Friday, 5 February 2016

[amdavadis4ever] દલિત-દર્શન: આપણી દવામા ં જ ઝેર છે! Raj Goswami

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દલિત-દર્શન: આપણી દવામાં જ ઝેર છે!

જંગલની પેલી ઇલાકાઇ અને કબીલાઇ માનસિકતા સભ્ય સમાજની રચના સાથે વધુ રંગ લાવી છે કારણ કે અગાઉ માણસ પાસે માત્ર શરીરની જ તાકાત હતી પરંતુ હવે એની પાસે બુદ્ધિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિ પણ છે. બુદ્ધિના આધારે દમન કરવામાંથી જ વારસો, પદક્રમ અથવા ઊંચ-નીચની વ્યવસ્થા આવી. આ વ્યવસ્થામાં ધર્મની અનુમતિ જોડાઇ એટલે અન્યાય અને અસમાનતાના આખા ખેલને સામાજિક અધિકૃતતા પણ મળી ગઇ. આમાંથી જ એ વિરોધાભાસ આવ્યો કે એક તરફ હિન્દુ શાસ્ત્રો અને મહાપુરુષો કણ-કણમાં દિવ્ય આત્માના ગુણગાન ગાતા હતા ત્યારે એવા આત્માઓએ જ અમાનુષી વ્યવસ્થાની રચના કરી જ્યાં એમના જ સહ-આત્માઓને એ બધા જ અધિકારો, સૌભાગ્ય અને સંજોગોથી વંચિત રાખવામાં આવ્યા જેના પર એમણે પોતે જ જન્મથી, કર્મથી અને ધર્મથી કબજો જમાવ્યો હતો.

ભારતમાં વૈદિક વર્ણ વ્યવસ્થાની રચનામાં બ્રાહ્મણોએ ધર્મના નામે પ્રભાવ ઊભો કર્યો, ક્ષત્રિયોએ રાજનીતિની તાકાતથી સ્થાન મેળવ્યું અને વૈશ્યોએ અર્થોપાજનમાં એકાધિકાર ઊભો કર્યો. બાકી રહ્યો તે વર્ગ આ ત્રણની સેવા-ચાકરીમાં લાગી ગયો. તર્ક એવો હતો કે કોઇ એક જ માપદંડ નહીં, પણ ક્ષમતાઓના આધારે સમાજનું વિભાજન થવું જોઇએ. આ વર્ણ વ્યવસ્થામાંથી જ, આપણે જેને કાસ્ટ સિસ્ટમ કહીએ છીએ તે, જાતિ વ્યવસ્થા આવી. ઘણા લોકો વર્ણ અને જાતિ વચ્ચે ભેળસેળ કરે છે. વર્ણની કલ્પના વર્ગ અથવા શ્રેણી અથવા જમાત તરીકે થઇ હતી. ઋગ્વેદમાં માણસના રંગના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભાગમાં સમાજનું વિભાજન કરવામાં આવ્યું હતું.


ભારતમાં શિક્ષણ અને વ્યવસાયની સમાન તક છે એમ કહેવું સફેદ જૂઠ છે. ભારતના 50 મિલિયન લોકોનો મધ્યમ વર્ગ સતત ફરિયાદ કરી રહ્યો છે કે જાત-ભાતનાં આરક્ષણોના નામે તેની સાથે ભેદભાવ કરાઇ રહ્યો છે અને તેની યોગ્યતાને અવગણવામાં આવી રહી છે. ગુજરાતમાં અનામત માગી રહેલા પાટીદારો આવી જ ભાવનાથી પીડાઇ રહ્યા છે. ગુર્જરો અને પાટીદારો પણ આરક્ષણ માગી રહ્યા છે એ બતાવે છે કે જાતિની આખી વ્યવસ્થા કેવી રીતે રી-ફ્રેમ થઇને આપણી વચ્ચેથી ખસવાનું નામ લેતી નથી. કદાચ આપણી દવામાં જ ઝેર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment