Friday, 12 February 2016

[amdavadis4ever] તડકભડક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેટલું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું

 નિખાલસ વાતોમાંથી મનુષ્ય સ્વભાવની અસલિયત ટપકે છે. કોણ પોતાની ખરી લાગણીને કેવી રીતે ખોલે છે, કેવી રીતે ઢાંકે છે અને કોની પાસે પોતાના દરેક વર્તનને વાજબી ઠેરવવા કેવાં કારણો છે આ તમામ નોંધ આપણું અર્ધજાગ્રત મન કરતું રહે છે. મનુષ્યસ્વભાવની સાચી ઓળખ સામેની વ્યક્તિ અસાવધ હોય, ગાર્ડેડ ન હોય, ત્યારે થતી વાતચીત દરમ્યાન મળે છે. સૌથી કપટી લોકો ચોવીસે કલાક વાતચીતમાં સભાનતાનો બુરખો લઈને ફરતા હોવાના. તેઓ બહુ ઓછું બોલે. મીંઢા હોવાના. બીજાઓના મોઢામાં આંગળાં નાખીને બોલાવતાં એમને સારું ફાવે. મોટાભાગના લોકો સાહજિકતાથી વ્યવહાર ચલાવતા હોય છે. તમારી સાથે પોતે વાતચીત કરે છે એવી સભાનતા એ વ્યક્તિનું તમારી સાથેનું અંતર વધારી મૂકે છે. બિલકુલ સહજતાપૂર્વક થયેલી વાતચીત આત્મીયતામાં ઉમેરો કરે છે.
ઉમાશંકર જોશી કહેતા કે,'મારી પસંદગીનો ક્રમ કંઈક આવો છે...વાતો કરવા મળે ત્યાં સુધી વાંચતો નથી અને વાંચવાનું મળે ત્યાં સુધી લખતો નથી!' ઉત્તમ કક્ષાનું વિપુલ સર્જન કરનારા ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારો લેખન કરતાં વધુ મહત્ત્વ વાંચનને અને વાંચવાની પ્રવૃત્તિ કરતાં વધુ મહત્ત્વ વાતચીતને આપતા હોય એમાં નવાઈ નથી. ખૂબ ઓછાબોલા શાંત, ગંભીર અને ઠરેલ (મીંઢા નહીં) જેવા વિશેષણોથી ઓળખાતા લોકોને પણ પોતાની પસંદગીની વ્યક્તિઓ સાથે નિરંતર વાતો કરવી ગમતી હોય છે. તેઓની ઓછાબોલી વ્યક્તિ તરીકેની છાપ કદાચ જાણી જોઈને એમણે પોતે જ ઊભી કરી હોય છે જેથી જેની ને તેની સાથે લાંબી લાંબી દલીલોમાં ઊતરીને થતાં સમય-શક્તિનો વેડફાટ ટાળી શકાય.
બોલવું એ સૌથી સહેલું લાગતું અઘરું કામ છે. બોલનારે બોલતાં પહેલાં કરેલી વિચાર પ્રક્રિયાને ક્યારેક આપણે બિલકુલ ધ્યાનમાં લેતા નથી. દરેક બાબતનો દુરપયોગ કરતાં માણસને આવડી ગયું છે એટલે વાણીનો દુર્વ્યવહાર કરનારા કૂથલીખોરો પણ મળી આવે પરંતુ અહીં વાણીનો સદુપયોગ કરનારાઓની વાત છે. જેમની વાતો આકર્ષક લાગતી હોય એમની વાકધારામાં ખલેલ પાડયા વિના એકીટશે એમને જોતાં કરવાનો લહાવો મનમાં કાયમ માટે સંઘરાઈ જાય છે. એમની આંખોમાં તદ્ન વિરોધાભાસી ભાવ એક સાથે જોવાનું આવું દુર્લભ દૃશ્ય કેમેરાની ચાંપ દાબીને તસ્વીરમાં મઢી શકાતું નથી. ભૂતકાળના અનુભવોમાંથી પ્રગટતી જયોતિની સાથોસાથ, ભવિષ્ય માટેની સ્વપ્નિલ મચક.
સમય પસાર કરવા માટે થતી વાતો બહુ જલ્દી કંટાળાના મુકામે પહોંચીને વિખેરાઈ જાય છે. પણ જેમને ઘણા વખતથી ન મળ્યા હોઈએ એવા સ્વજનો સાથેની બેઠક દરમિયાન કલાકો ક્યાં વહી જાય છે એની ખબર પડતી નથી. મિત્રો, આત્મીયજનો સાથે વહેંચી શકાય એવી આ જ તો એક સૌથી મોંઘી મૂડી છે. માણસના ગયા પછી જે યાદ રહી જાય છે તે એના શબ્દો અને શબ્દો દ્વારા પ્રગટ થયેલી એની તમારા પ્રત્યેની લાગણીઓ. બોલતી વ્યક્તિ ચૂપ થઈ જાય ત્યારે એના બોલવાનું મહત્ત્વ સમજાય છે. કાયમ માટે ચૂપ થઈ જાય ત્યારે મહત્ત્વ સદાકાળ સમજાયા કરતું રહે છે. બોલનાર અને સાંભળનાર બેઉ જ્યારે મૌનનું મહત્ત્વ સમજતા થાય ત્યારે પરસ્પરનો સંબંધ એક ઊંચાઈએ પહોંચે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (6)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment