Friday, 12 February 2016

[amdavadis4ever] પહેલી નજરનો પ્ર ેમ Vandita Dave

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પહેલી નજરનો પ્રેમ

અોફિસેથી વહેલાસર કામ આટોપીને મુગ્ધા રોજના સમય કરતાં એક કલાક વહેલી ઘરે જવા નીકળી. આજે તેના બોસ ઓફિસે આવ્યા નહોતા માટે કોઈની રજા લેવાની તો જરૂર નહોતી. બોસની ગેરહાજરીમાં ઓફિસનું સંચાલન પોતે કરતી હોવાથી અન્ય કર્મચારીઓએ મુગ્ધાની મરજી મુજબની કામગીરી બજાવવી પડતી. તે સીધી સીટી બસસ્ટોપે આવી ઊભી રહી. લાઇન લાંબી હતી. ઉપરથી વળી વૈશાખી વાયરો પાંચ વાગ્યા હોવા છતાંય શરીરને દઝાડી રહ્યો હતો. પોતાના હાથરૂમાલ વડે વારેવારે કપાળ પરનો પ્રસ્વેદ લૂછતાં તે પોતાની કાંડા ઘડિયાળ સામે જોઈ લેતી હતી. તેને જોવા છોકરાવાળા આવવાના છે. પપ્પાએ સવારે તાકીદ કરી હતી કે, 'જો મુગ્ધા, તે લોકોએ 6-00નો સમય આપ્યો છે.'

મુગ્ધાના મગજમાં ગરમી પૂરી રીતે પસપેસારો કરી ચૂકી હતી. 'અડધા કલાકથી અહીં આ સૂર્યનારાયણ દેવનો અસીમ અંગાર રસ ઝીલતો ઊભો છું. તમને અને મને બંનેને ખ્યાલ જ છે કે, અત્યારે અહીં બીજી રિક્ષાનું એમ જલદીથી મળવું શક્ય નથી, માટે હું કંઈ એમ આસાનીથી આ રિક્ષા છોડવાનો નથી.' પેલો મૂછમાં હસતાં બોલ્યો.'જુઓ ભાઈ, તમે અને આ બહેન બંને સમજૂતી કરી લો. તમારા બંનેની માથાકૂટમાં મારો ધંધો ખોટી થાય છે. બંને અડધા અડધા પૈસા ચૂકવી દેજો. હું વારાફરતી તમને બંનેને તમારા સ્થાનકે પહોંચાડી દઈશ.' રિક્ષાવાળો અકળાઈને બોલ્યો અને તેની વાત માન્ય રાખી બંને રિક્ષામાં ગોઠવાયાં. પોતપોતાના સ્થાનક વિશે રિક્ષાવાળાને કહ્યું અને તેણે મીટર ડાઉન કર્યું.

'નાઇસ ટુ મીટ યુ' કુમારે હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો, પણ મુગ્ધાએ બે હાથ જોડી નમસ્તે કર્યું જે પેલાને ખૂબ ગમ્યું. મુગ્ધાની કમનીયતા પર ભલભલો પુરુષ ઓતપ્રોત થઈ જાય એટલી સુંદર એ હતી. જોકે, કુમાર પણ કંઈ કમ દેખાવડો નહોતો. મુગ્ધા તેના વાક્ચાતુર્યથી પ્રભાવિત થઈ હતી. બંને પોતપોતાની ઓફિસની વાતો કરી રહ્યાં હતાં. મુગ્ધાની સોસાયટી આવતાં રિક્ષાવાળાએ જોરદાર બ્રેક મારી રિક્ષા રોકી.કોણ જાણે કેમ, મુગ્ધાને ઊતરવાની ઇચ્છા જ ન થઈ. કુમાર સાથેની વાતોમાં એ એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેનું ઘર ક્યારે આવી ગયું. આટલો લાંબો રન ક્યારે કપાઈ ગયો એનો એને ખ્યાલ જ નહોતો રહ્યો. તે કુમાર સાથે હજુ ઘણી વાતો કરવા ઇચ્છતી હતી. કુમારમાં રહેલું કોઈક ચુંબકીય તત્ત્વ મુગ્ધાને તેની તરફ ખેંચી રહ્યું હતું. એક અજાણ્યા પુરુષ પ્રત્યેનું આ પ્રકારનું આકર્ષણ તેના અંગ-અંગમાં કંપીત અહેસાસ પ્રસરાવી ગયું. તેણે મન મજબૂત કરી ખુદને તેનાથી દૂર કરવાનો છેલ્લો પ્રયાસ કર્યો અને ઝડપભેર રિક્ષામાંથી નીચે ઊતરી. પર્સ ખોલવા ગઈ કે, કુમાર બોલ્યો, 'હું તમારી અાડો આ રિક્ષામાં ગોઠવાઈ ગયો ને તમને પરેશાન કર્યાં એની સજારૂપે પૂરેપૂરા પૈસા હું ચૂકવીશ.'
'પણ...'

મુગ્ધાએ આશ્ચર્યચકિત થઈ એ ફોટો પોતાના હાથમાં લીધો. 'હા... તો તને ઓટોરિક્ષા તરફ જતી જોઈ સીટી બસસ્ટોપ પર મારી બાઇકની ઘોડી ચડાવી, ચાવી ખિસ્સામાં મૂકી હું બનતી ત્વરાથી એ રિક્ષા તરફ દોડ્યો અને પછી શું થયું એનો તો તને ખ્યાલ જ છે.' કહી કુમાર જોરજોરથી હસવા માંડ્યો.'અચ્છા, તો તમે મને બેવકૂફ બનાવી એમને? હું કોણ છું એ જાણતાં હોવા છતાંય તમે મારી સાથે અજાણ્યા બની રહ્યા?' મુગ્ધા રિસાઈ જતાં બોલી. કુમારે પોતાના બંને કાન પકડી તેની એ જ આગવી અદાથી 'સોરી' કહ્યું જે અદા પર મુગ્ધા મુગ્ધ થઈ ગઈ હતી. તે બોલી, 'તમારા માટે આપણાં લગ્ન એરેન્જ્ડ મેરેજ હશે, પરંતુ મારા માટે તો એ લવમેરેજ હશે, કેમ કે મેં તો તમને ત્યારે જ મારા દિલમાં વસાવી લીધા હતા જ્યારે હું એ જાણતી નહોતી કે તમે કોણ છો?'
'આનું નામ' પહેલી નજરનો પ્રેમ? કુમારે સસ્મિત પૂછ્યું અને મુગ્ધા શરમાઈને નીચું જોઈ ગઈ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment