Thursday 31 December 2015

[amdavadis4ever] ચાર્લ્સ કોરિય ા, ફાઉન્ટનહેડ અને આઇ્ન રેન ્ડ (લાઉડમાઉથ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાર્લ્સ કોરિયા, ફાઉન્ટનહેડ અને આઇ્ન રેન્ડ

લાઉડમાઉથ : સૌરભ શાહ

મુંબઈમાં તમે પેડર રોડ પર લતા મંગેશકરના 'પ્રભુ કુંજ'થી કેમ્પ્સ કોર્નરના ફ્લાય ઓવર સુધી જાઓ તો રસ્તામાં તમને જમણી બાજુએ એક ઊંચું અલગ જ પ્રકારનું મકાન દેખાય. સાઠના દાયકાના ઉત્તરાર્ધમાં કે સિત્તેરના દાયકાના આરંભમાં એ રસ્તા પરથી ઘણી વખત પસાર થવાનું આવતું. મુગ્ધ નજરે એ બંધાતા બિલ્ડિંગ તરફ જોઈને કલ્પના થતી કે આ રેસિડેન્શ્યલ વિસ્તારમાં ઊંચા ખોખા જેવું બાંધકામ શું કામ થતું હશે. બિલ્ડિંગ પૂૂરું થયા પછી પણ જાણે અધૂરું લાગતું. ન કોઈ બહાર નીકળતી બાલ્કની, ન બારીઓ, શું હશે આ? મોટા થયા પછી ખબર પડી કે આ મકાનનું નામ 'કાંચનજંઘા' છે અને એના આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા છે એ વાતની જાણ તો પત્રકારત્વની કારકિર્દી શરૂ થયા પછી થઈ. વર્ષો પછી એક વખત ગુજરાતથી આવેલા કોઈ મહાનુભાવને મળવા માટે 'કાંચનજંઘા' ગયો ત્યારે આ મકાનની રિઅલ બ્યુટીનો પરિચય થયો. બહારથી બંધિયાર લાગતા એ રેસિડેન્શ્યલ એપાર્ટમેન્ટની અંદરની રચના એકદમ હવાઉજાસભરી. કોઈ કેવી રીતે આવા મકાનની કલ્પના કરી શકે અને ડિઝાઇન કરી શકે!
નવલકથાની જેમ રિઅલ લાઇફમાં પણ આવી ખુમારી રાખનારાઓની જિંદગી સડસડાટ સક્સેસના રસ્તા પર દોડતી નથી હોતી. તમારામાં હાવર્ડ રોઅર્ક જેવી ટેલન્ટ ઠાંસી ઠાંસીને ભરેલી હોય, છતાં તમારી આ ખુમારીને કારણે ડગલે ને પગલે વિઘ્નો આવવાનાં જ છે. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો, તમારા જ ક્ષેત્રના તમારા નબળા પ્રતિસ્પર્ધીઓ તમને પછાડવા સતત કાવાદાવા અને પેંતરા કરવાના જ છે. નવલકથામાં આવે છે એમ એક તબક્કે હાવર્ડ રોઅર્કે સર્વાઇવલ માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર તરીકે શારીરિક મહેનત કરીને દહાડિયું કમાવું પડયું એવી પરિસ્થિતિ પણ રિઅલ લાઇફમાં ઊભી થવાની, જો તમે તમારા વિચારો,સિદ્ધાંતો, નીતિમત્તા સાથે બાંધછોડ ન કરી તો.
'ફાઉન્ટનહેડ' વાંચીને બીજી વાત એ શીખવાની કે જિંદગીમાં તમે તમારો જ કક્કો સાચો છે, તમારા જ આદર્શો સૌથી મૂલ્યવાન છે, એવું માનવા માંડો છો ત્યારે ક્યાંક ને ક્યાંક તમે તમને પોતાને અને તમારી નજીકનાઓને, તમારા ચાહનારાઓને, તમારું ભલું ઇચ્છનારાઓને પણ કોઈક રીતે અન્યાય કરી બેસો છો. પોતાના આદર્શોને ચુસ્તપણે વળગી રહેનારા ગાંધીજીના જીવનમાં પણ એવા અનેક કિસ્સા બન્યા. એમને કારણે મહાદેવભાઈ દેસાઈ સાથે, ભુવનેશ્વરના જગન્નાથ મંદિરમાં પ્રવેશવાળા કિસ્સાની બાબતમાં અન્યાય થયો. અને જ્યેષ્ઠ પુત્ર હરિલાલ સાથે ઘણો મોટો અન્યાય થયો, બીજા પુત્રો સાથે પણ. જોકે, હું માનું છું કે ગાંધીજી આદર્શ પિતા બનવા ગયા હોત તો રાષ્ટ્રપિતા ન બની શક્યા હોત.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment