Thursday 31 December 2015

[amdavadis4ever] હું 2016 આપનું સંગ ાથી...મારું સહોદર 2 015નું વર્ષ આપે વિ તાવ્યું Kana Bantva

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રતિકાત્મક તસવીર

હું 2016. આવું છું આપના માટે નવી આશાઓ લઈને. અપેક્ષાઓ લઈને. વર્ષભર આપણે સાથે રહીશું. બાર મહિના છે આપણી પાસે કશુંક સારું કરવા માટે, કશુંક નવું કરવા માટે, કશુંક એવું કરવા માટે જેનાથી જીવવાની મજા આવે. 365 દિવસ છે આનંદ અને ઉત્સવભરી ઉજવણી માટે અસ્તિત્વની ઉજવણી માટે. મારું સહોદર 2015નું વર્ષ અાપે વિતાવ્યું. આપે માણ્યું, અનુભવ્યું, સહન કર્યું. 2015માં એક વ્યક્તિ તરીકે તમે ઘણી ઘટનાઓ, દુર્ઘટનાઓ, સારી-નરસી બાબતોના સાક્ષી બન્યા છો. એમાંથી ઘણું સમજ્યા હશો, ઘણાં બોધપાઠ લીધા હશે. તમારી સમજ, તમારું જ્ઞાન અપડેટ થયાં હશે, વિકસ્યાં હશે, વિસ્તૃત થયાં હશે.

કેટકેટલું બન્યું 2015માં. માત્ર 22 વર્ષના છોકરડા હાર્દિક પટેલે ગુજરાતમાં રાજકીય વાવાઝોડું સર્જીને સરકારને હચમચાવી મૂકી. હાર્દિકને નિયંત્રણમાં લેવા માટે રાજદ્રોહ જેવી કલમો લગાડીને જેલમાં પૂરવો પડ્યો. પાટીદારોને પોતાની તાકાતનું જ્ઞાન થયું. આ જ 2015માં દેશમાં અસહિષ્ણુતાની ચર્ચા શરૂ થઈ અને અચાનક જ અામિર ખાન કરોડો લોકો માટે વિલન બની ગયો. શાહરુખ ખાનની ફિલ્મ 'દિલવાલે' ધાર્યો દેખાવ ન કરી શકી. શીના બોરા હત્યાકાંડમાં સગી માતા આરોપી નીકળી અને વિચિત્ર સંબંધોના આટાપાટા બહાર આવ્યા. કેજરીવાલ અને જેટલી વચ્ચેની લડાઈએ કીર્તિ આઝાદનો ભોગ લીધોમેગી પર પ્રતિબંધ મુકાયો અને મોકાનો ફાયદો ઉઠાવીને બાબા રામદેવે પતંજલિ નૂડલ્સ બજારમાં મૂક્યા તેનો પણ વિવાદ થયોે. છોટા રાજનને ભારત લવાયો અને તેમાં સેટિંગ હોવાની ચર્ચા થઈ. ચેન્નઈમાં જળપ્રલય થયો, નેપાળમાં ભયંકર ભૂકંપ આવ્યો. સ્વાઇન ફ્લૂથી ઇબોલા સુધીની મહામારીઓ જોવી પડી. ઇસ્લામિક સ્ટેટ 2015માં જ વિશ્વ સામેનો સૌથી મોટો ખતરો બનીને ઊભર્યું અને સીરિયાના શરણાર્થીઓની સમસ્યા તરફ દુનિયાનું ધ્યાન દોરાયું જ્યારે અેલન નામના બાળકનો મૃતદેહ સમુદ્રકાંઠે પડ્યો હતો તે ફોટો વાઇરલ બન્યો. રશિયાનું વિમાન તોડી પાડવામાં આવ્યું અને રશિયાએ ઇસ્લામિક સ્ટેટને પાઠ ભણાવવાનું એલાન કર્યું. ઘટનાઓથી ભરપૂર રહ્યું 2015.

પ્રિય સામાન્ય માનવી, એ તમે જ હતા જેમણે ચેન્નઈમાં પૂરગ્રસ્તોને બચાવવા માટે હાથ લંબાવ્યા હતા. એ તમે જ હતા જેમણે સીરિયાના શરણાર્થીઓ માટે વિશ્વની મહાસત્તાઓના કાન આમળ્યા હતા. એ તમે જ હતા જેમણે નેપાળના ભૂકંપગ્રસ્તોને મદદ કરી હતી. એ તમે જ હતા જેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાના દિલની વાતો રજૂ કરીને દેશની નીતિઓ બદલવાની ફરજ પાડી હતી. એ તમે જ હતા જે મુશ્કેલ સમયમાં પણ હિંમત નહોતા હાર્યા, કઠિન પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢ્યો હતો. મને ખાતરી છે કે મારી, 2016ની સાથે પણ તમે એ જ ઉત્સાહથી ઝઝૂમશો, ઝૂમશો.

હું આપને નહીં કહું કે નવા વર્ષમાં સારા સંકલ્પ લો. સંકલ્પ લેવાની પરંપરા પુરાતન છે અને અેટલું જ પુરાતન સત્ય એ છે કે નવા વર્ષે લીધેલા સંકલ્પ જેટલી ઝડપથી લેવામાં આવે છે એટલી જ ઝડપથી તૂટી જાય છે. ભુલાઈ જાય છે. સંકલ્પ નથી લેવા સમજવું છે. જીવનને સુંદર બનાવવા માટે સંકલ્પ કરતાં સમજ વધુ જરૂરી છે. જીવનની સમજ, દુનિયાદારીની સમજ, વ્યાવસાયિક સમજ, અન્યની સમજ, પોતીકાંઓને સમજવાની સમજ.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તમે સોશિયલ મીડિયાની વધતી જતી તાકાત જોઈ છે. તમે પોતે પણ જોડાયા હશો સોશિયલ નેટવર્કિંગ એપ્સથી તમારા મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, ઓળખીતા- પાળખીતાઓ, સ્કૂલમાં સાથે ભણતા અને પછી સમયની ગર્તામાં ખોવાઈ ગયેલા ગોઠિયાઓ સાથે જોડાયા હશો. જે રીતે તમે જોડાયા છો તેનાથી કદાચ એક બાબત સમજ્યા હશો કે જીવનમાં સંબંધો, પ્રેમ અને મેળાપ કેટલી શાંતિ, શુકુન આપે છે. દોડધામભરી, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જિંદગીમાં નિરાંતની પળો, આનંદની પળો, શાંતિની પળો નાણાં કમાવામાં નથી મળતી, પોતાનાંઓના સંગાથમાં મળે છે.

કમાવું જરા પણ નેગેટિવ બાબત નથી, અત્યંત અાવશ્યક છે. કોઈ ન કહેતું હોય કે ધન કમાવું, સમૃદ્ધ થવું સારું નથી તો તે માણસ દંભી છે, દંભ શિખવાડે છે. સમૃદ્ધિ મહત્ત્વની છે, પણ નાણાં જ બધું નથી. એ ધંધો-વ્યવસાય મહત્ત્વનાં છે, પણ સર્વસ્વ નથી. એ જીવનનાં ધ્યેય ન બનવાં જોઈએ, ધ્યેય સુધી પહોંચવાનાં સાધન બનવાં જોઈએ. માણસને અંતે જોઈએ છે શું? સુખ–શાંતિભર્યું જીવન જને? તો એ ધ્યેય છે, ધંધા–રોજગારના સાધન દ્વારા તેને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકાય. સોશિયલ મીડિયાનો મિનિંગફુલ ઉપયોગ તમે કરો, મિત્રો–સ્નેહીઓની નજીક આવો અેવું જો આગામી 365 દિવસોમાં થઈ શકે તો આપણી આ સમજણયાત્રા સાર્થક ગણાશે.

ગયા વર્ષમાં આપણે કેટકેટલી બાબતોથી દોરવાયા હતા નહીં? દાદરીની બીફ ખાવાની અફવા ને અસહિષ્ણુતા ને રાધેમા સુધી. 2015ના અનુભવે આપણે સમજ્યા છીએ કે કોઈ દોરે છે ને આપણે દોરવાઈ જઈએ છીએ. શા માટે? આપણે કાંઈ ગાય છીએ કે 'દીકરી ને ગાય દોરે ત્યાં જાય' એવાં જૂના રૂઢિવાદી ગીતની તરાહ પર દોરવાઈ જઈએ? નાનાં કિકલાં છીએ કે કોઈની આંગળી પકડીને દોરવાઈ જઈએ? આપણે પોતાની સમજ પ્રમાણે ચાલીશું. પોતાની સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય લઈશું. સોશિયલ મીડિયાની ખટમીઠી ખટપટની મજા લઈશું પણ એના દોરવ્યા દોરવાશું નહીં.

ચેન્નઈના પૂર વખતે, નેપાળના ભૂકંપ વખતે, પેટલાવાડના બ્લાસ્ટ વખતે, પીડિતોની મદદ માટે જે હાથ લંબાયા હતા તેમને સમજાઈ હતી માનવતાની મહત્તા. એ સમજને વધુ વિસ્તારીશું નવા વર્ષમાં. માનવતાની મહેક ફેલાવવા માટે કોઈ સંકલ્પની જરૂર નથી, જરૂર છે માત્ર સજ્જતાની, સદ્્ભાવની, સમજની. એવી પણ ઘટનાઓ બની જેનાથી તમારો જુસ્સો ઘટ્યો હોય, ઉત્સાહ ઓસર્યો હોય. મારા એક વર્ષના સમયમાં તમારો જુસ્સો વધારે, ઉત્સાહ વધારે, ગૌરવ વધારે અેવી ઘણી ઘટનાઓ બનવાની છે. આર્થિકથી માંડીને સામાજિક અને રાજકીય સ્તરે પણ ઉત્સાહપ્રેરક ઘટનાઓ બનશે. આ ઘટનાઓના સ્પ્રિંગબોર્ડ પર ઠેક લઈને આકાશને આંબવા માટે કૂદકો મારીએ. અશક્ય કશું જ નથી, અશક્યને પામવાનો મનસૂબો ઘડવાની જરૂર છે. આકાશમાં છેદ કરવા માટે એક પથ્થર તબિયતથી ઉછાળવાની જરૂર છે. એ જુસ્સો આપણે સાથે મળીને કેળવીશું.

ઘટનાઓ તો એવી પણ બની છે જેમાં સરળતાનું પ્રાધાન્ય રહ્યું હોય અને મારી 2016ની દુનિયામાં તો કદાચ, સરળતા પ્રધાન ગુણ રહેશે. તમારા સ્માર્ટફોન વધુ સરળ અને વધુ યુઝર ફ્રેન્ડલી બનશે, પરિવહન વધુ સરળ બને એવા રસ્તાઓ બનશે, જીવન વધુ સરળ બને એવાં સ્માર્ટસિટી બનશે, વ્યવસાય વધુ સરળ બને એવી ટેક્નોલોજી આવશે. ટેક્નોલોજીનો અંતિમ ઉદ્દેશ સરળતા, સવલત અને સ્માર્ટનેસ જ છે. આપણે માત્ર ગેઝેટ કે ભોૈતિક પરિસ્થિતિઓને જ સરળ બનાવવાની નથી, આપણે જીવનને સરળ બનાવવાનું છે. સરળ જીવનનો અર્થ પણ ત્યાગનો નથી. આંટીઘૂંટીથી રહિત જીવનનો મહિમા જરૂરી છે. વ્યૂહરચનાઓ અને વ્યાવસાયિક ગણતરીઓની વાત નથી, સામાન્ય જીવનમાં શક્ય એટલી સરળતા લાવવાની વાત છે, જેથી જીવને શાંતિ મળે. તો, આપણે સાથે છીએ આવતા 365 દિવસ. વર્ષ તરીકે મારો પ્રયાસ રહેશે તમારા જીવનને વધુ સુંદર, સરળ, સુવિધાપૂર્ણ અને શાંતિમય બનાવવાનો અને તેમાં તમારા સહકારની જરૂર પડશે.


છેલ્લો ઘા: જે પરિવર્તન તમે દુનિયામાં જોવા ઇચ્છો છો તે તમારા પોતાનામાં લાવો, દુનિયા બદલાઈ જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment