશ અગ્રવાલ આવા જ ઉદ્યમી છે. 18 વર્ષની ઉંમરમાં તેમણે ઓરોવેલ સ્ટે (હવે ઓયો રૂમ્સ)ની સ્થાપના કરી અને દેશના સૌથી નાની ઉંમરના સીઈઓ બની ગયા હતા. બે વર્ષ પછી 2013માં પેપાલના સંસ્થાપક પીટર થિએલની થિએલ ફેલોશિપ મેળવનાર પહેલા એશિયાઈ ભારતીય બની ગયા. આ જ વર્ષે તેમને બિઝનેસ ઇનસાઇડ ને દુનિયાના હોટેસ્ટ ટીન એજ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સના લિસ્ટમાં સામેલ કર્યા.

2015માં બિઝનેસ વર્લ્ડે તેમને વર્લ્ડ યંગ એન્ટરપ્રિનિયોર એવોર્ડ આપ્યો. મજાની વાત તો એ છે કે ફોર્બ્સની અંડર 30ના લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવનાર રિતેશે માત્ર 12મા ધોરણ સુધી જ શિક્ષણ મેળવ્યું છે.16 નવેમ્બર, 1993માં કટકના એક મધ્યમવર્ગના મારવાડી પરિવારમાં જન્મેલા રિતેશ અગ્રવાલના પિતા એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનમાં કામ કરતા હતા. ત્રણ ભાઈ-બહેનોની સાથે તેમનું પાલનપોષણ થયું. રાયગઢ (ઉડીસા)માં તેમણે સ્કૂલનું શિક્ષણ મેળવ્યું.

12મું ધોરણ પાસ કર્યા પછી પિતાએ તેમને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ દિલ્હીમાં પ્રવેશ અપાવ્યો. બિઝનેસ મેનેજમેન્ટનું શિક્ષણ મેળવ્યા પછી બિઝનેસ જ કરવો હોય તો તરત જ કેમ નહીં? આ વિચાર સાથે માતા-પિતાને જણાવ્યા વગર રિતેશે કોલેજ છોડી દીધી અને 17 વર્ષની ઉંમરે ભારતભ્રમણ કરવા નીકળી પડ્યા. આ યાત્રા દરમિયાન તેઓ પૈસા બચાવવા માટે બજેટવાળી હોટલોમાં રોકાતા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે અનભવ્યું કે માત્ર પથારી અને બ્રેકફાસ્ટ ઓછા ખર્ચમાં યાત્રા કરનારાઓની જરૂરિયાત પૂરી કરતા નથી.

2013માં રિતેશ અગ્રવાલે ઓરાવેલ સ્ટે પ્રા.લિ.ની સ્થાપના કરી, જેણે બજેટ હોટલના લિસ્ટિંગ તથા બુકિંગ માટે એક પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું. આ લિસ્ટિંગની શરત એટલી હતી કે બજેટ હોટલના અતિથિઓને નક્કી કરેલી સુવિધાઓ મળે. 2013માં તેમણે ઓયો રૂમ્સની સંકલ્પના કરી, જેનો હેતુ હતો સામાન્ય સ્તરના અફોર્ડેબલ રૂમ્સ બજેટ હોટલના ગ્રાહકોને મળે. 2013માં તેમને થિએલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે મીડિયાનું તેમના તરફ ધ્યાન ગયું. અખબારો તેમના વિશે લખવા લાગ્યા ત્યારે માતા-પિતાને ખબર પડી કે રિતેશ કોલેજ છોડી ચૂક્યા છે. તેમની માતા ખૂબ જ નારાજ થયાં. તેમને એ ચિંતા હતી કે પુત્રએ ગ્રેજ્યુએશન ન કર્યું. તેના વિવાહ કરાવવામાં મુશ્કેલીઓ આવશે.

ઓયો રૂમ્સ આજે દેશનું સૌથી મોટું હોટલ નેટવર્ક છે. મે 2013માં ગુડગાંવમાં એક શહેર, એક હોટલ (હૂડા સિટી સેન્ટર)થી શરૂ થયેલા ઓયો રૂમ્સનું નેટવર્ક આજે અમદાવાદ, દિલ્હી, ગુડગાંવ, જયપુર, મુંબઈ, બેગલુરુ, હૈદરાબાદ, ગોવા, ચેન્નઈ, કોલકાતા જેવાં 160 શહેરોમાં ફેલાઈ ગયું છે. હોટલ પ્રોપર્ટીના માલિક બન્યા વગર રિતેશ અગ્રવાલ ચાર હજારથી પણ વધારે હોટલોના 40 હજારથી પણ વધારે ઓયો રૂમ્સનું બુકિંગ કરે છે. ઓયો રૂમ્સનું ભાડું 999થી 4000 રૂપિયા છે. રૂમના બુકિંગ પર રિતેશ અગ્રવાલને વીસ ટકા કમિશન મળે છે.

જાન્યુઆરી, 2015માં ઓયો રૂમ્સે મહિલા અતિથિઓ માટે મહિલાઓ દ્વારા સ્થાપિત તથા સંચાલિત બજેટ હોટલો માટે 'ઓયો વ્હી'નું લોન્ચિંગ કર્યું છે. સાજ્ટ બેન્ક, ગ્રીન ઓબ્સ કેપિટલ, લાઇટ સ્પીડ ઇન્ડિયા જેવા રોકાણકારોએ પણ રિતેશ અગ્રવાલના સ્ટાર્ટઅપમાં 12.50 કરોડનું રોકાણ કર્યું છે.રિતેશ અગ્રવાલે સાબિત કર્યું છે કે ઉદ્યમશીલતાને ઉંમર તથા શિક્ષણ સાથે બહુ લેવાદેવા નથી. નવા વિચાર હોય અને તેને લાગુ કરવાની જિદ્દ હોય તો ઓછા શિક્ષણ તથા નાની ઉંમરમાં પણ પૈસા અને પ્રતિષ્ઠા કમાઈ શકાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment