Thursday 11 February 2016

[amdavadis4ever] સુયોગ, એક સ્ત્રીને ખ ુશ કરવા પૈ સાની નહીં, પ્રેમાળ હ ૃદયની જરૂર છે Dr. Shwati Nayak

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુયોગ, એક સ્ત્રીને ખુશ કરવા પૈસાની નહીં, પ્રેમાળ હૃદયની જરૂર છે

એ બે પંખી હતાં સુયોગ અને નમ્રતા. તેમનાં લગ્નને હજી બે મહિના જ થયા હતા. લગ્ન પછી સુયોગની રજા ન હોવાથી હનીમૂનનો પ્રોગ્રામ બે મહિના પાછળ ઠેલાયો હતો. સુયોગ એન્જિનિયર થઈને થોડા સમયથી એક કંપનીમાં જોડાયો હતો. નમ્રતાએ ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, પણ લગ્ન થતાં હજુ નોકરી સ્વીકારી નહોતી. બંને મધ્યમવર્ગના સ્નેહાળ કુટુંબમાંથી આવતાં હતાં એટલે ફરવા માટે સાપુતારા હિલસ્ટેશનની પસંદગી કરી હતી. ફરવાની સાથે સાથે બંને એકમેકની વધુ ને વધુ નજીક આવતાં જતાં હતાં. એમનાં સપનાં પણ એકબીજા સાથે ગૂંથાતાં જતાં હતાં. હાથમાં હાથ લઈને ફરતાં ફરતાં એમના ભવિષ્યની કલ્પનાઓના નકશા પણ દોરાતા જતા.
અત્યારે પણ બંને વચ્ચે એવો જ કંઈક પ્રેમભર્યો સંવાદ ચાલતો હતો. રૂમમાં પલંગની સામેની દીવાલ પર એક મોટું પોસ્ટર હતું. એમાં બર્ફીલાં પહાડો હતા, સુંદર સરોવર હતું અને એક સુંદર યુગલ બરફમાં સ્કીઇંગનો આનંદ લઈ રહ્યું હતું. પોસ્ટર બતાવી નમ્રતાએ કહ્યું, 'જોને સુયોગ, આ બંને પણ આપણા જેવા જ છે નહીં? કેવાં સુંદર દેખાય છે. શ્વેત બરફની ચાદર પર ગુલાબી બે ફૂલ જાણે!'

સુયોગ પણ ઘડીભર જોઈ રહ્યો પછી બે હાથોમાં નમ્રતાનો ચહેરો લઈ બોલ્યો, 'મારી નમ્રતા પણ ગુલાબના ફૂલ જેવી જ છેને? તને બર્ફીલા પહાડો બહુ ગમે નહીં? તું પણ એવી જ છેને? શ્વેત, રેશમી પણ હું જ કદાચ તારે લાયક નથી. તને આવા બરફના પહાડો પર લઈ જવાને બદલે આ સામાન્ય હિલસ્ટેશનની સાદી હોટલમાં લઈ આવ્યો છું. નમ્રતા, તું તો કેટલી સુંદર છે! તને તો પૈસાવાળા કંઈક યુવાન લગ્નની હા કરી દે પછી તું મારા જેવા સામાન્ય મધ્યમવર્ગ યુવાનને શું કામ પરણી?'
નમ્રતાએ સ્નેહથી સુયોગના વાળમાં હાથ ફેરવી કહ્યું, 'આવું કેવું વિચારે છે સુયોગ? તને તો ખબર છેને કે મને પ્રેમ જોઈએ, પૈસા નહીં. આપણા બંનેના વિચારો કેટલા મળે છે? આપણું જીવન કેટલું પ્રેમાળ હોય એ મહત્ત્વનું છે, નહીં કે પૈસા. હા, મને બર્ફીલા પહાડો ગમે છે, પણ તારો સાથ વધુ પ્રિય છે. તું સાથે હશે તો આપણા ઘરની નાનકડી અગાશી પણ એ બરફના પહાડો જેટલો જ આનંદ આપશે.'

પણ એ સમયની રાહ જોતાં જોતાં નમ્રતાની નિવૃત્તિની વય આવી ગઈ. છોકરાંઓ પરણીને વિદેશ ફરી આવ્યાં અને બંનેની વધતી જતી ઉંમરે પોતાનો પ્રભાવ પાથરવા માંડ્યો. નમ્રતાને પ્રદૂષિત વાતાવરણે અસ્થમાની ભેટ આપી, તો સુયોગને હાઈ બ્લડપ્રેશરની અને એક દિવસ કામના ખૂબ દબાણે સુયોગના હૃદયને ધક્કો મારી જ દીધો અને એને હાર્ટએટેક આવ્યો. જોકે, તરત સારવાર મળવાથી એ મોટા નુકસાનથી બચી ગયો. હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ ડૉક્ટરની તાકીદને કારણે એણે ફેક્ટરી પર જવાનું બંધ કરવું પડ્યું. નમ્રતાની કાળજીથી બે-ત્રણ મહિનામાં સુયોગ પાછો સ્વસ્થ થઈ ગયો અને છેલ્લા ચેકઅપ પછી જ્યારે ડૉક્ટરે લીલી ઝંડી ફરકાવી ત્યારે સુયોગે નમ્રતાને કહ્યું, 'હવે કાલથી ફેક્ટરીએ જવાનું શરૂ કરું? નિત્ય એકલો પડે છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment