Thursday, 3 December 2015

[amdavadis4ever] લોહીની કમાણ ી : પત્નીને વેશ્યાવૃત્ત િમાંથી બહાર કાઢવા રમણે જેલ જવાનું પ સંદ કર્યુ Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લોહીની કમાણી : પત્નીને વેશ્યાવૃત્તિમાંથી બહાર કાઢવા રમણે જેલ જવાનું પસંદ કર્યુ
બે પુત્રીઓનાં લગ્નના દહેજના ખર્ચમાંથી બાબુ મોહન હજી બહાર આવ્યો ન હતો. ત્યાં નાની ત્રીજા નંબરની અંજલિ યૌવનનો ઊંબરો વળોટી પરણાવવાજોગ થઈ રહી. બાબુની માથે કરજ વધી ગયું હતું. વ્યાજના વિષચક્રમાં એ બરાબર ફસાયો હતો. એક એની ચિંતા હતી એમાં અંજલિનાં લગ્નની ચિંતા ફેણ માંડીને બેઠી. બાબુને સંતાનમાં ત્રણ પુત્રીઓ જ હતી. તેમાં અંજલિને ઈશ્વરે રૂપ-લાવણ્ય આપવામાં પાછું વળીને જોયું ન હતું. એ ખૂબ જ ચંચળ અને જબરી નખરાળી હતી. રોજ નવી ડિઝાઇનનાં કપડાં પહેરવાં, હરવું, ફરવું અને સોનાનાં આભૂષણનાં સપનાંમાં રાચતી હતી, પણ ભાગ્યજોગે એનાં લગ્ન ડુંગરપુરના રમણ સાથે થઈ ગયાં. રમણ બાબુલાલની ફૈબાનો છોકરો હતો, તેથી એને દહેજ આપવાની ચિંતા ન હતી. રમણ સવાર-સાંજ પરામાં આવેલ સોસાયટીઓમાં શાકભાજીની લારી કાઢતો હતો.

હવે બિન્ધાસ્ત પોતાની મોજ-મસ્તીમાં રહેતી અંજલિને તો ડુંગરપુર જેવા ગામમાં અકળામણ થઈ રહી. એનાં સપનાંઓ શું અધૂરાં જ રહેશે? ના, એ પૂરાં કરવા માટે અંજલિએ મહાનગર મુંબઈ જવાની જીદ કરી. ત્યાં એની એક બહેનપણી રહેતી હતી. અંતે રમણ પોતાનું મકાન ભાડે આપી, શાકની લારી વેચીને અંજલિ સાથે મુંબઈ આવ્યો. અંજલિની બહેનપણી સિમરનની મદદથી અંજલિ અને રમણને ભાંડુપમાં એક મકાન ભાડે મળી ગયું અને રમણને એક નવા તૈયાર થઈ રહેલા એપાર્ટમેન્ટમાં વોચમેનની સર્વિસ મળી ગઈ. એ દરમિયાન અંજલિએ એક પુત્રીને જન્મ આપ્યો. પછી શહેરના ખર્ચા, મકાનભાડું વગેરે વધતાં મુશ્કેલી પડવા લાગી. આથી અંજલિ જ્યાં સિમરન કામ કરતી એ બ્યુટી-પાર્લરના કામે જોડાઈ ગઈ.

રમણને જાણ થતાં એ અંજલિને આવો ધંધો બંધ કરી દેવા સમજાવી રહ્યો. હવે અંજલિ પૈસાના લોભમાં પાછી ન વળી. તેથી એ અંજલિને છોડીને પુત્રીને લઈ અલગ થઈ ગયો. સારી આવકના કારણે અંજલિએ એક ફ્લેટ ખરીદ્યો, પણ આ ધંધામાં સહાયકરૂપ સિમરનને અંજલિ ભૂલી ગઈ. એટલું જ નહીં પણ સિમરનના ગ્રાહકો એણે ત્યાં જતા બંધ કરી દીધા. આટલી વ્યસ્ત હોવા છતાં અંજલિ એની પુત્રીને મળતી મદદ કરતી. હવે તો એ પણ સોળ વર્ષની થઈ ચૂકી હતી, પણ પોતાનો ઓછાયો એની પુત્રી પર ન પડે તેનું અંજલિ ધ્યાન રાખતી હતી. એમાં સિમરનનું ખૂન થઈ ગયું. પોલીસતપાસ ચાલી. અમુક પુરાવા મળતાં ખૂની તરીકે અંજલિની ધરપકડ થઈ. મેં ખૂન નથી કર્યું એવું અંજલિ સતત કહેતી રહી, પણ એનું કોણ સાંભળે? એણે બહુ મહેનત કરી, પણ કશું ન વળ્યું. ખરેખર ખૂન એણે નહોતું કર્યું. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment