Friday, 12 February 2016

[amdavadis4ever] માનસ મંથન - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'માનસ-વિવેક' આ રામકથાનું વિચારકેન્દ્ર છે. આપણે સૌ મળીને એને ચારેબાજુથી જોવાની વિનમ્ર કોશિશ કરી રહ્યા છીએ. પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં,પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું 'પ્રબુદ્ધ' શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર ભગવાન બુદ્ધ છે. બુદ્ધે એકવાર સમ્રાટ પ્રસેનજિતને કહ્યું હતું કે, 'રાજન્! તું તો સમ્રાટ છો. હું પણ પૂર્વાશ્રમમાં એક બહુ મોટા સમ્રાટનો પુત્ર હતો. આજે તારી પાસે જે છે એનાથી અનેકગણું મારી પાસે હતું, પરંતુ તું જ્યારે મારી પાસે આવે છે ત્યારે કોઈને કોઈ પ્રકારનું માર્ગદર્શન માંગે છે, તો હું એમ નથી કહેતો કે મારી જેમ તું પણ પરિવ્રાજક થઈ જા. હું એમ પણ નથી કહેતો કે તું તારા રાજભવનમાં ઉદાસીન થઈને બેસી જા. હું એમ પણ નહીં કહું કે તું તારા દેશની રક્ષા ન કર. તારા આશ્રિતોની સુરક્ષા એ તારું કર્તવ્ય છે.' તો,પ્રસનજિત વચ્ચે બોલે છે, ભગવન્,આપ મને સમજવી રહ્યા છો એ આપની કૃપા છે. આપે જે બાબતો કહી એ તો આપની કૃપાથી મોટેભાગે હું કરી રહ્યો છું. આ બધી આંતર-બાહ્ય પ્રવૃત્તિ કરવા છતાં પણ મને અંદર વિશ્રામ કેમ નથી મળતો?' અમારું 'રામચરિતમાનસ' તો કહે છે,'અનારંભ.' બુદ્ધનો ટચૂકડો જવાબ હતો કે,'હું તારા ક્રિયા-કલાપને જોતો રહું છું, સાંભળતો રહું છું. મને લાગે છે કે તારી આ બધી જ આંતર-બાહ્ય પ્રવૃત્તિમાં ક્યારેક ક્યારેક વિવેકનો અભાવ જણાય છે.' આ બુદ્ધવચન છે. બુદ્ધ તો ભક્તિમાર્ગી ન હતા, નહીં તો કહેત કે ભક્તિનો અભાવ છે. બુદ્ધ જ્યારે 'વિવેક' શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો અર્થ છે 'જાગૃતિ.' કૃષ્ણમૂર્તિ એને 'અવેરનેસ' કહે છે. જે બુદ્ધપુરુષ છે એ આપણી દરેક પ્રવૃત્તિને નિહાળે છે.

આપણી પાસે બધું જ હોવા છતાં આપણે, બીજા સાથે આપણી તુલના કરીએ છીએ. તમે બીજાની ગણતરી શું કામ કરો છો? તમે તમારું જ ગણો ને! વિશ્રામ તમારી મુઠ્ઠીમાં આવી જશે! તમે વિવેકથી પુરુષાર્થ કરો. જેમની પાસે જોડાં નથી એમને સાઈકલવાળા સુખી લાગે છે. પોતપોતાની અસ્મિતામાં રાજી રહો. ઈશ્ર્વર આપવા માટે રાજી છે,પરંતુ આપણી ખોપરી ખાલી નથી!

જુઓ,ભગવાન પતંજલિએ બહુ પ્રેક્ટિકલ ફોર્મ્યુલા આપી છે. પતંજલિ કહે છે કે સંસારના મૂળમાં ચાર વસ્તુ છે-સુખ,દુ:ખ,પુણ્ય,પાપ અને તુલસીજી પણ કહે છે-

ડર્ળ્ીંઈં લૂઈં ક્ષળક્ષ ક્ષૂધ્ર રુડણ ફળટિ 

લળઢુ અલળઢૂ લૂઘળરુટ ઇંૂઘળટિ॥

વિધાતાની સૃષ્ટિ દ્વૈતોમાં બદ્ધ છે. ભગવાન પતંજલિ કહે છે કે સુખ અને દુ:ખ,પુણ્ય અને પાપનું દ્વૈત છે. મારાં યુવાન ભાઈ-બહેનો,પદ્માસન લગાવીને ત્રણ કલાક બેસવાની જરૂર નથી. કરો તો પ્રાણાયામ આરોગ્યપ્રદ છે,પરંતુ અહીં જે ફોર્મ્યુલા છે એમાં તો એવી કોઈ વાત નથી.

તો,પતંજલિવાળી આ ફોર્મ્યુલાને જો સમજવામાં આવે તો આ યુવાધનને બહુ રાહત મળી શકે તેમ છે. પાપ કરે તો દુ:ખ અને પુણ્ય કરે તો સુખ,એ સીધું ગણિત છે, પરંતુ ભગવાન પતંજલિ કહે છે કે ચાર બીજાં સૂત્રો પણ છે-કરુણા,મૈત્રી,મુદિતા અને ઉપેક્ષા. ક્યાંય પણ પલાંઠી વળીને યોગ કરો તો સારું છે,પરંતુ વિશેષ સાધનની વાત નથી,જીવન બનાવવાની વાત છે. પતંજલિ બહુ સરળ છે. જ્યાં દુ:ખ જુઓ ત્યાં કરુણા કરો,સીધી વાત. બાળક ભૂખ્યાં છે, તો એની સાથે કરુણા કામ કરવા લાગશે. ભગવાન કરે ને ક્યાંય દુ:ખ જ ન હોય,પરંતુ એ તો અસંભવ છે. ભગવાન કૃષ્ણએ 'ગીતા'માં જાણે કે એક સિદ્ધાંતના રૂપમાં કહી દીધું છે કે 'દુ:ખાલયમ્.' પરંતુ એની સાથે એક વરદાનાત્મક શબ્દ પણ જોડી દીધો 'અશાશ્ર્વતમ્.' આ 'દુ:ખાલયમ્ ' છે,પરંતુ દુ:ખ પણ કાયમી નથી. આ સારી ઘોષણા છે. આપણા જેવા માટે ભગવાન પતંજલિ બહુ અદ્ભુત વાત કરે છે,જ્યાં દુ:ખ જુઓ ત્યાં કરુણા કરો. અને કરુણા જાગે એટલે ક્ષમતા અનુસાર મદદ કરો.

અને જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો. બીજાને સુખી જોઇને સુખી થવું બહુ મુશ્કેલ છે. પતંજલિ કહે છે,'જ્યાં સુખ જોવા મળે તો એની સાથે મૈત્રી કરો.' મૈત્રી એવા અર્થમાં કે તમારો કોઈ જિગરી દોસ્ત છે અને એ પ્રથમ ક્રમે પાસ થાય તો તમે રાજી થશો કે દુ:ખી થશો? મિત્ર સફળ થાય તો આપણે મુદિત થઈ જઈએ છીએ,પ્રસન્ન થઈ જઈએ છીએ. તો જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો કે આ મારો મિત્ર સફળ થાય અને મારો મિત્ર પ્રસન્ન થાય. મિત્ર સુખી થશે તો એ સામેથી આપણને મદદ કરશે.

અને ક્યાંય પાપ જુઓ તો થપ્પડ ન મારશો. કોઈ પણ હિંસા સરાહનીય નથી હોતી. આવા વળાંકે આપણે કેમ પહોંચ્યા એનું ચિંતન પણ કરવું જોઈએ. પતંજલિ મને બહુ વ્યવહારુ લાગે છે. કહે છે,'ઉપેક્ષા કરો!' ઉપેક્ષા કરવી એટલે એને છોડી દેવા,એનાથી દૂર થઈ જવું. પાપીની ઉપેક્ષા નહીં,પાપની ઉપેક્ષા કરો. શરાબી ખરાબ નથી,શરાબ ખરાબ છે.

બળજ્ઞઉં ણળવઇં રુઇંલિ પઘરૂુફ ઇંળજ્ઞ રૂુફળ ઇંવટજ્ઞ વે,

અળડપિ અખ્રગજ્ઞ વેં બજ્ઞરુઇંણ મ્રુટ રૂૂફળ વળજ્ઞટળ વે

પાપીની નહીં,પાપની ઉપેક્ષા થવી જોઇએ. પાપીને 

સુધરવાનો મોકો આપો. આ બધાં સૂત્રો વ્યવહારમાં લાવવા જેવા છે. અને પુણ્ય જુઓ તો મુદિત થઇ જાઓ. 

કોઇ માણસ જો પુણ્યનું કાર્ય કરે છે તો પ્રસન્ન થઇ જાઓ. 

તો,બુદ્ધે પ્રસેનજિતને કહ્યું કે, 'આંતર -બાહ્ય બધી જ સમૃદ્ધિ તારી પાસે હોવા છતાં તું કહે છે કે, વિશ્રામ નથી મળતો, તો વિવેકની માત્રા ઓછી પડતી લાગે છે.'વિવેક એટલે જાગૃતિ, પ્રતિપળ સાવધાની. તમારી સાથે મારી મમતા છે એટલે કહી રહ્યો છે કે, આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે ! અભિમાનને કારણે સાધક બેહોશ થઇ જાય છે. 

(સંકલન : જયદેવ માંકડ)

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment