Friday, 12 February 2016

[amdavadis4ever] વિશેષ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાલવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. તે વાત આપણે બધા જ જાણીએ છીએ. ઝડપી યુગમાં વ્યક્તિને એક સાથે અનેક જગ્યાએ પહોંચવાનું હોવાથી માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. તે સમયે કુદરતના સાનિધ્યમાં ચાલવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. વિશ્ર્વમાં ચાલીને શાંતિનો અનુભવ કરાવતા એક અદના માનવીની વાત આપણે કરીશું. જેમનું નામ છે 'શ્રી એમરૂ' આ લખાઈ રહ્યુંં છે તે સમયે તેઓ આગ્રામાં છે. ૫૨૦૦ કિલોમીટરનું અંતર તેમણે ચાલીને પૂરું ર્ક્યું છે. સતત ચાલવાથી તેમનું સ્વાસ્થ્ય હાલમાં થોડું ઢીલું હોવાથી તેઓ બહુ બોલવાનું ટાળે છે. 'વોક ઓફ હોપ' નામના સંદેશ સાથે દેશના નાગરિકોમાં આશા, પ્રેમ, શાંતિ, સુમેળ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે તેમણે ચાલવાનું નક્કી ર્ક્યું. સ્વામી વિવેકાનંદનો જન્મદિન, ૧૨ જાન્યુઆરીને તેમણે પસંદ ર્ક્યો. ૧૨ જાન્યુઆરી ૨૦૧૫થી તેમણે ક્ધયાકુમારીથી પદયાત્રા શરૂ કરી હતી. તેઓની ઈચ્છા ક્ધયાકુમારીથી કાશ્મીરની યાત્રા પગપાળા કરવાની છે. ક્ધયાકુમારીથી કાશ્મીરનું અંતર લગભગ ૭૫૦૦ કિલોમીટરનું છે. ૨૦૧૬ના મધ્યમાં તેમની આ યાત્રા સંપૂર્ણ થશે. આ યાત્રા દ્વારા તેઓ ૫૦૦ દિવસમાં ૧૧ રાજ્યો અને ૮૬ જિલ્લામાંથી પસાર થશે. આશરે ૧ કરોડ લોકોને મળશે. યાત્રા દ્વારા તેઓ માનવધર્મ જેવો કોઈ મહાન ધર્મ નથી, 'ચલો સબ સાથ ચલે, હાથમેં હાથ થામેં, કદમ સે કદમ મિલાકર' સંદેશ ભારતના લોકોમાં ફેલાવવા ચાહે છે.

કેરળ રાજ્યના ત્રિવેન્દ્રમ શહેરના એક મુસ્લિમ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમનું નામ મુમતાઝ અલી ખાન રાખવામાં આવ્યું હતું. બાળપણથી જ તેમના નાની પાસેથી અનેક સૂફી વાર્તા સાંભળતા. બાળવાર્તાઓએ તેમના જીવનમાં અનેરો રસ ભરી દીધો. અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને કરુણા તેમના સ્વભાવમાં વણાઈ ગયા. શિક્ષિત અને આધુનિક વિચારો ધરાવતાં માતા-પિતાને કારણે તેમના વિચારોમાં પણ યુવાવયે જ બદલાવ આવ્યો હતો. 

તેઓએ ૧૯ વર્ષની યુવાન વયે અચાનક કોઈને કહ્યા વગર ઘર છોડી દીધું. તેઓને હિમાલયના કુદરતી સૌદર્યની પ્રત્યે અનોખું ખેંચાણ હતું. હિમાલયની પર્વતમાળામાં તેઓ ફરવા લાગ્યા. ત્યાં તેમને ગુરુનો સંપર્ક થયો. ગુરુએ મુમતાઝ અલીને મધુકરનાથ નામ આપ્યું. તેઓ થોડા સમય સુધી આ નામે ઓળખાવા લાગ્યા. તેમનું માનવું છે કે નામને વધુ પડતું મહત્ત્વ આપ્યા કરતાં કામની ઉપર ધ્યાન આપવું જોઈએ. તેથી જ મનુષ્ય કે માનવનો 'એમ' થકી ઓળખાવું તેમને વધુ પસંદ છે. આમ હવે લોકો તેમને 'શ્રી એમ'ના નામેજ ઓળખે છે. 

'માનવ એકતા મિશન' ચલાવતા શ્રી એમ વિશ્ર્વમાં માનવધર્મ મહાન છે તે સંદેશ ફેલાવવા માગે છે. તેમનું માનવું છે અસહિષ્ણુતા કે જાતિવાદ જેવું આપણા દેશમાં કંઈ જ નથી. ભારત જેવો કોઈ દેશ નથી. જ્યાં આપ ગમે તે સમયે ઘરની બહાર નીકળી શકો છો. ગમે તે સ્થળે ફરી શકો છો. તેમનો એક અંગત અનુભવ જણાવતા તેઓ કહે છે કે એક વખત હું મધ્યપ્રદેશના એક મંદિરમાં ગયો હતો. મંદિરના પંડિતે મને કપાળ ઉપર તિલક ર્ક્યું. હું તે તિલક કાઢવાનું ભૂલી ગયો હતો. તિલક સાથે દરગાહમાં પ્રવેશ્યો. દરગાહમાં ઈમામે મને ધીમેથી કહ્યું કે આપ કપાળ ઉપર કરેલા તિલકને લૂછી નાંખો. તેમનું માનવું છે કે નાની-નાની ક્ષુલ્લક વાતોને પ્રાદ્યાન્ય આપવું એટલે અકારણ સમય બરબાદ કરવા સમાન છે. દેશના વિકાસ માટે તેમનું શું કહેવું તે પ્રશ્ર્નના જવાબમાં તેઓનું કહેવું છે કે દેશના વિકાસનો અર્થ એવો નથી થતો કે વધુ પડતો ઔદ્યોગિક વિકાસ, વધુ ઈન્ડસ્ટ્રીઓ કે વધુ વપરાશકર્તા ગ્રાહકો નહીં. જે સમાજમાં નાગરિકને તેના વિચારો રજૂ કરવાનો મોકો મળે. દેશમાં પર્યાવરણ, વ્યક્તિગત કર્તવ્ય અને એકબીજાની ઉપર ભરોસાની વાતોને વધુ મહત્ત્વ આપવું જોઈએ. 

દેશના વિકાસની વાતો કરતા હોઈએ ત્યારે માનવી- માનવી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે, માનવી પશુ-પંખી પ્રત્યે અનુકંપા રાખે તે વધુ અગત્યનું છે. 

'વૉક ઓફ હોપ' પદયાત્રામાં શ્રી એમની સાથે ૭૦થી પણ વધુ સભ્યો જોડાયેલા છે. વળી જે ગામ કે શહેરમાંથી પસાર થાય તે ગામના યુવાનો, સ્ત્રીઓ અને વૃદ્ધો પણ પદયાત્રામાં જોડાય છે. શ્રી એમ હાલમાં તેમની પદયાત્રાના છેલ્લા તબક્કામાં છે. શ્રી એમનું વ્યક્તિત્વ કોઈ એક સંપ્રદાય કે ધર્મની ઘરેડમાં બંધાઈ રહે તેવું નથી. તેથી જ તેઓ સામાન્ય માનવીની જેમ જ રહેવાનું પસંદ કરે છે. તેઓ એક અદના માનવી હોવા છતાં તેઓ કોઈ લાંબો ઝભ્ભો, ધોતી કે દાઢી રાખીને ફરવામાં માનતા નથી. તેઓ કોઈપણ પોષાકને સરળતાથી અપનાવી લે છે. તેમને કુર્તા-પાયજામામાં પણ આપ જોઈ શકો છો, જીન્સ પેન્ટ, ટ્રેક પેન્ટ કે ટીશર્ટ પહેરીને પણ પદયાત્રામાં આગળ વધે છે. તેમની આસપાસ લોકો ભેગા થાય કે તેમને સંત કે મહાયોગી માને તે પણ તેમને પસંદ નથી. તેઓ તો ફક્ત માનવ કે મનુષ્યમાં આવતા પ્રથમ મૂળાક્ષર શ્રી એમ દ્વારા ઓળખાઈને સમાજમાં પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવા માગે છે. 'વૉક ઓફ હોપ' નામ હેઠળ શરૂ કરેલ પદયાત્રાનો તેમનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે યુવાનોને મળવાનું હું વધુ પસંદ કરું છું. તેમનામાં માનવ એકતાના બીજ રોપાય તે માટે પ્રયત્નો કરું છું. પદયાત્રાના રોચક અનુભવ જણાવતા તેઓ કહે છે ક્ધયાકુમારીથી અમે યાત્રા શરૂ કરી તે સમયે અમે ૭૦ લોકોએ ચાલવાનું શરૂ ર્ક્યું હતું. વિવિધ શહેર અને ગામમાંથી પસાર થતી વખતે પદયાત્રામાં ૨૦૦થી બે હજાર લોકો અમારી સાથે ચાલતા હોય છે. એક ગામમાંથી પસાર થતા હતા ત્યારે અમારી પાસે એક વૃદ્ધા આવ્યા. તેમણે અમને જણાવ્યું કે તેમની પાસે એક પત્ર છે, તેઓ અશિક્ષિત હોવાથી તે વાંચી શકવા અસમર્થ છે. આપ તે વાંચી આપો તો મને ગમશે. તે પત્ર વાંચી આપ્યા બાદ તેમણે અમને હાથ ઊંચા કરીને એટલા આશીર્વાદ આપ્યા કે તમે માનવતાનું કામ કરી રહ્યા છો. તેમાં અચૂક સફળતા મળશે. એક ઑટોરિક્ષા ચાલકે અમને સો રૂપિયા આપીને અમારા કાર્યને પ્રોત્સાહન આપ્યું. એ આમ આદમીનું કહેવું હતું કે 

ધર્મના નામ ઉપર જે રાજકારણ રમાય છે તેનો અમે પણ વિરોધ કરીએ છીએ. 

૧૮૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું બાકી છે. પદયાત્રીઓમાં અનેક યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો હોવાથી પોર્ટેબલ શૌચાલય તેમની સાથે રાખે છે. રોજનું ૧૫થી ૨૦ કિલોમીટર ચાલવાનું તેઓએ નક્કી ર્ક્યું છે.

'વૉક ઓફ હોપ' પદયાત્રાનો સૌથી મોટો ફાયદો શું છે? તેના ઉત્તરમાં તેમનું કહેવું છે કે મારી ૬૭ વર્ષની વયમાં ભારતનાં ગામડાં અને સંસ્કૃતિને જેટલી જાણી નથી તેટલી નજદીકથી જાણવાનો મોકો મને આ વર્ષમાં મળ્યો છે, તેનો મને આનંદ છે. આજે લોકો માનસિક તાણમાં રહે છે. ચાલવાનું ભૂલી ગયા છે. દરેક વ્યક્તિએ રોજ બે કિલોમીટર ચાલવું જ જોઈએ. ૫૮૦૦ કિ.મીટરનું અંતર અમે પગપાળા ચાલ્યા છીએ પણ થાક શબ્દ અમારાથી દૂર જ રહે છે. થોડો આરામ ર્ક્યા બાદ અમે બીજે દિવસે તાજગી અનુભવીએે છીએ. ભારતીય સંસ્કૃતિ જ્યાં અનેક ભાષા અને સંપ્રદાય છે ત્યાં માનવ એકતાના મજબૂત બીજ રોપાય તેની જ ઈચ્છા તેઓ દિલમાં રાખે છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment