Thursday, 11 February 2016

[amdavadis4ever] દગો થાય ત્યા રે કદી સાયરન નથી સંભળાતી! Gunvant Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



Gunvant Shah


હરણ પર વાઘ ત્રાટકે એમ સજ્જન મનુષ્ય પર દગો ત્રાટકે છે. દગો કઈ ક્ષણે, કયા સ્થાને અને કઈ દિશામાંથી ત્રાટકે તેનો નિર્ણય દગો દેનારના હાથમાં હોય છે. જેમ વિશ્વાસની માત્રા વધારે, તેમ વિશ્વાસઘાતની પીડા વધારે!
 
આ પૃથ્વીની 23.5 ડિગ્રીથી નમેલી ધરી આખરે વિશ્વાસની ધરી છે. વિશ્વાસની ધરી ન હોય તો ઉત્ક્રાંતિના છોડ પર ઊગેલો માનવી ઉજ્જડ થઇ જાય. આપણી આ લાડકી પૃથ્વી પર વિશ્વાસનું સામ્રાજ્ય છે અને એ સામ્રાજ્યના ખૂણેખાંચરે વિશ્વાસઘાતના બાવળિયા પણ છે! ક્યાંક વિશ્વાસઘાત થાય ત્યારે ખુદાનું સિંહાસન ડોલી ઊઠે છે. દારા સિકોહ ઔરંગઝેબનો મોટો ભાઇ હતો. એને ઔરંગઝેબે દગાબાજી કરીને મારી નાખ્યો હતો. ભારતનો ઇતિહાસ બદલાઇ ગયો! જ્યારે દગો થાય ત્યારે કદી સાયરન નથી વાગતી. દારા સિકોહની હત્યા ન થઇ હોત તો? તો ભારતના ભાગલા થયા ન હોત.
 
મસ્તીથી દોડતા હરણ પર વાઘ ત્રાટકે એમ સજ્જન મનુષ્ય પર દગો ત્રાટકે છે. દગો કઇ ક્ષણે, કયા સ્થાને અને કઇ દિશામાંથી ત્રાટકે તેનો નિર્ણય દગો દેનારના હાથમાં હોય છે. જેમ વિશ્વાસની માત્રા વધારે, તેમ વિશ્વાસઘાતની પીડા વધારે! જેમ વિશ્વાસઘાતની પીડા વધારે, તેમ જખમ વધારે ઊંડો! વિશ્વાસઘાત વેઠવો એ જ સજ્જનની સંપત્તિ! પ્રિયજનને દગો દેવા માટે કેટલા ટન નિર્દયતા જોઇએ? દગો થાય ત્યારે એક નાજુક ઘટના બને છે. દગો દેનાર વ્યક્તિ દગો પામનાર વ્યક્તિ સાથે પોતાની આંખ મિલાવી નથી શકતી.
 
નજર ન મેળવી શકતી એ બે આંખોને આધારે પૃથ્વી બચી જાય છે. જ્યાં સુધી પૃથ્વી પર બે આંખની શરમ બચી છે ત્યાં સુધી પૃથ્વી પર સર્વનાશ નહીં થાય! શરમનો જથ્થો જળવાઇ રહે ત્યાં સુધી માનવજાત દુ:ખી થાય તોય ખતમ નહીં થાય. બેશરમ સ્ત્રી રૂપાળી હોય તોય થોડીક કદરૂપી કેમ જણાય છે? શરમ વિના સૌંદર્ય ક્યાંથી? દગાબાજીનો ખરો જથ્થો પુરુષો પાસે હોય છે. સ્ત્રી ઘણુંખરું દગો પામતી રહી છે. બેશરમ પુરુષોની સંખ્યા બેશરમ સ્ત્રીઓ કરતાં ઓછી હોવાની. બેશરમ નાગરિકોની સંખ્યા મોટી હોય એવા સમાજમાં જીવવાની સજા કારમી હોય છે.
 
ભદ્ર ગણાતા સમાજમાં વિશ્વાસઘાત પણ અભદ્ર નથી હોતો. જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય તેમ તેમ વિશ્વાસઘાતનું પ્રમાણ પણ વધતું જાય છે. પ્રિયજન સાથે દગો કરવા માટે નિર્દય નફટાઇની જરૂર પડે છે. એ દગાબાજીમાં સચ્ચાઇ કોને પક્ષે તેની ખબર માત્ર બે જ જણાંને હોય છે. જ્યારે પણ દગો થાય ત્યારે એક પક્ષે દગો દેનાર હોય છે અને બીજે પક્ષે દગો પામનાર હોય છે. દગો થાય ત્યારે એક અનોખી ઘટના બને છે. દગો દેનારી વ્યક્તિ જો દગો પામનાર વ્યક્તિ સાથે નજર પણ મેળવી ન શકે તો જાણવું કે દગો દેનાર વ્યક્તિ છેક જ પતિત નથી. મનુષ્યની બે આંખમાં જ્યાં સુધી થોડીક શરમ બચી છે ત્યાં સુધી દુનિયા નાશ નહીં પામે. એ શરમ તો આંખની અમીરાત છે. જીવનમાં એક પણ જખમ ન પડ્યો હોય તો જરૂર જીવન અધૂરું ગણાય. મનુષ્યની છાતીની બખોલમાં બેઠેલું ધબકતું હૃદય પ્રેમસ્વરૂપ પરમેશ્વરનું નિવાસસ્થાન છે. દર્દ અને દુ:ખ વચ્ચે તફાવત શું?
 
દુ:ખનો રથ જ્યારે
ધરતીથી વેંત અધ્ધર ચાલે
ત્યારે દુ:ખ દર્દમાં પલટાઇ જાય છે!
દુ:ખ માણસને પીડે છે અને પ્રજાળે છે,
દર્દ મનુષ્યને કોઇ ઊંચા પ્રદેશમાં
લઇ જાય છે.
દર્દ પવિત્ર છે.
કોઇ ઓડિટોરિયમમાં શાયરની
દર્દમંદ પંક્તિઓ સાંભળીને
તાળીઓ પાડનાર સુજ્ઞ શ્રોતાઓને ધન્યવાદ!
વળી દર્દથી લથપથ એવી પંક્તિઓ
સર્જનારા શાયરને પણ ધન્યવાદ!
એ પંક્તિઓમાં પ્રગટ થતું દર્દ પણ
શ્રોતાઓના હૃદયમાં સચવાઇ રહેલા
દર્દનો જ પ્રતિઘોષ છે.
તાળીઓ એમ જ નથી પડતી!
દર્દને કદી રાષ્ટ્રીય સરહદ નથી નડતી. સુખડના કપાયેલા ટુકડામાં સુવાસનો નિવાસ હોય છે. પાકિસ્તાનની મશહૂર સૂફી ગાયિકા આબિદા પરવીનના કંઠે ગવાયેલી ચાર યાદગાર પંક્તિઓમાં માનવીનું દર્દ કેટલી બુલંદી પર પહોંચી શકે તેની ઝલક પ્રાપ્ત થાય છે. સાંભળો:
નદી કિનારે ધુંઆ ઉઠે
મૈં જાનું કુછ હોયે
જિસ કારન મૈં જોગન બની
કહીં વોહી ન જલતા હોયે!
 
એક સૈનિક બેચેન હતો, કારણ કે એનો ખાસ મિત્ર ઘાયલ થઇને રણમેદાન પર ક્યાંક પડ્યો હતો. સૈનિક મિત્રને છેલ્લી વાર મળવાનું જોખમ ઉઠાવવા એ આતુર હતો. અન્ય સૈનિકોએ એને બહુ સમજાવ્યો કે મિત્ર જીવતો નહીં હોય અને એના સુધી પહોંચવામાં મૃત્યુની શક્યતા પૂરેપૂરી છે! પરંતુ સૈનિક ન માન્યો અને જેમતેમ કરીને મિત્ર પાસે પહોંચી જ ગયો! મિત્રને મળ્યા પછી એ સૈનિક હેમખેમ પોતાની છાવણીમાં પાછો ફર્યો. અન્ય સૈનિકો શું બન્યું તે જાણવા આતુર બન્યા. સૈનિકે કહ્યું: 'હું જ્યારે એની પાસે પહોંચ્યો ત્યારે મારો મિત્ર હજી જીવતો હતો. મૃત્યુની ક્ષણે એ મિત્રે મને કહ્યું કે: મને પાકી ખાતરી હતી કે તું આવશે જ!' આટલું કહીને મિત્ર મૃત્યુ પામ્યો! જે સમાજમાં સ્ત્રી-પુરુષના સુગંધીદાર પ્રેમસંબંધની પવિત્રતાનું અભિવાદન ન હોય, તે સમાજે દગાબાજીથી ચલાવી લેવું પડે છે. જ્યાં નંદ-યશોદાના ગોકુળનો આદર ન હોય તેવા સમાજે મથુરાનાં કપટ વેઠવાં જ રહ્યાં!
...


પાઘડીનો વળ છેડે
જબ તક બિકા ન થા,
કોઇ પૂછતા ન થા!
તુને મુઝે ખરીદ કર
અનમોલ કર દિયા!

- હકીમ નસીર

ગુણવંત શાહ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment