Friday, 5 February 2016

[amdavadis4ever] મહાન ઉદ્દેશ્ય અં ગત દુ:ખમાંથી ઉગર વાની ચાવી બની શક ે છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તેઓ માત્ર એક શાકભાજી વેચનારા હતા. પોતાના અને પરિવાર, બંને સ્તરે સંઘર્ષની સ્થિતિ હતી. જેવું કે મોટાભાગના નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોમાં હોય છે. છતાં મોટાભાગે બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું. રાત-દિવસ કામ કરીને તેમણે સડક કિનારે શાકભાજી વેચવાવાળાથી લઇને મુંબઇના ઉપનગર અંધેરીની પૉશ હાઉસિંગ કોલોનીના ખૂણે સ્ટોલ ખોલવા સુધીની મજલ કાપી. તેમની અપેક્ષાઓ તેમના 16 વર્ષના પુત્ર પ્રકાશે વધારી દીધી. તેણે સારા માર્ક્સ સાથે સ્કૂલની પરીક્ષા પાસ કરી અને હવે તે પોતાના કોલેજકાળમાં પ્રવેશ કરવા જઇ રહ્યો હતો. તે પરિવારમાંથી અંગ્રેજી માધ્યમમાં ભણનારો પહેલો વ્યક્તિ હતો. તે ન માત્ર પરિવારનું પહેલું સંતાન હતો પરંતુ કોલેજ જનારો અને ગ્રેજ્યુએટ થનારો પર પણ પહેલો સભ્ય બની જાત.  

28 જુલાઇ 2015ના રોજ પ્રકાશ પોતાના પિતરાઇ ભાઇ રામ સાથે બાઇક પાછળ બેસીને મુંબઇના એક ઉપનગરની પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન લેવા ગયો હતો. ભાઇ તેની મદદ માટે સાથે હતો. તે ઘરે પાછાં ફરી રહ્યાં હતા. વરસાદ પણ ધોધમાર પડ્યો હતો અને સડક પર પાણી ભરાયાં હતા. અચાનક બાઇક એક ખાડામાં ઉતરતા પડી ગઇ, રામ અને પ્રકાશ હવામાં ફંગોળાયા. પ્રકાશ મ્હોં જમીન પર પટકાતા તે લોહિલુહાણ થઇ ગયો. તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો. ગંભીર ઇજાઓ છતાં રામનો જીવ બચી ગયો. આ ઘટનાએ પ્રકાશના પરિવારમાં બધું બદલી નાંખ્યું. આ મામલામાં નગરવ્યવસ્થા અને વીજ કંપનીઓના કર્મચારીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી, જેમણે સડક પર ખાડો ખોદ્યો હતો અને કોઇ સુરક્ષા ઉપાય વિના તેને ખુલ્લો છોડી દીધો હતો. આ લોકોની ધરપકડ કરાઇ અને પછી જામીન પર મુક્ત કરી દેવાયા.

હવે આવી જઇએ ફેબ્રુઆરી, 2016માં. પ્રકાશના પિતા દાદારાવ ભિલોરે, હંમેશાં ત્રણ સ્થળે જોવા મળે છે - મોટાભાગે પોતાની દુકાને અને દર બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં. જ્યાં તેઓ જાણવા જાય છે, ચાર્જશીટ દાખલ કરવાની સ્થિતિ શું હોય છે, કેમ કે તેઓ નથી ઇચ્છતા કે કોઇ પરિવાર એ પરિસ્થિતિઓમાંથી પસાર થાય, જેમાંથી તેમનો પરિવાર પસાર થઇ રહ્યો છે.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment