Friday, 4 December 2015

[amdavadis4ever] ચૂંદડી ઓઢી લાડકડી...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમનું પાનેતર ઓઢીને સાસરે જતી ક્ધયા અને તેની માતાની દુનિયા અકળ હોય છે. પિયરનું આંગણું છૂટવાની વ્યથા અને બીજી તરફ પિયુ મિલનની ઉત્કટ ઝંખનાની ભાવના સોનલના હૈયાને સ્પંદિત કરી રહી હતી. એકની એક દીકરી સોનલને સાસરે વળાવવાનો એ દિવસ જેમ જેમ નજીક આવતો હતો તેમ માલતીબેનનું હૈયું ચગડોળે ચઢી રહ્યું હતું.

'મારી દીકરી હવે સાસરે જશે.' આ વિચાર માત્રથી માલતીબેનની આંખ ભરાઈ આવી. એમનું મન બોલી ઊઠયું:

પીઠી ચોળી લાડકડી, ચૂંદડી ઓઢી લાડકડી

ચૂંદડીએ ધબકારા ઝીલ્યા

કે કરમાં કર સોંપ્યા લાડકડી...

કેમ કહું જાઓ લાડકડી... ચૂંદડી ઓઢી લાડકડી...

(કવિ બાલમુકુંદ દવે)

મારી સોનલને સાસરે ગોઠશે? સવારે ઊઠતાં વેંત જ 'મમ્મા...' કહીને વળગી પડતી મારી સોનુ ત્યાં શું કરશે? ઑફિસ જતાં પહેલાં એની બૂમાબૂમ... 'મમ્મા, મારી કૉફી ટેબલ પર મૂકને... મમ્મા, જો, આ ડ્રેસ... જરા ય પ્રેસ નથી થયો? આ રામુ બરાબર ઈસ્ત્રી કરતો જ નથી...'

હું એને ઠંડી પાડું, 'લાવ... સોનુ, હું પ્રેસ કરી આપું.' અને પછી મીઠું સ્મિત કરીને પોતાના રૂટિન કામમાં પરોવાઈ જાય. એક તરફ સોનલ અને બીજી તરફ એના પપ્પા. બંને ઓફિસમાં ન જાય ત્યાં સુધી છોડે નહીં. હા, હવે મારું ઘર સૂનું થઈ જશે. આ સોનુ જેવી જીદ કોણ કરશે? વંટોળિયાની જેમ આવીને મને કોણ ભેટશે? માલતીબેનની આંખો ભીની થઈ ગઈ.

એ જ ઘડીએ માલતીબેનની નજર સામે માધુપુર ગામમાં રહેતી પોતાની માતાની પુણ્યસ્મૃતિ જાગૃત થઈ ઊઠી.

આજથી બત્રીસ વર્ષ પહેલાં મારી બાએ પણ મને અવી જ રીતે સાસરે વળાવી હતી. હું ઠેઠ મુંબઈ શહેર જઈશ, એને મળી નહીં શકું એ વાતે એ સૂનમૂન થઈ ગઈ હતી. પણ અમૃત વાણીરૂપે બોલી હતી... 'બેટા તું ખૂબ સુખી થાય એવા આશિષ..' અને ખરેખર... માડીના આશિષે હું ખૂબ સુખી છું. મને યાદ છે મારાં લગ્ન પછી મારાં મા અને બાપા... ત્રણ દિવસ સુધી સૂનમૂન થઈ ઘરમાં ફરતાં હતાં. પછી જ્યારે મણિમામાએ જઈ કહ્યું: 'તમારી માલતી દીકરી તો ખૂબ સુખી છે. એણે જ ફોન પર કહ્યું છે કે માડીને કહેજો મારી જરાય ફકર ન કરે' ત્યારે જ માડીના ચહેરે હળવું હાસ્ય રેલાયું હતું અને પછી તો મણિમામાએ આગ્રહ કરીને લસલસતો શીરો પૂરી ખવડાવ્યાં.

સાચે જ મા, એટલે મા.

બત્રીસ વર્ષ પહેલાં મારી માડીએ મને સાસરે વળાવી હતી. આજે હું આ ગૃહસ્થધર્મ નિભાવી રહી છું. કાળજાના કટકાને આમ કોઈને સોંપી દેવો. પછી એના માટે ઝૂર્યા કરવું. આવું સમર્પણ માત્ર માતા અને પિતા જ કરી શકે.

'કાળજા કેરો કટકો મારો હાથથી વછૂટી ગયો...' દીકરીના લગ્ન પ્રસંગની આવી મૂક વેદના અનુભવી રહેલાં મલાતીબેનની નજર સમક્ષ સોનલનાં મીઠાં સંભારણાં તરવરવા લાગ્યાં. માલતીબેનનું હૈયું બોલી ઊઠયું, 'ગૃહસ્થ ધર્મ અને સંસારચક્રનાં આ પૈડાં જ આપણા જીવનને ગતિશીલ રાખે છે. આજ સંસારનો નિયમ છે.'

માલતીબેનની નજર સામે પોતાનાં પ્રેમાળ સાસુમાનું સ્મૃતિચિત્ર ખડું થયું. મારાં ગંગાસમા પ્રેમાળ ભાનુબા. વૈધવ્યના ભારને વેંઢારતાં એમણે અમારા પર સદા સદા હેતની હેલી જ વરસાવી હતી ને!

અને એટલે જ મેં મારી સોનલને કહ્યું છે: 'બેટા, બે કુળને ઉજાળે તે દીકરી. સાસરે જઇને મારા સંસ્કાર ઉજાળજે. સંબંધના વૃક્ષને હરિયાળું રાખવા એેને પ્રેમના અમૃતનું સિંચન કરવું પડે. તારાં સાસુમાને પણ ભરપૂર પ્રેમ આપજે. દીકરા, એમના આશિષે જ આપણને સુખ-વૈભવ સમૃદ્ધિ મળે છે...'

તે વખતે સોનલે કહ્યું હતું... 'મમ્મા, તારી વાત સાચી છે, પણ 'મા એટલે મા' એ વાત હું ભૂલી ન શકું.'

'બેટા, સાસુમા પણ 'મા' છેને?'

મીઠા સૂરે... 'જી' બોલતા સોનુ મને ભેટી પડી હતી.

સોનલ અને ગિરધરભાઈ ઑફિસે ગયાં. માલતીબેન ફરી પાછાં સ્મૃતિવનમાં ભટકવા લાગ્યાં. સોનલના આણા માટેની પેટી ગોઠવતાં ફરી પાછા માલતીબેન સોનલના શૈશવની સ્મૃતિઓમાં ખોવાઈ ગયાં.

નાની હતી ત્યારથી જ મારી સોનુને ગાવાનો શોખ. કોઈ સરસ ગીત સાંભાળતાં એના હાથ-પગ પણ નૃત્ય માટે થરકી જાય... પછી કોઈની ઝાલી ઝલાય નહીં. ડી.વી.ડી. પ્લેયરનાં ધમાલવાળાં ગીતોની કેસેટ મૂકે અને પછી ગીતને લલકારતી- નાચતી જાય. આખો ચહેરો લાલધૂમ અને પ્રસન્નતાથી છલકાઈ જાય.

હું અને એના પપ્પા... સોનલની પ્રશંસા કરીએ અને બાથમાં ભીડી લઈએ. પછી સોનલ કૉલેજમાં ગઈ. ત્યાં કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લેતી. એની નૃત્યકલા બદલે તેને બે વાર ટ્રોફી પણ મળી. અને સાથે મળ્યો મિત્ર રૂપેશ.

એક વાર કૉલેજનું આ ડાંસિંગ ગ્રુપ બેંગલોર જવાનું હતું. ત્યાં 'સાંસ્કૃતિક કલા મહોત્સવ' યોજાયો હતો. બેંગલોરની યુનિવર્સિટીમાં એક અઠવાડિયા સુધી આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રોકાવવાનું હતું.

સોનલે એના પપ્પાને કહ્યું: 'પપ્પા, કૉલેજ તરફથી અમારે એક સપ્તાહ માટે બેંગલોર પ્રોગ્રામ ંમાટે જવાનું છે.'

'સોનલ, કૉલેજનું આ છેલ્લું વર્ષ છે. હવે ભણવામાં ધ્યાન રાખ...' પપ્પાએ ફરમાન કર્યું.

'પણ પપ્પા, મારી બેસ્ટ ફ્રેન્ડ અદિતિ અને મોનિકા જવાનાં છે અને હું તો મેઈન ડાન્સર તરીકે સેન્ટરમાં છું. હું જ ના પાડું તે થોડું ચાલે? અમારા ગ્રુપનો આલોક છે, વિરલ છે, અમારાં મેડમ છે. પપ્પા, તમે કેમ ના પાડો છો? સોનલે પૂછયું.

'માલતી, હવે તું જ સમજાવ તારી લાડલીને.' ગિરધરલાલે કહ્યું.

'બેટા, હવે તારાં લગ્ન લેવાનાં છે. છ મહિના જ બાકી છે.' માાલતીબેને કહ્યું.

'લગ્ન છે તો શું થઈ ગયું?' સોનલે સામો જ પ્રશ્ર્ન કર્યો.

'અરે, તારા સાસરે પણ પૂછવું પડેને?' માલતીબેને કહ્યું.

ત્યાં જ ફોનની ઘંટડી રણકી. સામેથી રૂપેશ બોલી રહ્યો હતો. સોનલે કહ્યું: 'રૂપેશ, મારે બેંગલોર જવાનું છે. કલ્ચરલ પ્રોગ્રામ માટે.'

'ઈટ્સ ફાઈન.' રૂપેશે કહ્યું.

'માત્ર ફાઈન કહેવાથી નહીં ચાલે. મમ્મીજીને ફોન આપ.'

'મમ્મીજી તો માર્કેટમાં ગયાં છે.'

'નો પપ્પાજીને આપ.'

સોનલે જ વાત શરૂ કરી.

'પપ્પાજી, ગુડ મોનિર્ર્ંગ. હું અમારી કૉલેજના ગ્રુપ સાથે કલ્ચરલ પ્રોગ્રામમાં પરફોર્મ કરવા બેંગલોર જવાનું વિચારું છું. પપ્પાજી, હું જઉં?'

બીજી તરફ માલતીબેન તો પહોળી આંખે સોનલની નિર્ભિકતા અને સ્પષ્ટ વકતવ્યને સાંભળી રહ્યાં.

'બાપરે, સોનુ તો ભારે હિંમતવાળી... ડાયરેકટ પપ્પાજીને જ પૂછી લીધું.' માલતીબેન વાતને પામવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

લગભગ પાંચ મિનિટની સવિનય ચર્ચા પછી અંતે સોનલે કહ્યું: 'થેંંક્યુ, પપ્પાજી, તમે હા પાડીને એટલે હવે મારી લાઈન ક્લિયર.'

આખરે સોનલ એ પ્રોગ્રામમાં ભાગ લેવા ગઈ.

એક વર્ષ પહેલાંની વાત. હવે તો લગ્નને આડે એક અઠવાડિયું જ બાકી છે. સોનલ જરા ગંભીર થઈ ગઈ છે. તે રાત્રે જ મમ્માના ખોળામાં ભરાઈ જતાં એ ભાવુક થતાં બોલી: 'મમ્મા, હું તને ખૂબ મિસ કરીશ. મમ્મા, તું ડેડીનું ધ્યાન રાખજે અને મૂંઝાતી નહીં. તું એક ફોન કરીશ ને હું હાજર થઈ જઈશ.'

સોનલના મનમાં દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું. કૉલેજની કાળની મૈત્રી પ્રેમમાં પરિણમી. અને પ્રેમને પવિત્ર બંધનમાં બાંધવાનો લગ્નનો શુભ અવસર આંગણે આવીને ઊભો હતો. એ વખતે સોનલના મનમાં અનેક સ્પંદનો ઝંકૃત થઈ જતાં...

મિલનની જે ક્ષણને તે ઝંખતી હતી એ ક્ષણ બારણે ટકોરા મારે છે, છતાં કશુંક છૂટયાની વેદનાનો ભાર છે... માના ખોળા જેવું આંગણું અને પિતાના મન જેવું આ બારણું છોડવાની પળ નજીક આવી ગઈ!

મમ્મા આ અઠ્ઠાવીસ વર્ષમાં હું ક્યારેય તારાથી વિખૂટી પડી નથી. મને તારા વિના કેવી રીતે ગોઠશે?

મમ્માને ગળે વળગીને સોનલે ડૂસકું લેતાં કહ્યું: 'મમ્મા, હું તને અને પપ્પાને ખૂબ મિસ કરીશ.'

માલતીબેનની આંખમાં એક આંસુ આવીને થીજી ગયું. હૈૈયું કઠણ કરતાં તેઓ બોલ્યાં, 'બેટા, મને પણ સમજાતું નથી કે હું તારા વિના કેવી રીતે રહીશ? તમે અળગી કરતાં મારું હૈયું પણ... આ જ સંસારનો નિયમ છે.'

સોનલને માથે પ્રેમાળ હાથ ફેરવતાં માલતીબેને કહ્યું: 'બેટા, ગૃહસ્થ ધર્મના કર્તવ્યનું આપણે સહુએ પાલન કરવું જોઈએ. 'લગ્ન' એ પણ જીવનના ધર્મનો ભાગ છે.

આપણા ઋષિમુનિઓએ 'સોળ સંસ્કારો'નું પાલન કરવા કહ્યું છે. તેમાંનો એક પવિત્ર સંસ્કાર એટલે 'લગ્ન સંસ્કાર'. સોનલ, સુખી દાંપત્યજીવન માટે સમજાવવામાં આવતા 'સપ્તપદી'નાં વચનને તું હૈયે રાખજે અને સુખી થજે.'

'લગ્ન' એટલે બે પવિત્ર આત્માનું મિલન. બે કુટુંબનું સાયુજ્ય. ધર્મને પંથે ચાલતાં પોતાનું કર્તવ્યપાલન કરવું. મન- વચન- કર્મથી દાંપત્યજીવનમાં પગલાં માંડજે બેટા. 'લગ્ન' એટલે પ્રભુતામાં પગલાં પાડવાનો સુમંગલ અવસર બેટા. સંબંધોની ગરિમા જાળવતાં આપણા કુળને ઉજાળજે. પ્રેમ, હૂંફ અને આત્મિયતા વડે તારા ઘરને મંદિર બનાવજે.'

માલતીબેનનાં મંગલવચનો અને સોનલના વ્હાલપની અમૃત સરિતા વડે વાતાવરણ પવિત્ર થઈ ગયું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment