Thursday, 3 December 2015

[amdavadis4ever] ૬૦ ટકા પુરુ ષો ધોકેબાજ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૩૦ થી ૪૦ વર્ષ પહેલાં બનેલી ફિલ્મ 'દો આંખે બારહ હાથ'થી લઈને ૨૦૧૫માં રિલીઝ થયેલી 'પ્રેમ રતન ધન પાયો' સુધીની ફિલ્મમાં પતિ પત્નીઓને ચીટ કરતાં દેખાડવામાં આવ્યા છે અને આ એક ગ્લોબલ સમસ્યા છે. એવું નથી કે પુરુષો જ ખોટું બોલે છે. આપણામાંની દરેક વ્યક્તિ જીવનમાં કંઈકને કંઈક હાંસિલ કરવા માટે ક્યારેકને ક્યારેકને ખોટું બોલે જ છે. 

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં એવું તારણ નીકળ્યું હતું તે ૬૦ ટકા પુરુષો પત્નીને કે પછી તેમની મિત્રને છેતરે છે. પરંતુ હવે એ પ્રશ્ર્ન થવો સ્વાભાવિક છે કે પુરુષોમાં આ 'બેવફાઈ'ની વૃત્તિ આવે છે ક્યાંથી? આ પ્રશ્ર્નનો ઉત્તર પણ તમને સર્વેમાંથી જ મળશે. સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે સતત કંઈક નવું કરવાની ઈચ્છા, થ્રીલ અને વાસ્તવિક્તા સામે આંખ આડા કાન કરવાની વૃત્તિને કારણે ચીટિંગની વૃત્તિ વધુ બળકટ બને છે. 

પરિણામે પુરુષને પોતે કોઈને છેતરી રહ્યો છે એનું પણ એને ભાન નથી રહેતું અને ખૂબ સરળતાથી પુરુષ પોતાની પત્નીને કે પછી મિત્રને ચીટ કરે છે, કારણ કે તેને ખબર છે કે તેની આ કરતૂત માટે તેને કાયદો, સમાજ, ધર્મ અથવા તો એ જેને ચીટ કરી રહ્યો છે, એના તરફથી કોઈ સજા મળવાની નથી અને તેને જ કારણે કોઈ પણ જાતના ભય વગર પુરુષ આ પ્રકારનું વર્તન કરતાં રહે છે. 

જ્યારે અમુક વખત પુરુષપ્રધાન માનસિક્તા પુરુષોને છેતરપિંડી માટેનું લાઈસન્સ આપે છે, પરંતુ આને કારણે સ્ત્રીત્વનું અપમાન થાય છે, એવી ભાવના કોઈના મનમાં જ નથી આવતી. આજે પણ સમાજમાં સ્ત્રીઓ માટે થોડા ઘણે અંશે 'યુઝ એન્ડ થ્રૉ'ની તદન નીચલી કક્ષાની કહી શકાય એવી હીન માનસિક્તા પ્રવર્તી રહી છે.

દિન-પ્રતિદિન બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે અને આ પ્રમાણ જ સમાજની નિષ્ઠુરતા અને સ્વાર્થી દૃષ્ટિકોણનું પ્રતિબિંબ પાડે છે. સ્ત્રીને હંમેશા જ ઓછી આંકવી, એવું જ બાળક નાનપણથી જોતો આવ્યો હોય છે અને મોટો થઈને એ પણ એના વડીલોની જેમ જ વર્તે છે. 

છોકરો જ્યારે આઠમા-નવમા ધોરણ સુધી પહોંચે ત્યાં સુધી તો એ આ બધું એટલી સારી રીતે સમજી ચૂક્યો હોય છે કે પોતાની એક અલગ ગેન્ગ બનાવીને ગલીના નાકે, પાનની ટપરીએ, રેલવે સ્ટેશન કે પછી અન્ય કોઈ જગ્યાએ જઈને છોકરીઓની છેડતી સુધી કરવાની શરૂઆત કરી દે છે. આજના અનેક યુવાનો કૉલેજ તો જાય છે પરંતુ ભણવા માટે નહીં, પણ કૉલેજમાં આવતી યુવતીઓની હેરાનગતિ કરવા, છેડછાડ કરવા, પ્રોફેસર્સની મજાક ઉડાવવા માટે. સૌથી વધુ દુર્ભાગ્યની વાત તો એ છે કે કૉલેજમાં પગ મૂક્યો એટલે કૉલેજ લાઈફને કઈ રીતે એન્જૉય કરવી, સાંજે પાર્કસાઈડ જઈને યુવતીઓને તાકવા માટે કલાકોના કલાકો કઈ રીતે વેડફાય એ તો એને ખબર હોય છે, પરંતુ પોતાની છેડતીનો સામેવાળી સ્ત્રી કઈ રીતે પ્રતિસાદ આપે છે, તેને કેવું ફીલ થાય છે એ તરફ નજર નાખવાની તેને ગરજ સુધ્ધાં નથી ભાસતી. 

કોઈ એકાદ છોકરી પસંદ પડી તો બસ એની ઈચ્છા-અનિચ્છાનો તો પ્રશ્ર્ન જ નથી આવતો. છોકરી આપણા મનમાં વસી ગઈ છે ને? બસ હવે એને પટાવવાની એવો નિર્ધાર કરનારા એવા યુવાનને પૂછવાનું મન થાય છે કે ભાઈ જેવો 'દૃઢ'નિર્ધાર છોકરીઓના મામલે કરે છે, એવો જ નિર્ધાર કૉલેજમાં જે વિષયમાં નાપાસ થતો હોય એ વિષયમાં મહેનત માટે ક્યારે કરશે? આ બધી બાબતો એના મનમાં આવે છે ક્યાંથી? એનો જવાબ છે આજે સતત ફિલ્મો, રમૂજી (!) સાહિત્ય, ફેસબુક, ટ્વીટર જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કરવામાં આવતી મહિલાઓની અવગણના, જૉક્સ પરથી. 

સ્ત્રીને તેના ચહેરા અને શરીર સિવાય એને મહત્ત્વ જ નથી. બ્યુટી અને બ્રેઈન એકસાથે હોય નહીં એવી 'ગેર'માન્યતા સાથે ઉછરી રહેલાં આપણને જો ભૂલેચૂકે બુદ્ધિમાન સ્ત્રી સાથે ભટકાઈ જાય તોે એને તિરસ્કારને પાત્ર ગણવામાં આવે છે અને એના પણ કારણો છે- બુદ્ધિમાન સ્ત્રી ક્યારેય પુરુષથી ગભરાતી નથી, કારણ કે તે પુરુષ પર અવલંબીને નથી રહેતી. પોતાના વિચારો સ્પષ્ટપણે અચકાયા વગર લોકો સામે મૂકે છે. 

સ્ત્રી માટે આટલા ઘાતક, ઝેરી અને એક પ્રકારે રોગિષ્ઠ કહી શકાય એવી વિચારસરણી ધરાવતા લોકોને સ્ત્રીને એક સહકારી, મિત્ર કે પત્ની તરીકેની સન્માનનીય વર્તણૂક આપવી જોઈએ અ શિખડાવવાનો સમય આવી ગયો હોય એવું લાગે છે. સ્ત્રીની મનોભાવના સમજી લેવાની આવશ્યક્તા જ પુરુષને ક્યારેય લાગતી નથી, કારણ કે પુરુષ માટે પોતાને શું લાગે છે એ જ મહત્ત્વનું છે. સતત કંઈક ચેન્જ, ઉન્માદ અને આકર્ષણ સિવાય એ સ્ત્રી માટે કશું જ ફીલ

નથી કરતો, તેથી તેને સ્ત્રી સાથે નાતો જોડવો એવું પણ નથી લાગતું. એક સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ, સંવેદના, લાગણી અને જવાબદારી જેવું કંઈક હોવું જોઈએ એવું ભાન પણ એ પુરુષને નથી થતું. શરીરસંબંધ સુધી જ વિચારી શકતાં પુરુષ માટે ચાર દિન કી ચાંદનીના ન્યાયે કંટાળો આવે એટલે નવી સ્ત્રીની શોધ શરૂ થઈ જાય છે. 

અલબત્ત બધા જ પુરુષો આવા હોય છે, એવું નથી. ૧૦૦ ટકા પુરુષમાંથી જો ૬૦ ટકા પુરુષ 'બેવફા' અને 'ધોકેબાઝ' છે તો બાકીના ૪૦ ટકા પુરુષો સમજદાર, સહૃદયી, અમંજસ, કર્તવ્યદક્ષ અને પરિવારપ્રેમી પણ છે. સ્ત્રી એટલે ઉપભોગ, કુદરતી જરૂરિયાતો પુરી કરવાનું એક માધ્યમ એવી એમની વિચારસરણી નથી હોતી. આવા પુરુષો સ્ત્રીને તેના સ્ત્રીત્વ, માતૃત્વ અને એકંદરે સ્ત્રી સાથે જોડાયેલા દરેક સંબંધને માન આપે છે, સાચવે છે. 

આવા પુરુષોનો જીવવાનો ધ્યેય માત્ર પૈસા અને સેક્સ નથી હોતો. તેમની પાસે બુદ્ધિ, કર્તવ્યપરાયણતા અને કેરેક્ટર પણ હોય છે. પોતાના કામ અને પરિવાર બંનેને તેઓ પ્રેમ કરે છે. તેમને સમાજનું ભાન હોય છે, તે માત્ર પોતાના માટે નથી જીવતા. પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓનેે ખુશીથી પૂર્ણ કરવાની જાણ તેને છે. આવા સીધા-સાદા પુરુષોનું પ્રમાણ જ્યારે ૪૦થી ટકાથી વધીને ૬૦ ટકા જેટલું થશે, ત્યારે જ સમાજ અને દેશની ખરા અર્થમાં પ્રગતિ થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment