Friday, 4 December 2015

[amdavadis4ever] ધર્મ-અધર્મ ના વાડાને હવે ઠેકી ર હી છે નારી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેરળના શબરીમાલા મંદિરમાં હાલ સ્ત્રીઓને પ્રવેશ આપવામાં નથી આવતો. ગયા અઠવાડિયે ત્યાંના નેતા પ્રયાર ગોપાલકૃષ્ણને કહ્યું કે, 'ભવિષ્યમાં જ્યારે સ્ત્રી માસિકમાં છે કે નહીં તે સ્કેન કરી શકાય તેવું મશીન આવશે ત્યારે સ્ત્રીઓને શબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવી શકે .' તેમના મતે જેમ શરીર પર હથિયાર છે કે નહીં તેવું સ્કેન કરવાનું મશીન બધે હોય છેે તેવી જાતનું મશીન શોધાય કે જેથી સ્ત્રીને રક્તસ્રાવ છે કે નહીં તે ખબર પડે. જેથી રજસ્વલા સ્ત્રી મંદિરને અપવિત્ર ન કરી શકે. 

આ વિધાન સાંભળ્યા પછી નિકિતા આઝાદ નામની ૨૦ વરસની છોકરીએ હેપ્પી ટુ બ્લીડ નામે સોશ્યલ મીડિયા પર કેમ્પેન શરૂ કર્યું. તેમાં સેનિટરી પેડ સાથે હેપ્પી ટુ બ્લીડ લખીને મહિલાઓએ ફોટો અપલોડ કર્યાં. આખાય દુનિયામાં વિરોધ અને ચર્ચાનો દોર ચાલ્યો. ત્યાં જ ૨૮ નવેમ્બરના શનિવારે નાસિક નજીક આવેલા શિંગણાપુરના શનિમંદિરમાં એક સ્ત્રીએ પ્રવેશ કરી અભિષેક કરતાં હોબાળો મચી ગયો. એ મંદિરને દૂધના અભિષેકથી પવિત્ર કરવાની વિધિ કરવામાં આવી. કારણ કે શનિમંદિરમાં સ્ત્રીઓને જવાની મનાઈ હોય છે. કેટલાય મંદિરોમાં સ્ત્રીઓને જવાની મનાઈ આ જ કારણે હોય છે કે રજસ્વલા સ્ત્રી મંદિરમાં ન જાય. દર મહિને માસિકમાં આવતી સ્ત્રીઓ મંદિરમાં કે દેવસ્થાનને અડી શકે નહીં. એવી માન્યતા છે કે સ્ત્રીઓને ચાર દિવસ જે રક્તસ્રાવ થાય છે તેને કારણે એ અપવિત્ર હોય છે. ૨૦૦૬ની સાલમાં કન્નડ અભિનેત્રી જયમાલાએ શબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિને સ્પર્શી હતી એવું જાહેર કરતાં તે સમયે પણ વિવાદો સર્જાયા હતા. આજની આધુનિક નારી જે માસિક આવવા પાછળનું વિજ્ઞાન સમજતી હોય છે તેઓ પોતાને અપવિત્ર માનવા તૈયાર હોતી નથી. માસિકસ્ત્રાવ પણ કુદરતી પ્રક્રિયા જ છે. હકિકતે તો દરમહિને આવતું માસિક જ સ્ત્રીને સ્ત્રી બનાવે છે. નહીતો તે સ્ત્રી માતા બની શકતી નથી. બાળકને જન્મ આપી શકતી નથી. તે છતાં તેનું સ્ત્રી હોવું જ પિતૃસત્તાક સમાજમાં તેને અપવિત્ર સાબિત કરે છે. અત્યાર સુધી મોટાભાગના ઘરોમાં સ્ત્રીઓ આ ચાર દિવસ દરમિયાન રસોડામાં પણ કશે અડી શકતી નહીં કે તેને અન્ય કોઈ વ્યક્તિ પણ અડી શકતી નહી. તે અસ્પૃશ્ય મનાતી. સમય બદલાતા, શિક્ષણ અને વિભક્ત કુટુંબ વ્યવસ્થાને કારણે પણ ન અડવાની એટલે કે દૂર બેસવાની પ્રથા ધીમે ધીમે નાબૂદ થઈ રહી છે. ત્યારે મંદિરમાં ન જવાની પ્રથા અંગે પણ વિરોધ શરૂ થઈ ગયા છે. નારીવાદી સંગઠનો માને છે કે સ્ત્રીને પણ પુરુષ જેટલો જ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવાનો અધિકાર છે. જો દરેક વ્યક્તિ ભગવાને જ બનાવી હોય તો સ્ત્રી અપવિત્ર કઈ રીતે હોઈ શકે. મંદિરમાં જવું કે ન જવું તે અંગત વિચાર હોઈ શકે પણ અહીં માસિક વિશે થોડી વાત કરી લઈએ. 

માસિક વિશે જાહેરમાં કંઈપણ બોલવું સમાજમાં ખરાબ માનવામાં આવે છે. તે વિશે સ્ત્રીઓના મનમાં પણ માન્યતા હોય છે કે તે ગંદી બાબત છે અને તેના વિશે કોઈ ચર્ચા થઈ શકે

નહી. તેને ગંદુ માનીને રજસ્વલા સ્ત્રીને ગંદી-અપવિત્ર, અસ્પૃશ્ય માનવાની પ્રથા આવી હોઈ શકે . અને પિતૃસત્તાક માનસિકતાની ઉપજ પણ હોઈ શકે. 

ફક્ત ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ૧૯૮૦ની સાલ સુધી એમ માનવામાં આવતું હતું કે કોઈ છોકરીએ છોકરાની સામે મેનસ્ટ્રુએશનમાં છે એવું બોલી શકાય નહીં. દુનિયાની મોટાભાગની છોકરીઓે માને છે કે પિતા કે ભાઈ સાથે માસિક અંગે કોઈ વાત કરી શકે નહીં. માસિક અંગેની બાબત ખાનગી રખાવી જોઈએ. તેે અંગે કોઈ પણ પ્રકારની વાત થઈ શકે નહીં તેવું દુનિયાભરનો સમાજ માને છે. એન્થ્રોપોલોજીસ્ટ બકલી એન્ડ ગોત્લિએબે કરેલાં ક્રોસ કલ્ચર અભ્યાસ પ્રમાણે દુનિયાભરમાં તે અંગે કોઈને કોઈ પ્રથા પ્રચલિત છે. બહાઈ ધર્મમાં શ્રદ્ધા રાખનારામાં માસિકને અપવિત્ર નથી માનવામાં આવતું. તેઓ સફાઈ અને આધ્યાત્મિક પવિત્રતાને મહત્ત્વ આપે છે. 

ખ્રિસ્તી ધર્મમાં કેટલાક ચર્ચ રજસ્વલા સ્ત્રીને અપવિત્ર માનવા તૈયાર નથી. પણ હજી યે કેટલાક રૂઢિવાદી ચર્ચ એવું ઈચ્છે છે કે માસિકમાં હોય તેવી સ્ત્રીઓએ ચર્ચમાં ન જવું જોઈએ. જો કે જીસસે પોતે માસિકમાં હોય તેવી સ્ત્રીને સ્પર્શ કર્યો હતો એવી વાત છે. મુસ્લિમ ધર્મમાં પણ સ્ત્રીને પ્રાર્થના કરવાનો કે કોઈપણ ધાર્મિક વિધિ કરવાની મનાઈ હોય છે. ધાર્મિક પુસ્તકને પણ સ્પર્શ ન કરાય. પરંતુ એ સિવાય તે બીજા બધા ઘરના કામ કરી શકે છે. વ્યક્તિ કે વસ્તુને અડી પણ શકે છે. યહૂદીઓ પણ માસિકમાં હોય તે સ્ત્રીને અસ્પૃશ્ય ગણે છે એટલું જ નહીં તે જે વસ્તુ કે વ્યક્તિને અડે તે પણ અપવિત્ર થઈ જાય તેવું માને છે. 

શીખ ધર્મમાં સ્ત્રીને પુરુષ સમોવડી માનવામાં આવે છે. એ ધર્મમાં મનની પવિત્રતાને જ મહત્ત્વ આપવામાં આવે છે. શરીરને મહત્ત્વ આપવામાં આવતું નથી. એટલે શીખ ધર્મમાં માસિક સંબંધે કોઈ માન્યતા કે પ્રથા નથી તે સારી બાબત છે. 

આજે પણ બજારમાં સેનેટરી પેડ લેવા જતી સ્ત્રીને કેમિસ્ટ પેડ પણ ન દેખાય તેમ પેપરમાં વીંટાળીને આપવામાં આવે છે. આ પ્રથા સમાજની માનસિકતાને લીધે આપોઆપ પડી છે. આવી અનેક પ્રથાઓ માસિકને અપવિત્ર માનવાને લીધે સમાજમાં પ્રર્વતી રહી છે. જેમ કે અથાણાંને અડવાથી તે બગડી જાય. તુલસીમાં પાણી રેડવાથી કે રજસ્વલા સ્ત્રીનો પડછાયો પડવાથી તુલસી મુરઝાઈ જાય તેવી માન્યતાઓ પણ પ્રવર્તી રહી છે. 

મહાભારતમાં દ્રૌપદીને કૌરવોની સભામાં ચોટલો પકડીને ખેંચી લાવવામાં આવે છે ત્યારે તે રજસ્વલા હોવાની વાત લખાઈ છે. પુરુષોને દાઢી કરતા જેમ દર્શાવાય છે સહજતાથી તેમ સ્ત્રીને સ્ત્રી બનાવતાં માસિકની વાત એકાદ બે અપવાદ સિવાય કોઈ સાહિત્યમાં કે નાટક, ફિલ્મોમાં પણ સહજતાથી નથી દર્શાવાતી. દર મહિને થતા સહજ રક્તસ્રાવને સ્ત્રી જ શરમની બાબત માને તો કઈ રીતે બીજી માન્યતાઓ દૂર કરી શકાય. જાહેરાતોમાં પણ સેનિટરી પેડ પર લાલ રંગ નહીં પણ ભૂરા રંગની શ્યાહી નાખીને દર્શાવાય છે. ૧૯૯૬ની સાલમાં બોસ્ટનમાં સોમી મેરેથોન દોડી રહેલી ઉટા પાઈપિંગ પહેલી મહિલા હતી જેણે ફિનિશ લાઈન પાર કરી હતી. એ મેરેથોન દોડતી સમયે ઉટાને માસિક આવ્યું ને તેનો રક્તસ્રાવ દેખાઈ રહ્યો હતો. કેટલાય કોમેન્ટ્રેટરોએ તેનો ફિજિકલ પ્રોબલેમ તરીકે જ ઉલ્લેખ કર્યો હતો. જો કે તે સમયે એણે શરમ અને સંકોચને કારણે મેરેથોન જીતવાની ઉમ્મીદ છોડી દીધી અને ફક્ત મેરેથોન પૂરી કરવા તરફ જ ધ્યાન આપ્યું. તેની સામે આ વરસે જ અમેરિકાની ગુજરાતી યુવતી કિરણ ગાંધી માસિકના રક્તસ્રાવ સાથે બિન્ધાસ્ત મેરેથોન દોડી હતી અને તેના પિતા તેને પ્રોત્સાહન આપવા હાજર હતા. 

આજની નારી માસિકને સહજતાથી સ્વીકાર કરવાના પ્રયત્નો કરી રહી છે. પોતાને અપવિત્ર માનવા તૈયાર નથી. કારણ કે દર મહિને રજસ્વલા થવું એ અન્ય શારીરિક પ્રક્રિયા જેટલું જ કુદરતી છે. 

દુનિયાભરમાં સ્ત્રીઓ હવે માસિકની સમસ્યાઓ વિશે સહજતાથી પુરુષોની સામે પણ ચર્ચા કરે છે અને તેને પાપ માનતી નથી એટલે છુપાવવાનો પ્રયત્ન નથી કરતી. તે છતાં સમાજની બધ્ધ વિચારસરણી બદલાતા હજી સમય લાગી શકે એમ છે. સમાનતાનો અધિકાર મેળવવાની પહેલ થઈ છે તો ચોક્કસ જ તે ખોટી માન્યતાઓ નાબૂદ કરીને રહેશે. અહીં સ્ત્રીઓ ગ્લાસ અડધો ખાલી છે એ જોવા કરતાં ગ્લાસ અડધો ભરેલો છે તે જોવાનું વધુ પસંદ કરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment