Friday, 5 February 2016

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખપ્રાપ્તિ

આપણું શરીરઆપણી ઇન્દ્રિયો, આપણો દેખાવ, આપણાં સગાંવહાલાં, આપણો સમાજ, એ બધાં કાંઈ આપણી અનુકૂળતા પ્રમાણેનાં હોતાં નથીઘણીવાર વિપરીત પણ હોય છે અને એને બદલવાની શક્તિ આપણામાં હોતી નથી. એ વખતે એનો જ વિચાર કર્યા કરવાથી કે પ્રતિકાર કર્યા કરવાથી માત્ર દુઃખી જ થવાય છે. સુખી થવા ઇચ્છનાર એવો મિથ્યા પ્રયત્ન કરવાનું છોડી દે છે. જે નિવારી શકાય તેમ હોય એને એ નિવારે છેબદલી શકાય તેમ હોય એને એ બદલી નાખે છેપરંતુ જે અનિવાર્ય હોય એનો એ અફસોસ કરતો નથીસ્વીકારી કરી લે છે. પોલિયોમાં પગ ગુમાવી બેસનાર સમજદાર વ્યક્તિ એનો અફસોસ કરીને દુઃખી થવાના બદલે બીજાં સાધનોનો ઉપયોગ કરીને સુખી થવાનો માર્ગ શોધી કાઢે છે. પોલિયોથી અપંગ બનનાર વ્યક્તિને મેં અનુકૂળ પગથી સુંદર ચિત્રો બનાવતી જોઈ છે. અનિવાર્યનો અફસોસ કરવો એ દુઃખને આમંત્રણ આપવા જેવું છે.
જીવન સતત વિકાસશીલ છે. વનસ્પતિને નવી નવી કૂંપળો ફૂટતી આપણે જોઈએ છીએ. એ જ રીતે આપણા શરીર અને મનમાં પણ સતત ફેરફારો થતાં રહે છે. એની સાથે તાલ મિલાવીને કે એને વેગ આપીને જ આપણે સુખી થઈ શકીએ છીએ. જ્યારે આપણો વિકાસ અટકી જાય છે ત્યારે જીવનનું વહેણ પણ સ્થગિત થઈ જાય છે અને સુખ પણ થંભી જાય છે. આપણે નાના હતા અને ચાલતાં શિખ્યા ત્યારે કેટલો આનંદ થયો હતો એ કદાચ આપણને યાદ ન હોયપણ પહેલીવાર આપણે સાઇકલ શિખ્યા ત્યારે થયેલો આનંદ તો યાદ હશે જ. એ આનંદ અદ્ભૂત હતો. એમાં જે સુખ હતું એ અવિસ્મરણીય હતું. એ જ રીતે આપણે પહેલી વાર એકડો લખ્યો, પહેલીવાર રસોઈ કરી, પહેલીવાર ભરત ભર્યું, પહેલી વાર ક્રિકેટ રમવા બેટ ઉપાડયું ને બોલને ફટકો માર્યો, એનો આનંદ જુદા જ પ્રકારનો હતો.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment