Friday, 12 February 2016

[amdavadis4ever] આંતરરાષ્ટ્રીય પ્રવાહ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઇરાન પરથી પ્રતિબંધો હટાવી લેવાયા ત્યારથી મધ્ય પૂર્વમાં સ્થિતિ દિવસે ને દિવસે વધુ તનાવપૂર્ણ બની રહી છે. જે દિવસે આમાંથી ભડકો થયો તો તે નાનો સૂનો નહીં હોય એવી દહેશત આખા વિશ્વમાં ઝડપથી પ્રસરી રહી છે. અહેવાલ તો એવા છે કે ઇરાન પછી હવે મધ્ય - પૂર્વ એશિયાની સૌથી મોટી, સૌથી સમૃદ્ધ હકૂમત સાઉદી અરેબિયા ઇરાનના રસ્તે આગળ ધપી રહ્યું છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે, સાઉદી 'અણુ સત્તા' હાંસલ કરવાની દિશામાં કયારનું આગળ નીકળી ચૂકયું છે. ઇરાનને અણુસામગ્રી, અણુ ટેકનોલોજી પહોંચાડવામાં અને તેને અણુબોંબ ઉત્પાદક તરીકે તૈયાર કરવામાં મદદગારી કરનાર પાકિસ્તાન હતું એ હવે છાનું રહ્યું નથી. અત્યારે પણ સાઉદી અરેબિયાની 'અણુ તૈયારીઓ'માં પણ સંપૂર્ણ પીઠબળ પુરું પાડનાર તરીકે પાકિસ્તાનનું જ નામ ઉપસી રહ્યું છે.
આમ પણ પાકિસ્તાન સાઉદી અરેબિયાની બેફામ સહાયના બોજ તળે ખાસ્સું દબાયેલું છે. સાઉદી કહે તેમ અને ઇચ્છે તેમ તેને કરવું પડે તેમ છે. મુદ્દો ભારત- પાકિસ્તાન યુદ્ધનો હોય કે બાંગ્લાદેશના જન્મનો, સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય મંચ પર સતત પાકિસ્તાનનો પક્ષ લેતું આવ્યું છે. કાશ્મીર મુદ્દે પણ સાઉદી અરેબિયા પાકિસ્તાનની જ પડખે રહેતું આવ્યું છે. પાકિસ્તાને જયારે અણુ પરીક્ષણ કર્યું ત્યારે આ જ સાઉદી અરેબિયા અને યુએઇ તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. પાકિસ્તાને અણુવિસ્ફોટ કર્યો ત્યારે ઇરાનની જેમ પાકિસ્તાન પર પ્રતિબંધો લદાય એવી સ્થિતિ હતી. એવે વખતે પાકિસ્તાનને આર્િથક પ્રતિબંધો સામે રક્ષણ આપવા દિવસના ૫૦,૦૦૦ બેરલ જેટલું ક્રુડ ઓઇલ મફત આપવાની ઘોષણા પણ આ જ સાઉદી અરેબિયાએ કરી હતી. હજી એકાદ વર્ષ પહેલાં જ સાઉદી અરેબિયાએ પાક્સ્તિાનને ૨૦૦ ટન ખજૂર મફત ભેટમાં મોકલાવી હતી.
પાકિસ્તાનના પ્રોજેક્ટસમાં નાણાંભીડ ન નડે એ માટે સાઉદી અરેબિયા છૂટા હાથે રોકાણ કરી રહ્યું છે. આમાં એવા પણ કિસ્સા છે કે ઉગ્રવાદીઓના ઉછેર અને તેમની મદદમાં આ બંને દેશો સહિયારી ભૂમિકા ભજવી રહ્યા છે. પાકિસ્તાનમાં મદરેસાઓનો વિકાસ અને તેમાં કટ્ટરવાદ ત્રાસવાદની પ્રાથમિક તાલીમમાં સાઉદી અરેબિયાની સહાયે સૌથી મોટી ભૂમિકા ભજવી છે. ૧૯૫૬માં પાકિસ્તાનમાં માત્ર ૨૪૪ મદરેસાઓ હતી. ૧૯૮૦ સુધીમાં ૮૦૦ થઇ. આજે ત્યાં ૨૪૦૦૦ મદરેસાઓ છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં આ મદરેસાઓ અને કેટલીક મસ્જિદો બાંધવા માટે ૧૦૦ અબજ ડોલર જેટલી સહાય આપી ચૂકયું છે. અફઘાનિસ્તાનમાં સોવિયેત ઘૂસણખોરી વખતે અફઘાન મુજાહિદો અને તાલિબાનને પણ પાકિસ્તાનને સાથે રાખી આર્િથક મદદ કરનાર આ જ સાઉદી અરેબિયા હતું.
સામે પક્ષે પાકિસ્તાન પણ સાઉદીના શાહી પરિવારની તહેનાતમાં કોઇ કસર છોડતું નથી. સાઉદી અરેબિયાના શાહી પરિવારના એક શાહજાદા તેમના કાફલા સાથે અત્યારે પાકિસ્તાનના ચાધી જિલ્લામાં પાકિસ્તાની મહેમાનગતી માણી રહ્યા છે. દર વર્ષે સાઉદીના તબૂક પ્રાંતના આ ગવર્નર પ્રિન્સ ફહદ અહીં 'હાઉબારા બસ્ટર્ડ'ના શિકાર માટે આવે છે. બોન કન્વેન્શન મુજબ આ પક્ષીના શિકાર પર પ્રતિબંધ છે. અત્યારે વિશ્વમાં માત્ર ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલા જ 'હાઉબારા બસ્ટર્ડ' બચ્યા છે. 'વાજીકરણ' કે પુરુષાતન વધારવા માટે આ પક્ષીનું માંસ શ્રેષ્ઠ ગણાય છે. સાઉદી પ્રિન્સ અત્યારે આ પક્ષીનો શિકાર કરી પોતાની જુવાની વધારી રહ્યા છે. પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાના રાજા ફૈસલના નામે જ પ્રખ્યાત ફૈઝલ મસ્જિદ છે. ફૈઝલાબાદ શહેરનું નામ પણ સાઉદી શહેનશાહના નામ પરથી જ પડાયું છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment