Wednesday 30 December 2015

[amdavadis4ever] સભાનતાના મા નસમાં માન-અપ માનની ભાવના પ્રબળ રહે છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવીના પાંચ જ્ઞાનેન્દ્રિયો દર સેક્ધડે અગિયાર લાખ સંદેશાઓ ઝીલવાની શક્તિ ધરાવે છે એમ શરીરશાસ્ત્ર અને ન્યૂરોલોજીના નિષ્ણાતોનો નિષ્કર્ષ છે. તેમની વાત સ્વીકારવાની રહી પણ એનાથી સંતોષ થાય નહિ કારણ વૈજ્ઞાનિકોઓએ કેવા યંત્રો અને પદ્ધતિ અપનાવી આ નિષ્કર્ષ બનાવ્યા એની વિસ્તારપૂર્વક માહિતી જાહેર નથી. માનવીના અસભાનતાના માનસ પર્યાવરણમાંથી મળતા આ સંદેશાઓ- સંકેતોના તત્કાળ વિશ્ર્લેષણ કરવાના ઉપયોગી અથવા જરૂરી સ્વીકારી બાકીના ફગાવી દેવાના. પણ સંકેતોની ઉપયોગીતા નક્કી કરવાના પરિમાણ કેવી રીતે બને, કોણ બનાવે એનો ખુલાસો નિષ્ણાતો એમ કહીને કહી જાય કે માનવીના જૂના અનુભવો તેમના સ્મૃતિ કોષમાં સંઘરાયેલા રહેવાના. રોજ બરોજના ઉપયોગના અનુભવોે ઉપરના સ્મૃતિ કોષમાં રહેવાના પણ રોજના ઉપયોગમાં નહીં આવતી બાબતોની સ્મૃતિ પણ સંઘરી રાખવામાં આવે. સંકેત આવતાં જ અસભાનતાના મન જૂની સ્મૃતિઓના આધારે એના વિશ્ર્લેષણ કરતા રહે છે.

અનેકવાર ફૂટબોલ મેચોમાં રમી ચૂકેલા ખેલાડી તમામ નહીં તો પણ અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવાના. દરેક મેચના દરેક નવી સ્થિતિના અનુભવો તેમની સ્મૃતિમાં સંઘરાઈ જવાના. બોલ તેમના કબ્જામાં આવી ગયા બાદ સામી ટીમના ખેલાડીઓને ચકમો આપી આગળ વધવું કે ટીમના ખેલાડીને પાસ કરવો. એની ખેલાડીની આસપાસ સામી ટીમના કેટલા ખેલાડી છે, સાથીની એમાંથી નીકળી જવાની ક્ષમતા- એની કુશળતાના આંકલન પણ તત્કાળ સંકેત બનવાના. અસભાનતાના મન તત્કાળ તમામ સંકેતોના આંકલન કરી એને આદેશ આપવાના પાસ ડાબી બાજુના નહિ પણ જમણી બાજુના ખેલાડીઓને આપો. આ વાંચવાનો જેટલો સમય લાગે તેનાથી દસમા ભાગના સમયમાં આ પ્રક્રિયા પૂરી થવાની. નિર્ણય લેવામાં સમય બગાડવામાં આવે તો બોલ સામી ટીમના કબ્જામાં ચાલી જવાની શકયતા રહે છે.

ક્ષુલ્લક સંખ્યામાં માનવો દુ:ખના સાગરમાં જ રહેવાને પસંદગી આપવાના. સમાજશાસ્ત્રના સંશોધકોના મત પ્રમાણે તમામ દુ:ખોના સાગરમાંથી બહાર નીકળી સુખ- આનંદના પ્રવાહમાં આવવા મથતા રહેવાના તેથી તેમના અસભાનતાના માનવો આનંદ આપતા સંકેતોના આંકલન તત્કાળ કરવાના, એેને પ્રાથમિકતા આપવાના. પણ આનંદ મેળવવાના સાધનો તેમ જ સ્રોત અલગ અલગ પ્રકારના હોય છે. યુવાનો- યુવતીઓ માટે તેમના પ્રથમ સંતાનના આગમન સુધી મિત્રોના મેળાવડામાં ઉજવણીઓ આનંદ સ્રોત રહે પણ પ્રથમ સંતાનના આગમન બાદ એનો ઉછેર તેમના આનંદનું કારણ બની જાય. બાળક આવવાની પ્રતીક્ષાના દિવસોમાં બાળક માટે નામ શોધવા, તેના પહેરવેશ માટે કપડાની પસંદગી કરવી, એની આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવા, તેની ખાણી પીણી માટે વ્યવસ્થાનો અભ્યાસ કરવાના સવાલ તેમના મનની પકડ લેવાના તેથી એને લગતા સંદેશાઓ તેમના અસભાનતાના માનસની પ્રાથમિકતા બની જાય. મિત્રો સાથે પાર્ટીઓમાં આનંદ મેળવવાના દિવસોમાં અખબારોમાં અથવા ટીવીમાં જે જાહેરખબરોને અનાવશ્યક ગણી ધ્યાન પણ આપવામાં આવ્યું નહોતું તેમના પરથી તેમના ધ્યાન ખસવાના નહીં. આમ તેમની નવી જરૂરિયાતો નવા કેન્દ્રસ્થાન બની જવાના.

અસભાનતાના માનસના ઘડતરમાં માત્ર સંસ્કૃતિના જ નહિ પણ દરેક સંસ્કૃતિની આગવી જીવનશૈલી તેમ જ સમાજરચના અંગેની માન્યતાઓના ફાળા હોય છે. પાશ્ર્ચાત્ય સંસ્કૃતિમાં માનવોની પ્રાથમિકતા વ્યક્તિગત જીવન જીવવાની. તમામ વયસ્કો એકલા અને આઝાદ જીવન જીવવા માગે છે. તેથી તેઓ સમાજમાં રહેતા હોવા છતાં સમાજના અંગ બનતા નથી. યુવાન વયે પહોંચી જતા તેઓ પરિવારથી અલગ થઈને પોતાના અલગ- આત્મનિર્ભર જીવન બનાવવા પરિવાર છોડી જાય છે. તેમની બીજી અફર માન્યતા એ છે કે શ્ર્વેત ચામડીવાળા જ બૌદ્ધિક શ્રેષ્ઠતાવાળા માનવો છે. તેથી તેમની શ્રેષ્ઠતા બતાવવાના તેઓ નિરંતર પ્રયાસ કરતા રહે છે. આ તેમની માનસિકતા હોય છે.

પૂર્વની સંસ્કૃતિઓના સમાજ અલગ પ્રકારના છે. એમાં વ્યક્તિ સમાજથી અલગ બનતી નથી પણ તેઓ સમાજના અવિભાજ્ય- અંતર્ગત અંગ બની જાય છે. એમના અચેત માનસના ઘડતર અલગ પ્રકારના બની જાય. એમાં વ્યક્તિગત હિતના અથવા માત્ર વ્યક્તિના આનંદના અલગ વિચાર કરવામાં આવતા નથી. તેના પ્રતિબિંબો તેમના ધાર્મિક તેમજ સામાજિક તહેવારોની ઉજવણીઓમાં જોઈ શકાય. ભારત અને ચીનના સામાજિક, ધાર્મિક સમારંભોના આયોજનો આ બતાવી જાય છે.

મધ્ય પૂર્વની સંસ્કૃતિઓ માનવો એમના મઝહબની માન્યતાઓના કારણે બંનેથી અલગ પ્રકારના બનવાના. તેમના વ્યક્તિગત મહત્ત્વ માત્ર અલ્લાહના બંદા તરીકે ગણાય. એમના સમાજના અસ્તિત્વ પણ અલગ બની ગયા કારણ તેમાં માત્ર મઝહબ જ રાજ કરે. આથી તેમની અસભાનતાની માનસિકતાના પરિમાણ બંનેથી પૂર્વ અને પશ્ર્ચિમથી અલગ પ્રકારના બની ગયા. તેમના માટે તેમનો ધર્મ જ શ્રેષ્ઠ બની ગયો. આના પરિણામે એક જ કાળના અથવા પ્રકારના અર્થઘટનો ત્રણે સંસ્કૃતિઓમાં અલગ પ્રકારના બનતા રહ્યા.

સભાનતાના માનસના કામો વ્યક્તિને સામાજિક પ્રાણી બનાવવાના રહ્યા. તેથી એના કામોમાં અન્ય સાથે સંપર્કો કરવા તેમ જ વ્યવસાય આગળ ચલાવવાના કામ પ્રમુખ પ્રવૃત્તિ બની જાય. પણ સભાનતાના માનસમાં લાગણીઓના આવેશો પણ પ્રભાવ કરતા રહેવાના.

સામાન્યત: સભાનતાના માનસ સમકક્ષોના સંપર્ક બનાવવાના પ્રયાસ કરવાના એમાં પણ તેમના લાગણીઓના આવેશોને અનુરૂપ બનતી વ્યક્તિઓના લોકો કોઈ પણ વ્યક્તિને ટીકાકારો અથવા ઉપાહાસ કરી મજાક બનાવતા સ્વભાવના ગમતા નથી. એમનાથી દૂર જ ભાગતા રહેવાના. સભાનતાના માનસમાં અહમને ઊંચુ સ્થાન આપવામાં આવે. તેમાં માન અપમાનની ભાવના વધારે પ્રબળ રહેવાની. તેમાં પોતાની શક્તિઓના ઘણીવાર અતિશયોક્તિભર્યા દાવા પણ કરવામાં આવવાના.

આના અનેક દાખલા વ્યવસાયના ક્ષેત્રમાં મબલખ સંખ્યામાં મળી આવે છે. ઓફિસમાં અપેક્ષિત બઢતી અને પગાર વધારા મળવામાં નિરાશા થાય ત્યારે એના કારણોમાં વાસ્તવિક સમીક્ષા ન કરવાના બદલે પોતામાં રહેલી ખામીઓ- ત્રુટીઓ અથવા એના ઉપાય કરવાના પ્રયાસ કરવામાં હિણપતનો અનુભવ થાય. એમાં અહમ્ ઘવાય. પોતે ઈન્ફેરિઅર વ્યક્તિ છે એવી કબૂલાતની ભાવના થાય. કોઈપણ શિક્ષિત વ્યક્તિ પોતાને અન્યની સરખામણીમાં કનિષ્ક માનવા તૈયાર બનવાના નહિ. અહમ્ની આ પ્રથમ માગણી બને.

મોટાભાગના ખાસ તો મધ્યમવર્ગની માનસિકતાવાળા પોતાની ખામીઓના દોષના ટોપલા અન્ય પર નાંખવાના. બોસની ટીકા કરવાની હિંમત થાય નહિ તેથી નિશાન પર આવી જાય એમની સચિવ. સચિવના કારણે જ બોસ સુધી પોતાની વાત- ફરિયાદ પહોંચાડવામાં તકલીફ થઈ એવી માન્યતા રહેવાની. કેટલીક વ્યક્તિઓ તો સચિવના બોસ સાથે આડા સંબંધો હોવાના આક્ષેપો કરતા અચકાવાના નહિ. તેમના ગપગોળા બે નિર્દોેષ વ્યક્તિઓના ચરિત્ર પર ખોટા લાંછન લગાવી રહ્યાની વાત જાણવા છતાં પોતાના આવેશમાં એની દરકાર કરવાની નહિ. અસભાનતાના માનસની આવા બનાવોમાં કોઈ ભૂમિકા હોય નહિ. એના કામ તો સંદેશા ઝીલવાના જ હોય છે. ખોટા સંદેશા ઉપજાવી કાઢવાના નહિ. 

જીવનમાં આગળ વધવા માટે વાસ્તવિકતાના સચોટ આંકલન જરૂરી રહે. પોતાની ક્ષમતા તેમ જ શક્તિના વાસ્તવિક આંકલન કરવામાં આવે તો આગળ વધવાના માર્ગ બનાવી શકાય. પણ સામાજિક સ્થાન અને મોભા ટકાવી રાખવા ખાતર પોતાની કાબેલિયતો અંગે ભ્રામક ખ્યાલો માત્ર અન્યો માટે બતાવવામાં જ આવતા નથી બલ્કે અનેક આવા ભ્રામક ખ્યાલોમાં જીવતા પણ હોય છે. આના કારણે જીવનમાં સતત સંઘર્ષો અને ખટરાગોના જ સામના કરવા પડે છે.

પણ ભ્રામક ખ્યાલો હંમેશાં ઉપયોગ વગરના હોતા નથી. અનેક આવી 

ભ્રમણાઓ ઊભી કરીને પોતાના સાધનો બનાવતા રહ્યા છે. વરસો પહેલા ચંડીગઢના એક વેપારીએ પાંચ વરસમાં તેમના જૂથમાં કરવામાં આવતી રકમોના રોકાણોના બમણા નાણાં પરત આપવાની ખાત્રી આપી. એ ઉપરાંત પાંચ લાખ રૂપિયાના રોકાણ કરનારાને પાંચ વરસના અંતે ચંડીગઢ પાસેના જંગલમાં ટીકના એક એક પાંચ વરસના ઝાડ પણ આપવાની લાલચ આપી. આ ભ્રમણા જ હતી કારણ ચંડીગઢની આસપાસ ટીકના ઝાડ ઉગવાની કોઈ શકયતા નથી. ટીકના ઝાડના માલિક બનવાની લાલચમાં તેમની કંપનીમાં રૂા. ૧૨૦૦ કરોડના રોકાણ કરવામાં આવ્યા. એક વરસ બાદ આ વ્યાપારી ગુમ થયા સાથે રૂા. ૧૨૦૦ કરોડ પણ લઈ ગયા. આ બનાવમાં સભાનતાના માનસની લાલચના આદેશે તેમના અસભાનતાના માનસના સંદેશાઓમાં આપવામાં આવતી ચેતવણી માન્ય રાખી નહિ. અસભાનતાના માનસ કહી રહ્યા હતા. વરસના ૧૨૦ ઈંચ વરસાદ ન હોય તેવા સ્થાનમાં ટીકના ઝાડ ઊગી જ શકે નહિ. કમાલની વાત હતી કે આવી રીતે પાંચ દસ લાખ રૂપિયાના રોકાણો ગુમાવનારાઓમાં સેનાના અને વાયુદળના માજી અધિકારીઓની સંખ્યા પણ ઘણી હતી. પોતાના કામ માટે ભૂગોળના ગહન અભ્યાસની જરૂરિયાત હોય તેવા શિક્ષિતો આ લાલચમાં આવી ગયા હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment