Friday, 5 February 2016

[amdavadis4ever] મલ્ટિપ્લેક્સ - Gujarati (Posted by B D jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે તડાફડી કેમ થઈ?

ફ્રેન્કલી, શુત્રુઘ્ન સિંહાની તાજી તાજી બહાર પડેલી જીવનકથા 'એનિથિંગ બટ ખામોશ' ઓનલાઇન ઓર્ડર કરતી વખતે મનમાં ઝાઝી અપેક્ષા નહોતી પણ પુસ્તકમાંથી પસાર થતી વખતે મજા પડતી ગઈ. પુસ્તકમાં 'શુત્રુઘ્ન સિંહા મહાન.... શત્રુઘ્ન સિંહા મહાન' પ્રકારના એકધારા રાસડા લેવાનો એટિટયુડ નથી તે એક મોટો પ્લસ પોઇન્ટ છે. પુસ્તકમાં એમની નબળાઈઓ વિશે પણ પુષ્કળ લખાયું છે. ભારતી એસ. પ્રધાન નામના અંગ્રેજી પત્રકાર-લેખિકાને આ પુસ્તક પૂરુંં કરતાં સાત વર્ષ લાગ્યાં. શત્રુઘ્ન સિંહનાં જીવન સાથે સંકળાયેલા અલગ અલગ ક્ષેત્રનાં ૩૭ લોકોના લંબાણભર્યા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. કુલ ૨૦૦ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ થયું. તેમાંથી કામની વિગતો અલગ તારવીને પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
સલીમ-જાવેદ 'કાલા પથ્થર' લખી રહ્યા હતા ત્યારે તેમના દિમાગમાં-મનમાં સ્પષ્ટ હતું કે કયો રોલ કયો હીરો ભજવશે. એ જમાનામાં સલીમ-જાવેદ એટલા પાવરફુલ હતા કે ફિલ્મનાં કાસ્ટિંગના મામલામાં તેઓ જે સૂચનો કરતા તે પ્રોડયુસર-ડિરેક્ટરોએ સાંભળવું જ નહીં, માનવું પણ પડતું. સલીમ-જાવેદનાં મનમાં 'કાલા પથ્થર'ના મેઇન રોલમાં અમિતાભ બચ્ચન હતા, એન્જિનિયરના રોમેન્ટિક રોલ માટે શશી કપૂર હતા અને ત્રીજા હીરો તરીકે શત્રુઘ્ન સિંહા હતા. આ રોલ જેલમાંથી ભાગી ચૂકેલા એક એવા ગુનેગારનો હતો જે દુનિયાનું કોઈ પણ તાળું ખોલી શકે છે અને જે પથ્થરની ખાણોમાં છુપાતો ફરે છે. આ ભૂમિકા માટે શત્રુ પરફેક્ટ હતા. સલીમ-જાવેદે એમની ઇમેજને ધ્યાનમાં રાખીને ખાસ ડાયલોગ પણ મૂકેલા, જેમ કે, કોઈ કિરદાર એવું પૂછે કે 'તીસરા બાદશાહ કહાં હૈ?' તો શત્રુઘ્ન સિંહા એમના ખાસ અંદાજમાં ડાયલોગ ફટકારે : 'તીસરા બાદશાહ ઈધર હૈ.'
કેવા પેંતરા? સૌથી પહેલાં તો શત્રુઘ્નને એમની માર્કેટપ્રાઈસ કરતાં કયાંય ઓછા પૈસા ઓફર કરવામાં આવ્યા, એમને કહેવામાં આવ્યું કે તમે લેટ-લતીફ બનશો તે નહીં ચાલે, સેટ પર રોજ સમયસર આવી જવું પડશે. ટૂંકમાં, યશ ચોપડા આણિ મંડળીએ વિચારેલું કે આવી બધી શરતો મૂકીશું એટલે શત્રુ જ સામેથી કહી દેશે કે ભાડ મેં જાઓ, મુઝે નહીં કરની તુમ્હારી ફિલ્મ. આ જે કંઈ રંધાઈ રહ્યું હતું એની ગંધ સલીમસાહેબને આવી ગઈ. એમણે શત્રુઘ્ન સિંહાને કહ્યું : આ રોલ અમે તમને ધ્યાનમાં રાખીને જ લખ્યો છે, તમે લખી રાખો, તમારી કરિયરના જે પાંચ-છ રોલ લોકોને સૌથી વધારે યાદ રહેશે એમાંનો એક રોલ 'કાલા પથ્થર'નો હશે. આથી આ લોકો તમારી સામે જે કોઈ શરતો મૂકે તે દલીલ કર્યા વગર માની લેજો, જો તેઓ કહે કે સવારે પાંચ વાગે સેટ પર હાજર થઈ જવું પડશે, તો તમે કહેજો કે હા, આવી જઈશ. તેઓ સાવ ઓછા પૈસા આપે તોય ચૂપચાપ સ્વીકારી લેજો અને કહેજો કે આ ફિલ્મ હું સલીમસાબના કહેવાથી કરી રહ્યો છું.
કાસ્ટિંગ તો થઈ ગયું પણ સેટ પર ટેન્શનનો માહોલ રહ્યા કરતો. અમિતાભ ખુરસી પર બેઠા હોય તો શત્રુની ખુરસી કયારેય એમની બાજુમાં મૂકવામાં ન આવે. શૂટિંગ પૂરુંં થાય એટલે અમિતાભ એમની કારમાં બેસીને રવાના થઈ જાય. તેઓ કયારેય શત્રુઘ્નને એવો વિવેક ન કરે કે ચલો, આજ લોકેશન સે હોટેલ તક સાથ ચલતે હૈ. ફિલ્મના ફર્સ્ટ હાફમાં અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે એક ફાઇટ-સીન છે. મૂળ સ્ક્રિપ્ટ પ્રમાણે અમિતાભ અને શત્રુને આ ફાઇટમાં સરખેસરખા દેખાડવાના હતા. બંનેએ એકબીજાની ધુલાઈ કરવાની હતી પણ શૂટિંગનો દિવસ આવ્યો ત્યારે સેટ પર મામલો પલટી ગયો. ફાઇટમાસ્ટર શેટ્ટીને સાધી લેવામાં આવ્યા. સીન એવો બનાવવામાં આવ્યો કે અમિતાભ શત્રુને મારી મારીને અધમૂઆ કરી નાખે અને આખરે શશી કપૂર આવીને શત્રુને છોડાવે.
રાજકારણમાં નિષ્ફળ જઈ ચૂકેલા અમિતાભ બચ્ચન શત્રુઘ્ન સિંહાની રાજકારણી તરીકેની સફળતાને અહોભાવથી જુએ છે, તેઓ કહે છે, 'શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિલન તરીકે શરૂઆત કરી હતી. એમાં સફળ થયા, પછી હીરો બન્યા, એમાં સફળ થયા અને ત્યાર બાદ ફિલ્ડ બદલીને રાજકારણમાં ગયા તો ત્યાં પણ સફળ થયા! આ બહુ મોટંુ એચીવમેન્ટ છે કોઈ પણ વ્યક્તિ માટે. વિનોદ ખન્નાના અપવાદને બાદ કરતાં આવાં બીજા કેટલાં ઉદાહરણો મળશે ઇન્ડસ્ટ્રીમાં? શત્રુસાબ જે છે, જેવા છે એવા બરાબર છે. તેમને બદલવાની કોશિશ ન કરો, તેઓ બદલાશે તો પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેસશે. આખા હિંદુસ્તાનમાં શત્રુઘ્ન સિંહા જેવું બીજું કોઈ નથી અને તેઓ જે કંઈ છે તે પોતાનાં આગવાં વ્યક્તિત્વને કારણે છે.'

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment