Friday, 5 February 2016

[amdavadis4ever] એક વાતની સો વાત - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પીડા-આપણા સૌની મુખ્યઓળખ!

બાજીરાવ મસ્તાની જોઈ? ફિલ્મ સારી છે. એની વાર્તા એવી છે કે અજોડ યોદ્ધો પેશ્વા બાજીરાવ પોતાની પત્ની કાશીબાઈને ખૂબ પ્રેમ કરતો હતો, છતાં એ મસ્તાની નામની એક મર્દાની રૂપવતીના પ્રેમમાં પડયો, એટલું જ નહીં, મસ્તાની સાથે લગ્ન કરીને એ સોતનના દીકરાનો બાપ પણ બન્યો. અલબત્ત, પહેલી પત્નીને એણે તરછોડી નહોતી. ના, ઊલટાનું, પ્રથમ પત્ની કાશીબાઈનો માન-મરતબો અને પેશ્વીણ બાઈ(પેશ્વાની મુખ્ય પત્ની) તરીકેનો કાશીબાઈનો રૂતબો-હોદ્દો બરકરાર રહે એ માટે બાજીરાવે પૂરતું ધ્યાન રાખ્યું. જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન પછી પણ કાશીબાઈ પ્રત્યેનો બાજીરાવનો પ્રેમ સાવ ઠરી-મરી નથી જતો. ટૂંકમાં, બેય પત્ની સાથે બાજીરાવનું ગાડું જેમતેમ ચાલતું રહ્યું પણ એક દિવસ કાશીબાઈએ પોતાની નારાજગીનું હાર્દ સ્પષ્ટ કરતાં બાજીરાવને કહ્યું, 'બીજું બધું તો ઠીક છે પણ તમે મારુંં ગુમાન તોડી નાખ્યું.'
વાત સમજવા જેવી છે. કાશીબાઈનાં જીવનનાં કેન્દ્રમાં એક ગુમાન હતું કે 'હું કોણ? હું પેશ્વીણ બાઈ, મહાન પેશ્વા બાજીરાવની પ્રાણપ્યારી પત્ની.' પોતે બાજીરાવનાં જીવનનું કેન્દ્ર છે એ વાતનું ગૌરવ કાશીબાઈનાં જીવનનું કેન્દ્ર હતું. એ ગૌરવ એટલું જોરદાર હતું કે લોકો સાથેનાં જાહેર વર્તનમાં તો ઠીક, કાશીબાઈ ઘરમાં એકલી ચાલી રહી હોય તો પણ એની ચાલમાં એ ગૌરવ દેખાય, પછી પતિનાં જીવનમાં બીજી ઓરતનું આગમન થવાથી કાશીબાઈનો રોફ, અભિમાન,ખુમારી તૂટી ગયાં. જીવનનું કેન્દ્ર જ હચમચી ગયું. જોકે પછી પણ દુનિયાની નજરમાં 'બાજીરાવની પ્રાણપ્યારી પેશ્વીણ બાઈ' તરીકેની પોતાની ઇમેજ અને મગરૂરી જાળવવાની મથામણો કાશીબાઈએ ચાલુ રાખી પણ એ તો તમાચો મારીને ગાલ લાલ રાખવાની કવાયત હતી. ગાલની અસલી લાલી તો વરનાં જીવનમાં બીજી સ્ત્રીનાં આગમન સાથે જ ગાયબ થઈ ચૂકી હતી.
હું જો મારા ભારતના ભ્રષ્ટાચાર-ગરીબી-ગંદકીને લીધે લઘુતા અનુભવતો હોઉં તો એ લઘુતા છુપાવવા મારે એવા દાવા કરવા પડે કે બોસ, મારી ભારતીય સંસ્કૃતિ મહાન હતી અને વિમાનો તેમજ પ્લાસ્ટિક સર્જરી ભારતમાં જ શોધાયેલી. કમઓન, આજની તારીખે હિંદુ સંસ્કૃતિ જગતની એક અત્યંત આદરણીય પ્રાચીન સંસ્કૃતિ છે, વેદ-ઉપનિષદ-ગીતા ખરેખર સમૃદ્ધ ગ્રંથો છે, શૂન્યની શોધ ભારતમાં થયેલી... આ બધી હકીકતોને શાંતિથી ટાંકી જ શકાય, આમાં મિથ્યા-અભિમાનની કોઈ જરૂર જ નથી, છતાં પોતાના ધરમ વિશેનું ખોટું અભિમાન જગતના તમામેતમામ ધર્મના અનુયાયીઓ અનુભવે છે. ર્ધાિમક ગૌરવનું સૌથી વરવું રૂપ જોવું હોય તો આઈએસ(સીરિયા-ઇરાકમાં પેધા પડેલા ઉગ્રવાદીઓ) જુઓ. એ જગતમાં ખલીફા-રાજ સ્થાપવા માગે છે. આ તો એક્સ્ટ્રીમ(અંતિમ) ઉદાહરણ થયું, બાકી, પોતાના ધરમ-કોમ-દેશ-જ્ઞાાતિની વાત નીકળતાં આપણા સૌનાં નસકોરાં સહેજ ફુલાઈ જાય અને આપણે સહેજ તણાવપૂર્વક-આવેગપૂર્વક વાત કરવા લાગીએ... આવું શા માટે?

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (7)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment