Friday, 12 February 2016

[amdavadis4ever] મિજાજ મસ્તી - Gujarati (Posted by B D Jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ:
નબળો એક્ટર મેકઅપ પર શૂરો (છેલવાણી)

પૂનાનું મરાઠી ફેમીલી બહુ ખુશ હતું કે એમનો એકનો એક દીકરો અમેરિકાથી પાછો આવી રહ્યો હતો. છોકરો ખૂબ ભણેલો, કમાતો ધમાતો હતો પણ પરણવાનું નામ જ ના લે. માબાપને એમ કે છોકરાને ભારતમાં કોઇક ક્ધયા વડગાડી દેશુ પણ છોકરાએ ફ્લાઇટ પકડતાં પહેલાં એક બોંબ ફોડયો કે એ એક સુંદર અમેરિકન છોકરીને સાથે લઇને આવે છે! મા બાપ તો ખુશ થઇ ગયાં કે હાશ, એને કોઇક મનપસંદ પાત્ર મળ્યું.આખું ઘર રાજીરાજી કે વહુ કોઇ અમેરિકન ગોરી રૂપાળી અપ્સરા હશે.પણ છોકરો એરપોર્ટથી બ્હાર નીક્ળયો અને એની સાથે એક કાળી નીગ્રો-આફ્રિકન છોકરી હતી! આખું ઘર સ્તબ્ધ.કઇ રીતે રીએક્ટ કરવું એ સમજાયું નહિ.અતિશય મોર્ડન ફેમીલી, જે એક અમેરિકન ક્ધયા સ્વીકારી શકે પણ એને પણ આ કાળી ક્ધયાને જોઇને શોક લાગ્યો. અને હા, એ છોકરાનાં માં-બાપ, ચામડીનાં ડોકટર્સ હતાં! બધી જ મોર્ડન પરવરિશ,આધુનિક ખયાલો, ગર્મ હવામાં બરફ ઓગળે એમ ઉડી ગયાં. છોકરાએ બહુ સમજાવ્યું કે એની ગર્લફ્રેંડ પી.એચ.ડી થયેલી છે, ડાહી છે પણ ના..એનો કાળો રંગ એના બધાં જ ગુણો પર કાળા નાગની જેમ કુંડળી મારીને બેસી ગયેલો. પોતે સ્કીન-સ્પેશ્યાલીસ્ટ હોવા છતાં ડો. માં-બાપની દલીલ હતી કે આવનાર સંતાન કળાં જન્મ્યાં તો? આ છે ભારતીય દિલોદિમાગની તીસીર. પનીર જેવો પ્લેન સફેદ કે રસગુલ્લા જેવો રંગહીન કલર જ રૂપની વ્યાખ્યા છે. હવે લગ્નની જાહેરાતોમાં 'જ્ઞાતિબાધ નથી' એવું બધાં લખે છે પણ 'રંગ-બાધ' તો છે જ કારણકે ગોરી-ઉંચી-પાતળી ક્ધયાની ડિમાન્ડ હજી એમને એમ છે. 

હમણાં એસીડ એટેકથી બદસૂરત બનેલી છોકરીઓને જાહેરાતમાં જોઇ ત્યારે સુખદ આશ્ચર્ય થયું અને એક કંગના રાણાવતે ગોરા થવાનાં ક્રીમ વગેરેની જાહેરાતો કરવાની ના પાડી ત્યારે થયું કે સરસ,સમાજની સમજની ચામડીનો રંગ બદલાઇ રહ્યો છે.પણ ના, હમણાં બેંગલોરમાં ૨૧ વરસની એક કાળી ટાન્ઝાનિયન છોકરીને ૨૦૦ જણાંએ કારમાંથી ઉતારીને, એનાં પર હુમલો કરીને, એને સાવ નગ્ન કરીને રસ્તામાં પરેડ કરાવી અને એની કાર બાળી મૂકી .. એ છોકરી એક બસ તરફ આશરો લેવા ગઇ પણ એ લોકો એ એને ભગાવી દીધીકારણ કે અડધાં કલાક પહેલાં એ જ રોડ પર બીજી એક કાળી દેખાતી વ્યક્તિએ ત્યાં કોઇના પર ગાડી ચલાવી દીધેલી .ટોળાંએ આ કાળી છોકરીને પેલાનાં દેશની જ વ્યક્તિ માનીને પાશવી ત્રાસ આપ્યો!પોલિસ ત્યાં હતી પણ જોયા કર્યુચ અને છોકરીને કહ્યું - ' તમે કાળાં એટલે બધાં સરખાં જ' ! 

રંગદ્વેષ,રંગ ભેદ કે રંગ-પસંદ, એક રિસર્ચનો વિષય છે કે શા માટે હીરોઇનો પણ મહદ અંશે ગોરી હોય છે? શા માટે ગૌર વર્ણ પર લોકો વધારે 'ગૌર' ફરમાવે છે? સિનેમાટોગ્રાફીની દૃશ્યેએ ગોરી ત્વચા પ્રકાશને વધુ સારી રીતે ઝાલી શકે છે. બેકગ્રાઉન્ડ સાથે એનું કોંબીનેશન બેટર થાય છે અને એટલે જ ગ્લેમર સાથે 'સફેદી' સંકળાઇ ગઇ છે. જે દેશમાં કષ્ણ જેવો કામણગારો ઇશ્વર શ્યામ હોય, જે દેશમાં નારીશક્તિનો જયજયકાર 'કાલી' માં કરતી હોય ત્યાં પણ કાળો રંગ સેક્ધડ સીટીઝન જેવો ગણાય છે! સંસ્કૃતમાં 'તન્વી-શ્યામા' એમ ક્ધયાનાં વર્ણનો કરવામાં આવ્યાં છે પણ આપણાં સુસંસ્કૃત સમાજની બજારને સંસ્કૃત ભાષા સાથે કોઇ લેવાદેવા નથી

ઇન્ટરવલ :

રંગની ઉપર રંગ ચડે ને મૂળનો તો રંગ ધોળો!

સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો

( નીનુ મઝુમદાર)

પરસેશમાં હવે કાળક્રમે કલર-કપટ ઓછું છે. વ્હિટની હ્યુસન કે જેનીફર લોપેઝ જેવી રોકસ્ટાર કે હેલી બેરી જેવી કાળી ફિલ્મ સ્ટાર વિદેશમાં ખૂબ સેક્સી ગણવામાં આવે છે પણ આપણને સ્મિતા પાટીલને મેઇનસ્ટ્રીમ ફિલ્મમાં સ્વીકારવામાં વરસો લાગી ગયાં.કોફીમાં દૂધનાં બે ટીપા નાખ્યાં હોય એવી કાળી છોકરી માટે કહેવાય છે કે એ નદી જેવી હોય છે.રાત્રે હૂંફાળી અને દિવસે ઠંડક આપે! ચંદ્રકાંત બક્ષી જેવા લેખકોએ કાળી ક્ધયાઓનાં પક્ષમાં ખૂબ લખ્યું છે પણ સત્ય એ છે કે આજે પણ લગ્નની બજારમાં જતાં પહેલાં શ્યામરંગી ક્ધયાને વાંધા પડે છે. મિડલક્લાસની છોકરીઓ બે કે ત્રણ ટકે લોન લઇ લઇને ચામડીનાં સ્પેશ્યાલીસ્ટો પાસે જઇને ટ્રીટમેંટ કરાવે છે. પોતાની ઓળખ જેવો ચામડીનો રંગ છોલાવી છોલાવીને સફેદ બનવા ધમ્મપછાડાં કરે છે! 

રૂપની વ્યાખ્યા પણ કમાલની વસ્તુ છે. ફોરેનની ગૌરવર્ણી ક્ધયાઓ જાતને તડકામા શેકી શેકીને 'ટેન' કરીને બ્રાઉન થવાની કોશિશ કરે છે અને અહિં ડાર્ક સેક્સી છોકરીઓ ગોરી બનવા માટે વ્રત એકટાણાંબાધાઆખડી આદરે છે. ક્યાંક ડાર્કનેસ જ સ્કેસી છે ક્યાંક બ્રાઇટનેસ જ બેસ્ટ છે. અશ્વેત લોકોમાંથી નીકળીને સૌથી મોટો સ્ટાર બનેલો- માઇકલ જેક્સન પણ જીવનનાં અંતિમ સ્ટેજ પર આખી ચામડી બદલીને 'વ્હાઇટ' બનાવે છે અને અનેક રોગોને આમંત્રી લે છે! જે રંગરુપે એને સ્ટાર બનાવેલી એને દૂર કરવા એવી અમારી એક બંગાળી હિરોઇન મિત્રએ ત્રણ ડિગ્રી ગોરા થવાં ટ્રીટમેન્ટ કરવેલી! 

કાંતિ મડિયાનાં નાટક 'મુઠ્ઠી ઉંચેરો માનવી'માં ગોરી બ્રીટીશ સ્ત્રી માટે એક વેધક વાક્ય પ્રયોગ કરવામાં આવેલો. ભરૂચ પાસે ગુજરાતનાં ઇતિહાસનો અભ્યાસ કરનારો એક વિદ્વાન અંગ્રેજોની પત્ની માટે કહે છે : ઉંઘી પડેલો ઢેઢગરોળીની ચામડી જેવી પેલી મઢમડી! મઢ,ડી એટલે કે મેડમ ,ઉંધી પડેલી ગરળીની ચામડીની ઠંડી શુષ્કતા અને ચીતરી ચડે એવી ફીલીંગથી ગૌરવર્ણને વર્ણવવાની શૈલી કમાલની છે. પણ આપણા દેશનાં મોટાભાગનાં કમાઉ યુવાનને માત્ર ગોરી ક્ધયા જ ખપે છે. પોતાનાં વાળ ખરી ગયાં હોય, ફાંદ નીકળી હોય અને તોયે ખુદને સલમાન ખાન કે હૃતિક રોશન ગણનારાંઓને કેટરીના જેવી વ્હાઇટ બ્યુટી ખપે છે! રાવજી પટેલની એક કવિતામાં કશુંક વાંચેલું કે રાત મને કામાંધ ભીલ ક્ધયાની જેમ બે પગ વચ્ચે જકડી રાખે છે! રાત, ભીલ ક્ધયા, કાળો રંગ અને કામુકતા પણ સૌંદર્યનો અલગ પર્યાય છે ને? પણ શું થાય મોટી મોટી હીરોઇનોને પણ પોતાની ચામડી પર મેકઅપના વ્હાઇટનરનં બે-બે ત્રણ-ત્રણ લેયર્સ જેટલાં થપેડાં કરતાં અમે સગી આંખે જોયાં છે! ભારતીય ગુલામ માનસમોથી ગોરી ચામડીને સલામી કરવાની આદત નહીં જાય ત્યાં સુધી ગોરી છોકરીઓ જ શ્રેષ્ઠ ગણશે. ગોરી વિદેશી ક્ધયાઓનાં બીકીનીબંધ ફોટાં જોઇને લાળ ટપકાવતાં બાબાઓ સૌંદર્યને સ્ટીરીઓટાઇપ બનાવીને જીવ્યાં કરશે. 

અમે જ્યારે ચાર પાંચ વર્ષનાં બાળક હતાં ત્યારે મા-બાપની ટચલી આંગળી ઝાલીને એક (જુઓ પાનું ૮) ૮

નૃત્ય નાટિકા જોવા ગયેલાં. શો પત્યા પછી એ ડાન્સબેલેની મુખ્ય અભિનેત્રીને બેકસ્ટેજમાં મળવા ગયો. મા-બાપે ઓળખાણ કરાવી. માત્ર ચાર-પાંચ વર્ષની ઉમ્મરે જ એ અભિનેત્રીનાં ચહેરા પર ખૂબ બધો મેકઅપ જોઇને બોલી પડાયેલું : હાઇલા, તમે કેટલાં સુંદર છો! આટલાં બધાં વ્હાઇટ વ્હાઇટ! આ સાંભળીને સૌ હસી પડેલાં પણ આજે હસવું નથી આવતું વ્હાઇટ એટલે જ નાઇસ નહીં એવું લોકો ક્યારે સમજશે? 

'ફેડોરા' નામની એક અદ્ભૂત ફિલ્મમાં એક અભિનેત્રી ટોપ પર પહોંચીને ધીમેધીમે ફ્લોપ થવા માંડે છે. એનું રૂપ ચોસરવા માંડે છે. પછી એ ૧૦-૧૨ વર્ષ દુનિયાથી છૂપાઇને એક ટાપુ પર રહે છે અને અચાનક ફરીથી યંગ, તાજી થઇને ફિલ્મોમાં આવે છે અને ફરી સ્ટાર બની જાય છે. લોકોને લાગે છે કે એણે કોઇ ટ્રીટમેંટ કરાવી છે પણ ના, એકચ્યુઅલી એણે એના જેવી જ દેખાતી એની દીકરીને 'ફેડોરા' તરીકે એટલે કે પોતાનાં નામ સાથે લોંચ કરી છે. માં, દીકરીને કેદ કરીને રાખે છે ફેડોરાનાં નામેજ રહવે એણે જીવવાનું છે. મા, પોતે છૂપાઇને રહે છે, દીકરીને કોઇ સાથે મળવા નથી દેતી. દીકરી, માંનાં નામથી કૈદ છે. પોતાનું એનું અસ્તિત્વ જ નથી. પછી એ દીકરીને પ્રેમ થાય છે એક પત્રકાર સાથે. પત્રકારને રહસ્ય ખબર પડે છે અને એવામાં એ દીકરી આપઘાત કરે છે પોતાની માંનાં માળખામાંથી છૂટવા! મા, ફેડોરા, દીકરીને પોતાના નામે દફનાવે છે! અને ફરી છૂપાઇ જાય છે.

ગોરો કે કાળો, ખૂબસૂરત કે સાધારણ કોઇપણ પ્રકારનો કોમપ્લેક્સ જાનલેવા છે.


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment