Friday, 4 December 2015

[amdavadis4ever] મારા પતિ ઈન્દિર ાના પ્રેમમાં પડ યા તે પહેલાં સા રા હતા (કભી કભી)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

હવે તેણે બીજી ચાર સ્ત્રીઓની એ જ પદ્ધતિથી હત્યા કરી નાંખી. બધી જ સ્ત્રીઓ સામાન્ય અને ગરીબ પરિવારની હતી. શંકર એક સિરિયલ ક્લિર બની ગયો હતો. હવે તેણે તામિલનાડુ અને કર્ણાટકને જોડતો નેશનલ હાઈવે પક્ડયો. હાઈવેની આસપાસ સુઈ રહેતી ગરીબ સ્ત્રી મજદૂરોની તો હત્યા કરવા લાગ્યો. છેલ્લે છેલ્લે તેણે બળાત્કાર પછી તે સ્ત્રીનું ગળું ધારદાર ચાકુથી કાપી નાખતો. શંકર ટ્રક ડ્રાઈવર હોઈ તે તામિલનાડુ અને કર્ણાટકના તમામ ધોરી માર્ગો અને તેને જોડતા એપ્રોચ રોડ્સથી તે વાકેફ હતો. હવે તેની ગુનાખોરીનો આંક ૩૦ જેટલી સ્ત્રીઓ પર બળાત્કાર અને હત્યા સુધી પહોંચી ગયો. સરકારે તામિલનાડુ ઉપરાંત કર્ણાટકની પોલીસને પણ એલર્ટ કરી દીધી. પોલીસ આ સિરિયલ ક્લિરની ખોજ તીવ્ર બનાવી દીધી.
એક દિવસ અજાણતા જ પોલીસને એક કડી મળી. શંકર સુંદરમ્ નામના એક ટ્રક ડ્રાઈવરને તેનો મોબાઈલ ફોન વેચ્યો હતો. શંકરે આ મોબાઈલ ફોન ચોરેલો હતો. એણે જેનો ફોન ચોર્યો તે સેલફોનનો માલિક રંગાસ્વામી નામનો એક માણસ હતો. શંકરે રંગાસ્વામીની પત્ની પર બળાત્કાર કરી રંગાસ્વામીનો મોબાઈલ ફોન લઈ ભાગી ગયો હતો. રંગાસ્વામીની પત્નીનું નામ મરાક્કા હતું. શંકરે મરાક્કા પર બળાત્કાર કર્યો પરંતુ ગમે તે કારણોસર તેની હત્યા કરી નહીં. પોલીસે મરાક્કાની ફરિયાદ લીધી અને મરાક્કાના પતિનો મોબાઈલ લઈ શંકર ભાગી ગયો હોવાનું જણાવ્યું. પોલીસે મોબાઈલ નંબર અને તેના આઈએમઈઆઈ નંબરના આધારે મોબાઈલ ફોન ટ્રેસ કર્યો. હત્યારા શંકરે આ ફોન સુંદરમ્ નામના ડ્રાઈવરને વેચ્યો હોઈ પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે ફોનનું લોકેશન ટ્રેસ કરી સુંદરમને પક્ડયો. સુંદરમે શંકરના ચહેરાનું વર્ણન કર્યું તે આધારે તેનો સ્કેચ બનાવવામાં આવ્યો. પોલીસ પાસે શંકરની પોલીસ સ્ટેશનમાં લેવાયેલી તસવીર હતી. સુંદરમે શંકરની તસવીર જોઈ તેને ઓળખી બતાવ્યો કે આ જ માણસે મને ફોન વેચ્યો છે. મરાક્કાએ પણ તસવીર જોઈ તેની પર બળાત્કાર કરનાર શંકરને ઓળખી બતાવ્યો. એ પછી શંકર મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલરની તસવીરો હાઈવેની હોટલો પર ઠેર ઠેર લગાડી દેવામાં આવી. એ તસ્વીરોના આધારે કોઈએ પોલીસને શંકર જ્યાં ફરતો હતો તે સ્થળની બાતમી પોલીસને આપી દીધી. એક રાત્રે શંકર હાઈવે હોટલના એક ખાટલામાં સૂતો હતો ત્યાં જ પોલીસ પહોંચી ગઈ અને તામિલનાડુ પોલીસે શંકરને પકડી લીધો. અત્યાર સુધીમાં તે સાલેમ, ધર્મપુરી, નમક્કલ, તિરુપુર, કોયાઈ, તિરુચી અને ક્રિશ્નાગીરી જિલ્લાની ૬ જેટલી સ્ત્રીઓને તે તેની ગુનાખોરીનો શિકાર બનાવી ચૂક્યો હતો. આ બધું જ તે તેની ૩૦ વર્ષની વયમાં કરી ચૂક્યો હતો. અલબત્ત, તેને પક્ડયો કર્ણાટકની પોલીસે. તે પકડાયો કર્ણાટકના બિજાપુર જિલ્લાના એલાસી ગામ પાસેથી.
હત્યારા શંકરની ધરપકડ તો થઈ ગઈ પરંતુ તેની પત્ની પરમેશ્વરી તેના પતિએ આટલી બધી હત્યાઓ કરી હોય તે માનવા તૈયાર નથી. બીજી બાજુ શંકરે ૨૭ સ્ત્રીઓની હત્યાઓ કરી હોવાનું કબૂલી લીધું છે પરંતુ તેની પત્ની પરમેશ્વરી કહે છેઃ ''અમારા લગ્ન થયાં ને ૧૦ વર્ષ થયા પરંતુ મારા પતિએ મને કદી હળવો માર પણ માર્યો નથી. મારા પતિએ મને કદી પણ નામથી બોલાવી નથી. તેઓ ઈન્દિરા સાથે પ્રેમમાં પડયા તે પહેલાં એકદમ સારા હતા. મારા પતિ કદી શરાબ પીતા નથી. કદી ઊંચા અવાજે બોલતા નથી. મારા પતિએે બે જ ગુના કર્યા છે. એક તો તેમણે પોલીસ કોન્સ્ટેબલની પત્ની ઈન્દિરા સાથે તેમને આડોસંબંધ હતો અને બીજો ગુનો તે જેલમાંથી ભાગી ગયા તે. એ સિવાય એમણે કોઈ ગુનો કર્યો નથી !

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment